top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Engineer's day

Updated: Sep 16, 2021

ભારતમાં 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના સર્વકાલીન મહાન ઇજનેરો પૈકીના એક સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો જન્મદિવસ છે અને તેની યાદમાં ઉજવવામાં આવે છે. તેમને સર એમવી તરીકે પણ ઓળખવામાં આવે છે.આપણા દેશમાં તેમના જન્મદિવસને એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વેશ્વરૈયાએ પ્રાથમિક શિક્ષણ મૈસૂરમાં મેળવ્યુ હતું. ઉચ્ચ અભ્યાસ તેમણે બેંગ્લોરની સેન્ટ્રલ કોલેજ માં કર્યો હતો. તેમને ભારતના વિકાસના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ઘણા મહત્વના કાર્યો કર્યા છે. જેમ કે નદીઓ પર બંધ, બ્રિજ અને પીવાના પાણીની યોજનાઓ બનાવી હતી. કૃષ્ણા સાગર બંધ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે.વિશ્વેશ્વરૈયાનું ભારતના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન છે.1985માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

એન્જિનિયર ઉચ્ચ તકનીકી શિક્ષણ સાથે લાયક નિષ્ણાત છે. વ્યવસાયનું નામ પ્રાચીન મૂળ ધરાવે છે. એન્જિનિયર શબ્દ લેટિન ઇંજેનિયમ પરથી આવ્યો છે, જેનો અર્થ શોધ કરવામાં સક્ષમ છે.પ્રથમ ઇજનેરો ફક્ત લશ્કરી વાહનોના નિર્માણ અને કામગીરીમાં રોકાયેલા હતા. આ ખૂબ લાંબા સમય સુધી ચાલુ રહ્યું, જ્યાં સુધી 16 મી સદીમાં સિવિલ એન્જિનિયરો પુલ બનાવતા દેખાયા અને સિવિલ એન્જિનિયરિંગનો જન્મ થયો.

એન્જિનિયર્સ ડેની વિશ્વમાં જુદા જુદા દિવસે ઉજવણી થાય છે, જેમ કે ઈટાલીમાં ૧૫ જૂન તો નેપાલમાં શ્રાવણ ત્રીજ, પાકિસ્તાનમાં ૧૦ જાન્યુઆરી તો અમેરિકામાં ફેબુ્રઆરીમાં તો યુ.કે.માં માર્ચમાં અને રશિયામાં ૨૨ ડિસેમ્બરે અને ભારતમાં ૧૫ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. પણ તેની સાથે જાહેર અને ખાનગી ઈજનેરી કામની ગુણવત્તા સુધારવાફ્રેશ ઈજનેરોને સર્વિસ કે સ્વયં રોજગારની તકો પૂરી પાડવાની દિશામાં સરકારે આગળ વધીને ઈજનેર દિવસ ઉજવવાની જરૂર છે.

આથી ગજેરા વિદ્યાભવન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓના વાલીશ્રીઓ જેંઓ એન્જિનિયર હોય તેમને શાળામાં આમંત્રણ આપી બોલાવ્યા હતા, એવા એન્જિનિયરવાલીશ્રીઓ એ પોતાની સ્પીચ આપી હતી.આ રીતે શાળામાં એન્જિનિયર ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

ડિઝાઇન એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર, ઇજનેર-એન્જિનિયર, ડિઝાઇન એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર, યાંત્રિક એન્જિનિયર, સિવિલ એન્જિનિયર

320 views0 comments

Recent Posts

See All
bottom of page