gajeravidyabhavanguj
EDUCATION ISN'T A RESULT.IT'S A PROCESS.
Updated: Oct 21, 2022
Success is no accident.
It is hard work, learning, studying, sacrifice and most of all,
Love of what you are doing or learning to do.”

તા. ૧૪/૧૦/૨૦૨૨ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં પ્રથમસત્રાંતનું પરિણામ આપવામાં આવ્યું હતું. પરીક્ષાનું પરિણામ આપણને આપણી શિક્ષણ પ્રણાલીને આગળ વધારવામાં મદદ કરે છે, કારણકે પરીક્ષા દ્વારા બાળકોની શક્તિ અને સુધારાત્મક બાબતો સ્પષ્ટ જોઈ શકાય છે.શિક્ષણની ગુણવત્તા સુધારણામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો સમાવેશ થાય છે. આ માટે ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમ અને સક્ષમ વાતાવરણમાં તેના અસરકારક વ્યવહારને લક્ષ્યમાં રાખીને બાળકોના માપદંડની ચકાસણી નાં ભાગ રૂપે પરીક્ષાનું આયોજન દ્વારા તેમનું મુલ્યાંકન કરવામાં આવતું હોય છે. કામ કર્યા વિના પરિણામની અપેક્ષા ન રાખવી જોઈએ. સખત મહેનત વિના સફળતા માટે પ્રયત્ન કરવો એ જ્યાં તમે વાવેતર કર્યું નથી ત્યાં લણણી કરવાનો પ્રયાસ કરવા જેવું છે.” સફળતા માટે કોઈ રહસ્યો નથી.
પરીક્ષા એટલે તૈયારી, સખત મહેનત, અને નિષ્ફળતામાંથી શીખવાનું પરિણામ છે. તમારામાં વિશ્વાસ રાખો, તમારા પડકારોનો સામનો કરો, ડરને જીતવા માટે તમારી અંદર ઊંડા ખોદ કરો. તમારે આગળ વધવાનું છે.
There are no secrets to success. It is the result of preparation,
Hard work, learning from failure.”
જીવન ભલે ગમે તેટલું મુશ્કેલ લાગે ત્યારે હંમેશા કંઈક કરી શકો અને તેમાં સફળ થઈ શકશો તેવો આત્મવિશ્વાસ રાખો. જ્યારે પણ તમારામાં ભણવાની પ્રેરણાનો અભાવ હોય, ત્યારે હંમેશા યાદ રાખો કે શિક્ષણ તમારા સપનાને કેવી રીતે સાકાર કરશે..”સફળતા એ યોગ્ય ધ્યેયની પ્રગતિશીલ અનુભૂતિ છે.
Well done on your exams. We hope this is just the beginning of a progressive journey ahead!