top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ENTHUSIASTIC CHALLENGE

" જીવન એક રમત છે, રમતવીર બનવું કે રમકડું બનવું તે આપણા ઉપર છે."

રમત અને સ્પોર્ટ્સ શારીરિક ગતિવિધિ છે. જે પ્રતિયોગી સ્વભાવ નાં કૌશલ્ય નાં વિકાસ માં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમૂહ એક બીજા સાથે મનોરંજન કે ઈનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિ સ્પર્ધા કરે છે.મહિલાઓ અને પુરુષો બંને માટે રમત ગતિવિધિ ઓ ને પ્રોત્સાહન આપવાની જરૂર છે.કારણ કે આ એક વ્યક્તિની શારીરિક ,માનસિક સ્વાસ્થ્ય,નાણાકીય સ્થિતિ ને પ્રોત્સાહિત કરે છે.આ નાગરિકોના ચરિત્ર અને સ્વાસ્થ્ય નાં નિર્માણ દ્વારા રાષ્ટ્રની મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.રમત મનુષ્ય નાં કાર્ય કરવાની રીત માં ગતિ અને સક્રિયતા લાવે છે.



રમત ગમત ની વ્યાખ્યા સામાન્ય રીતે વ્યવસ્થિત સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિ તરીકે કરાય છે. જે માટે નિષ્ઠા અને નિષ્પક્ષ રમત જરૂરી છે. તેનું સંચાલન નિયમો કે રિવાજોના સેટ દ્વારા થાય છે. રમત ગમત માં પરિણામો નક્કી કરાય ત્યારે સ્પર્ધકની શારીરિક ક્ષમતા અને કૌશલ્ય મહત્વના પરિબળો હોય છે. લોકો પોતાના વ્યક્તિગત વિકાસ સાથે જ વ્યવસાયિક વિકાસ માટે રમત ગતિ વિધિઓ માં સામેલ થઈ શકે છે. આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ બંને માટે સારા શરીરનું નિર્માણ કરવા માટે ખૂબ સારું છે. આ લોકોને માનસિક રૂપે, સતર્ક, શારીરિક રૂપની સક્રિય અને વધુ લાભકારી થઈ શકે છે. તેઓ વધુ અનુશાસિત, સ્વસ્થ, સક્રિય, સમયનિષ્ઠ બની શકે છે. અને સહેલાઈથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કોઈપણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી શકે છે. રમતમાં નિયમિત રૂપથી સામેલ થવું સહેલાઈથી ચિંતા, તણાવ અને ગભરાટ માંથી બહાર નીકળવામાં મદદ કરે છે.



રમત ગમતની રોગપ્રતિકારક શક્તિ સુદૃઢ બને છે. નાની મોટી બીમારી દૂર થાય છે. ફેફસાની કાર્યક્ષમતા વધે છે. શરીરના તમામ કોષો સુધી પૂરતો ઓક્સિજન મળે છે. રમત ગમત સારી રીતે સંતુલિત, માનસિક અને શારીરિક વિકાસ તરફ દોરી જાય છે. અને સ્નાયુઓને ટોન કરે છે. અને હાડકાને મજબૂત બનાવે છે. વિકસતા બાળકો માટે, તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે. અને તેમને સચેત બનાવે છે.



ગજેરા વિદ્યાભવનમાં સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ધો. ૧ અને ધો.૨ માં વિધ્ન દોડ, બલુન જમ્પ, પેપર શું વોક, ફ્લાઈંગ બલુન વગેરે... રમત નું આયોજન કરવામાં આવ્યું હતું. અને ધો. ૩ થી ધો.૭ માં વિધ્ન દોડ, મેડીસીન થ્રો બોલ, ૫૦ મી. દોડ,૧૦૦ મી. દોડ,૨૦૦ મી. દોડ, ૪૦૦ મી. દોડ, રીલે રેસ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક ,રીંગ પાસિંગ બલુન, રસ્સા ખેંચ વગેરે.. રમત નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ સ્પોર્ટ્સ મેદાન માં ધોરણ : ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા મશાલ, પરેડ, ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી, ઉપાચાર્યાશ્રી, તેમજ શિક્ષકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો.

" A healthy mind resides in a healthy body. "

1,388 views0 comments
bottom of page