top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER - MARCH-2023

Updated: Apr 12
TRUSTEE MESSAGE


મારા વ્હાલા વિદ્યાર્થીઓ,

આપ સૌ કુશળ હશો.


સૌ પ્રથમ તો આપ સૌને ચાલી રહેલ વાર્ષિક પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ.

વિદ્યાર્થી મિત્રો, તમે સૌએ સમગ્ર વર્ષ દરમિયાન જે કઈ વિદ્યા-જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને મૂલવવાનો સમય છે. આપણે સૌ જાણીએ છીએ થોડા વર્ષોથી આપણી સૌ માટે ખૂબ જ કપરો સમય હતો. ખાસ કરીને સૌથી વધારે જો કોઈને અસર થઈ હોય તો તે આપણા ભણતર પર થઈ હતી. પરંતુ છેલ્લા વર્ષથી આપણે ફરી વિદ્યારૂપી વૃક્ષની છાયામાં જ્ઞાનની ટાઢક મેળવી રહ્યા છીએ. જો શિક્ષણનો પ્રવાહ અટકી પડે તો સમગ્ર વિશ્વનો વિકાસ અટકી પડે. આથી જ શિક્ષણનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે તે આપણા સૌ માટે ખૂબ જરૂરી છે. એટલે જ સંસ્કૃતમાં કીધું છે કે, ‘विध्या परम् बलम्’, વિદ્યા જ સમગ્ર વિશ્વની મહત્વની તાકાત છે.

વહાલા વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણના જે મુખ્ય આદર્શો છે, જેમ કે, ૧) જ્ઞાન ૨) તાલીમ ૩) સમતોલન અને ૪) આંતરદૃષ્ટિને કેન્દ્રમાં રાખી જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેને રજૂ કરી તેને એક પરિણામ સુધી પહોંચાડવાનો યોગ્ય સમય છે. તો હું આપ સૌને હાલમાં જે પરીક્ષાઓ આપી રહ્યા છો તે માટે મારા જે ભાવો છે તે આપ સમક્ષ મૂકી રહ્યો છું. તમને પરીક્ષાના સમયે ઘણાં પ્રશ્નો મૂંઝવતા હશે. જેમ કે, કેવા પેપર હશે?, મને યાદ રહેશે કે નહીં?, મારું પેપર સમયે પૂર્ણ થશે કે નહીં?. તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈપણ ચિંતા ન કરવી જોઈએ. જો તમે પૂરી લગન અને નિષ્ઠાથી તમારા વિષયની તૈયારી કરશો તો તમને પરીક્ષામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. મારું તો માનવું છે કે એક વિદ્યાર્થી તરીકે આપ સૌએ જે વર્ષ દરમિયાન પોતાના શિક્ષકો પાસેથી પ્રાપ્ત કર્યું છે તેને યોગ્ય રીતે સમજી, વિચારી અને પુનરાવર્તન કરી પરીક્ષાની તૈયારી કરશો તો ખૂબ જ સારી રીતે પરિક્ષામાં લખી શકશો. વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય થોડો ચિંતા ભર્યો છે પરંતુ મુશ્કેલ નથી. જો યોગ્ય આયોજન હોય અને કંઇક કરી છૂટવાનો આત્મવિશ્વાસ હોય તો પરિણામ મળે જ છે. પરીક્ષાને આપણે એટલી મોટી બનાવી દીધી છે કે આપણે તેના તેના નીચે દબાતાં જઈએ છીએ. પરંતુ પરીક્ષાને એક ઉજવણીના ભાગ રૂપે, એક તહેવાર સમજી આપણે અપનાવશું તો પરીક્ષાની કોઈ મૂંઝવણ આપણને નહીં પડે. અંતે કહીશ કે પરીક્ષાના સમયે આપે પૂરતી ઊંઘ કરવી જોઈએ. સમય મળતાં થોડું ધ્યાન કરો અને જે વિષયની પરીક્ષા હોય તેનું મનન અને ચિંતન કરશો તો તમને સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકશે નહીં.

આમ, વાર્ષિક પરીક્ષાના આ મહોત્સવમાં તમે સૌ પૂરા ઉત્સાહ અને તંદુરસ્ત રહી તેના ભાગીદાર બનો અને સફળતાઓ પ્રાપ્ત કરો તેવી ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તરફથી સર્વે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ.

----------------------------------------------------------

PRINCIPAL MESSAGE


પરીક્ષા હસતાં હસતાં આપો

વિદ્યાર્થી મિત્રો,

આગામી માર્ચમાં લેવાની બોર્ડની ધો ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષા, તેમજ શાળા દ્વારા લેવાનાર વાર્ષિક પરીક્ષા એ તમે વર્ષ દરમિયાન કેવો અને કેટલો અસરારક અભ્યાસ કર્યો તેની ચકાસણી છે. આખું વર્ષ કઠોર મહેનત કર્યા પછી તમારા જ્ઞાન, બુદ્ધિશક્તિ અને આવડતને પૂરવાર કરવાનો શુભ અવસર છે. ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જતી એક સોનેરી તક છે. દરેક માટે એક પડકાર પણ છે. આ પડકારને પહોચી વળવાવે તમે માનસિક રીતે સુસજ્જ થઈ જાવ. મારી પાસે જે કાંઈ છે એ બધું મારી સાથે છે, મને બધું આવડે જ છે અને જે પૂછાશે તે બધું આવડશે. મારી તૈયારીથી હું ખૂબ ખુશ છું. આખા વર્ષનું વાંચેલું બધું મારા મગજમાં વિશાળ સ્ટોર હાઉસમાં છે. પરીક્ષા સમયે બધું યાદ આવશે - એવા વિચારથી આત્મવિશ્વાસ વધશે અને તમે સ્વસ્થ બનશો.તમે ખૂબ તેજસ્વી હો તો પરીક્ષાના આગળના ક્લાકોમાં થોડો આરામ કરો. મોડી રાત સુધી ઉજાગરા દી ન કરો. હાથ, પગ અને પેટ સલામત રાખો. તમે જે કંઈ વાંચતા હો તે આનંદ પૂર્વક વાંચો. તમારો મિજાજ ખુશનુમા હશે તો તમે જે કંઈ વાંચ્યું હશે તે યાદ કરવામાં મદદરૂપ નીવડશે. રીલેક્ષ હળવાશ્ર્વ રહો. તણાવ કે ગભરાહટમાં ન રહો, પ્રેરણકે તેનાથી યાદશક્તિના પ્રવાહ પર માઠી અસરપડે છે. પરીક્ષાના સમયે ઓછામાં ઓછી છ કલાકની ઊંધ લેવી જ જોઈએ. પરીક્ષા સમયે વધારે પડતા ઊજાગરા અને આરામનો અભાવ રઘવાટ પેદા કરે છે અને યાદશક્તિના મુક્ત પ્રવાહને અવરોધે છે.

પરીક્ષા દરમિયાન હળવો અને નિયમિત આહાર લો, બહારનું ખાવાનું ટાળો, ભૂખ અને તરસ મગજમાં આવેલા કેન્દ્રોની સંતૃપ્તિ મગજની કાર્યક્ષમતા માટે જરૂરી છે. ચા, કોફી, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ વગેરે વધારે પતા ન લેવા. તમારું મન જયારે પ્રફુલ્લિત હોય ત્યારે બને તેટલું વધારે વાંચી લેવાની કોશિશ કરો. તમે જયારે થાડી ગયા હોય ત્યારે જતપર વાંચવાનું દબાણ ન કરો.


સરળ વિષય વાંચ્યા પછી અધરો વિષય વાંચો. પ્રત્યેક ક્લાકના વાંચન પછી દસ મિનિટનો વિરામ લો. અભ્યાસના ભોગે ટી.વી., ક્રિકેટ મેચ, કમ્પ્યૂટર વગેરે આનંદદાયક પ્રવૃત્તિ કરવાનું ટાળો. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. તમારી આવડત, અક્કલ અને હોશિયારીથી તમે પરીક્ષામાં સારો દેખાવ કરશો એવુ દ્રઢપણે માનો. પરીક્ષામાં બેઠા પછી પ્રશ્નપત્ર શાંતિથી વાંચો. વિવિધ સૂચના, પેટા પ્રશ્નો, ઓપ્શન વગેરે પર પૂરતું ધ્યાન આપો. દરેક મુખ્ય વિભાગ કે પ્રશ્નનો ઉત્તર નવા પાનેથી શરૂ કરો. માંગ્યા મુજબ જ લખો. આમ કરવાથી તમે જરૂર સારી રીતે પરીક્ષા આપી શકશો.

આમ. પરીક્ષાએ એક ટેન્શનના રૂપમાં ન જોતા ઉત્સવના રૂપમાં જોવી જોઇએ અને પરીક્ષાના તમામ પડકારો માટે હંમેશાં તૈયાર રહેવું જોઇએ.

-----------------------------------------------------------

COVER STORY

દેડકાની હરીફાઈ


~ એકવાર એક સરોવરમાં દેડકાઓ માટે વિશિષ્ટ પ્રકારની હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું. સરોવરની બરાબર વચ્ચે એક વર્ષો જુનો થાંભલો હતો. સતત ઝરમર વરસાદને કારણે આ થાંભલા પર લીલ બાઝી ગઇ હતી અને એકદમ ચીકણો થઇ ગયો હતો. સ્પર્ધા એવી હતી કે દેડકાઓએ આ થાંભલાની ટોચ પર પહોંચવાનું હતું. આ સ્પર્ધામાં ઘણાબધા દેડકાઓએ ભાગ લીધો. હરીફાઇનો દિવસ પણ આવી ગયો. સ્પર્ધામાં ભાગ લેનાર બધા દેડકાઓ થાંભલાની ટોચે પહોંચવા માટે થનગની રહ્યા હતા. દેડકાઓની આ હરીફાઇ જોવા માટે એકત્ર થયેલા બીજા દેડકાઓએ અંદરો અંદર વાતો ચાલું કરી.

· " આ રેસ જીતવી શક્ય જ નથી."

· " થાંભલો એટલો ચીકણો થઇ ગયો છે કે ટોચ પર કોઇ નહી પહોંચી શકે "

· " જો થોડે ઉંચે જઇને નીચે પડશે તો તો રામ રમી જાશે "

ભાગ લેનારા દેડકાઓ આ સાંભળી રહ્યા હતા આવી વાતો સાંભળીને થોડાએ તો રેસમાં ભાગ લેવાનું માંડી જ વાળ્યું. જેઁમણે ભાગ લીધો એ પણ જ્યાં થોડું ચઢ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા. એકત્ર થયેલા દેડકાઓ સહીતના બધાજ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુવો અમે કહેતા જ હતા કે આ શક્ય નથી તો પણ ચડ્યા તો પડ્યાને હેઠા. કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચઢ્વાનું માંડી વાળ્યું.

એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતા ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો. એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા. પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને અનેક વખત નીચે પડવા છતા એણે ચાલું રાખેલા પ્રયાસોના કારણે એ થાંભલાની ટોચ પર પહોંચી ગયો અને રેસ જીતી ગયો.

જ્યારે એને શિલ્ડ આપવામાં આવ્યુ ત્યારે એની માં પણ ત્યાં હાજર હતી પત્રકારોએ એની માને પુછ્યુ કે વારંવાર નિષ્ફળ જવા છતા એ ઉપર ચડવાના પ્રયાસ કરતો હતો ત્યારે એકત્ર થયેલા બધાના સમજાવવા છતા એ કેમ કોઇની વાત માનતો નહોતો ? દેડકાની માં એ હસતા હસતા કહ્યુ કે એ ક્યાંથી કોઇનું માને કારણકે એ તો બેરો છે એને કંઇ સંભળાતું જ નથી.

બોધ : મિત્રો, કોઇ કાર્ય હાથમાં લઇએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે અને જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત સાચી પણ માની લઇશું પણ જે આ દેડકાની જેમ બેરા બની જાય અને કોઇનું કંઇ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે.

પૂર્વી લીમ્બાચીયા

------------------------------------------------------------

WOMEN'S DAY

"यत्र नार्यस्तु पूज्यंते रमंते तत्र देवता"

એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઈ છે. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીએ લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં માર્ચ કાઢીને નોકરીમાં ઓછા કલાકો, પુરુષ સમાન સેલેરી અને મત આપવાના અધિકાર માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેના બરાબર એક વર્ષ બાદ સોશિયલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના આ દિવસને પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કરી દીધો. ત્યારબાદ આ ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવવા લાગ્યો.મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવા વિશે ક્લારા જેટકિને સૌથી પહેલા વિચાર્યુ હતુ. ક્લારા જેટકિને 1910માં કોપેનહેગનમાં કામકાજી મહિલાઓની એક ઈન્ટરનેશનલ કૉન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાનુ પહેલી વાર સૂચન કર્યુ. એ વખતે પ્રેસ કૉન્ફરન્સમાં દુનિયાભરના 17 દેશોની 100 મહિલાઓ શામેલ હતી.બધાએ આ સૂચનનુ સમર્થન કર્યુ અને 1910માં જ સોશિયલિસ્ટ ઈન્ટરનેશનલના કોપેનહેગન સંમેલનમાં મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો.

આખું વિશ્વ જ્યારે આ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ગજેરા વિદ્યાભવનમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમાં શાળાના તમામ મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહન આપવા માટે

સિવિલ હોસ્પિટલ ચેસ્ટ એન્ડ ટીબી ના હેડ ઓફડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિયન ના નેશનલ કમિટીના હોદ્દેદાર તથા નર્મદ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર એવા ડૉ. પારુલ બેન વડગામા અને પી. એસ. આઈ. નિરંજનાબેન ગામીત મહિલા દિન નિમિત્તે પોતાની વાણી દ્વારા સર્વે મહિલા કર્મચારીઓને સન્માનિત કરવા માટે પોતાના શબ્દ પુષ્પો રૂપી સુવાસ ફેલાવી હતી અને શિક્ષકોને પ્રેરણા રૂપ બન્યા હતા . શાળાના આચાર્યાશ્રી ભાવિષાબેન સોલંકી અને ઉપાચાર્યશ્રી દ્વારા આ મહિલા અધિકારીઓનું પણ શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું.

---------------------------------------------------------

PRIZE DISTRIBUTION

“ વિજેતાઓ કંઈ કાર્ય અલગ નથી કરતા;

પરંતુ અલગ રીતે કરતા હોય છે”

વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવાનો અનેરો પ્રયાસ ગજેરા શાળા પરિવારમાં કરવામાં આવે છે.

તમામ બાળકોને શૈક્ષણિક સત્ર 2022-23 ના અંતમાં ઇનામવિતરણ નું આયોજન કરવામાં આવ્યુ.હતું.તેમાં ધોરણ ૧ થી ૭ માં ૪૫૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય તથા આશ્વાસન ઇનામ આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમજ બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


આમ, આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ, તેમની ફરજો કર્તવ્ય અને વિવિધ પ્રકારના ગુણોનું સિંચન અનોખી સ્પર્ધાઓના આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું. અને શાળા પરિવાર સભ્યો જરૂરી માર્ગદર્શન અને ઉત્સાહિત કરવામાં પણ સદંતર પ્રયત્નશીલ રહ્યા હતા.

--------------------------------------------------------

ANNUAL EXAM

“Success doesn’t come to you, you go to it.”

વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનો માપદંડ એટલે પરીક્ષા

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,

વિદ્યાર્થી મિત્રો, એની જ પરીક્ષા સખ્ત હોય...

વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાનું ખૂબ જ મહત્વ હોય છે. પરીક્ષા એટલે એવી રીક્ષા કે જેમાં સવાર થઈને જ આપણે સહું આગળ વધીએ છીએ પછી તે શાળામાં પરીક્ષા હોય, કોલેજમાં પરીક્ષા હોય, ઘરમાં ગૃહિણીની પરીક્ષા હોય, ઓફિસમાં પુરૂષોની પરીક્ષા હોય કે પછી જીવનના માર્ગ પર આવતી અન્ય પરીક્ષા હોય. વિદ્યાર્થી વર્ષમાં બે કે ત્રણ વાર પરીક્ષા થાય છે. જયારે વિદ્યાર્થીની પરીક્ષા હોય ત્યારે એકબાજુ ચિંતા હોય છે. તો બીજી બાજુ ખુશી પણ હોય છે કેમ કે આ સમયે તેમની મહેનતનો રંગ જોવા મળતો હોય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ દુનિયાની સુઘ ભૂલીને માત્ર તેના અભ્યાસમાં જ ધ્યાન આપે છે. ખાવા-પીવાનું બધું ભૂલી જાય છે અને સાથે ઊંઘવાનું પણ, માત્ર ચોપડીઓ લઈને આખો દિવસ વાંચ્યા જ કરે છે.પરંતુ પરીક્ષાનું મહત્વ કંઈક જુદું જ છે અભ્યાસએ શીખવા માટે છે અને પરીક્ષા શીખેલાના માપન માટે છે.“Failure is success if we learn from it.”

પરીક્ષાએ જીવનની વાસ્તવિકતા માટે જરૂરી છે. પરીક્ષા વગરનું જીવનતો શક્ય જ નથી. કારણકે જીવનના ડેક સ્ટેજ પર તમારે કોઈને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પાડે છે. એટલે પરીક્ષા એક પ્રકારે તો જીવનની શાશ્વત જરૂરિયાત છે. ઘણા લોકો જણાવતા હોય છે કે કસોટી(પરીક્ષા) વિદ્યાર્થીને કોસે છે. પરંતુ કહેવાય છે કે

“ कसोटी कसती है,

कसोटी कोशने के लिए नहीं होती |”

એટલે કે પરીક્ષાઓ જ વિદ્યાર્થીને ભવિષ્ય સાથે લડવા સક્ષમતા આપે છે. પરીક્ષા વિદ્યાર્થીના વિકાસ માટે જરૂરી છે એને સ્વીકારવી જોઈએ એને નજર અંદાજ કરવાથી આપણે જ આપણું નુકશાન કરતાં

હોઈએ છીએ..


“સારું પરિણામ મેળવવા માટે દરેક વ્યક્તિએ વાતોથી નહિ પરંતુ રાતો થી લડવું પડે છે”

ઉપરોક્ત સ્લોગનને અનુરૂપ ગજેરા વિદ્યાભવનના બાળકોએ પણ શિક્ષકનું માર્ગદર્શન,વાલી શ્રી ની શુભેચ્છાઓ તથા પોતાના સખત પરિશ્રમ દ્વારા પરીક્ષા રૂપી આ દરિયામાંથી પાર ઉતારવા માટે ઉત્સવ પૂર્વક તૈયારી કરી હતી અને શાળાના તમામ ભૂલકાઓએ પરીક્ષા આપી હતી. અને નવા નવા સોપાનો સુધી પહોંચવા માટે પ્રયત્ન કર્યો હતો. અને શાળાના આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી અને તમામ ગુરુજનોએ બાળકોને માર્ગદર્શનની સાથે સાથે અંતરથી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

--------------------------------------------------------

STUDENT'S CORNER

પરિશ્રમ

સિધ્ધિ તેને જઈ વરે

જે પરસેવે ન્હાય

“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथे:”

કોઈ પણ કાર્ય શ્રમ વિના સિધ્ધ થતું નથી . જંગલ ના રાજા સિંહ ને પણ શિકાર કરવા જવું જ પડે છે.કોઈએ ઠીક જ કહ્યું છે:

” મનુષ્યે મહેનત કર્યા વિના

ભોજન ન કરવું જોઈએ ”

જે પરિશ્રમ કરે છે તેને જ ભોજન કરવાનો અધિકાર મળે છે.ભગવદ ગીતા માં પણ શ્રમ કર્યા વિના ભોજન ન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.મહાત્મા ગાંધીજીએ પણ શ્રમ નું ગૌરવ કર્યું હતું. સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત શ્રમયજ્ઞ કરતાં અને તમામ આશ્રમ વાસીઓને એ શ્રમયજ્ઞ માં સામેલ કરતાં હતા.

જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે.તેને લાંબા ગાળે ઘણું નુકશાન થાય છે જે વ્યક્તિ શ્રમ આધારીત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષ પામે છે. બાળકોમાં શાળાજીવન દરમિયાન જ ,શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થી ઓ પાસે વર્ગ સફાઈ,મેદાન સફાઈ, બાગ કામ વગેરે શ્રમ ની પ્રવૃતિઓ કરવામાં આવે છે.

સમાજનો શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમ થી દુર ભાગે છે આવા લોકો પરિશ્રમ વિશે આલંકારિક ભાષામાં સુંદર લેખ લખી શકે પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતાં નથી લોકો કડિયા,સુથાર,લુહાર,દરજી કે ખેડૂત ના શ્રમ ને આજે પણ હલકું કામ સમજે છે.ઓફીસ ના અધિકારીઓ અને કારકુનો ખુરશીમાં બેઠા બેઠા પોતાના કાર્યો બીજા લોકો પાસે કરાવામાં જ પોતાની મહત્તા સમજે છે.શારીરિક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. બેઠાડું જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે આવા લોકો તન અને મન થી સ્વસ્થ રહી શકતા નથી.

‘પરસેવાને પ્રબળ રસાયણ થઇ ને

સઘળે રેલાવું પડશે,

ભળે ભાગ્ય રેખા વજ્જર

સમ તેણે પણ હસાવું પડશે’

વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જુદી પરિસ્થિતિ છે. ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે. ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરે છે. ઘરકામને માટે લોકો ભાગ્યે જ નોકર-ચાકર રાખે છે. અમેરિકામાં દરેક જણ પોતાની ગાડી પોતાની જાતે જ ધૂએ છે. વિદેશમાં કોઈ કામને નાનું કે હલકું ગણવામાં આવતું નથી ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેનો રોજિંદો જીવન વ્યવહાર જ ખોરવાઈ પડે આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા લોકો હોટલમાં કપ-રકાબી ધોવાથી માંડીને શેરીઓ વાળવા સુધીના કામો પણ કરે છે. વિદેશ ગયેલો ભારતીય નાગરીક ત્યાં શારીરિક શ્રમ કરે છે, પણ એ અહીં પરત આવે ત્યારે વળી પાછો ‘શેઠ’ થઈ જાય છે.

સફળતા જીંદગીની હસ્ત રેખામાં

નથી હોતુ

ચણાયેલી ઈમારત તેના નકશામાં

નથી હોતું


પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમશાળાઓનો શ્રમનો ખૂબ મહિમા હતો. આપણા દેશના ઘણા મહાપુરુષોનુ શ્રમ વિશેષ ગૌરવ કર્યું છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઇ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, બબલભાઈ મેહતા વગેરેએ તેમના જીવનમાં સાદાઈ અને શ્રમને જ પ્રાધાન્ય આપ્યું હતું.

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શથી જ સુખી થઈ શકીએ. આથી આપણે શ્રમ કરવા માટે હરહંમેશ તત્પર રહેવું જોઈએ.

વિદ્યાર્થીની:-ભડીયાદરા તિષા વી.

ધો-વર્ગ:-7/F

---------------------------------------

સ્વચ્છતા નું મહત્વ

આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એવું સૂત્ર આપ્યું. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવાં જોઈએ. સ્નાન કરતી વખતે શરીરનાં બધાં અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણાં કપડાં પણ સ્વચ્છ હોવાં જોઈએ. સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે.

જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરનાં બારીબારણાં, ભોંયતળિયું, છત, દીવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.

ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈકામ કરતા, એમની સાથે ગાંધીજી પણ સફાઈકામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણકાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવતાં . વળી, શ્રમશિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞકાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવાં પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે, સાથેસાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેરઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે.
વિદ્યાર્થી:-ગઢિયા મંત્ર .એ .

ધો-વર્ગ:-2/B

---------------------------------------

EDUCATOR'S CORNER

Step Towards Success


ગણિતને પોતાનો ખાસ મિત્ર કેવી રીતે બનાવી શકાય?

Ø થીયરી તથા ગણિતમાં આવતી તમારા અભ્યાસક્રમને લગતી બધી જ ફોર્મ્યુલા (સૂત્રો) એક જગ્યાએ લખવા જોઈએ.

Ø ગણિતને ગેમીફીકેશનની રીતે તૈયાર કરો.

Ø ગણિત વિષયને ગેમીફીકેશનની રીતે તૈયાર કરવા માટે તમારા મિત્રો સાથે ફોર્મ્યુલાની કોમ્પીટીશન કરો. ગણિત માટેની પઝલ સોલ્વ કરો. આ કરવાથી તમે તમારા મિત્રો સાથે અભ્યાસને લગતી જ વાતો કરશો. અને પોતાના માઈન્ડને સતત અભ્યાસ માં જ પુરવેલું રાખવામાં સફળ થશો.

Ø ગણિતમાં Rotation પ્રેક્ટીસ ખુબ જ જરૂરી છે :- ગણિત વિષયને સારી રીતે તૈયાર કરવા માટે કોઈ પણ Chapter ની રીપીટેડ (વારંવાર) પ્રેક્ટીસ કરવી જરૂરી છે. ખાસ કરીને દરેક દાખલા લખીને જે તૈયાર કરવાનો આગ્રહ કરવો.

हीरे को परखना है, तो अँधेरे का इंतजार करो|”

ગણિત વિષયમાં જયારે પ્રેક્ટીસ કરો ત્યારે અથવા તો કોઈ પણ પરીક્ષાનું રીઝલ્ટ આવ્યા પછી જે દાખલા ખોટા પડ્યા છે કે જે Topic અથવા Chapter માં વધારે ભૂલો પડે છે તેનું અલગથી Book બનાવી વારંવાર Solve કરવાનો પ્રયત્ન કરવો, કોઈ પણ રીઝલ્ટ આવે Maths માં તમારું એમાં ગભરાવવાની જરૂરી નથી. પરંતુ જો ભૂલ પાડી હોય તે વસ્તુ આપણે બીજી પરીક્ષામાં જો સુધારી ના શકીએ તો જરૂરી ગભરાવવું.

Divide and learn :-

સૌ પ્રથમ Goal setting કરો. Goal બનાવો કર આપણે જે તે પરીક્ષામાં શું માર્ક લાવવા છે.ઉપરાંત આજ/રોજ આ અઠવાડિયામાં મારે કેટલા Chapter તૈયાર કરવા છે.

Chapter wise target and 50:10 cycle :-

દરરોજ નો Target બનાવવો આ જ રોજ કર્યું Chapter કરવું. ત્યારબાદ તમે જે ભણવા બેસો ત્યારે 50 મિનીટ વાંચન કરવું તથા Maths ના Sum ની Practice કરવી. ત્યાર બાદ 10 મીનીટનો બ્રેક લઇ ને જે 50 મીનીટમાં વાંચન તથા પ્રેક્ટીસકરી છે તેનું 10 મીનીટનું રીવીઝન કરવું.

Don’t change your Goal, change strategy.

જયારે પરિણામ ધાર્યા પ્રમાણે ના મળે ત્યારે, હતાશા કે નિરાશા થવાની જરૂર નથી કે વિષયથી ભાગવાની જરૂર નથી, એ ધૈર્ય રાખીને તમારે જે ભૂલો થાય છે તેનું એનાલીસીસ કરો સમય અને જે ટકલો\ઇફો તમને આવી રહી છે તેતકલીફો ને હું કેવી રીતે દૂર કરીશ? કોણ મને એ તકલીફ માંથી બહાર લાવશે? હું શું કરીશ જેથી મને મારો Goal જે બનાવ્યો છે તે મળી શકશે?

કેવલ જીદ્દી આદમી હી ઈતિહાસ રચ સકતા હૈ

ગાંધીજી જયારે આફ્રિકામાં હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસ કોચની ટીકીટ હોવા છતાં પણ તેમને અંગ્રેજો એ ટ્રેન માંથી ઉતારવા કહ્યું. ગાંધીજીએ કહ્યું કે હું નહિ ઉતરું મારી પાસે ટ્રેન ણી ફર્સ્ટ ક્લાસની ટીકીટ છે. તે અંગ્રેજોએ બળજબરીથી ટ્રેન માંથી ઉતાર્યા તેઓ ઇન્ડિયન હતા તે માટે, જયારે ગાંધીજી ટ્રેન માંથી ઉતર્યા ત્યારે એ વાક્ય બોલ્યા હતા તે વાક્યથી જ ગાંધીજીના મનમાં દેશ આઝાદ કરાવવાની ચળવળ શરૂ થઇ ઉપરાંત સમગ્ર દેશ તે ઘટના પછી ગાંધીજીના કાર્યો તથા ગાંધીજીને ઓળખતા થયા. તે વાક્ય હતું યાદ રાખજો. “આજે તમે મને ટ્રેન માંથી ઉતારી રહ્યા છો, હું મારા દેશમાં જઈને મારા સમગ્ર દેશમાં જઈને મારા સમગ્ર દેશ માંથી જ તમને (અંગ્રેજો) ને કાઢીશ.”

દોસ્તો આને જ કહેવાય જીદ, આને જ કહેવાય Goal. આપે ઉપરની Case Study માં જોયું તેમાંથી ગાંધીજી પાસેથી આપણા Goal તરફ આગળ વધવાની તથા કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય. ત્યાં સુધી સતત ને સતત જ મહેનત કરવાની પ્રેરણા મળે છે આપણને સૌને ખબર જ છે કે, દેશને આઝાદી અપાવવામાં ગાંધીજીનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે.

આ જ રીતે તમે પણ તમારા Goal ને મેળવવા માં સતતને સતત મહેનત કરતા રહો અને જીવનમાં યાદ રાખજો અને બધાને શીખવાડજો કે “પરિશ્રમ એ જ પારસમણી છે”

શિક્ષકશ્રી :-કંસારા ભીષ્મા

---------------------------------------

કચરાનું વ્યવથાપન

આજે જયારે ભારત જનસંખ્યાણી દ્રષ્ટીએવિશ્વનો સૌથી મોટો દેશ બની ગયો છે.એ જ એક ચિંતાની પૂતળી પણ ઊભી કરે છે. સમસ્યાઓ જેવી કે વધારે લોકો માટે વધુ સંસાધનો વધુ ખાદ્યસામગ્રી અને સાથે જ વધુ કચરો જે દેશની વિકાસશીલ થી વિકસિત થવાના સફળમાં જે વિધ્ન બનીને ઊભી છે અન્ય સમસ્યાઓ પ્રત્યે આપણે ધ્યાન આપી તેને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કચરાની સમસ્યાને કેમ અવગણીએ. શહેરોના કિનારે ડમ્પયાર્ડમાં બધો કચરો સડતો રહે તેને કારણે ઉત્પન્ન થતી દુર્ગંધ, સુક્ષ્મજીવો બીમારી ઉત્પન્ન કરે છે. જે મનુષ્ય જાતિના શત્રુની જેમ વધતી રહે છે. આ શત્રુને નાથવાનો રસ્તો આપણને કચરાના વ્યવસ્થાપન તરફ દોરે છે.

Ø કચરો એટલે શું?

અનુંર્ચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓને કચરો કહેવાય છે.

Ø કચરાના પ્રકાર

· લીલો કચરો

· સૂકો કચરો

· ઘન કચરો

· જોખમી કચરોØ લીલો કચરો

પૂજામાં વપરાતા ફૂલો, શાકભાજીના કચરા, ચા નો કૂચો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

Ø સુકો કચરો

કાચ, લોખંડ, પ્લાસ્ટિક, દવાખાનાનો કચરો, રાસાયણિક કચરો, કાગળ

Ø કચરાનું વ્યવસ્થાપન એટલે શું?

જેમાં દરેક કચરાને તેનું Reuse, Reduce, Recycle અને Repurpose કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને કચરાનું વ્યવસ્થાપન કહે છે.

Ø લીલા કચરાનું વ્યવસ્થાપન :

પુજાના ફૂલો, શાકભાજીના કચરા, ચા નો કુચો જેવા કચરાને એક ખાડો કરી એમાં નાખી ને તેમાં પાણી ,માટી ઉમેરી તેનું વિઘટન થવા દેવામાં આવે છે.આમ વિઘટન બાદ તેનું કુદરતી ખાતર માં રૂપાંતર થાય છે અને આ ખાતર ખેતરોમાં વાપરવાથી જમીન પણ ફળદ્રુપ થાય છે તેમાં અળસિયા નાખી વર્મીકમ્પોસ્ટ બનાવાય છે જે જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે. આમ, લીલા કચરાનું વ્યવસ્થાપન કરી શકાય છે


.

Ø સુકા કચરાનું વ્યવસ્થાપન :

1. કાગળ :

ટીકીટ ,નોટબૂક ,ન્યુઝપેપર વગેરેમાં વપરાતા કાગળને જો ભંગારમાં આપીએ તો તેના પર પ્રક્રિયા કરી તેનો માવો બનાવવામાં આવે છે.અને આ માવાનો પાછો ઉપયોગ કરી નવા કાગળ બનાવવામાં આવે છે.

2. કાચ:

કાચની બોટલો,કાચના ટુકડા આ દરેક કાચને મોટી ભઠ્ઠીમાં પીગાળવામાં આવે છે. અને આ પીગાળેલ કાચને બીબામાં નાખી તેને નવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.

3. લોખંડ :

TNS વિક્રાંતનું જહાજ જયારે સૈન્ય સેવા માંથી નિષ્ક્રિય થયું ત્યાર બાદ તેના ધાતુ માંથી Bayay – V ણી બીકનું ઉત્પાદન કર્યું આજ રીતે ગુજરાત ખાતે આવેલ અલંગમાં આવા ઘણા બધા જહાજોને તોડી તેમાંથી ધાતુની અલગ – અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે.

4. પ્લાસ્ટિક :

સૌથી વધારે કચરો અને નુકશાનકારક તેમજ પ્રદુષણ ફેલાવતુ વસ્તુ એટલે કે પ્લાસ્ટિક.

પ્લાસ્ટિકનો સૌથી સારો ઉપયોગ પ્રોફેસર રાજગોપાલન વાસુદેવને કર્યો હતો. જેમણે પ્લાસ્ટિક માંથી પ્લાસ્ટિક શેડ બનાવ્યા હતા. આથી તે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે.

શિક્ષકશ્રી :-ઢીમ્મર પૃથ્વીબેન

---------------------------------------

PARENT'S CORNER

જીવનમાં શિક્ષણ નું મહત્વ

Ø શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધ પ્રાપ્ત કરેલ વ્યક્તિ આગળ નીકળી જાય છે. શિક્ષણ વિનાનું જીવન પાંગળું બની જાય છે. નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા શિક્ષણ ખુબ જ જરૂરી છે. સરકાર પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને શિક્ષણનું મહત્વ સમજાવે છે.

Ø શિક્ષણએ આપણું ઉજ્વળ ભવિષ્ય છે. સારા અને યોગ્ય શિક્ષણ આપણા ભવિષ્યને આકાર આપવા અને વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં અને કુટુંબ અને સમાજમાં માન્યતા અને આદર મેળવવા માટે મદદ કરે છે. આપણે કહી શકીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક ભાગ છે. આપણે કોઈ પણ કિમતે આપણા જીવનમાં શિક્ષણના મહત્વને અવગણી શકીએ નહિ

Ø આપણે સમાજમાં સતત જોતા હોઈએ છીએ કે ઘણા સામાજિક મુદ્દાઓ ફક્ત યોગ્ય શિક્ષણના અભાવને લીધે બનાવવામાં આવી રહ્યા છે. સામાજિક મુદ્દાઓ જેમ કે :-અસામનતા, લિંગ અસમાનતા, ધાર્મિક ભેદભાવ અને અન્ય ઘણી સમસ્યાઓ ફક્ત આપણા જીવનમાં શિક્ષણના અભાવને કારણે છે. યોગ્ય શિક્ષણ આપણા રોજીંદા જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ધોરણોને જાળવવામાં મદદ કરે છે. આપણા બધાના ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષણ આવશ્યક સાધન છે.


વાલીશ્રી :-ભાખર હેતલબેન

---------------------------------------

જીવન અને શિક્ષણ

ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું મહત્વ વૈદિક કાળથી જ છે. આપને ત્યાં નાલંદા , તક્ષશિલા જેવી વિદ્યાપીઠો હતી. જેમાં સમગ્ર વિશ્વને જીવનની રાહ બતાવે છે. તેમાં ચાણક્ય , વરાહ મિહિર , મહર્ષિ શ્રુશ્રુત , મહર્ષિ ચરક વગેરે જેવા મહા માનવોનું નિર્માણ થયું છે.

શિક્ષણ એ ખુબ જ ઉપયોગી અને મુલ્યવાન પ્રક્રિયા છે.યુગોથી માનવજાત શિક્ષણ નું મહત્વ સ્વીકાર્યું છે. સભ્ય સમાજની તે અનિવાર્ય જરૂરીયાત છે. શિક્ષણ એ માનવના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે.માં-બાપ બાળકને જન્મ આપે છે એટલે કે ભૌતિક શરીર આપે છે. પરંતુ તેને જીવન જીવવા માટે નું ઘ્યાન તો શિક્ષણ થી જ મળે છે. હાલમાં જોઈએ તો પહેલાના સમયમાં વાંચતા લખતા ન આવડતું હોય તો તેને અભણ ઘ્ન્વામાં આવતા હતા . પરંતુ હાલના સમયમાં શિક્ષણ અને ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે જેને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ ન કર્યો હોય તેની હાલત અભણ જેવી જ છે.

શિક્ષણથી માનવને 3H એટલે કે Hand , Head , Heart ની કેળવણી મળે છે અને શિક્ષણને ત્રીજી આંખ \ પણ કહી છે. તથા સાચું શિક્ષણ તો તેને જ કહી શકાય જે વ્યક્તિને પગભર બનાવે છે એટલે કે રોજગાર ઉભી કરે તેથી આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે...

સા વિદ્યા ય વિમુક્તય “ – સાચી વિદ્યા તે જ છે જે વ્યક્તિને મુક્ત કરે નહિ કે બંધન માં રાખે.

આપણા માટે જેટલું શિક્ષણ જરૂરી છે એટલો જ શિક્ષક પણ જરૂરી છે.

શિક્ષક અને શિક્ષણની શક્તિનો પરિચય ધરાવતા ચાણક્યે કહ્યું હતું કે “ શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહિ હોતા સર્જન ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ “ સંત-મહંતો એ ઉપદેશકો અને સમાજ સુધારકો મળીને વર્ષોની જહમત પછી પણ કાર્ય નથી કરી શકતા તે કાર્ય એક શિક્ષક સહેજ્વારમાં કરી શકે છે.

બસ એટલું જ જણાવીશ કે આપના જીવનમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે જો આપના બાળકને શિક્ષણ મળશે તો એ તેના જીવન માં આગળ વધી શકશે.


વાલીશ્રી :-ચોડવડિયા એકતાબેન


---------------------------------------

BOOKWORM'S DAIRY

--------------------------------------------------------

CONNECT US.....
714 views0 comments
bottom of page