top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER-SEPTEMBER-2022
MESSAGE FROM TRUSTEE

તમારી શક્તિ વિશે ઊંચો વિચાર રાખો


તમે તમારી જેવી કિંમત આંકશો તેવી કિંમત દુનિયા પણ તમારી આંકશે. તમારી જાતને નિષ્ફળ માનો છો ? તો ખાતરી રાખજો કે આ દુનિયામાં તમને ગરીબાઈ, કરમની કઠણાઈ દાખવતા સંજોગોને નાપસંદ કામો જ મળશે. પણ જો તમે પ્રભુની સાથે એકતા અનુભવશો, પ્રભુ પર શ્રદ્ધા રાખશો, ને આત્મશ્રદ્ધા રાખી તમારી જાત ને શક્તિ વિશેઉંચો ખ્યાલ રાખી કામ કરશો તો પછી જગત પણ તમને સારા હોદ્દા ને જવાબદારીવાળી જગાઓ અને તક આપશે. તમારી મહત્ત્વાકાંક્ષા પૂરી કરશે જ. કારણ કે આ દુનિયાને આત્મશ્રદ્ધાવાળા પુરતા શ્રદ્ધાળુ અને અઠંગ આશાવાદી માણસોની જ જરૂર છે.

તમે તમારી આત્મશ્રદ્ધા બે રીતે બહારનાં તથા અંદરનાં લક્ષણો પરથી બતાવી શકો છો. બહારનાં લક્ષણો એટલે પહેરવેશ, રીતભાત, હેંડછા ને ભરપૂર આશાવાદી જબાન, અંદરનાં લક્ષણો એટલે પ્રભુની શક્તિ વિશેભરપૂર શ્રદ્ધા ને તેમાંથી નીપજતી અખંડ આત્મશ્રદ્ધા.

સનાતન, સર્વશક્તિમાન પ્રભુની શક્તિથી જે ઓતપ્રોત છે તેને શ્રદ્ધા હોવી જ જોઈએ કે જો તે પોતાનું કર્તવ્ય દ્રઢતાથી ને ડહાપણથી કર્યે જશે તો પછી તેની ઈચ્છાઓ પાર પડશે જ તેનો ઉદ્યમ ખીલશે જ.

આપણે શા માટે વિજય સિવાય બીજાની કલ્પના કરીએ ? શું આપણે સર્વશક્તિના કેન્દ્રરૂપ પ્રભુથી ભિન્ન છીએ ? ને પ્રભુને શું કંઈપણ અસાધ્ય હોઈ શકે ? તો પછી આપણા માટે પણ નિરાશા કે નિષ્ફળતા ન જ હોય. પણ જો તમે તમારા આત્માને નિર્બળ ગણશો-આત્માને નિર્બળ ગણવો એટલે પ્રભુની આપણને મદદ કરવાની શક્તિ વિશેઅશ્રદ્ધા દાખવવી-તો તમારૂં વાતાવરણ તમારી વિરૂદ્ધ જ જામેલું જોશો.

ઘણીયે વેપારી પેઢીઓ પોતાના સંગીન બાહ્ય દેખાવ ને આકર્ષણ વડે વિજય મેળવે છે. એક સારા વેપારી લત્તામાં એક સુંદર ઓફિસ ભાડે રાખવામાં આવે છે. પેઢીના ભાગીદારો શ્રદ્ધાપૂર્વક વાતચીત કરે છે. ને સારા પહેરવેશ વગેરેમાં દેખાવ આપે છે. પરિણામ શું આવે છે ? એ જ લોકો અંદરોઅંદર વાત કરે છે કે પેઢી સધ્ધર હોવી જોઈએ અને મોટું કામકાજ ધરાવતી હશે. કારણ કે લોકો માને છે કે આવડી મોટી પેઢી સંગીન અને શક્તિશાળી જ હોવી જોઈએ.

પણ જો તમે તમારી જાતને કમતાકાત નિર્બળ ધારી લેશો તો પછી દુનિયા પણ તમારી તરફ તમારા જ દૃષ્ટિબિંદુથી જોશે. માટે પ્રથમ સૌથી મોટી વાત તો એ છે કે આપણી જાત માટે સંપૂર્ણ આત્મશ્રદ્ધા રાખો. આપણા અંતર્ગત હૃદયની, અંતરાત્માની શક્તિ ઉપર, અંદર રહેલા પ્રભુની અગાધ શક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકો. આપણા દરેક કાર્યમાં પ્રભુ આપણને મદદ કરશે જ એવી ચોક્કસ શ્રદ્ધા જો આપણે ધરાવીશું ને આપણા દરેક કામમાં તેની મદદ મેળવવાની કૂંચી જાણી લઈશું તો પછી આપણે આપણા માટે પણ આત્મશ્રદ્વા રાખી શકીશું.

યાદ રાખો, કે દરેક મુશ્કેલી કે અડચણો કેવળ આપણા મનની બનાવટ જ છે. જો તે મહાન પ્રભુની જોડે એકતા અનુભવી આપણું મન આપણા મર્યાદિત ખ્યાલો અને સ્વકૃત કુંડાળામાંથી બહાર નીકળી ઊંચે ચઢી ઉદાર ભાવનાઓ રાખે તો પછી તે મનને કશું પણ અસાધ્ય નથી. પછી તો આપણે માટે દરેક વસ્તુ પ્રાપ્ય છે.

હાલમાં શ્રધ્ધા અને દૈવી આરાધનાનું નવરાત્રી રૂપી મહાપર્વ પૂર્ણ થઇ ગયેલ છે. સમાજનો દરેક વર્ગ ભક્તિના રંગમાં એવો તો રંગાયો છે કે મા ભગવતી પણ જોવા આવે છે. અંતે એટલું જ કહીશ કે આવનારા થોડા દિવસોમાં દિવાળી અને હિન્દૂ નવા વર્ષનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે આપ સૌને અમારા તરફથી દિવાળી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપ સૌ માટે નવો પ્રકાશ અને સુખ, સમૃદ્ધિ તેમજ આનંદ લઈને આવે તેવી ભગવાન પાસે પ્રાર્થના.

_________________________________________

MESSAGE FROM PRINCIPAL


“Mother Nature”

N: natural

A: attitude

T: toward

U: urban

R: recreational

E: environment

In nature, nothing is perfect and everything is perfect.

Nature does not hurry, yet everything is accomplished.”


પ્રકૃતિ અને મનુષ્ય એક સિક્કાની બે બાજુઓ છે. જો પ્રકૃતિ સુરક્ષિત હશે તો મનુષ્ય સુરક્ષિત રહેવાનો જ છે.સમગ્ર જીવસૃષ્ટિ પ્રકૃતિ પર નિર્ભર છે ,આમ પ્રકૃતિ કે કુદરત આપણને નામ માત્રથી જ આપણા જીવનમાં એક પ્રકારની તાજગી અને સુંદરતા ભરી દે છે. પ્રકૃતિ માં માત્ર વનસ્પતિનો જ સમાવેશ થતો નથી પરંતુ તેમાં પશુ, પંખી, જીવજંતુઓ, ધરતી, આકાશ, નદી, આ બધાનો સમાવેશ થાય છે. આ બધા પ્રાકૃતિક તત્વો માનવજીવન સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. પ્રકૃતિના માનવજીવન માટે ઘણા ફાયદાઓ છે. તેમાંથી કેટલાક ફાયદા વિશે આપણે જાણીએ. પ્રકૃતિ માણસને તણાવ મુક્ત કરે છે પ્રકૃતિ સાથે જોડાયેલા માણસના હૃદયના ધબકારા સ્નાયુ અને પ્લસ ટ્રાન્ઝીસ જેવા તણાવની શારીરિક અસરોને ઘટાડવામાં મદદ કરે છે. પ્રકૃતિમાં રહેવાથી એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા નો ઉમેરો થાય છે. પ્રકૃતિને લીધે મનુષ્યમાં સકારાત્મક મનોવૈજ્ઞાનિક પ્રતિભાવો પ્રાપ્ત કરે છે. જેમાં આનંદની લાગણી અને સતત ધ્યાન એટલે કે એકાગ્રતા રસ ઉત્પત્તિ આરામદાયક અને અને તણાવ મુક્ત જીવન પ્રાપ્ત કરે છે. આમ પ્રકૃતિ આપણા વ્યવસાયિક અને શૈક્ષણિક વાતાવરણ તેમજ આપણા અંગત વાતાવરણમાં પણ ફાયદાકારક થઈ શકે છે પ્રકૃતિ સાથેની ક્રિયા પ્રતિક્રિયાઓ લોકોને માનસિક થાકમાંથી મુક્ત કરવામાં મદદ કરી શકે છે આમ અબાલ વૃદ્ધ હર કોઈ જ્યારે પ્રકૃતિના સંપર્કમાં રહે છે ત્યારે તેના સમગ્ર મગજમાં સંવાદિતા પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.


“Let’s nature the nature so

That we can have a better future “

_________________________________________

SPORTS ACHIEVEMENTS

૨૦૨૧-૨૨ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અગિયારમાં ખેલમહાકુંભનું ભવ્ય આયોજન થયું હતું. કોરોનાના બે વર્ષના કપરાકાળ બાદ યોજાયેલ રમતોના મહાકુંભમાં સમગ્ર રાજ્યના ખેલાડીઓએ બમણો ઉત્સાહ દર્શાવ્યો હતો અને રેકોર્ડબ્રેક પંચાવન લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વિશ્વના કેટલાય દેશોની કે ભારતમાં કેટલાય રાજ્યોની કુલ જનસંખ્યા કરતા પણ વધારે ખેલાડીઓએ મહાકુંભ-૧૧ માં ભાગ લીધો હતો અને ઝોન કક્ષાથી શરૂ થઈ રાજ્યકક્ષા સુધી યોજાયેલ રમતોમાં ભારે રસાકસી સાથે ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં સૌથી વધારે મેડલ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર શાળાઓનું વિશેષ સન્માન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યુ હતું, જેમાં સુરતની કતારગામ વિસ્તારની શાળા ગજેરા વિદ્યાભવન, કતારગામ એ સમગ્ર સ્થાન રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ સુરત શહેરનું નામ રોશન કર્યુ હતું.૦૪/૦૯/૨૦૨૨ને રવિવારે અમદાવાદમાં કાંકરીયા સ્થિત ટ્રાન્સટેડીયા ખાતે ખેલમહાકુંભ-૧૧નાં સમાપન સમારંભમાં ભારત સરકારના યુનિયન ગૃહમંત્રી અને સહકારી મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, યુથ અફેર્સ ગૃહરાજ્ય એન્ડ સ્પોર્ટ્સના યુનિયન મીનીસ્ટરશ્રી અનુરાગ ઠાકુર, ગૃહરાજ્ય મંત્રી અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી, નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ તથા સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા ,મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાની સહીત તમામ મહાનગરપાલિકાના મેયર અને મ્યુનીસીપલ કમિશનર શ્રીઓની ઉપસ્થિતિમાં ખેલમહાકુંભ-૧૧ ના સન્માન સાથે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરતના શિક્ષણ ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા સંસ્થા ગજેરા વિદ્યાભવનને સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવવા બદલ યુનિયન હેલ્થ મિનીસ્ટર શ્રી અમિતભાઇ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિજેતા ટ્રોફી અને ત્રણ લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપી સન્માનીત કર્યા હતા. ગજેરા વિદ્યાભવન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ચૂનીભાઈ ગજેરા, સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રીમતી ગુલાબ વસાણી તથા સિનિયર પ્રિન્સીપાલ શ્રી જયેશ પટેલ સન્માન સ્વીકારી શાળાની તમામ રમતોના કોચિંગ અને પી.ટી ટીચરને અભિનંદન પાઠવ્યા હતા તથા ખેલમહાકુંભમાં ભાગ લઈ વિજેતા થનાર તમામ રમતવીરોને અભિનંદન સાથે ભાવિ કારકિર્દી માટે શુભકામના આપી હતી.

_________________________________________જિલ્લા વહીવટી તંત્ર સુરત દ્વારા તા.૧૪/૦૯/૨૦૨૨ને બુધવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સાંજે ૫:00 ગુજરાતના યુવાનો અને ખેલાડીઓમાં ૩૬મો નેશનલ ગેમ્સ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુથી ભવ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. આ સિવાય કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનીધી પાની, સુરત જીલ્લા કલેકટર શ્રી આયુષ ઓક,વાઇસ ચાન્સેલર ઓફ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, શ્રી ડૉ.કે.એન.ચાવડા સાહેબ, ઈ.ચા.જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દરજી સાહેબ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સીનીયર કોચ શ્રી કનુભાઈ સાહેબ વગેરે મહાનુભાવો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રમત-ગમત ના મહાપર્વમાં ખેલ મહાકુંભ-૧૧ ના સુરત શહેર અને જિલ્લાની પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર શાળાઓને ટ્રોફી અને રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શહેરની નામાંકિત શાળા ગજેરા વિદ્યાભવન કતારગામને રાજ્યકક્ષાએ દ્વિતીય અને સુરત શહેર કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ શ્રી હર્ષદભાઈ સંઘવીના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે ગજેરા ભવન ઉત્તરાયણ શાખાને સુરત શહેરમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરવા બદલ ટ્રોફી અને ઇનામ અપાયા હતા ગજેરા વિદ્યાભવન ને સુરત શહેરમાં પ્રથમ અને દ્વિતીય બંને સ્થાન મેળવવા બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા એ તમામ ખેલાડીઓ, તેમના કોચ તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

________________________________________

COVER STORY

એક સમયે એક સુંદર જંગલ હતું. ત્યાં ચિન્ટુ અને પિન્ટુ નામના બે વૃક્ષો રહેતા હતા, જેઓ ભાઈઓ હતા. ચિન્ટુ અને પિન્ટુના ઘણા મિત્રો હતા જેમ કે સસલું અને તેના ભાઈઓ, વાંદરાઓનું જૂથ, પક્ષીઓનું કુટુંબ, બંકી રીંછ અને સમજદાર વૃદ્ધ વરુ.

એક દિવસ બધા મિત્રો ગપ્પાં મારતા હતા. અચાનક પિન્ટુએ એક લાકડા કાપનારને જંગલ તરફ આવતો જોયો પિન્ટુ બોલ્યો “અરે જુઓ એક ઝાડ કાપનાર જંગલ તરફ આવી રહ્યો છે! ચાલો ! દોડો!" ચિન્ટુએ પ્રાણીઓને કહ્યું. પણ કોઈ દોડ્યું નહિ. તેઓએ કહ્યું, “તમે અમને ખોરાક આપો, આશ્રય આપો, તમે અમને શ્વાસ લેવા માટે તાજી હવા આપો છો . અમે તમને જોખમમાં મૂકીને કેવી રીતે જઈ શકીએ?” ચિન્ટુ અને પિન્ટુએ તેમનો આભાર માન્યો. "ઠીક છે તમે બધા અમારી પાછળ સંતાઈ જાઓ" બંને ભાઈ ઝાડે કહ્યું. તેથી વાંદરાઓ અને પક્ષીઓ ઝાડના પાંદડાની અંદર સંતાઈ ગયા અને અન્ય પ્રાણીઓ ઝાડની પાછળ સંતાઈ ગયા.

લાકડા કાપનાર ખૂબ જ મૂંઝવણમાં હતો કારણ કે કાપવા માટે ઘણા વૃક્ષો હતા. અચાનક તેને ચિન્ટુ અને પિન્ટુ નામના વિશાળ વૃક્ષો જોયા. તેણે કહ્યું, "તમે ઝાડ કાપવા તૈયાર રહો." સમજદાર વૃદ્ધ વરુએ તેની યોજના પ્રાણીઓને પહેલેથી જ કહી દીધી હતી. જ્યારે લાકડા

કાપનાર ઝાડની નજીક આવ્યો, ત્યારે વાંદરાઓનું જૂથ તેના પર કૂદી ગયું અને તેનું અનુકરણ કરવાનું શરૂ કર્યું, પછી પક્ષીઓના પરિવારે તેને ચોંટવાનું શરૂ કર્યું, પછી સસલું અને તેના ભાઈઓ તેની આસપાસ કૂદવા લાગ્યા અને બંકી રીંછે ગર્જના કરવાનું શરૂ કર્યું.

જ્યારે બધા પ્રાણીઓ તેમના કામમાં વ્યસ્ત હતા, ત્યારે સમજદાર વૃદ્ધ વરુ સિંહ રાજા પાસે દોડી ગયો. સમજદાર વૃદ્ધ વરુએ સિંહ રાજાને કહ્યું કે તેણે શું કરવાનું છે. તેથી તેઓ જ્યાં બધા પ્રાણીઓ હતા ત્યાં દોડી ગયા. રાજાએ ગર્જના કરી અને લાકડા કાપનાર પોતાનો જીવ બચાવવા ભાગ્યો. ચિન્ટુ અને પિન્ટુએ કહ્યું “આભાર”.

પાછળથી લાકડા કાપનારે વિચાર્યું કે "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વૃક્ષો પ્રાણીઓને ખોરાક, આશ્રય વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ આપે છે..." અને વૃક્ષો ન કાપવાનું નક્કી કર્યું.


મિત્રો, આ એક સંદેશ છે કે વૃક્ષો ન કાપો પરંતુ વધુ વૃક્ષો વાવો કારણ કે આપણી જમીન પર જંગલ ઓછું છે અને તે ઓછું થતું જાય છે. તો મહેરબાની કરીને જંગલ બચાવો.

મોરલ ઓફ ધ સ્ટોરીઃ સેવ ટ્રી, સેવ ફોરેસ્ટ, થિંક ફોર ધ નેચર


શિક્ષક શ્રી :-કાચરિયા પ્રતિકભાઈ

_________________________________________

CLUB ACTIVITY (સ્કેટિંગ)

વિદ્યાર્થી જીવનમાં અભ્યાસનું મહત્વ તો છે જ પરંતુ આ અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિ નો ઉમેરો થાય તો વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહથી અભ્યાસ કરી શકે છે. એવીજ એક પ્રવૃત્તિ એટલે કે સ્કેટિંગ આપણી શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે તેમની મનપસંદ પ્રવૃત્તિ સ્કેટિંગ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક તો કરે જ છે, પરંતુ તેની સાથે તેમની એક પ્રકારની કસરત થાય છે. તેમનાં શરીરમાં લોહીનું સતત પરિભ્રમણ થતું રહે છે. આમ, ગજેરા વિદ્યાભવનમાં બાળકોને આનંદ અને ઉત્સાહ પૂર્વક શિક્ષણ મળી રહે અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે વિશિષ્ટ પ્રયાસો કરવામાં આવે છે.The only person you should try to better than is the person were yesterday

_________________________________________

જિંદગી જીતવાની જડીબુટ્ટી (સેમીનાર )ધો-7 નાં બાળકોને જીવનલક્ષી માર્ગદર્શન મળી રહે તેમજ જીવનમાં કેવી રીતે સફળ થવાય તે અંગેની સમજણ મળી રહે તે હેતુથી આપણી શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા શાળામાં બાળકોનો સેમીનાર લીધો હતો જેમાં બાળકો સાથે અભ્યાસ સંદર્ભે તથા ધ્યેય પ્રાપ્તિ પર ચર્ચા કરી હતી બાળકોને મહેનત કરવા પ્રેરીત કર્યા હતાં. બાળકોને જીવનનું સાચું મૂલ્ય સમજાવ્યું હતું તથા કોઈપણ ક્ષેત્રમાં કેવી રીતે સફળ થવાય તેવી ખુબ સરસ વાત પણ જણાવી હતી. આમ, આ કાર્યક્રમ બધા જ બાળકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને સાથે શિક્ષકો પણને પ્રેરણા મળી હતી, આ રીતે શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીસરે પોતાનો કિંમતી સમય બાળકોને આપીને જે માર્ગદર્શન પુરું પાડ્યું છે તે ભવિષ્યમાં બાળકોને ઉપયોગી થશે

_________________________________________

TEACHER'S DAY

શિક્ષક એક એવી કડી છે જે નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું. સાચૂં-ખોટું અને સારું-ખરાબની ઓળખ કરાવવી, તેમજ બાળકમાં રહેલી આંતરિક શક્તિ વિકસિત કરે છે.


“શિક્ષકદિન” ના દિવસે શાળાઓમાં બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને શિક્ષકોના માનમાં કેટલીક જગ્યાએ જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. “શિક્ષકદિન” ની ઉજવણીના ભાગરૂપે અમારી શાળા ગજેરા વિદ્યાભવનના બાળકોએ પણ “શિક્ષક” નો રોલ અદા કર્યો હતો. જેમાં ધોરણ ૫ થી ૭ ના કુલ ૧૧૦ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ પોતાને મળેલા વિષયની ખુબ જ સરસ તૈયારી કરી હતી. તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનોખા પ્રકારનો ઉત્સાહ જણાતો હતો


ज्ञान देनेवाले गुरु को वंदन है |

उनके चरणोंकी धुल भी चंदन है ||

_________________________________________

हिन्दी दिवस

भारत में १४ ‌‍‌‌‌ सितंबर को हर साल राष्ट्रीय हिंदी दिवस मनाया जाता है| संविधान सभा ने देवनागरी लिपि में लिखी हिंदी को अंग्रेजी के साथ राष्ट्र की अधिकारिक भाषा के तौर पर १४ सितंबर १९४९ को स्वीकार किया गया था| तब ही से हिंदी दिवस मनाया जाने लगा|

हिंदी दिवस का महत्व:-

भारत विविधताओं का देश है यहां सैकड़ों भाषाएं और बोलियां बोली जाती है| जिनमें हिंदी सबसे अधिक राज्यों में बोली जाने वाली भाषा है| इसकी महत्ता को देखते हुए हिंदी के महान साहित्यकारों ने इसे राष्ट्रभाषा बनाने के लिए कड़ी मेहनत की है|

अच्छी तरह मिले क्या ज्ञान,

यदि हिंदी में होगा विद्या का दान|


गजेरा विद्याभवन के अंतर्गत कक्षा ६ और ७ के छात्रों द्वारा कहानी प्रतियोगिता और काव्य पठन का आयोजन किया गया था|

_________________________________________

OZONE DAY

સૂર્યના વિનાશક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસ ઓઝન ના પાતળા થઈ રહેલા આવરણને બચાવવા માટે ૧૬ સપ્ટેમ્બરે લોકોને જાગૃત કરવા ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. કોવિડ મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ને કારણે કુદરતે સ્વયં પર્યાવરણ દિવસ જાતે ઉજવી આનંદ મળ્યો. જાણે કુદરતે માનવીના ત્રાસમાંથી મુક્તિ મેળવી. પરિણામે કાર્બનડાયોકસાઈડ વાયુનું પ્રમાણ ઘટ્યું અને ઓઝોન છિદ્ર પુરાવા લાગ્યાના ખુશખબર વૈજ્ઞાનિકોએ આપ્યા. જે આપણને ઘણું સમજાવી જાય છે.ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં વિશ્વ ઓઝોનદિન નિમિત્તે વિદ્યાર્થીઓને PPT દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓએ ઓઝોન વાયુ સુરક્ષિત રાખવા શપથ લીધા હતા શપથ લીધી હતી. તો આવો આપણે હવે લોકડાઉન માંથી અનલોક થઇ રહ્યા છીએ ત્યારે આપની જીવન શૈલી એવી બનાવીએ કે ઓઝોન પડને સુરક્ષિત- અખંડ રાખીએ.

_________________________________________

WORLD RIVER DAY

વિશ્વ નદી દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે મનાવવામાં આવે છે. માનવી દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ અને સ્વાર્થી પ્રવૃત્તિઓના કારણે નદીઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ રહ્યું છે. નદીઓ પ્રદૂષિત થઈ રહી છે.
આ દિવસે લોકો સંકલ્પ લે છે કે નદીઓને પ્રદૂષિત કરીશ નહિ તેની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ પણ લાવીશું ૨૦૦૫ થી નદી દિવસ મનાવવાની શરૂઆત થઇ હતી. વિશ્વભરના ઓછામાં ઓછા ૬૦ દેશોમાં નદી દિવસનું આયોજન કરવામાં આવે છે

સરકારે તેના માટે જળ-શક્તિ મંત્રાલય ની રચના કરી છે. તેના દ્વારા નદીઓને પુનર્જીવિત કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ હેઠળ ઔદ્યોગિક કચરાના વ્યવસ્થાપન, ઘન કચરાનું વ્યવસ્થાપન જેવા વિવિધ પગલાં ભરી લેવામાં આવ્યા છે.

_________________________________________

EXAM

જીવન ત્યારેજ સફળ બને જ્યારે તેને કસોટીઓ થાય. સ્પર્ધા,પરીક્ષા, મુશ્કેલી, જેવા શબ્દોથી માનવી હંમેશા ડર્યા કરતો હોય છે,પરંતુ જીવનમાં પરીક્ષા, સ્પર્ધા, કે મુશ્કેલીઓ ન આવે તો માનવી આત્મવિશ્વાસ ગુમાવી દે છે. આત્મવિશ્વાસ કેળવવા પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખવા માટે પણ પરીક્ષા જરૂરી છે.ગજેરા વિદ્યાભવનમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ તેમના મૂલ્યાંકન ના ભાગરૂપે ધોરણ ૧ થી ૭ માં પ્રથમ સામયિક પરીક્ષા તારીખ:૧૯/૦૯/૨૦૨૨ થી શરૂ કરવામાં આવી. દરેક વિદ્યાર્થીઓ પોતાની આવડત અને ગ્રહણ કરેલ જ્ઞાનના આધારે પરીક્ષાના પેપર લખી રહ્યા છે.

જો મહેનત એક આદત બની જાય

તો સફળતા એક મુકદ્દર બની જાય

_________________________________________

WORLD HEART DAY

જેનું હૃદય તંદુરસ્ત તેનું જીવન સુખમય પસાર થાય છે.

આજે આપણે જોઈ રહ્યા છે કે આપણી આસપાસમાં ઘણા એવા લોકો છે જે હાર્ટની બીમારીથી પીડાઈ રહ્યા છે. પહેલાના સમયમાં હાર્ટની બીમારી ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં જોવા મળતી હતી, પરંતુ આજે તો આ બીમારીએ

ઘણું વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે. દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ દિલનો મરીજ બની ગયો છે. લોકોમાં હાર્ટ વિશે જાગૃતિ ફેલાય, પોતાનો સ્વાસ્થ્ય જાળવે એટલા માટે WHO દ્વારા 2000 થી WORLD HEART DAY ની ઉજવણી કરવામાં આવી. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે WORLD HEART DAY ઉજવવામાં આવતો હતો પરંતુ 2014 થી 29 મી સપ્ટેમ્બર ના રોજ વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી થયું આ વર્ષે એટલે કે 2022 વર્લ્ડ હાર્ટ ડેની થીમ “USE HEART FOR EVERY HEART ” છે

_________________________________________

STUDENT'S CORNER

પ્રકૃતિ

પ્રકૃતિએ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે, પ્રકૃતિની આપણો શ્રેષ્ઠ મિત્ર છે. આપણે

પ્રકૃતિની અનુભૂતિ કરી શકીએ છીએ અને તેનો આનંદ માણી શકે છીએ. પ્રકૃતિ વિનાનું આપણું જીવન શક્ય નથી, પ્રકૃતિ એટલે નદીઓ, તળાવો, ફૂલો, વનસ્પતિ, જંગલો, આબોહવા,પર્યાવરણ વગેરે, કુદરતે પ્રકૃતિના રમ્ય અને રોદ્ર બંને સ્વરૂપોની રચના કરી છે. આજે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે દવાખાને જઈએ છીએ પણ કોઈ પરિણામ મળતું નથી, ત્યારે આપણે પ્રકૃતિને શરણે જઈએ છીએ.

જેમકે જડીબુટ્ટી, કેટલા વૃક્ષોનાં મૂળિયાં, છાલ વગેરેનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કુદરત રીઝે તો માલામાલ કરી નાખે અને કુદરત ખીજે છે

તો પાયમાલ કરી નાખે. વર્ષાઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે જાણે કે ઈશ્વરને આ પ્રકૃતિને શણગારવાનો સમય મળી ગયો હોય, વસંતનો વૈભવ ચારેકોર ફેલાય જાય છે,

વર્ષાઋતુમાંવૃક્ષો પર નવા પાન ઉગતા ચારે તરફ હરિયાળી ફેલાય છે, લાલ ગુલાબી ફૂલોનાં મનમોહક રૂપ નો આપણને અનુભવ થાય છે, શરદ પૂનમની ચાંદની આપના સૌનું મન મોહી લેશે, તારાઓનો ઝગમગાટનો અને આછા વાદળોમાં છૂપાયેલી ચાંદનીમાં પ્રકૃતિની અનોખી પ્રસન્નતાનો અનુભવ થાય છે ચોમાસામાં ક્યારેક આકાશમાં દેખાતા મેઘધનુષના રંગથી આપણું મન મોહી લે છે. સાગરના ઘેરા ઘુઘવાટ, સરિતાના નિર્મળ પ્રવાહ, ઝરણાના કલકલ નાદ અને સરોવરનાં હળવા તરંગોમાં પ્રકૃતિના મનમોહક સ્વરૂપના દર્શન થાય છે. પ્રકૃતિ ના સ્વરૂપો માનવીના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે, સર્જન અને વિકાસ એ સિક્કાની બે બાજુઓ છે તે પ્રકૃતિનો સ્વાભાવિક ક્રમ છે પ્રકૃતિ એ જ પરમેશ્વર છે જે સર્વત્ર છે, જે કદી નાશ પામતી નથી. પ્રકૃતિ હંમેશા તેના નિયમો અનુસાર ચાલે છે, પ્રકૃતિમાં રહેલી હવાની શુદ્ધતાને માણીને બધી જ બીમારીઓ દૂર થઈ જાય છે.વિદ્યાર્થીની:- ખનક મનીષભાઈ લાઠીયા

7-B

_________________________________________


ચાલો ને મિત્રો વરસાદ માં પલાળવા જઈએ

ભીની ભીની માટીની સોડમ માણવા.

ચાલોને મિત્રો વરસાદ માં પલળવા જઈએ.

વરસાદથી પાણી ને સીધું મોઢામાં જીલવા,

ચાલોને મિત્રો વરસાદ માં પલળવા જઈએ.

કાગળની એક નાનકડી નાવડીઓ પાણીમાં તરતી મુકવા, ચાલોને મિત્રો વરસાદમાં પલળવા જઈએ.

પપ્પાના કહેવાને અવગણી વરસાદી પાણીમાં ધુબાકા મારવા,

ચાલોને મિત્રો વરસાદ માં પલાળવા જઈએ.

મમ્મીના હાથના ગરમાગરમ ભજીયાની લહેજત માણવા.

ચાલોને મિત્રો વરસાદમાં પલળવાની જઈએવિદ્યાર્થી:-આરવ પટેલ

4-A

_________________________________________

EDUCATOR'S CORNER

પર્યાવરણનું જતન એટલે સમગ્ર સૃષ્ટિનું જતન


કોયલને છે ટહુકા મુબારક, ઝાંઝર ને છે ઝમકાર મુબારક

પ્રદુષણ હીન આ સૃષ્ટિ બંને, એ સૃષ્ટિ ને સ્વર્ગ મુબારક .


કુદરત પાસેથી આપણે સતત લેતા રહીએ છીએ. પણ એ સાથે સામે આપણે કુદરતને કંઈ આપવું જોઈએ. કુદરતનું જતન કરવું જોઈએ. કુદરતને સુંદર રાખવી જોઈએ.

આજના અંતરીક્ષયુગમાં માનવીનાં સંશોધન તેની ચરમસીમાએ પહોંચી ગયા છે. જેમ જેમ પ્રગતિની સીમાઓ સર થતી જાય છે, તેમ તેમ પ્રગતિનો આધાર એવી પૃથ્વી, આપણી સૃષ્ટી પર પ્રદુષણ વધતું જ જાય છે તે માટે આપણે સૌ મળીને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ કારણ કે વૃક્ષ કહે છે:

હું શોષક અંગાર વાયુનો, ને પોષક પ્રાણ વાયુનો.કોક કાપે મે કોક ઉગાડે

ને છતાં અમ પંથીને રોષ જગાડે.

આપું છાયા ને રાખું માયા,

વિચારજો આ જગતની સૌ ક

ધરતીની લીલીછમ વૃક્ષનો જો કર્યો નાશ

તો ચારેય બાજુ આવી જશે વિનાશ.


થશે જો વૃક્ષો નારાજ તો આવશે મૃત્યુની બારાત, સૂર્યનારાયણ થશે નારાજ

તો દાઝશે ધરતી પરનો તાજ

બનશે આવી જયારે બીના,કોને કહીશું મનની પીડા?


તેથી જ જે માનવી પર્યાવરણને વફાદાર નથી તે માનવીને જીવવાનો અધિકાર નથી.

શિક્ષક શ્રી:- મુદ્રાબેન સેલર

_________________________________________

NATURE- OUR FUTURE

ભગવાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાં પણ મહામૂલા માનવીનું સર્જન કરીને તેના સુખ -શાંતિ અને પ્રસન્નતા માટે તેમજ તેમની જરૂરિયાતોને પૂરી પાડવા માટે પ્રકૃતિનું સર્જન કર્યું. પ્રકૃતિ વગર માનવીનું જીવન શક્ય જ નથી અને એટલે જ આ ધરતી ઉપર જીવન જીવવા માટે ભગવાને આપણને પ્રકૃતિનાં વિવિધ તત્વો સ્વરૂપે ખૂબ જ કિંમતી અને બહુમૂલ્ય ભેટ આપી છે.

માણસથી લઇને સમગ્ર જીવસૃષ્ટિ કુદરતને એટલે કે પ્રકૃતિ ને આભારી છે. આ જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ઋતુચક્ર, આબોહવા, પર્યાવરણ, નદીઓ, તળાવો, જંગલો, વનસ્પતિઓ, ખનીજપેદાશો, પહાડો, વાતાવરણ વગેરે પાયાના પરિબળો છે. જે દરેક ઋતુની એક આગવી ઓળખ હોય છે, જેનો આપણે હરપલ આનંદ ઉઠાવી શકીએ છીએ.

દરેક જીવની તરસ છીપાવવા ભગવાને, નદી, કૂવા, તળાવ વગેરેનું સર્જન કર્યું તો ભૂખ સંતોષવા વૃક્ષો, પ્રાણીઓ નું સર્જન કર્યું. ઘણી વસ્તુઓ વનસ્પતિઓ ફૂલ, ફળ, વગેરેનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. વિવિધ જડીબુટ્ટીઓનો દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘણા વૃક્ષોના તો મૂળ, છાલ વગેરે પણ ઉપયોગી છે. વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ વધારવા

માટે મહાકાય વૃક્ષો ઉપયોગી છે, વૃક્ષો ખરેખર આપણા માટે કુદરતી એરફ્રેશનર છે. તો આવો, સૌ સાથે મળી વધુ વૃક્ષ વાવીએ, વૃક્ષની જેમ પ્રાણીઓ પણ આપણને ખૂબ જ ઉપયોગી છે, ગાયનું દૂધ સર્વોત્તમ ગુણકારી છે, તો તું ગૌમુત્ર પણ એટલું જ ઉપયોગી છે. ગાય, ભેંસ, ઘેંટા-બકરા ની લીંડી અને છાણમાંથી કુદરતી ખાતર મળે છે. આજના સમયમાં એટલે જ તો ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. બાગમાં ખીલેલાં ફૂલો અને વેલીઓ ને નિહાળવાથી માનવી અપાર શાંતિનો અહેસાસ કરી શકે છે, ઘડીભર માટે જિંદગીને ભૂલીને પ્રકૃતિના તત્વો સાથે ઓતપ્રોત થઈ જાય છે, વરસતાં વરસાદમાં માણસ ક્યારેક બધું ભૂલીને નાના બાળકની જેમ નહાવાનો આનંદ લે છે, તો વળી દરિયાકિનારે ભીની રેતીમાં ચાલીને કે મોજાંમાં ભીંજાઈ ને જે આનંદ મળે છે તે આજની ટેકનોલોજીના કોઈપણ સાધનમાંથી આપણે મેળવી શકતા નથી.

ખરેખર પ્રકૃતિનાં સાનિધ્યમાં જ સારું સુખ છે અને આપણે શોધીએ છીએ આલીશાન શહેરોમાં. પ્રકૃતિ જ સ્વર્ગ છે અને પ્રકૃતિનું સંવર્ધન જ છે પૂજા. પ્રકૃતિ એ જ ઈશ્વર છે, એ ગુરુ છે, એ જ પરબ્રહ્મ છે અને એજ પરમાત્મા છે.

So, Let’s Nurture the Nature, So that we can have a better Future.”

If you want nature’s resources free, grow more and more trees.


શિક્ષક શ્રી:-પટેલ ભાવનાબેન

_________________________________________

PARENT'S CORNER

NATURE


આપણે ખૂબ જ સુંદર ગ્રહ પૃથ્વી પર રહીએ છીએ. આપણી પૃથ્વીને તેનું એક અલગ વાતાવરણ છે, અલગ પ્રકૃતિ છે. પ્રકૃતિ આપણી શ્રેષ્ઠ મિત્ર છે કે જે આપણને પૃથ્વી પર જીવવા માટે જરૂરી સંશોધનો પુરા પાડે છે, તે આપણને પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા, ખાવા માટે ખોરાક, રહેવા માટે જમીન પૂરી પાડે છે. આપણે આ સંશોધનનો નો જૈવિક સંતુલન ન બગડે તે રીતે ઉપયોગ કરવો જોઈએ. આપણે તેની કાળજી લેવી જોઈએ, તેને સ્વચ્છ રાખવી જોઈએ.

પ્રકૃતિ એ ભગવાને આપણને આપેલી અમુલ્ય ભેટ છે. આધુનિક યુગમાં ઘણા સ્વાર્થી લોકોએ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા, પોતાનો સ્વાર્થ સાધવા માટે પ્રકૃતિને ઘણું નુકસાન પહોંચાડ્યુ છે. આપણે પૂરતા જાગૃત બની તેને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે હંમેશા માટે પૃથ્વી પર જીવનને ધબકતું રાખી શકે.


વાલીશ્રી:- માયા એફ શાહ

_________________________________________

વૃક્ષો પ્રત્યે અનેરી પ્રીત

ઝાડ તને મારા સોગંદ

ઝાડ તને મારા સોગંદ

સાચું કે જે એક પંખીની જેમ,

કદી ઉડવાનું થાય તને મન.

વર્ષોથી એક જ જગ્યાએ ઊભા,

રહીને કંટાળો આવતો નથી?

તારો એક કે ભાઈબંધ એની,

પાસે તને પ્રેમથી બોલાવતો નથી?

સાવ માણસ જેવો આ સંબંધ!

આકરા ઉનાળે ખુબ સરસ પડે ત્યારે,

સુરજ પર ગુસ્સો આવે?

વહેતી હવાને ખભે માથું મૂકીને,

હૈયું ઠાલવવાનું ફાવે?

તારા આંસુનું કેટલું વજન?

ઝાડ,તને છાંયે બેઠેલો એક માણસ

ગમે કે છાંયે બેઠેલી એક ગાય?

સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે

તો પાંદડાંમાં ડૂમો ભરાય?

છોડ્યું ના છૂટે વણગણ.

સાચું કહેજે એક પંખીની જેમ,

કદી ઉડવાનો થાય તને મન

ઝાડ તને મારા સોગંદ!


વાલીશ્રી:-આરીવાલા મુકેશભાઈ.

_________________________________________

BOOKWORM'S DIARY


_________________________________________

CONTECT US..
678 views0 comments
bottom of page