top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER NOVEMBER-2022


________________________________________________________________________________1

________________________________________________________________________________2

Message From Trustee


“તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો ,

પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી.”

શિક્ષણએ આજના સમયની સૌથી મહત્વની જરૂરિયાત અને આવશ્યકતા છે. આ વિચારને કેન્દ્રમાં રાખી ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવારે તેના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ, સંશોધન નવીનતા, નોકરીની તકો અને સર્વાંગી વિકાસ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ બનાવ્યું છે જે વિશ્વ-સ્તરીય શિક્ષણ અને નૈતિક મૂલ્યો પ્રદાન કરે છે, જે વિશ્વમાં તેની છાપ બનાવવાની સાથે વિકસતા ભારતને મદદ કરે છે. અમે અમારી જાતને શિક્ષણના મહાસાગરમાં ઝળહળતી છીપ તરીકે સાબિત કરી છે અને અમારા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા એવા લોકોનું ધોરણ ઊંચું કર્યું છે જેઓ અમારી પહોંચથી દૂર છે અને જીવનની મૂળભૂત આવશ્યકતાઓથી પણ દૂર છે. વિકાસશીલ સમાજના અજોડ કોરિડોરને અન્વેષણ કરવા માંગતા તમામ યુવાનો માટે આ એક સુવર્ણ તક હશે જે તમને સંપૂર્ણ ભવિષ્યની ઝલક આપશે. આવો, જોડાઓ અને તમારા અધૂરા સપનાઓને અવાજ આપો. ગજેરા ટ્રસ્ટ ખાતે, અમે એજ રીતે શિક્ષણના મૂલ્યનું મૂલ્યાંકન કરીએ છીએ જે રીતે અમે શેર-વિનિમય બજારમાં જમીન અથવા શેરના મૂલ્યનું મૂલ્યાંકન કરીએ છીએ. અમે એવું શિક્ષણ પ્રદાન કરીએ છીએ જેનાથી વિદ્યાર્થી વધુ કમાણી કરી શકે.


અમને, ગજેરા ટ્રસ્ટમાં લાગે છે કે શિક્ષણ એ સફળતાના ચંદ્રક જેવું હોવું જોઈએ, જે માત્ર ડિગ્રી મેળવવાના માર્ગને બદલે રાષ્ટ્રના નિર્માણમાં મદદ કરે છે. એ જ વિઝન સાથે ગજેરા ટ્રસ્ટની સ્થાપના થઈ. શીખવાના ભવ્ય મંદિર તરીકે ગજેરા ટ્રસ્ટ તમને સ્થાનિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે કુશળતાથી સજ્જ કરીને તેનો ભાગ બનવા માટે આવકારે છે, પછી ભલે તમે ગમે તેટલા દૂર રહો, પછી ભલે તમે એક જ સમયે ક્યાંક કામ કરો. અમે તમને ગજેરા વિદ્યાભવનને પસંદ કરવા બદલ અભિનંદન આપવા માંગીએ છીએ. વ્યક્તિઓ અને સમુદાયોના સ્તરના શૈક્ષણિક, વ્યાવસાયિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણમાં યોગદાન આપવાની તેની દ્રષ્ટિ સાથે, શૈક્ષણિક અને બૌદ્ધિક રીતે વિકાસ કરવાની શ્રેષ્ઠ તકો પૂરી પાડીને વ્યવસાયિકતા, સામાજિક જવાબદારી અને દેશભક્તિની ભાવના કેળવવાનો પ્રયાસ કરે છે, આમ વિદ્યાર્થીઓને આકાર આપે છે.

ગજેરા ટ્રસ્ટમાં તમારું સ્વાગત અને પરિચય કરાવતાં મને ખૂબ જ આનંદ થાય છે કે જે ભવિષ્યની જરૂરિયાતો અને વિકાસલક્ષી કૌશલ્યોના સંમિશ્રણમાં એક અનોખા શૈક્ષણિક કાર્યક્રમ તરીકે વિકસિત થઈ છે જે વિદ્યાર્થીઓની વર્તમાન નોકરીની જરૂરિયાતોનો સામનો કરવામાં અને તેમના વ્યક્તિત્વને ઘડવામાં પણ મહત્ત્વપૂર્ણ છે. હાઇ-ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ લેબ સવલતો સાથે, વિદ્યાર્થીઓ નિપુણ વર્ક કલ્ચરને અનુરૂપ બનશે અને જાણીતા વ્યાવસાયિકો તરીકે ઉભરી આવશે જે ઉદ્યોગ ઇચ્છે છે.

ગજેરા ટ્રસ્ટ તેમના વિદ્યાર્થી-યુવાનોને યોગ્ય નવા યુગના ટેક-માઇન્ડ-સેટ સાથે સશક્ત બનાવે છે, આથી તેઓ ભવિષ્ય માટે ડિજિટલી તૈયાર થાય છે. આનાથી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર યુવાનો માટેના સરકારી કાર્યક્રમની સમાન બોટ પર સફર કરી શકીએ છીએ. આ રીતે અમારા વિદ્યાર્થીઓને સર્વસમાવેશક રીતે કુશળ દળનો ભાગ બનાવી, તક મેળવવાની ખાતરી કરાવીએ છીએ.

શિક્ષણનો હેતુ અભિગમને તર્કસંગત બનાવવાનો તેમજ જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરવાનો હોવો જોઈએ. ગુણવત્તાયુક્ત શિક્ષણ એ રાષ્ટ્રીય વિકાસ તરફ પ્રયાણ કરતું હોવું જોઈએ, જેનો ઉદ્દેશ્ય યુવા પેઢીને જીવન કૌશલ્યો, આત્મનિર્ભરતા, વ્યક્તિત્વ વિકાસ, સમુદાય સેવા અને સામાજિક એકીકરણમાં તાલીમ આપવાનો હોવો જોઈએ. ગજેરા ટ્રસ્ટને કુશળતાના શિક્ષણ ઉપરાંત આ સિદ્ધાંતો વારસામાં મળ્યા છે જે અમારા વિદ્યાર્થીઓને જ્ઞાન વિકસાવવા અને તેમની કૌશલ્યને વધુ સારી બનાવવાની અનન્ય તક આપવાનું વચન આપે છે.

ગજેરા ટ્રસ્ટનો ઉદ્દેશ તેની શિક્ષણ પ્રણાલી દ્વારા આજના યુવાનોના સશક્તિકરણ તરફ દોરી જતા પરંપરાગત મૂલ્યોનું જતન કરીને વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ કરવા અને અમારા વિદ્યાર્થીઓને સર્વ સમયના પરિમાણોને પાર કરવા માટે સજ્જ કરવું.

હું તમને તમારા ભવિષ્યના તમામ પ્રયત્નોમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.


_________________________________________________________________________________3

Message From Principal


સર્વ પુસ્તકોની શ્રેષ્ઠ કૃતિ શ્રીમદ્ ભગવદગીતા


માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ. પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય એટલે ગીત. ભારતને આ અમૂલ્ય ગીતા ગ્રંથ મળ્યો છે. આ ગીતા કેનાર ભગવાન શ્રીકૃષ્ણ અને લખનાર મહર્ષિ વેદ વ્યાસને સત્તશ નમસ્કાર. સમગ્ર વિશ્વમાં કોઈ ઉજવાતી નથી, પુસ્તકોની જન્મ જયંતી પરંતુ ભારત દેશ એક એવા વૈશ્વિક દેશ છે કે જ્યાં સર્વ પુસ્તકોની શ્રેષ્ઠ કૃતિ એવો શ્રીમદ્ ભગવદ્ ગીતની જન્મ જયંતી ઉત્સાહભેર અને ભાવથી ઉજવવામાં આવે છે.

કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં યુદ્ધની સંપૂર્ણ તૈયારી થઈ હોય અને અર્જુન સામેના પક્ષમાં પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય ભાઈઓ અને મામા વગેરેને જોતા તે બની જાય છે અને તેના ભાવિવશ હાથમાંથી ગાંડીવ સરી પડે છે અને તે બેસી જાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે "તસ્મૈદુતિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચય” કર્તવ્યચ્યુન થયેલા અર્જુનને યુદ્ધ કરવાની પ્રેરણા ભગવાન આપે છે અને ભગવાને એટલા માટે જ ગીતા કીધી છે અને અર્જુનને આસશક્તિ રહીત થઈ યુદ્ધ કરવાનું કહે છે. માણસે સ્વધર્મ પ્રમાણે પોતાને પ્રાપ્ત થયેલું કર્તવ્ય જે હોય તે કરતા રહેવાનું છે પણ ફળની આશા રાખવી નહીં "મા ફલેશું કદાચન" અને ભગવાન કહે અર્જુન તું નિમિત થઈ કર્મ કર, હું તારી સાથે છું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ગીતાનું ગાન અર્જુનને નિમિત બનાવી વિશ્વના માનવને ગીતા જ્ઞાન દ્વારા જીવનાભીમુખ કરવાનો ચિરંતન પ્રયાસ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે એ આજના માનવીને પણ લાગુ પડે છે, જીવન રડવા માટે નથી કે ભાગી જવા માટે નથી, જીવન હસવા માટે છે અને રમવા માટે છે જીવનમાં કોઈપણ સમસ્યા આવે તો સમસ્યાઓ પર હિંમતથી ઊભા રહેવાની તાકાત શ્રીમદ્ભગવદગીતામાંથી મળે છે.

શ્રીમદ્ગગવદ ગીતા એ સર્વ શાસ્ત્રોનો સાર છે અને સર્વ શાસ્ત્રોનો તેમાં સમન્વય જોવા મળે છે. ગીતામાં માનવ જીવન મૂલ્યોનું નિરૂપણ થયેલું છે. આવો અમૂલ્ય જીવનગ્રંથ ભગવાન શ્રીકૃષ્ણએ માનવને આપ્યો છે અને ગીતાએ વૈશ્વિક ગ્રંથ છે. આ ગીતા થકી પુસ્તકો રસીકોને ગીતામાં સૌંદર્ય દેખાય છે, સાહિત્યના શોખીનને શોખ ગીતા તાકાત પૂરો પાડે છે, કર્મયોગીને ગીતા કર્મ કરવાનો ઉત્સાહ અને સ્ફૂર્તિ આપે છે, જ્ઞાની લોકોને જ્ઞાન સરિતામાં સ્નાન કરવાની તક આપે છે, ભક્તોને ગીતામાં ભક્તિનો મર્મ સમજાવે છે અને સર્વ લોકો ગીતા શબ્દ સાંભળતા તેનું મન ડોલી ઉઠે છે, આ ગીતા સર્વમાં લોકપ્રિય છે.

ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમતથી નીકળેલું માધુર્ય એ શ્રીમદ્ ભગવદગીતા એ આપણી મા છે અને આ બાની તુલનામાં બીજું કોઈ ના આવી શકે, તેથી ગીતા એ અમૂલ્ય ગ્રંથ છે, તેનું સ્તનપાન કર્યા પછી માણસ પુષ્ટ થાય છે અને માણસના જીવનમાં ઉત્સાહ, ચૈતન્ય અને સ્ફૂર્તિનો પોષવાનો થાય છે, તેમજ પાપના ખાડામાં ડૂબેલા માણસ અને અધમમાં અધમ માણસ પણ ગીતાનું માર્ગદર્શન અને ગીતા વાંચી યોગ્ય રસ્તે જઈ શકે છે. ગીતા વાંચવાથી માણસમાંથી નિરાશા અને હતાશા ચાલી જાય છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ ગીતા લઈ જઈ શકે છે. અંધકારમાં અટવાયેલા માનવીના જીવનમાં શ્રીમદ્ ભગવદગીતા ખરા અર્થમાં આશાનો પ્રકાશ પ્રગટાવે છે અને નિરાશા કાઢી નવો ઉત્સાહ આપે છે.

જ્યારે માણસને એમ થશે કે ભગવાન મારી સાથે છે ત્યારે તે કોઈપણ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે, કઠિન કાર્ય પણ તે કરી શકે છે અને હિંમતથી બેઠો થઈ કાર્ય કરવા માટે દોડવા લાગે છે અને હૃદયની દુર્બળતા કાઢી સફળ થવા માટે કાર્યરત થાય છે. આ ગીતા થકી ધ્યેય શૂન્ય માણસને ધ્યેય મળશે, સંસાર સાગરમાં અથડાતો ભટકાતો અને સમસ્યાના વમળમાં સપડાયેલા માણસને ગીતા આશ્વાસન આપે છે, ગીતાનો વિચાર માનવીને પોતાના ધ્યેય સુધી પહોંચાડી અને તેના સંકલ્પો પૂરા કરે છે.

જો ગીતા વાંચે તો માણસને સુખથી થવાની જીવનકલા ગીતામાં છે, આ ગીતા જ માણસને સુખ મેળવવાની, સુખ ભોગવવાની અને સુખ પચાવવાની તેમજ સુખ જિરવવાની તાકાત આપે છે અને મનની એકાગ્રતા વધારવા ગીતા વિચાર જરૂરી છે. મન ચંચળ છે તેને સતત અભ્યાસથી વશમાં લાવવાની ગીતા આપે છે, વૈરાગ્યયુક્ત મનોવૃત્તિ માનવીને સંસારના સુખ- દુઃખ વચ્ચે પણ પ્રસન્ન રાખી શકે છે, એ છે મા ગીતા. માણસને સાચા માણસ ગીતા બનાવે છે તેના જીવનમાં નૈતિક મૂલ્યો લાવે છે, સામાન્ય માણસ પણ ગીતા વાંચી હતાશા ખંખેરી આત્મવિશ્વાસથી ઉભો થાય છે અને તેના ચૈતન્યનો માટેનો સંસાર થાય છે.

ગીતાના પ્રભાવથી પશ્ચાત વિદ્વાનો જેવા કે થોરો, ડૉ.મેકમિલન, હેરિંગ હેસ્ટિંગ વગેરે વિદ્વાનોએ ગીતાને વિશ્વનો શ્રેષ્ઠ ગ્રંથ સ્વીકારી તેનું વર્ણન કરતા પણ થાકતા નથી, અરે થોરો જેવા મહાન વિદ્વાને તો ગીતાને પોતાના માથા ઉપર લઈ નાચે છે, તેથી તો આજે ગીતા જગતભરમાં પ્રસિદ્ધ છે અને જગતમાં વધુમાં વધુ વિવિધ ભાષામાં તે પ્રકાશિત થયો છે. એરિસ્ટોટલ અને સોક્રેટિસ જેવા તત્વચિતોની વિચારધારાના ખુલાસા પણ ગીતામાં છે કારણ તેને ગીતા વાંચી છે.

ટૂંકમાં ગીતાના પ્રત્યેક શબ્દમાં ભગવાન શ્રીકૃષ્ણની મોહક મુરલીનો મધુર નાદ સંભળાય છે, ગીતા બ્રહ્મવાદીઓને બ્રહ્મની મહત્તાના દર્શન થાય છે, જ્ઞાનીઓને જ્ઞાનનો હાર્દ ધ્યાનમાં આવે છે, કર્મયોગીને કર્મયોગનું રહસ્ય ગીતા સમજાય છે અને ભક્તિમાર્ગના લોકો માટે ગીતામાં મધુર ભક્તિરસ છલકાતો દેખાય છે, સંસારમાંથી ભ્રમિત થયેલા માનવની મનની શાંતિ આપનાર મા ગીતા છે. ટૂંકમાં શ્રીમદ્ ભગવદગીતા વૈશ્વિક અને અલૌકિક ગ્રંથ છે, તેથી આ ગીતાના વિચાર ઘરેઘરમાં અને ગામડે ગામડે જઈને દરેક માણસ સુધી લઈ જવા જોઈએ. ગીતા વાંચી તેના વિચારો જીવનમાં ઉતારી પ્રત્યેક માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ તો જ ખરા અર્થમાં ગીતા જયંતી ઉજવી ગણાય.

_________________________________________________________________________________4

Cover Story

WEL COME WINTER

ડિસેમ્બરના દિવસો ચાલી રહ્યા હતા. ડિસેમ્બરના દિવસો એટલે ઠંડીના દિવસો. સવાર સવારમાં ધીમી-ધીમી હવા ઠંડીને કોઈ બહેનપણીની જેમ પોતાની સાથે લઈને ગટ્ટુ અને ચીંકીનાં રૂમમાં આવી. ઠંડીના કારણ ગટ્ટુ અને ચિંકીએ બ્લેન્કેટ ઓઢીને વધારે સૂવાનું મૂડ બનાવી લીધું. આઠ વાગી ગયા અને મમ્મી તેઓને જગાડવા માટે આવ્યા.

મમ્મી એ કહ્યું, “ ઉઠો 8:00 વાગી ગયા છે. ઠંડી શરૂ થઈ ગઈ છે. આમ બ્લેન્કેટમાં સાપની જેમ સંકોચાવા કરતા, અમારી સાથે મોર્નિંગ પર આવ્યા હોત તો કેટલું સારું થાત ! કેટલી મજા આવી ! “આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઝડપથી પોતાનું બ્લેન્કેટ ફેંકીને પથારીમાં બેઠા થઈ ગયાં.

ગટ્ટુ એ કહ્યું, શું ? તમે લોકો મોર્નિંગ પર કરવા જાઓ છો? અમને કોઈએ કહ્યું કેમ નહીં?

મમ્મીએ કહ્યું, “અરે આજથી શરૂ કર્યું છે. સવાર-સવારમાં સુધીર અંકલ નો મેસેજ આવ્યો અને અમે નીકળી ગયા. તમે લોકો ગાઢ નીંદરમાં હતા એટલે જગાડ્યા નહીં. ચિંકીએ પૂછ્યું કોણ કોણ આવ્યું હતું ? “મમ્મીએ કહ્યું, “બધા જ હતા, સુધીર અંકલ, મેઘા આન્ટી, વિશાલ ,હરી, ગુડ્ડી સેક્રેટરી સાહેબ. ખૂબ જ મજા આવી. ચાલતા-ચાલતા ગાર્ડન પહોંચી ગયા. ખબર જ ના પડી. ગટ્ટુએ કહ્યું કાલથી અમે પણ આવી શું ! ચિંકીએ કહ્યું, “ઠંડી શરૂ થતાં જ હવામાન કેટલું રંગીન અને રોમાંચક થઈ જાય છે, નઈ? ” તો મમ્મીએ કહ્યું, “એ તો હમણાં થોડી થોડી ઠંડી છે એટલે, જ્યારે વધારે ઠંડી પડશે ત્યારે પથારીમાંથી ઉઠવાનું મન જ નહીં થાય તમારું. અને કહી દઉં છું, આજથી જ ફ્રીજની આઈટમ ખાવાનું એકદમ બંધ.” આ સાંભળી ગટ્ટુ હસતાં હસતાં બોલ્યો, “મમ્મી તમે એક કામ કરો, તમે ફ્રીજને એક મોટું તાળું મારી દો.

મમ્મી હસતાં હસતાં કહ્યું, “વેરી ફની” હવે ચાલો ઉઠો ફટાફટ, સ્કૂલે પણ જવાનું છે.”

બપોર નો સમય હતો. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે ચાલ્યા ગયા હતા. મમ્મી એ કબાટમાંથી બધાના સ્વેટર કાઢીને રાખ્યા. સાંજે બધાએ પહેરી લીધા. સ્વેટર પહેરીને મમ્મી, પપ્પા ગટ્ટુ અને ચિંકી બધા જાડા-જાડા લાગી રહ્યાં હતાં ગટ્ટુએ કહ્યું, “સ્વેટર પહેરીને આપણે બધા ભાલુ લાગી રહ્યા છીએ. મમ્મીએ કહ્યું, “તારા જોક્સ તને શૂટ કરે છે. ગટ્ટુ: “ એટલો બધો પણ ખરાબ નહતો. તમે whatsapp ગ્રુપમાં જે જોક્સ શેર કરો છો એના કરતા તો ઘણો સારો હતો.”

મમ્મી: “મેં કયો જોક્સ શેર કર્યો?”

ગટ્ટુએ ફોનમાંથી જોક્સ કહી સંભળાવ્યો.

એક કિસાનને ભાલુ કો દિયા આલું. ભાલું બોલા મે હું ભાલું,ફિર મે કયું ખાઉં આલું.?

આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીની સાથે પપ્પા પણ હસવા લાગ્યા. પણ મમ્મીની નજર પડતા જ પપ્પાએ તરતજ ટોપિક ચેન્જ કરી નાખ્યો.

પપ્પા: “ચાલો સુઈ જઈએ.”

ગટ્ટુ: “પણ કાલે તો રવિવાર છે ને?

પપ્પા: “હા, પણ કાલે સવારે આપણે વહેલા ઉઠીને મોર્નિંગ વોક પર જવાનું છે ને !

બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી , મમ્મી-પપ્પા અને સોસાયટીના બીજા કેટલાક મેમ્બેર્સ સાથે ગાર્ડનમાં પહોંચી ગયા. ત્યાં જઈને બધાએ વોર્મ-અપ કર્યું. સુધીર અંકલે બધાને યોગા શીખવાડ્યા. અને એક કલાક પછી બધા ઘરે પાછા આવ્યા. નાસ્તામાં આજે મમ્મીએ બદામની બરફી બનાવી હતી. એ જોઈને ચિંકી ખૂબ જ ખુશ થઈ ગઈ. મમ્મીએ કહ્યું, “ઠંડીમાં બધાએ હેલ્ધી ખાવું જોઈએ, મારા દાદી કહેતા હતા કે “ઠંડીમાં જે પણ ખાઓ તે સીધું શરીરમાં લાગે છે. અને માણસ મજબૂત બને છે. કાલે ગોળનો હલવો મળશે”

બપોરના જમવામાં મમ્મીએ મેથીનું લીલું શાક અને બાજરાનાં રોટલા બનાવ્યા હતા. સાથે સફેદ મુળો, ગાજર, ધાણા-લસણની ચટણી બધું જ હતું. મેથીનું શાક જોઈને ગટ્ટુ-ચિંકીએ મોઢું બગાડ્યુ. પણ જેવો એમણે પહેલો કોળીયો ખાધો, એમણે કહ્યું,” વાહ ! શું વાત છે ! મેથીનું લીલું-લીલું શાક, ગાજર-મૂળા ! શું ખાવાનું છે ! મઝા આવી ગઈ !

મમ્મી: “બાજરો અને મેથી પ્રકૃતિમાં ગરમ હોય છે. સાથે-સાથે તેમાં વધારે પોષક તત્વો પણ છે. તેથી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે મેથી, પાલક, ગાજર, મૂળો વગેરે બધું જ ખાવું જોઈએ.”

સાંજે બધા મોલમાં ગયાં, તો મમ્મીએ ધ્યાનથી પહેલાં મોઇશ્યુરાઇર ઉઠાવીને પોતાની ટ્રોલી માં મૂકી દીધું, રાત્રે બધાએ મોઇશ્યુરાઇર લગાવીને પોતાની સ્કીનની સારી રીતે માલિશ કરી.

મમ્મી: “હવે ઠંડીનું લેવલ વધી રહ્યું છે, ઠંડીમાં સ્કીન સુષ્ક,સુકી અને નિર્જીવ બની જાય છે. એટલે તેને કોઈપણ રીતે મોઇશ્યુરાઇઝ કરવું જોઈએ. તેનાથી સ્કિનને હિલિંગ મળે છે.” પછી બધા સુઈ ગયા.

બીજા દિવસે સવારે બધા ભેગા થઈને મોર્નિંગ વોક માટે નીકળી ગયાં અને રસ્તામાં ચાલતાં-ચાલતાં વાતો કરવા લાગ્યા.

ગટ્ટુ: “છ વાગી ગયા છે, છતાં હજુ કેટલું અંધારું છે !

સુધીર અંકલ: “હવે શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે હોય છે. સાંજે પાંચ વાગ્યેજ અંધારું થઈ જશે, જોજો.”

રસ્તામાં કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યા હતાં. ગટ્ટુએ કહ્યું, “આપણે પણ આપણી સોસાયટીના કેમ્પસમાં મોટું તાપણું કરીશું. બધા લોકો ભેગા થઈશું, બધા વાતો કરીશું, ગીતો ગાઈશું. ખૂબ મજા આવશે.”

બધા લોકો સહમત થયાં, અને રવિવારના રોજ આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

સોસાયટીના કેમ્પસમાં મોટું તાપણું કરીને બધા જ લોકો ખુશીઓ લઈને બેસી ગયાં. વિશાલભાઈએ ગિટાર વગાડ્યું,, ચીન્કીએ ગીત ગાયું, બધા બાળકોએ ડાન્સ કર્યો, અને સૌએ ખૂબ જ આનંદ કરીને શિયાળાનું વેલકમ કર્યું.








શિક્ષકશ્રી:-પંચોલી શીતલબેન

_________________________________________________________________________________5

Class Activity


सब्जियों का महत्व

· हरी सब्जियों का महत्व

-पत्तीदार हरी सब्जियाँ शरीर के उचित विकास एवं अच्छे स्वास्थ्य के लिए आवश्यक होती है| इसमें सभी जरूरी पोषक तत्व उपस्थित होते हैं|

-पत्तेवाली सब्जियाँ लोहयुक्त होती है| लोहकी कमी से एनीमिया जैसी बीमारी हो सकती है|

-हरी पत्ती वाली सब्जियों में कैल्शियम, बीटा केरोटिन एवं विटामिन सी भी काफी मात्रा में पाए जाते हैं|

-हरी सब्जियों में विटामिन बी कोम्पलेक्स भी पाया जाता है|

सब्जियाँ एवं फल हमारे भोजन का अभिन्न अंग है सब्जियां खाने से हमारे शरीर को विभिन्न प्रकार के पोस्टिक तत्व की प्राप्ति होती है| हमारे शरीर को स्वस्थ रखने का जितना योगदान अन्य चीजों का है उतना ही योगदान सब्जियों का भी है, इसलिए हमारे दैनिक जीवन में हम सब्जियां खाते हैं| उपरोक्त विशेषता को ध्यान में रखते हुए कक्षा ५ विषय हिंदी में सब्जियों के महत्व के बारे में छात्र के माध्यम द्वारा प्रवृत्ति की गई थी| जिसका मुख्य उद्देश्य बच्चे सभी सब्जियों के रूप, रंग ,एवं आकार के बारे में जाने एवं सब्ज़ियों का महत्व तथा उपयोगिता समझे|

________________________________________________________________________________6

Teacher's Seminar

સકારાત્મક વિચારધારાનું શબ્દ પુષ્પ દ્વારા શિક્ષકોમાં સિંચન


🙏🏻 દ્વિતીય સત્રની શરૂઆતમાં આપ સર્વેને શાળા પરિવાર તરફથી નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ 🙏🏻

દ્વિતીય સત્રની શરૂઆતમાં શાળા પરિવારના કોઓર્ડીનેટ શ્રી જયેશભાઈ પટેલ દ્વારા આવનારા સમય સાથે દરેક શિક્ષક કદમથી કદમ મિલાવીને ચાલી શકે તે માટે તથા બાળકોને કંઈક નવું પીરસી શકે તે હેતુથી શિક્ષકો ને પોતાની ભાષામાં શબ્દ પુષ્પો દ્વારા સમજ આપી હતી.

સૌપ્રથમ તો માસ્તર એટલે જે માતાના સ્તરનું હોય તેનામાં માતાના લેવલની ભૂમિકા ભજવી શકે એવી શક્તિ હોય તે માસ્તર. સૌપ્રથમ સમાજમાં ચાલી રહેલી કેટલીક નેગેટિવ બાબતો જે આપણને રોજબરોજના વર્તમાનપત્રોમાં જોવા મળે છે જ્યારે પોઝિટિવ એટલે કે સકારાત્મક બાબતોનું પ્રાધાન્ય બહુ ઓછું હોય છે. તેને પોઝિટિવ વલણ તરફ પહોંચાડવા માટે પ્રાથમિક પ્રયાસ શિક્ષકે જ કરવો પડશે. એની શરૂઆત દરેક વ્યક્તિએ પોતે પોતાનાથી જ કરવી પડશે. એના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. પોતાની પ્રગતિ પોતાના હાથમાં છે. કૂવામાંના દેડકા જેવી પરિસ્થિતિમાંથી બહાર આવી સ્વ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. સમાજ લેવલે જો સુધારણા લાવી હશે તો દરેક શિક્ષકે છે આ વિષયમાં વિચારવું પડશે અને સતત ચિંતન કરવું પડશે.



“ No negative thought no negative talk

Only for positive positive and positive .“


તેવી પણ સમજ આપી હતી કે કોઈપણ ક્ષેત્રમાં રહેલા વ્યક્તિએ પોતાના કામની પૂજા કરવી જોઈએ. પણ કાર્યને પોતાના તન, મન અને ધનથી જો કરીશું તો ચોક્કસ તેમાં સફળતા મળશે. જીવનના દરેક પથ ઉપર કસોટી હોય છે માત્ર દરેકે સતત પોતાના પ્રયત્નોથી કસોટી માં પાર ઉતરતા શીખવું જોઈએ.

'work is worship'

_________________________________________________________________________________7

Children's Day

દર વર્ષે 14 નવેમ્બરના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે બાળદિન ઉજવવામાં આવે છે. ચાચા નહેરુએ બાળકોને શિક્ષણ પૂરું કરવાની હિમાયત કરી. નહેરુ બાળકોને રાષ્ટ્રની વાસ્તવિક તાકાત અને સમાજના પાયા તરીકે માનતા હતા. આ દિવસે સમગ્ર ભારતમાં અને બાળકો માટે ઘણા શૈક્ષણિક અને પ્રેરક કાર્યક્રમો યોજવામાં આવે છે.


'બાળદિન’ નિમિતે ગજેરા વિદ્યાભવનમાં પણ ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં ધોરણ-૧ અને ૨માં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને ધોરણ-૩ અને ૪ માં વિવિધ રાજ્યને અનુરૂપ વેશભૂષા સાથે પર્યાવરણને બચાવો અંતર્ગત વિદ્યાર્થીઓએ મેસેજ પણ આપ્યો હતો. જેનો મુખ્ય હેતુ બાળકો દરેક વસ્તુ કે વ્યક્તિની વિવિધતા, તેની મહત્વકાંક્ષાથી જાણકાર થાય, બધાની સમક્ષ નીડરતાથી બોલતા શીખે અને સાથે સાથે મનોરંજન પણ માણી શકે. શાળાના આચાર્યાશ્રી સોલંકી ભાવિષામેમ દ્વારા બાળકોને Children’s Day નું મહત્વ સમજાવી ઉત્સાહિત કર્યા હતા. હર્ષોઉલ્લાસ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

_________________________________________________________________________________8

PTM

વિદ્યાર્થીના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષક અને વાલી બંને એક સેતુ નું કામ કરે છે. આજનો યુગ ખૂબ જ સ્પર્ધાત્મક યુગ બની ગયો છે, અને તેમાં જો આપણે આપણા બાળકને સારું ભવિષ્ય આપવું હોય તો શિક્ષક અને વાલીએ વિદ્યાર્થી માટે સતત સંપર્કમાં રહેવું પડે. વિદ્યાર્થીનું શાળામાં ભણતર,વ્યવહાર તેમજ આજના આ સ્પર્ધાત્મક યુગમાં અભ્યાસની સાથે સાથે અભ્યાસલક્ષી અન્ય પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે? કે નહીં, તેનો સર્વાંગી વિકાસ કેવો છે? આ દરેક બાબતનું ધ્યાન વાલીએ રાખવું પડે છે, અને આ જ હેતુથી ગજેરા વિદ્યાભવનમાં તારીખ:૨૬/૧૧/૨૦૨૨ને શનિવારના રોજ ધોરણ ૧ થી ૭માં વાલી મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીશ્રીઓએ શિક્ષકનો સંપર્ક કરી પોતાના બાળક વિશેની અભ્યાસલક્ષી માહિતી મેળવી હતી.



Great opportunity to know and to work for purification and Modification of student’s performance and to ensure best academic and non-academic performance of child.

________________________________________________________________________________9

QUALITY EDUCATION (DEBATE)


શિક્ષણ મેળવવાનો સર્વને અધિકાર છે.અને એટલા માટે જ દરેક દેશની સરકારે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું છે.આપણી જૂની શિક્ષણનીતિના કેટલાક મુદ્દા આજના ટેકનોલોજી યુગમાં પાછા પડતા જણાયા, જેથી શિક્ષણ શાસ્ત્રીઓએ એકત્ર થઈને ખૂબ વિચાર વિમર્શ કર્યા બાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઘડાઈ.આ શિક્ષણનીતિ અનુસાર આપણા શિક્ષણને ચાર વિભાગમાં વહેંચવામાં આવી પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક .નવી શિક્ષણનીતિ મત અનુસાર એકે એક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમ કે સાંસ્કૃતિક, બૌદ્ધિક ,શારીરિક એના આધારે કેટલીક પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ પણ આ નીતિમાં દાખલ કરાયા છે.બીજું કે ભારતમાં વસતા દરેક વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ મળે એ હેતુથી NCERT દાખલ કરી અને અભ્યાસમાં એકતા લાવવા પ્રયત્ન કર્યો છે.



આ જ વિષય ઉપર આજનો વિદ્યાર્થી જાણી શકે સમજી શકે તે હેતુસર ભર ગજેરા વિદ્યાભવનમાં ક્વોલિટી એજ્યુકેશન ટોપીક ઉપર ડિબેટ ની સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

આ સ્પર્ધામાં ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશોની શિક્ષણનીતિ તેમજ આપણા દેશની નવી શિક્ષણનીતિ 2020 ઉપર ચર્ચા કરી હતી. દરેકે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાની વાતોને રજૂ કરી હતી આ ડિબેટ દ્વારા વિદ્યાર્થીઓ ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમનો સેલ્ફ કોન્ફિડન્સ માં પણ વધારો થયેલો જોવા મળ્યો હતો આ ડિબેટનું ખૂબ જ સુંદર આયોજન શાળા તરફથી કરવામાં આવ્યું હતું. આવા જ આયોજન દ્વારા સાચા અર્થમાં શિક્ષણનીતિનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ છીએ.

જ્ઞાન અને આત્મવિશ્વાસ સફળતાના શિખરે પહોંચવાની નિસરણી છે.

________________________________________________________________________________10

સારાં સ્વાસ્થ્ય ની જડીબુટ્ટી - કસરત


જો આપણી કાયા એટલે શરીર સ્વસ્થ રહેશે, ત્યારે જ આપણને બધા સુખ મળી શકે છે. જો શરીર બીમાર થશે તો ખાનપાન અને અન્ય સુખ-સુવિધાઓનો લાભ મળી શકશે નહીં. એટલે શરીરને સ્વસ્થ જાળવી રાખવા માટે સતત કોશિશ કરતાં રહેવું જોઇએ. નિરોગી કાયા માટે નિયમિત રૂપથી કસરત કરવી જોઇએ. યોગ-ધ્યાનની મદદથી જ આપણે બીમારીઓથી બચી શકીએ છીએ. આ પોઝિટિવ વિચારધારા ને અનુરૂપ આપણી શાળા ગજેરા વિદ્યાભવનના બાળકોને હળવી કસરત કરાવવામાં આવી હતી. કસરત માત્ર બાળકોને કે વડીલોને જ ઉપયોગી છે એવું નથી પરંતુ દરેક વ્યક્તિએ પોતાને સ્વસ્થ રહેવા માટે કસરત ની જરૂર પડે છે. ઘણીવાર કસરત દ્વારા કોઈ બીમાર વ્યક્તિ પણ પોતાની બીમારીમાંથી મુક્તિ મેળવી શકે છે.કસરત કરવાથી નીરોગી સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, તાકાત અને સુખ મળે છે, સારા સ્વાસ્થ્યથી જ બધા કામ પૂર્ણ થાય છે. પોઝિટિવ વિચાર સાથે આપણે દરેક મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ, એટલે હંમેશાં સારું વિચારવું જોઇએ. ઘણા લોકોને મનમાં એવો પ્રશ્ન થાય છે કે ‘ આ કસરત શું કામ કરવી? ખાઓ, પીઓ અને મજા કરો!


-નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા (ડિપ્રેશન) માંથી મુક્ત થઈ શકે છે.

-કસરતથી આત્મવિશ્વાસ વધતો જાય છે.

-મનની શાંતિ અને પ્રફુલ્લિતતા જળવાઈ રહે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

-વિદ્યાર્થી મિત્રો,આપણા જેવા નાના બાળકોને કસરત કરવાથી ઘણા ફાયદા થાય છે જેમ કે આપણી યાદ શક્તિ વધે છે , એકાગ્રતા કેળવી શકાય છે, હાથની હળવી કસરતો દ્વારા આપણે સારા અક્ષરો પણ કરી શકીએ છીએ. આંખોના નંબર પણ ઘટાડી શકાય છે.

-કસરતની જગ્યાએ તમે સ્ટ્રેચિંગ અને જોગિંગ પણ કરી શકો છો. તેનાથી પણ લાભ મેળવી શકાય છે.

________________________________________________________________________________11

Student’s Corner

શિયાળો


આપણા દેશની ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ .આમ તો બધી જ ઋતુઓ મને ગમે છે, પરંતુ શિયાળાની ઋતુ મારી સૌથી પ્રિય ઋતુ છે. શિયાળામાં વહેલી સવારે ગામડા ઓઢીને નિરાંતે સૂઈ રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ શિયાળો સ્વાસ્થ્યવર્તક ઋતુ હોવાથી હું રોજ સવારે મારા પપ્પા સાથે ગાર્ડનમાં ચાલવા જાવ છું. શિયાળામાં બધા જ લીલા શાકભાજી મળે છે જેથી મારી મમ્મી રોજ નવી નવી વાનગી મારા માટે બનાવે છે ગરમ ગરમ ઊંધિયું અને પગ ખાવાની ખૂબ જ મજા આવે છે મારી બા શિયાળામાં ઠંડીથી બચવા માટે જાત જાતના પશાણા બનાવે છે તેમજ ખજૂર પાક મને બહુ ભાવે છે શિયાળામાં રંગબેરંગી સ્વેટર પહેરી ફરવાની અને રાત્રે તાપણું કરવાની મજા ખૂબ જ આવે છે રંગબેરંગ સ્વેટર પહેરી ફરવાની રાહ અને રાત્રે તાપણું કરવાની પણ ખૂબ મજા આવે છે ઉતરાયણ નાતા જેવા તહેવારો પણ આ જ ઋતુમાં ઉજવાય છે.








વિદ્યાર્થી:-કાકડીયા રેહાન

ધોરણ-વર્ગ:-2-D

________________________________________________________________________________12

શિયાળા ની સવાર..


વાયુ હેમંત નો હેમ સમો થીજવે ઘણું.

અળદિયું અને ઉકાળો ગરમાવે ઘણું.


હોય ગોદડું ને ટૂંટિયું રાતનાં સંગાથી.

એ ઉનું ઉનું તાપણું મીઠું લાગે ઘણું…..


માજા મુકે એ હેમને ઠુંઠવે ડીલ ઘણું.

ભાજી મૂળા ને તુબેર ટોઠા ભાવે ઘણું.


ઉકળતી ચાને મેથી પરોઢના સંગાથી.

ઔષધ વરસનાં સૌ અજમાવે ઘણું…


શીધ ને આયો શિયાળો કહે લોક ઘણું.

માણી લઈએ ભલે એ થીજવે ઘણું.


ગણતરીમાં વહી જાય બે-ચાર મહિના,

પછી પજવશે આવીને ઉનાળો ઘણું..








વિદ્યાર્થી:-ચૌધરી પ્રિન્સ અનિલભાઈ

ધોરણ-વર્ગ:-5-D

_______________________________________________________________________________13

Educator’s Corner

શિયાળામાં આ આઠ વસ્તુ રોજ ખવાય, સ્વાસ્થ્ય માટે રામબાણ છે

શિયાળામાં માર્કેટમાં ઘણાં સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થ બજારમાં આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની શકે છે. આજે અમે તમને આવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવીએ છીએ જે શિયાળાની ઠંડીથી બચાવવા સાથે તમને સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાઓ પણ આપી શકે છે.

ખોરાકની દ્રષ્ટિએ શિયાળો ખૂબ મહત્ત્વનો હોય છે, કારણ કે શિયાળામાં આપણે વધારે વસ્તુઓ ખાઈએ છીએ તે આપણા શરીરને ઊર્જા આપે છે. શિયાળામાં લોકો પોતાને ઠંડકથી બચાવવા માટે ગરમ કપડાંનો ઉપયોગ કરે છે, પરંતુ ઠંડક સામે લડવા માટે શરીરની અંદર આંતરિક ગરમી હોવી જ જોઇએ. આવા ખોરાકમાં બાજરી, બદામ, આદુ, મધ, મગફળી અને વધુ કેટલીક ચીજો છે. જો શરીરનું તાપમાન અંદરથી જાતે જળવાશે તો શરદી ઓછી થશે અને ઘણાં રોગોથી બચી શકાશે. આ જ કારણ છે કે ઠંડીમાં આહાર પર વિશેષ ધ્યાન આપવાનું આયુર્વેદમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.

1. બદામઃ બદામ ઘણાં ગુણોથી સમૃદ્ધ છે. તેનું નિયમિત સેવન અનેક રોગોથી બચવામાં મદદરુપ થઈ શકે છે. ઘણી વાર એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે, પરંતુ આ ડ્રાયફ્રૂટ અનેક રોગો સામે લડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેના ઉપયોગથી કબજિયાત દૂર કરી શકાય છે, જે શિયાળાની સૌથી મોટી સમસ્યા છે. બદામમાં ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવાનો ગુણ પણ છે. તેમાં વિટામિન-ઇ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

2. આદુઃ શું તમે જાણો છો કે રોજિંદા આહારમાં આદુનો સમાવેશ કરવાથી ઘણી નાનીમોટી બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં કોઈ પણ રીતે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદા થઈ શકે છે. તે શરીરને હૂંફ પ્રદાન કરે છે અને પાચનને પણ યોગ્ય રાખે છે.

3. બાજરીઃ કેટલાક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે. બાજરી એક એવું અનાજ છે. શિયાળામાં બાજરીનો રોટલો બનાવો અને ખાઓ. નાના બાળકોએ બાજરીનો રોટલો ચોક્કસપણે ખાવો જોઈએ. તેમાં ઘણાં તંદુરસ્ત ગુણધર્મો પણ છે. અન્ય અનાજની તુલનામાં બાજરીમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ છે. તેમાં તે બધા ગુણો છે, જે આરોગ્યને યોગ્ય રાખે છે. બાજરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ટ્રિપ્ટોફેન, ફાઈબર, વિટામિન-બી, એન્ટીઓકિસડન્ટો વગેરે શરીરને આવશ્યક તત્વો હોય છે.

4. મધઃ શરીરને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા માટે આયુર્વેદમાં મધને અમૃત માનવામાં આવ્યું છે. બધી ઋતુમાં મધનું સેવન ફાયદાકારક છે, પરંતુ શિયાળામાં મધને મહત્વપૂર્ણ ગણી શકાય. આ દિવસોમાં ચોક્કસપણે તમારા આહારમાં મધનો સમાવેશ કરો. તેથી પાચનમાં સુધારો થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

5. ઓમેગા -3 ફેટી એસિડઃ ઓમેગા -3 ફેટી એસિડ શિયાળામાં શ્રેષ્ઠ ખોરાક છે. તે મુખ્યત્વે માછલીઓમાં જોવા મળે છે. માંસાહારીઓ માટે શિયાળાના દિવસોમાં માછલીઓ ખાવી, તે શરીરને હૂંફ આપે છે. તેમાં ઝીંક પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેથી તે શરીરની પ્રતિરક્ષા વધારે છે અને રોગોને દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

6. મગફળીઃ મગફળીમાં હાજર એન્ટી ઓકિસડન્ટ, વિટામિન, ખનીજો વગેરે અત્યંત ફાયદાકારક છે. શિયાળામાં મગફળીનું સેવન કરવાથી તમે ઘણાં આરોગ્ય લાભ મેળવી શકો છો. તેને તમારા આહારમાં શામેલ કરો.

7. શાકભાજીઃ તમારા આહારમાં લીલાં શાકભાજીનો સમાવેશ ચોક્કસ કરો. શાકભાજી શરીરની પ્રતિકારશક્તિને વધારે છે. શિયાળામાં મેથી, ગાજર, બીટ, પાલક, લસણ ખાઓ. તેની રોગપ્રતિકારક શક્તિ શરીરને મજબૂત બનાવે છે.

8. તલઃ શિયાળામાં તલ ખાવાથી શરીરમાં શક્તિ મળે છે. તલના તેલની માલિશ કરવાથી શરદીથી બચી શકાય છે. તલ અને માખણનો ઉકાળો બનાવી પીવાથી ઉધરસ સંચિત કફ દૂર થઈ શકે છે. તલમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ.









શિક્ષકશ્રી:- દર્શીકાબેન પટેલ

________________________________________________________________________________14

કસરત થી થતા ફાયદાઓ


દુનિયાભરમાં લાખો લોકોની સારવાર જોગિંગ ટ્રેક ઉપર અથવા જિમમાં પરસેવો પાડીને થતી હોય છે. જેનું મુખ્ય કારણ છે કસરત. એક્સરસાઇઝ માટેની વધતી જતી ઘેલછા પ્રાચીન કાળથી કસરતને શરીર સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને ભાર્ગેટ ઉપાય માનવામાં આવે છે જેમાં કંઈ ખોટું નથી કસરત કરવાથી શરીર સ્વસ્થ રાખી શકાય છે એ વાત તો લગભગ દરેક ઉંમરના લોકો જાણતા હશે પરંતુ ક્યારેક એટલી કસરત કરવી અને કસરત કઈ રીતે કરવી તે બાબતે ઘણી ગૂંચ પણ ઊભી થતી હોય છે કસરત બાદ શરીર માટે અત્યંત જરૂરી છે ખોરાક પૃથ્વી પર જોવા મળતા દરેક જીવ માટે ઉર્જા નો મુખ્ય સ્ત્રોત ખોરાક છે માટે ખોરાક વગર કોઈનું જીવનું અસ્તિત્વ ટકી શકે તે શક્ય નથી બનતું કસરત કરવાનું એક સૌથી મોટો ફાયદો છે આપણી શ્વાસ લેવાની અને શ્વાસ રોકવાની શક્તિ માં વધારો વધુ પડતા લોકો મિનિટમાં બહારથી પંદર વખત પાસ લેતા હોય છે પરંતુ જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વાસ લેવાની આ માત્રામાં બે ઘણો વધારો થાય છે આ શ્વાસ લેવામાં થયેલો વધારો સ્વસ્થ રાખે છે અને આપણું લોહી શુદ્ધ કરે છે

કસરત કરવાના બેસ્ટ ઉપાય ફાયદાઓ:-

1. કસરત કરવાથી બોડીમાં ડોફામાં એન્ડોફિલ અને સેરો ટોટીન હોર્મોન્સ બને છે જે મૂળ સારો રાખે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.

2.કસરત કરવાથી પરવીન પર સેવાની સાથે બોડી ના ટોક્સિન બહાર નીકળી જાય છે અને સ્કીન ફોર્સ ખુલી જાય છે જેનાથી સ્કિનલો કરે છે અને રંગ નીકળે છે.

3. સ્ટ્રેચિંગ કરવાથી ઘૂંટણ સાંધાઓ ગરદન અને પીઠના મસલ્સ ફ્લેક્સિબલ બને છે રેગ્યુલર કસરત કરવાથી બોડી દૂર થાય છે.

4. કસરત કરવાથી બ્રેઈન એક્ટિવ બને છે જેનાથી આખો દિવસ એનર્જી મળશે દર 30 મિનિટ કસરત કરવાથી મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ ઈમ્પ્રુવ થાય છે.

5. કસરત કરવાથી બોડી ફંક્શન સૂત્ર છે તેનાથી વધતી ઉંમરના સાથે થતી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને આપણે લાંબા સમય સુધી હેલ્ધી અને યંગ રહી શકે છે.

6. કસરત દરમિયાન તે જ થઈ જાય છે અને કસરતમાં સ્લો થઈ જાય છે આનાથી બોડી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

7. નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા ડિપ્રેશન માંથી મુક્ત થઈ શકે છે

8. કસરતથી આત્મવિશ્વાસ વધતો જાય છે મનની શાંતિ અને પ્રફુલ્લિતા જળવાઈ રહે છે અને માનસિક સ્વસ્થ સુધરે છે.










શિક્ષકશ્રી:- નીલીમાબેન પરમાર

________________________________________________________________________________15


Parent’s Corner


લ્યો આવ્યો શિયાળો!.........


ચોગાનમાં તાપણે બે હાથ મસળતા થઇ ગયા,

લ્યો આવ્યો શિયાળો!

તાપણે મહેફિલ જમાવતા થઇ ગયા,

લ્યો આવ્યો શિયાળો!

ફ્રિજના બાટલા માટલા પાસે મૂકી ગયા,

તુલસી,આદું,સૂંઠના ઉકાળા શરુ થઇ ગયા,

લ્યો આવ્યો શિયાળો!

ઠુઠવાતી લહેરે રાતની નીંદર માણતાં થઇ ગયા,

લ્યો આવ્યો શિયાળો!

રજાઈનાં સ્પર્શ હવે સુંવાળા થઇ ગયા,

શર્દી-ખાંસી-તાવ થી નાક લાલ થઇ ગયા,

લ્યો આવ્યો શિયાળો!

હવે તો સ્વેટર ની વર્દી પહેરતાં થઇ ગયા,

ચોગાનમાં તાપણે વે હાથ મસળતા થઇ ગયા,

લ્યો આવ્યો શિયાળો!

તાપણે મહેફિલ જમાવતા થઇ ગયા,

લ્યો આવ્યો શિયાળો!







વાલીશ્રી:- જાદવ અરવિંદભાઈ

________________________________________________________________________________16

WINTER

Finally my most awaited season is here. The Super cool winds, the lovely winter caps and the bone fire and freezing nights come again. There are so many people Coho does not love or hate this beautiful season for various reasons. Whether anyone love of hate this season, but it always bound to bring happiness and excitement. As I am foodie I love to welcome this winter with different desserts, cake and healthy dishes. There are so many things happens. Same for all as unpacking winter clothes, moisturizers, uses. Taking care of old and kids, building healthy life style etc.

I like the most reason to love winter is energize myself by doing yoga, excesses exercise and eating healthy dishes. The cool atmosphere makes me cool enough for study conceptually. Year off Course it's the season to make our life physically, mentally and spiritually well maintain for the Whole year. The shorter days and longer nights, cold air and low humidity and the quite weather is enjoyed by the people in winter. The variety of fruits and vegetables es is easily available in this season.









વાલીશ્રી :ડો પ્રતિભા એન . પીપલીયા

________________________________________________________________________________17

Bookworm's Diary

_______________________________________________________________________________18

Contact us....

________________________________________________________________________________19


422 views0 comments
bottom of page