top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Educators Training Program


‘શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે’

કહેવાય છે કે બાળકના જીવનમાં માતા પછી બીજા ક્રમ પર શિક્ષકનું સ્થાન રહેલું છે. ભારત વર્ષની શિક્ષા પ્રણાલી કેટલી વિશિષ્ટ અને અદભુત છે. ગુરુ હંમેશા શિષ્યનો વિજય ઈચ્છે છે અને શિષ્ય ઈચ્છે છે કે ગુરુનો જય હો! એક શિક્ષક તેના પ્રત્યેક વિદ્યાર્થીની પાર્શ્વભૂમિકા જાણે છે અને ધીરે ધીરે તેને કઈ રીતે માર્ગદર્શન આપીને આગળ લઈ જવો તે એક શિક્ષકને બરાબર ખબર છે.

એક શિક્ષક ક્યારેય નિવૃત્ત થઈ શકતો નથી અભ્યાસક્રમ ભલે બદલાઈ જાય પરંતુ તેમની ભણાવવા માટેની લાગણી કે પ્રેમ કોઈ બદલી શકતું નથી. વર્ગમાં બાળકને ઉત્સાહ પૂર્ણ વાતાવરણ મળી રહે અને વિવિધ એક્ટિવિટી દ્વારા અભ્યાસક્રમ પ્રત્યે પ્રોત્સાહિત થાય તે જોવાની જવાબદારી પણ શિક્ષકની જ છે. બાળકને વર્ગમાં કે અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય તો તેનું કારણ શોધીને તેનું યોગ્ય માર્ગદર્શન આપવાનું કાર્ય પણ શિક્ષકનું જ છે જે પ્રમાણે એક કુંભાર માટી માંથી જુદા જુદા આકાર આપી ઘાટ ઘડે છે તેવી જ રીતે શિક્ષકે પણ બાળકોને અભ્યાસની સાથે બાળકોના જીવનનું સિંચનકાર્ય પણ કરવાનું છે.

અભ્યાસમાં થતા પરિવર્તન સાથે તાલમેળ સાધવા તેમણે હંમેશા નવું નવું શિખતા જ રહેવું પડે છે. તેથી અમારા બાલભવનમાં શિક્ષકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘વૈશાલી કારીયા’ દ્વારા "HOW TO TACKLE TO THE PRE-PRIMARY LEARNES?" ના શીર્ષક હેઠળ સેમીનાર લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે બાળકોના અભ્યાસ અંગે તેમજ બાળકોમાં જોવા મળતી સામાન્ય તકલીફો વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

તેમજ ગણિત જેવા અઘરા વિષયને નૈતિક મૂલ્યો સાથે જોડી સરળતાથી કેવી રીતે શીખવું તેની માહિતી ‘અક્ષય ખત્રી’ દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે “ગણિત માત્ર ભણતર નહી” પરંતુ જીવન ઘડતર વિષયના અંતર્ગત વૈદિક ગણિત દ્વારા બાળકોને અઘરો લાગતો ગણિત વિષય સરળતાથી કેવી રીતે સમજાવી શકાય તે અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

406 views0 comments
bottom of page