gajeravidyabhavanguj
Festival Of Lights
May god bless you with
Happiness, Success and prosperity
On Diwali and always!
HAPPY DIWALI

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. ભગવાન શ્રીરામ રાવણને હરાવીને ૧૪ વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા તેમના આગમનથી આનંદિત થયેલી પ્રજાએ દીવાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. આખું અયોધ્યાનગર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ત્યારથી દર વર્ષે હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસ દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. દીપાવલીને એક દિપનો ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દિવાળી અધર્મ અને અસત્યના અહંકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો.
દિવાળી લક્ષ્મીની પૂજાનો તહેવાર છે ‘લક્ષ્મી’ શબ્દનો અર્થજ શોભા-સુંદરતા થાય. આ દિવસે લોકો ભગવાન પાસે આરોગ્ય સંપત્તિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આરતી ભક્તિગીતો અને મંત્રોચ્ચાર કરે છે. આજથી ૧૦ વર્ષ અગાઉ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે લોકો દિવાળી ગ્રીટીંગકાર્ડ નો ઉપયોગ કરતા હોવાથી દિવાળી પર પોસ્ટ ઓફિસમાં દિવાળી કાર્ડ તથા ટપાલોનો ઢગ ખડકાઈ જતા હતા.
હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૧ અને 2 ના વિદ્યાર્થીઓને ‘દિવાળીકાર્ડ’ બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી, અને નાના ભૂલકાઓએ અવનવી સામગ્રીમાંથી દિવાળી કાર્ડ બનાવ્યા તથા શિક્ષકોએ વર્ગના બાળકોને આપણી આ શુભેચ્છા પાઠવવાની પરંપરાગત રીતથી વાકેફ કર્યા અને તેનું મહત્વ સમજાવ્યું.
દીપોનો આ પાવન તહેવાર,
આપને માટે લાવે ખુશીઓ હજાર
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
શુભ દિપાવલી