top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ECO FRIENDLY GANESHA WORKSHOP

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं। नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥


ગણેશ ઉત્સવ આવે એટલે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક આનંદમાં આવી જાય. દરેક દસ દિવસ ગણપતિની સેવા પૂજામાં તન્મય બની જાય છે. ગણપતિ ગણો ના દેવ હોવાથી ગણાધ્યક્ષ કહેવાય.ગણેશની માટીની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. તેથી ગજેરા વિદ્યાભવનના કોન્ફરન્સ હોલમાં ચિત્ર શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગણેશજીની માટીની મૂર્તિ બનાવવાનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો. તેમાં ધોરણ ૬,૭ ના ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓ ખૂબજ તન્મય થઈને મૂર્તિ બનાવતા હતા. માહોલ ભક્તિમય બન્યો હતો. અને તેમાં વિદ્યાર્થીઓએ પણ ભક્તિમય બનીને ખુબજ ઉત્સાહપૂર્વક ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ બનાવી હતી. આખુ વાતાવરણ ગણપતિ બાપ્પા મોરિયાનાં નાદ થી ગુંજી ઉઠ્યું હતું.28 views0 comments
bottom of page