top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Eco-Friendly Ganesha Workshop


ભાદરવા સુદ-4 એટલે ગણેશ ચતુર્થી .આમ ગણેશ ચતુર્થી માટે ના તમામ ભક્તો અને આ ભાવિક જનો તેમના સ્વાગત માટે થનગની રહ્યા છે એ જ રીતે ગજેરા વિદ્યાભવન ના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સુક છે. આપણી શાળામાં વિદ્યાર્થીઓમાં પ્રાથમિકતા થી જ સર્જનાત્મકતા શક્તિ ના ગુણ કેળવાય તથા વિદ્યાર્થીઓ આત્મીયતા ની લાગણી કેળવાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ વિઘ્નહર્તાની માટીની મૂર્તિ નું સર્જન કર્યું હતું.

આ વર્કશોપ નો મુખ્ય હેતુ આધુનિક સમયમાં ડગલેને પગલે પ્રદુષણ વધી રહ્યું છે કે પછી હવા-પાણી અવાજ કે જમીન કોઈપણ કુદરતી સંશાધનો હોય. આ પ્રદુષણને અટકાવી તે વિદ્યાર્થીઓને તેમની જવાબદારી પ્રત્યે સજાગ કરવાનો છે.

ગણપતિ ના દરેક અંગોમાંથી આપણને કંઈક શીખ મળે છે. જેમકે,

1. મોટું માથું- વિચારો રાખો.

2. નાની આંખ-દરેક વસ્તુને ઝીણવટ ભર્રી નજરથી જોવું.

3. બંને હાથ- ઉપર નો હાથ રક્ષા નું પ્રતીક છે અને જે નમેલો હાથ છે તેમની હથેળી બહાર ની તરફ છે જે અનંત અને અવિરત દાનનું મહત્ત્વ સમજાવે છે.

ગજેરા વિદ્યાભવન વિદ્યાર્થીઓનું પાયાથી જ ઘડતર કરીને તેઓ તે પણ પર્યાવરણ પ્રત્યે અને તેમનામાં સભાનતા કેળવાય તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માત્ર મૂર્તિ બનાવીને જ નહીં પરંતુ તેમની પૂજા-અર્ચના પણ કરીને આ તહેવાર ના મહત્વ વિશે માહિતગાર થયા હતા.

1,096 views0 comments

Recent Posts

See All
bottom of page