top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER OCTOBER-2022
MESSAGE FROM TRUSTEE

ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર વતી હું આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

આજે આપણે હિન્દૂ નવા વર્ષના આરંભે શાળાના દ્વિતીય સત્રનો પ્રારંભ કર્યો છે ત્યારે હંમેશની માફક ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવારનો પ્રાથમિક ધ્યેય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને કૌશલ્યલક્ષી શિક્ષણ આપવાનો છે. તો તેની સાથે સાથે વિશ્વના આ વિશાલ ફલક પર અમારી શાળાનો વિદ્યાર્થી પોતાની વિશિષ્ટ પ્રતિભાને રજૂ કરે તે રીતે પ્રોત્સાહન આપવું અને તમામ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને સર્વે માનવ સમુદાયોના હિતમાં કાર્ય કરતાં રહેવું તે અમારી નૈતિક ફરજ અને જવાબદારી છે.

આજે નવા વર્ષના આરંભે અહીં મારે અમારા વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શાળા પરિવારને થોડું કહેવું છે.

અમારા વિદ્યાર્થીઓ માટે :-

અમે અહીં છીએ તેનું કારણ તમે છો. ટ્રસ્ટી તરીકે, અમે તમારી સિદ્ધિ અને સુખાકારી માટે જવાબદાર છીએ. તમારામાંના દરેકને સફળ થવા, શિક્ષિત થવા અને તમારા ભવિષ્ય માટે તૈયાર થવામાં મદદ કરવા માટે અમે હાથમાં રહેલા સંસાધનોનું સંચાલન કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

અમારા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ માટે :-

દરેક માતા-પિતા અથવા વાલી ઇચ્છે છે કે તેમનું બાળક સફળ થાય, વિકાસ પામે અને શીખવાની અને જીવનની સફરમાં ખુશ રહે. અમે પણ માતા-પિતા છીએ અને ગજેરા ટ્રસ્ટ તેમજ ગજેરા શાળા પરિવાર શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે તમારો વિશ્વાસ વધારવા માંગીએ છીએ. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે પરસ્પર સહકાર અને વિશ્વાસનો ભાવ જાગશે.

શાળાઓ અને કાર્યાલયોમાં અમારા તમામ કર્મચારીઓ માટે :-

આપ સૌ આપણી સંસ્થામાં એક પરિવારની ભાવનાથી કામ કરો ત્યારે તમારા કાર્યનું મૂલ્ય અનેક ગણું છે. આ કાર્યોને સરળ બનાવવા માટે આપણે સૌ સાથે મળીને ઉપલબ્ધ તમામ સંસાધનોની મદદથી આગળ વધતાં રહેશું.

વધુમાં એટલું જરૂર કહીશ કે આપણી સિદ્ધિઓ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. આપણી પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે અને જ્યારે આપણે એક સંસ્થા, એક પરિવાર છીએ ત્યારે આપણાં પોતાના પડકારોનો સમૂહ છે જે આપણાં સમય, ધ્યાન અને સંસાધનોની સ્પર્ધાત્મક માંગ સાથે કુદરતી રીતે આવે છે. આ તમામ પડકારોને આપણાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને તેનો સામનો કરવાનું આપણું કાર્ય છે.

આપણે ગુલાબી રંગના ચશ્માથી આ પડકારોને જોઈ રહ્યો નથી. તેઓ વાસ્તવિક છે. તેથી, તેમને સર્જનાત્મક અને નવીન રીતે મુલવવાની તકો પણ છે. એક વિદેશી વિચારકે સત્ય અને સમાધાન વિશે વ્યાપક અને અધિકૃત રીતે વાત કરી છે. હું તેમની ટિપ્પણીથી પ્રેરિત થયો છું: " શિક્ષણ એ એક માધ્યમ છે જેના દ્વારા આપણે આ બધી જ પડકારોને ઠીક કરી શકીશું." વિસ્તરણ દ્વારા, હું એ પણ માનું છું કે શિક્ષણ એ એક ચમકતો પ્રકાશ છે જે અન્ય ઘણા સ્તરો પર આગળના આપણા માર્ગોને પ્રકાશિત કરે છે.

અંતે મારા તમામ વહાલા બાળકોને એટલું જ કહીશ કે આજની આ ટેકનોલોજી અને માઈક્રો ટેક્નોલોજીની હરીફાઈમાં તમે પણ પોતાનું એક સ્થાન બનાવો, પોતાની તાકાતને ઓળખી તેને દુનિયા સમક્ષ રજૂ કરો. જીવનમાં પડકારો તો ઘણાં આવશે પણ સમયની સાથે ચાલી જો તેને યોગ્ય રીતે જાણી તેની સાથે જોડાશો તો આ તમામ પડકારો જ તમને સફળતા સુધી લઈ જશે. ફરીથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

__________________________________________________________________________________

MESSAGE FROM PRINCIPAL

માતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ

માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. ’ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો.

માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે. ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે ! અંગ્રેજી ગેસ્ટ ભાષા છે. માતૃભાષા બેસ્ટ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનને ઘરમાં સ્થાન ન જ અપાય.

માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન શા માટે કરાવવું પડે છે ?

જાપાન અને જર્મનીમાં સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્ર્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જીંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે. અંગ્રેજી ભાષાનો વધુ ને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે આજે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખી રહ્યા છે. પણ ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ચીન જે સફળતાએ પહોંચ્યો છે તેના પરથી આજે એ પણ માને છે કે શિક્ષણ માતૃભાષામાં દેવું જોઈએ.

ઈઝરાયલ કે જે આપણા દેશના દસમાં ભાગમાં પણ નથી આવતો તેવો આ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. તેમજ આપણાથી દસ ગણા વધુ નોબેલ પુરસ્કારો પણ મેળવ્યા છે. તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને કોઈ પણ દેશ પ્રગતિમાં પાછા નથી રહ્યા.

________________________________________________________________________

COVER STORY

ભવિષ્યની ચિંતા છોડીને આજ ઉપર ધ્યાન આપવું જોઇએ,

આજે યોગ્ય કામ કરશો તો ભવિષ્ય સારું જ રહેશે

પ્રાચીન સમયમાં એક ઢોંગી જ્યોતિષી હતો. તે ગામના લોકો સામે મોટો જ્યોતિષી બનવાનો ઢોંગ કરતો હતો. રોજ રાતે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો.જ્યોતિષી લોકોને કહેતો હતો કે મને તારાની ભાષા વાંચતા આવડે છે. તારા આપણું ભવિષ્ય જણાવે છે, એટલે હુ તેમને જોતો રહું છું. ગામના લોકો પણ તેની વાતો ઉપર વિશ્વાસ કરી લેતા હતાં.

એક દિવસ રાતના સમયે તે તારાને જોઇને ક્યાંક જઇ રહ્યો હતો. તેનું સંપૂર્ણ ધ્યાન તારા ઉપર જ હતું. ત્યારે અચાનક તે પડી ગયો. ત્યાં કાદવ હતું. કાદવમાં લપસીને જ્યોતિષી એક મોટા ખાડા સુધી પહોંચી ગયો. હવે તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ ખાડો થોડો ઊંડો હતો. કાદવના કારણે તે વ્યક્તિ બહાર આવી શક્યો નહીં. અનેક કોશિશ પછી પણ જ્યારે તે કાદવમાંથી બહાર આવી શક્યો નહીં ત્યારે તેણે ગામના લોકોને અવાજ કર્યો. તેનો અવાજ સાંભળીને ગામના લોકો તરત જ તે ખાડા પાસે પહોંચી ગયા અને તેને દોરડાની મદદથી બહાર કાઢ્યો.

ગામના લોકો જ્યોતિષીની આદત જાણતાં હતા કે તે તારાને જોઇને જ ચાલી રહ્યો હશે, ત્યારે જ આ ખાડામાં પડ્યો છે. લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવો છો, પરંતુ તમે પોતે જ પોતાનું વર્તમાન જાણતાં નથી. તમને એ વાતની પણ જાણ નથી કે તમારા પગ નીચે શું છે. ભવિષ્યમાં શું થશે, તે વિચારવાનું છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો. ત્યારે જ જીવન સફળ થઇ શકશે.


બોધપાઠ- જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે અને વર્તમાનમાં યોગ્ય કામ કરતા નથી, તેમને ક્યારેય સુખ મળી શકતું નથી. એટલે વર્તમાનમાં યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે જ સુધરી જશે.


ઉપાચાર્યા શ્રી

દિપ્તીબેન સોલંકી

__________________________________________________________________________________

NAVRATRI

આ તહેવાર ભારતના લોકો સદીઓથી માતા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવવા તેમના નવ સ્વરૂપોની પૂજા કરી ઉજવે છે. આ નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૧ થી ૭માં નવરાત્રિની ઉજવણી, માઁ દુર્ગાની આરાધના કરી ગરબા દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી.આ ઉજવણીમાં શાળાના આચાર્યાશ્રી, ઉપાચાર્યા, શિક્ષણગણ, તેમજ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

શાળાના પ્રાંગણમાં માતાના ગરબા તેમજ વિદ્યાર્થીઓની તાળીઓના તાલથી ગુંજી ઉઠ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ ,બેસ્ટ ખેલૈયાઓને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે નવરાત્રી મહોત્સવ ગજેરા વિદ્યાભવન હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો.

__________________________________________________________________________________


ANIMAL DAY

__________________________________________________________________________________


GIRLS CHILD DAY

“INTERNATIONAL GIRLS CHILD DAY “ દર વર્ષે 11 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે વર્ષ 2012માં તેની શરૂઆત થઈ.આ દિવસને પ્રોત્સાહન આપવા અને લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા માટે આ દિવસે વિશ્વભરના દિવસ દેશોમાં વિભિન્ન પ્રકારના આયોજન પણ કરવામાં આવે છે. એવામાં આ આયોજન મારફતે છોકરીઓનું શિક્ષણ, તેમના કાયદાકીય અધિકારો, પોષણ વગેરે પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે.

“INTERNATIONAL GIRLS CHILD DAY “ નિમિત્તે ગજેરા વિદ્યાભવન ધોરણ-7ની વિદ્યાર્થીનીઓને શાળામાં PPT દ્વારા ખૂબ સરસ રીતે માહિતી પૂરી પાડવામાં આવી.. ગુડ ટચ એટલે કે જ્યારે તમને કોઈ ગળે મળે છે અને પૂછે છે કે તમે કેમ છો? તો આ સ્પર્શ તમારા માટે ગમતો સ્પર્શ છે. બેડ ટચ એટલે જે કે જ્યારે કોઈ તમને દુઃખ પહોંચાડે છે જેને આપણે જાણતા નથી અને જેનો સ્પર્શ આપણને પસંદ નથી. શરીરનાં જે બીજા સ્પર્શ કરે જે આપણને ન ગમતો હોય અને અણગમતા સ્પર્શ કહેવાય છે.

__________________________________________________________________________________


DIWALI CELEBRATION

દિવાળી રોશની તહેવાર છે. જે બધા માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે, આ દિવાઓ માત્ર પર્યાવરણને જ પ્રકાશિત નથી કરતા પરંતુ ગરીબી અને અજ્ઞાનતાના અંધકારને પણ દૂર કરે છે. દીપાવલીના ચહેકતા ,મહેકતા મહાપર્વમાં ચાલતી પરંપરા છે .દીપાવલીના વિશેષ દિવસોમાં, વિશેષ, સાત્વિક શક્તિઓનું અવની પર અવતરણ થાય છે. તેમને આવકારવા, વધારવા તથા આસુરી શક્તિઓને અંદર પ્રવેશતી અટકાવવા આ દિવસો દરમિયાન રંગોળી કરવામાં આવે છે.

જ્યાં પ્રકાશ હોય છે ત્યાંથી અંધકાર દૂર થઈ જાય છે, જ્યાંથી અંધકાર દૂર થઈ જાય છે ત્યાં સર્વત્ર માંગલ્ય પ્રસરે છે અને સર્વત્ર શુભ થાય છે, ત્યાં આરોગ્ય સારું રહે છે, ધન-સંપત્તિ રહે છે અને સૌનું કલ્યાણ થાય છે. બુદ્ધિમાં પ્રકાશ થતાં જ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરેનો નાશ થઈ જાય છે. પાપનું કારણ અજ્ઞાન છે, અને આ અજ્ઞાનને દૂર કરનાર દીપક છે માટીનો દીવો. માટીમાંથી બનેલ મનુષ્ય શરીરનું પ્રતિક છે અને એ દીવામાં રહેલ તેલ આપની જીવન શક્તિનું પ્રતિક છે. મનુષ્યએ પોતાની જીવન શક્તિથી મહેનત કરીને સંસાર માં થી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવો જોઈએ એવો સંદેશ આપે છે

ઊંડા અંધકારમાંથી પ્રભુ પ્રકાશ તરફ લઈ જાય છે, તેવી રીતે વિદ્યાર્થીઓ પણ પોતાનામાં રહેલી સુષુપ્ત સર્જન શક્તિ ખીલવે તે હેતુથી ગજેરા વિદ્યાભવન માં દિવાળી પર્વ નિમિત્તે ‘દીવડા ડેકોરેશન’ સ્પર્ધા નું આયોજન કરેલ હતું જેમાં ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને શાળાનું પટાંગણ રંગોથી સુશોભિત કરી દીધું હતું.

__________________________________________________________________________________


STUDENT'S CORNER
મારા શિક્ષકો માટે.

બોલો થેંક્યું, બોલો ફેંક્યું..થેંક્યું વેરી મચ,

ઉપકાર કર્યા જેણે જેણે, તેને થેંક્યું વેરી મચ..


આંગળીઓ પકડીને અમને અક્ષર જ્ઞાન આપ્યું,

અભ્યાસ સામગ્રી પૂરી પાડી, માહિતી ખજાનો નીત નવ


ક્રમ કરવાની ખેવના નિરંતર ઉરમાં છલકાય એવા,

શિક્ષકો મારા આ જીવનમાં તવ નામ કેમ વિસરાય,


પ્રોત્સાહન હરેક ક્ષણ તમે આપ્યું, ...

જિજ્ઞાસા સંતોષવા હસતા મુખે પ્રેમથી તોફાનો અમારા શાંત કીધા,


કારકિર્દી બનાવી અમારી ... ફાળો આપ્યોમોટો,

શિક્ષકો....મારા તમને... શત શત પ્રણામ....
જાદવ સમર તપેશભાઈ

ધોરણ:- 2-D

__________________________________________________________________________________


ધરતી પર વધારે માં વધારે કેટલો ખાડો ખોદી શકાય?

બ્રહ્માંડના બધા જ ગ્રહોમાંથી પૃથ્વી ગ્રહ એવો છે જ્યાં માનવ સહિત અન્ય જીવ-જંતું રહે છે. એવું કહેવાય છે કે વિજ્ઞાનીઓએ પૃથ્વી પર રહી બ્રહ્માંડના અન્ય ગ્રહો વિશે ખૂબ માહિતી મેળવી છે પણ પૃથ્વીની સંપૂર્ણ માહિતી મેળવી નથી. એક અંદાજ પ્રમાણે માનવ હજી પૃથ્વીની માત્ર ૧૦ ટકા જેટલી જ માહિતી મેળવી શક્યો છે. આ સંદર્ભે એક રોચક માહિતી આપણે આ લેખમાં જાણવાના છીએ. તમે વિયાર્યુ છે કે તમે પૃથ્વીની જમીન પર ખાડો ખોદો તો તે ખાડો કેટલી ઊંડાઈ સુધી ખોદી શકો? કોઇએ આ પ્રયત્ન કર્યો છે? પ્રયત્ન કર્યો હોય તો તે કેટલો સફળ પ્રયોગ રહ્યો છે? વિજ્ઞાનીઓએ આ પ્રયોગ કર્યો છે. આવો જાણીએ આ પ્રયોગ વિશે...


આજથી ૫૧ વર્ષ પહેલા આવો એક પ્રયોગ શરૂ થયો હતો. જમીનમાં ખાડો ખોદીએ તો કેટલા ઊંડા જઈ શકાય તેવો પ્રયોગ રશિયા (ત્યારનું સોવિયત સંઘ) એ કર્યો હતો. રશિયાના વિજ્ઞાનીઓ ૧૨ કિલોમીટરનો ઊંડો ખાદો ખોદી શક્યા હતા. રશિયાએ તેનું નામ રાખ્યુ હતું “કોલા સુપર બોરહોલ.” નોર્વે સાથે સંકળાયેલી રશિયાની સરહદ પાસે આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૪ મે ૧૯૭૦ના રોજ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ ૧૯ વર્ષ સુધી ખોદકામ કર્યુ અને તેઓ ૧૨ કિલોમીટર ઊંડે સુધી પહોંચી શક્યા. આનાથી આગળનું ખોદકામ શક્ય ન બનતા વિજ્ઞાનીઓએ આ પ્રોજેકટ અહીં અટકાવ્યો હતો. આ પ્રોજેકટનો હેતુ પૃથ્વીની ઊંડાઈ માપવાનો હતો.


એવું કહેવાય છે કે ૧૨ કિલોમીટરનો ખાડો ખોધા પછી પૃથ્વીની પેટાળમાં ગરમી ખૂબ વધી જતા વિજ્ઞાનીઓ માટે આનાથી આગળ કામ વધરવું શક્ય ન હતું. ૧૮૦ ડીગ્રી સેલ્સીયસ કરતા વધારે તાપમાનના કારણે મશીન આપોઆપ બંધ થઈ જતા હતા.. આ પ્રોજેક્ટ માટે Uralmash-4E અને Uralmash-15000 જેવા શક્તિશાળી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મશીનની મદદથી ૪૦,૨૩૦ ફૂટ (૧૨૨૬૨ મીટર લગભગ ૧૨ કિલોમીટર) ઊંડે સુધી પહોંચી શકાયું હતું.


આ પ્રોજેક્ટને આગળ વધારવા હવે અદ્યટન ટેકનોલોજી અને અઢળક પૈસાની જરૂર છે. મીરાના અહેવાલો પ્રમાણે Quaise Energy નામની કંપનીએ આ બીડું ઝડપ્યું છે, આ માટે ૬.૩ કરોડ ડોલરનું ફંડિગ પણ તેણે ભેગું કર્યું છે. આ કંપનીનો દાવો છે કે તે ૨૦ કિલોમીટર સુધી પૃથ્વીની પેટાળમાં ખાડો ખોદી ૧૨ કિલોમીટરનો રેકોર્ડ તોડશે.રાવત આશ્વી વિપુલસિંહ

ધોરણ:- 6-F

__________________________________________________________________________________


EDUCATOR'S CORNER

પાંચ પાવરફૂલ આદતો જે તમારી ૮૦ ટકા સમસ્યા દૂર કરી દેશે!


આવો આજે આપણે પાંચ એવી આદતો વિશે જાણીએ તે તમારામાં હશે તો આ સંદર્ભની મોટાભાગની સમસ્યા તમને સમસ્યા લાગશે જ નહીં...

આજે સ્માર્ટ કામ કરવાની જરૂર છે. મહેનત કરવી ખૂબ જરૂરી છે પણ જો મહેનક યોગ્ય દિશામાં અને યોગ્ય આયોજનપૂર્વક કરવામાં આવે તો તમે જે પણ ક્ષેત્રમાં હોવ સફળતા ઝડપથી મળે છે. આવો આજે આપણે પાંચ એવી આદતો વિશે જાણીએ તે તમારામાં હશે તો આ સંદર્ભની મોટાભાગની સમસ્યા તમને સમસ્યા લાગશે જ નહી...

1. આવતી કાલનો પ્લાન આજે રાત્રે

તમારી કાર્યશૈલી સુધારવા, દિવસે ઇફેક્ટીવ કામ કરવા તેનું આયોજન આગલી રાત્રે જ કરી રાખો. જેનાથી તમારામાં સ્પષ્ટતા આવશે અને સારું પરિણામ મળશે. પ્લાન હશે તો તમારે શું કરવાનું છે તેની તમારી પાસે સ્પષ્ટતા હશે જેનાથી તમારો સમય નહી બગડે.

2. ઝડપથી પતે એવું કામ પહેલા પૂર્ણ કરો

દિવસે તમારે અનેક કામ કરવાના હશે, એની યાદી બનાવો અને જે પાંચ દસ મિનિટમાં પતે એવા કામ હોય તેને તરત પતાવો. આવું કરવાથી તમારા આત્મવિશ્વાસ વધશે કેમ કે કામનું લિસ્ટ ઘટી રહ્યું હોય છે. દિવસ દરમિયાન તમારે જે કામ કરવાના છે તે ઓછા થતા થાય તો આત્મવિશ્વાસ વધે છે, મનને શાંતિ થાય છે કે ઘણા કામ પૂર્ણ થઈ ગયા છે.

3. દિનચર્યા નક્કી કરો

દિન ચર્યા બનાવો, સવારે વહેલા ઊઠો, ઊઠીને તરત કર્યું કામ કરવાનું છે તેની સ્પષ્ટતા રાખો. કસરતથી લઈને તમારા દરેક કરવાના કાર્યનું સમય પત્રક હોવું જોઈએ. તેને આળસ વગર અનુસરો. તેના પર કામ કરો,

4. 80/20 ના નિયમને ફોલો કરો

જે વધારે અસરકારક અને મહત્વનું કામ હોય તેના પર વધારે ધ્યાન આપો. તેને વધુ સમય આપો. આ માટે 80/20 નો નિયમ અનુસરી શકાય.

5. પૂરતો આરામ જરૂરી છે

પૂરતા આરામ વગર તમે આનંદમાં નહીં રહી શકો. જીવનનો આનંદ માળી નહી શકો. શરીર અને મગજને આરામ આપવો જરૂરી છે. આનાથી તમારી કાર્યક્ષમતા વધી જશે.


શિક્ષકશ્રી

સાયણીયા મિત્તલબેન (1-D)

__________________________________________________________________________________

પ્રેરણા

જીવનના વિવિધ પડકારો સામે લડવામાં પ્રેરણા મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતીમાં પ્રેરક ભાષણનું મહત્વ દરેક વ્યક્તિ માટે તેની ઉંમર, વ્યવસાય અને સ્થિતિને ધ્યાનમાં લીધા વગર મહત્વનું છે. આપણે આપણા લક્ષ્યો સુધી પહોંચવાના નિર્ધાર અને પ્રેરણા વિના જીવનમાં ઘણું પ્રાપ્ત કરી શકતા નથી.

વિદ્યાર્થીઓ માટે, શૈક્ષણિક ક્ષેત્રમાં વધતી જતી સ્પર્ધા સાથે મેળ ખાવા માટે પ્રેરણા અત્યંત મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી જીવન દરમિયાન, બાળકોને વિષય પસંદગી, કારકિર્દી, ઓછા માર્ક્સ વગેરે જેવા વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને તે સમયે વિદ્યાર્થીઓ માટે પ્રેરક ભાષણ તેમની અંદર સકારાત્મક અભિગમ લાવવામાં મદદ કરે છે, અને ભવિષ્યમાં વધવા માટે નિષ્ફળતા અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ માટે આંતરિક પ્રેરણા તેમને વધારે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. પ્રેરિત રહેવા માટે, વિદ્યાર્થીઓએ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની, તેમની ભૂલો/નિષ્ફળતાઓને સ્વીકારવાની, મોટા સ્વપ્નો જોવાની હિંમત કરવાની, પોતાની જાતને મર્યાદિત ન રાખવાની અને ક્યારેય ન છોડવાના અભિગમને અપનાવવાની જરૂર છે કારણ કે ” સફળ અને અસફળ લોકો પાસે ઘણું બધું હોતું નથી. તેમની ક્ષમતાઓમાં તફાવત. મુખ્ય તફાવત તેમના લક્ષ્યો સુધી પહોંચવાની તેમની ઇચ્છાઓમાં છે.

પડકારો અને નિષ્ફળતાઓ જીવનનો એક ભાગ છે અને આપણે બધાએ આ બેમાંથી પસાર થવાની જરૂર છે. આપણા જીવનમાં, આપણે બધા ઘણા મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થઈએ છીએ, અને તે ક્ષણે આપણે છોડી દેવાનું વિચારીએ છીએ. પરંતુ, જીવન પર પ્રેરક ભાષણ એવી વસ્તુ છે જે સકારાત્મક ઉર્જા લાવે છે અને આપણને આવા મુશ્કેલ તબક્કાઓ સામે લડવાની શક્તિ આપે છે.

જીવન આપણને વિકાસની ઘણી તકો આપે છે અને મુશ્કેલીઓ કે પડકારોનો આપણે સમગ્ર જીવન દરમિયાન સામનો કરીએ છીએ તે આપણી પસંદગીઓ પર આધાર રાખે છે. જો જીવનમાં આપણું લક્ષ્ય નાનું હોય તો આપણે વધારે વિચારવાની જરૂર નથી, પરંતુ જો આપણે મોટા સ્વપ્ન જોતા હોઈએ તો આપણે મોટા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જીવનમાં સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત તેના પર નિર્ભર કરે છે – આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ, આપણે કેવી રીતે અનુકૂલન કરીએ છીએ અને આપણે કેવી રીતે અનુકૂલન કરીએ છીએ.

જીવનમાં કંઇક મોટું કરવા માટે આપણે એક પ્રખ્યાત અવતરણમાં જણાવ્યા મુજબ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જોઈએ – “તમારા મહત્તમ ભયની બીજી બાજુએ, જીવનમાં તમામ શ્રેષ્ઠ વસ્તુઓ છે.”શિક્ષક શ્રી

તોમર વિજયાલક્ષ્મી ( 6-G)

__________________________________________________________________________________


PARENT'S CORNER

શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો


આજીવિકાના પરંપરાગત સાધનો જમીન અને ગૃહ ઉદ્યોગ દિવસે ને દિવસે ઓછાં થયાં છે. તેવા સંજોગોમાં શિક્ષણ અને રોજગાર વચ્ચેનાં સીધા સંબંધનું મહત્ત્વ વધતાં શિક્ષણની માંગ ઉત્તરોતર વધી છે.એટલે જે તે રાજ્યના વિકાસ કેટલો સમનવિષ્ટ છે તે ચકાસવા માટે ત્યાંના શિક્ષણનો વિકાસ સમજવો પડે. ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ખુબ ઊંચો છે. પણ શિક્ષણની સ્થિતિ આશા જન્માવતી નથી. રાજ્યની આર્થિક વૃદ્ધિનો જરૂરી લાભ શિક્ષણના વિકાસ મળ્યો હોય એવું દેખાતું નથી.શિક્ષણ માટે જરૂરી માળખાકીય સવલતોમાં નોધપાત્ર સુધારો છે પણ સત્તાવાર આંકડા દ્વારા રજૂ થતું ગુલાબી ચિત્ર વાસ્તવિકતા કરતાં થોડું છેટું છે. શિક્ષણની ગુણવત્તાનું સ્તર ચિંતાજનક રીતે નીચું છે. એમાં કોઈ નોંધપાત્ર સુધારો થયેલો દેખાતો નથી. રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ 2001માં 69.14 ટકા હતું, તે વધીને 2011માં 78.03 ટકા થયું છે. પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો ક્રમાંક 16માંથી નીચો ઉતરીને 18 થયો છે. શાળામાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે, પણ 11 થી 14 વર્ષના 5 ટકા બાળકો હજુ પણ સ્કૂલ સુધી પહોંચતા જ નથી. આ માટે બધાં રાજ્યોની તુલનામાં ગુજરાતનો ક્રમાંક છેક 22 છે. એનો અર્થ એ થયો કે દેશના ઘણાં રાજ્યોએ ગુજરાત કરતાં વધુ પ્રગતિ કરી છે. વચ્ચેથી અભ્યાસ છોડી દેનાર ધોરણ 1 થી 4માં બાળકોની સંખ્યા 1999-2000મા 22.30 ટકામાંથી નોંધપાત્ર રીતે ઘટીને 2014-15માં 1.97 ટકા તેમજ ધોરણ 5 થી 7 વિદ્યાર્થીઓની સંખ્યા 41.88 ટકાથી ઘટીને 6.61 થઈ છે.
વાલીશ્રી

વર્ષાબેન જાદવ

__________________________________________________________________________________


દુનિયા કા સબસે બડા રોગ કયાં કહેગે લોગ…….?


જોર જોર થી દાત કાઢસો તો લોકો ગાંડા કહેશે. ધીમે ધીમે કામ કરશો ને તો લોકો તો લોકો ટાઢા કહેશે. કરસો તો ઉતાવળા કહેશે.

કોઈ ભૂલ થઈ જાય તો સલાહકાર વધી જશે મજબુત થઈ ને રહેશો તો લાગણી વિનાના કહશે, ઘરવાળી ને જો વધારે પ્રેમ થાય જાય તો "વહુ" નો કહેશે..

જો મા નું વધારે માનવા લાગ્યા તો દુનિયા "માવડિયો કહેશે.. આ દુનિયા ને હું કે તમે પોકી સકવા ના નથી…….!

કારણ કે દુનીયા માં 90% લોકો એ સમાજ શું કરે છે, તેનું ધ્યાન રાખવા માં જ જન્મ લીધો છે. જીવન ગણું જ ટુકું છે. વહાવા ઈશ્વર નું બેસ્ટ સર્જન એટેલે માણસ છે આપણે કેવા છીએ. તેનું સર્ટીફીકેટ આપણે સમાજ પાસે થી લેવાની જરૂર નથી...! તમારા હૃદય ને પૂછો હૃદય ને વિશાળ બનાવો નીતિ ને ગતિ ને વિશાળ બનાવો.. તમે ખુલ્લા આકાશ ની અંદર ઉડી શકવા ની તાકાત ધરાવો છો સાહેબ..!…કયા સમયે કયા જાય ને બેસવું ને સાહેબ એ લોકો ઘણું સીખવી ગયા છે, એટલા માટે બને તો આભાર માનીને ચાલી જવું. ને મગજ નામની વસ્તુ ની અંદર સાહેબ…! ઈર્ષા નિંદા, નફરત નામની એપ્લિકેસન કોઇ દી ડાઉનલોડ ન કરવી ! જિંદગી હેંગ થાય જાય મારા વહાલા

માણસ નો અંદર નો હું જયારે મોટો થાય છે ને ત્યારે જ હું નું પતન થાય છે. ગમે એટલા મોટા થઈ જજો પણ અંદર ના વિદ્યાર્થી ને કયારે મરવા નો દેતા. અને આપણી મહેફિલ માં બધા નીચું રાખીને આપણી વાહ વાહ કરે ને તો એમ ના સમજતા કે આપણા ગુલામ છે…કારણ કે બધા પોત પોતાની ગલી ના બાદશાહ જ હોય છે. બીજા ને ડરાવવા વાળા ને અંદરથી ડરતા બોઉ જોયા છે. શંકાશીલ માણસો ને મોટા જહાજો માં પણ મારતા જોયા છે. અને ઈશ્વર ભરોસે રહેનારા બાંધી તૂટેલી નાવ માં પણ તરતા જોયા છે. પ્રેમના સબંધ માં બુદ્ધિ નું કોઈ કામ નથી પુર્થી કોઈના બાપ ના ઓર્ડર થી થોડી ફરે છે..! આ પ્રકુર્તી ભોળપણ ને ચાહે છે એટલે તો નિખાલસ માણસો ની આસપાસ બુદ્ધિશાળી ઓ ફરે છે. યાદ રાખજો, આહિયા મારા અને તમારા નિયમો ને સિદ્રાંતો ની પોથીકા સત્ય ની કોઈ વેલ્યુ નથી, કારણ કે આપડે જેના ઘર માં ભાડે રહેતા હોઈએ . ને સાહેબ….! એની ઘર ની દિશા ને દશા ના વાતાવરણ વિષે તેના માલિક ને જ ખબર હોય અને આપડા માલિક પરમાત્માછે.એના નિયમો ને સિદ્ધાંતો થી આપડે ચાલવું જોઈએ.વાલીશ્રી

શાહ વિજયકુમાર

__________________________________________________________________________________


BOOKWORM'S DIARY


CONTECT US....

531 views0 comments
bottom of page