top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER JULY- 2022








શ્રી ચુનીભાઈ ગજેરા

મેનેજીંગ ટ્રસ્ટી શ્રી,

ગજેરા ટ્રસ્ટ

આત્મવિશ્વાસની બધી પ્રક્રિયા જો નિષ્ઠાપૂર્વક રીતે પૂરી કરવામાં આવે છે તો આત્મવિશ્વાસ એ આપણે આત્મશક્તિ બની જાય છે. આત્મશક્તિ એ એવી શક્તિ છે કે જે જીવન જીવવાની અને સફળતા મેળવવાની મૂળભૂત શક્તિ છે. આત્મવિશ્વાસ જ મહાન વ્યક્તિઓમાં મહાનતા નું સર્જન કરે છે. ખીલેલા ફુલ જેવા, પડતા ધોધ જેવા, ગર્જના કરતા સિંહ જેવા, આકાશમાં ઉડતા પંખી જેવા માણસો તમે જોયા હશે, આવા માણસોનો મૂળ આત્મવિશ્વાસ છે.

અ 'શક્ય' શબ્દમાં 'શક્ય' શબ્દ છુપાયેલો છે. તરવરીયા તરુણો અને જુસ્સાથી જાગૃત યુવાનો આ દેશની ઉજજવળ આશા છે. શિક્ષણ પ્રશિક્ષણ અને કૌશલ્ય નિર્માણ થકી એમના મનોબળનું આકાશ વિસ્તરી રહ્યું છે. કારકિર્દી અને કલદાર એમનામાં આત્મવિશ્વાસનો આવિર્ભાવ થાય ત્યારે મનોબળ એમના માટે મોંઘેરી મૂડી બને એ સમયનો તકાદો છે.

આત્મવિશ્વાસ ઘણી પરીક્ષામાંથી પસાર થયા પછી જ આપણને વરે છે. એવી એક પરીક્ષા એટલે આત્મનિરીક્ષણ એટલે આપણું પોતાનું નિરીક્ષણ. આત્મનિરીક્ષણ માંથી જ આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આપણે આપણું નિરીક્ષણ કરતા રહીએ તો એમાંથી સાચી ખોટી બાબતોનું જ્ઞાન પ્રગટ થાય છે જે આપણા આત્મવિશ્વાસ માટે મહત્વની ભૂમિકા રચે છે. કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે પણ એ માટે આપણો આત્મવિશ્વાસો ખૂબ જ જરૂરી છે. ઘણા હેન્ડીકેપ ખેલાડી સ્પર્ધામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય છે કેમ કે તેનામાં આત્મવિશ્વાસ છે. આથી જ દરેક વિદ્યાર્થી પોતાનામાં આત્મવિશ્વાસ રાખી પોતાનામાં રહેલી કળા, સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં ધ્યાન લગાવશે તો સો ટકા સારું જ પરિણામ આવશે.

તમામ વિદ્યાર્થી અને વાલીઓ માટે મારા તરફથી શ્રાવણ મહિનાની શુભકામના





સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “શિક્ષણ માટેની માહિતી અને જ્ઞાન નો જથ્થો નથી કે જેને તમે તમારા મગજમાં સંગ્રહી રાખ્યું હોય અને ત્યાં તે આજીવન અપાચ્ય રહી ધમાલ મચાવ્યા કરે. આપણે જીવન ઘડતર કરનાર મનુષ્ય બનાવનાર, ચારિત્ર્ય બનાવનાર વિચારોને આત્મસાત કરવા જ જોઈએ. જો તમે પાંચ વિચારો પચાવ્યા હોય અને તેને ચારિત્ર્ય અને જીવન બનાવ્યા હોય, તો જેણે આખી લાયબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમારી પાસે શિક્ષણ છે. આપણને એવા શિક્ષણની જરૂર છે કે જેને કારણે ચારિત્ર્ય ઘડાય, બળ વધે, બુદ્ધિ વિશાળ થાય અને જેના કારણે વ્યક્તિ પોતાના પગ પર ઊભી રહી શકે.”

કોઈપણ કારણસર આપણે પુસ્તકિયા જ્ઞાનને શિક્ષણ માની લીધું છે. માતા-પિતાથી માંડીને નહીં શિક્ષકો સુધી બધાનું ધ્યાન કેવળ પુસ્તકિયા જ્ઞાન તરફ વધારે ઢળતું રહ્યું છે. જો બાળક જીવનના વિજ્ઞાનને જ ન સમજે તો પછી વિજ્ઞાન જાણીને શું કરશે.? આપણે બાળકોને ઇતિહાસ વાંચતા ને યાદ કરતા શીખવીએ છીએ, પણ આપણે તેમને ઇતિહાસ સર્જતા નથી શીખવતા. બાળક પોતાની પહેલી, બીજી અને ત્રીજી ભાષાને શું કરશે, જો તેની વાતચીત કરવાની કળાનો વિકાસ નહી થાયો હોય?

મારી વાતમાં ગેરસમજ ન કરતાં. મારો કહેવાનો અર્થ એ નથી કે પુસ્તકિયું જ્ઞાન મહત્વ નથી ધરાવતું. હું તો એ બાબત પર ભાર મુકવા માગું છું કે કેવળ પુસ્તકીયું જ્ઞાન જ પૂર્ણ શિક્ષણ નથી. તે બાળકનો વિકાસ નો એક ભાગ છે, નહીં કે એકમાત્ર ભાગ. તે જીવનમાં ચોક્કસ મદદ કરશે, પણ માત્ર પુસ્તકીયું જ્ઞાન એ જ જીવન નથી. જીવનમાં બીજું ઘણું છે. એ જરૂરી નથી કે દરેક બાબતમાં પ્રથમ નંબર આવનાર નો જીવનમાં પણ પ્રથમ નંબર આવે જ. એ જ રીતે છેલ્લે બાંકડે બેસનારા પણ કંઈ જીવનમાં છેલ્લે રહેતા નથી. હકીકતે, આપણે જોઈએ છીએ કે ૯૮% ગુણ મેળવનાર વ્યક્તિ સાધારણ સમજ ધરાવતો હોય છે અને તે જીવનભર જીવનની પૂરેપૂરી સમજ ધરાવતા ૭૨% ગુણ મેળવનારનાં હાથ નીચે કામ કરતો હોય છે.


સંબંધો જીવનના તાણાવાણા છે. સારી વાતચીત જ સંબંધોનો પ્રાણ છે. સફળતા એટલે નેતૃત્વ- તમે કાં તો દોરશો અથવા તો દોરાશો .જ્યાં તમે કામ કરો છો તમારું ભવિષ્ય નક્કી થાય છે. એટલે, મૂળે તો, સમય- સંચાલનકળા જ જીવન- સંચાલનકળા કરે છે તમે કાં તો આધારિત થઈ શકો છો અથવા તો આધાર બની શકો છો. અને તે તમારી પોતાની છબી પર આધારિત છે. એક દુઃખદ બાબતે જગ્યાએ જણાવેલ કોઇ પણ જીવન જરૂરી બાબતો ને આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ પણ સ્થાન આપવામાં આવ્યું નથી એટલે માતા-પિતા શિક્ષકો અને બાળકોના ભવિષ્યને બીજા વડીલો ,મહેરબાની કરીને આપણે બાળકોને માત્ર પાઠ્યક્રમમાં પૂરી ન રાખીએ. તેમને જીવન જીવતાં પણ શીખવીએ. અલબત, પુસ્તકોનું મહત્વ પણ તેમને સમજાવીએ. આપણે માત્ર તેમના માર્ક્સ જ ન ગણીએ, પણ તેમના જીવનની ગણના કરીએ.

ભાવિષા સોલંકી,

આચાર્યાશ્રી, ગજેરા વિદ્યાભવન,

કતારગામ







કૃષ્ણ ચરિત્ર માં ગોવર્ધન ગિરધારી ની કથા છે. ગોકુળમાં ઈન્દ્રની પૂજા કરવાનો રિવાજ હતો .કનૈયાએ સ્વર્ગમાં બેઠેલા યંત્રની પૂજા કરવા કરતાં જેમાં આખું ગોકુળ વસે છે, જ્યાં ગાયો ચરવા જાય છે, જે વાદળ રોકીને વરસાદ લવાય છે,તેવા ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરી. ઇન્દ્ર કોપાયમાન થયા તેમણે વાદળોને ગોકુળ પર વરસી પડવાનો આદેશ આપ્યો. મુશળધાર વરસાદમાં આખું ગામ ઢોરોઢાખર તણાઈ જવાનો ભય ઊભો થયો .

ચારેબાજુ જળબંબાકાર થવા માંડ્યું. નદી-નાળા છલકાઈ ગયા ત્યારે કૃષ્ણે સૌને લાઠી-કાંઠી લાવવા કહ્યું અને પર્વત ની ફરતે સૌ ગોઠવાઈ ગયા ગ્રામજનોની લાકડી અને કૃષ્ણની આંગળીથી આખો પર્વત ઊચકાયો ઇન્દ્ર સતત ગોવર્ધન પર વર્ષા કરી. પણ કોઈ ડગ્યા નહીં સૌનું રક્ષણ ણ થયું છેલ્લે થાકીને ઇન્દ્રએ બધા વાદળોને સમેટી લીધા. તના ઇતિહાસમાં સહકાર નું સૌથી જૂનું ઉદાહરણ છે તો આપણે આ ઉદાહરણ અનુસાર વિદ્યાર્થી મિત્રો આપણા સૌના માં પણ સાથ સહકાર અને એકબીજાની સાથે હળી-મળીને રહેવાની ભાવના વિકસાવવી જોઈએ. બધાએ એકબીજા સાથે હંમેશા હળી મળીને રહેવું જોઈએ

વિદ્યાર્થીમિત્રો, વળતરની આશા થી માણસ કાર્ય કરે છે અને મોટા સપના સાકાર થાય તે તો વ્યવહારિક ગણાય. પરંતુ એક મૂલ્ય તરીકે સહકાર નો વિચાર કરીએ તો કોઈ પણ સ્વાર્થ વગર કેવળ સારા ઉદ્દેશની પૂર્તિ માટે નિસ્વાર્થ ભાવના થી જે સહયોગ થાય તેને ખરેખર સહકાર કહી શકાય .કોઈ પ્રસિધ્ધિની લાલસા વગર શુદ્ધ સમર્પણ ભાવ સાથે કામ થાય છે. રામસેતુ ના કાર્યમાં પણ આપ સૌ જાણો છો. તેમ ભક્તિભાવથી ખિસકોલીએ કરેલા કાર્ય સહકાર નું ઉદાહરણ છે .

"કરીએ તો પુરસ્કાર અને નહી કરે તો તિરસ્કાર નહીં "

કોઈ જબરદસ્તી નહી હોય કે લાલચ નહીં એવો ભાવ હોવો જોઈએ. કોઈ કાયદો નથી છતાં પવિત્ર મંગળ પ્રેરણાથી આપણે જે એકબીજા સાથે હળીમળીને રહીએ તે જ સાચો સહકાર.

મનીષા ગુજરાથી

ઉપચાર્યા શ્રી, ગજેરા વિદ્યાભવન,

કતારગામ




ડોક્ટર રીતે કદી ના આથમતો સુરજ.ડોક્ટર એક એવો શબ્દ છે જે આપણા જીવનનો જ એક ભાગ બની ગયો છે. કંઈપણ દર્દ હોય કે બીમારી, તે સમયે એક જ વ્યક્તિ યાદ આવે છે, એ છે ડોક્ટર

ભારતના માં દર વર્ષે ૧ જુલાઈ ને ડૉ.બિધાન ચંદ્રરોય ની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડોકટર દિવસ તરીકે માનવામાં આવે છે, ૪ ફેબ્રુઆરી ૧૯૬૧ના રોજ તેમને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ.રોયનું માનવું હતું કે જ્યાં સુધી લોકો તન અને મનથી સ્વસ્થ અને મજબૂત નહીં હોય ત્યાં સુધી સ્વરાજ એક સ્વપ્ન બની જ રહેશે.


जीवन से प्यार करना एक डोक्टर ही सिखा देते है|


ડોકટર નું આપણા જીવનમાં એક અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વાર્થ સેવાનું અને તેમની સામાજિક જવાબદારીઓને સમજીએ તો જ આ દિવસની ઉજવણી સાર્થક બનશે,” ડોકટર એક મિત્ર કે જેની સામે વ્યક્તિ મન મોકળું કરી વાતો કરી શકે. એક મલમ કે જે દરેક ઘાવને રાહત આપે છે.”!!



“સારા અક્ષર હંમેશા શ્રેષ્ઠ લક્ષ્ય તરફ દોરી જાય છે”


અક્ષર એ માનવીનો અરીસો છે. અક્ષર પરથી જ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ થાય છે. અક્ષર મરોડના આધારે, વ્યક્તિની સારી અને ખરાબ છાપ ઊભી થાય છે. અક્ષરનું માનવીના જીવનમાં ઘણું મહતવ છે. અક્ષર એ જ્ઞાનનું ઘરેણું છે. જો અક્ષર ખરાબ હોય તો બાળપણમાં નહીં પણ મોટા થઈને લઘુતાગ્રંથીથીપીડાય છે.

“ખરાબ અક્ષર એ અધૂરીકેળવણીનીનિશાની છે,

“સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે”


આમ તેમના આ વિચારોને અનુરૂપ ગજેરા વિદ્યાભવનના ભૂલકાઓ પણ સુલેખન દ્વારા પોતાની ભાષા શુદ્ધિ અને અક્ષરોની સુંદરતાને સ્પર્ધાના માધ્યમ દ્વારા નિરૂપણ કરી હતી,

ધોરણ ૧ થી ૪માં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ પાસ થયો પાઠ્યપુસ્તકના એક ફકરાનું એકાગ્રતાપૂર્વક લેખન કર્યું હતું. નિર્ણાયકશ્રી એ નિરીક્ષણ કર્યા બાદ બાળકોને નંબર આપી પ્રોત્સાહિત કર્યા હતા.





પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે. આ નુકશાન અટકાવવા માટે ઘણા દેશોની સરકારે પ્રયત્નો કર્યા છે. પરંતુ આ પ્રયત્નો પૂરતા નથી.

લોકોએ સ્વૈચ્છિક રીતે આગળ આવી પ્લાસ્ટિક બેગ સહિતની વસ્તુઓ નો ઉપયોગ ટાળવો પડશે. વર્લ્ડ પેપર બેગ ડે( WORLD PAPER BAG DAY) પણ આ હેતુ સાથે જ મનાવવામાં આવે છે. દર વર્ષે ૧૨ મી જુલાઇએ ઉજવાતા આ દિવસથી લોકોને શોપિંગ સહિતના કામમાં પ્લાસ્ટિક બેગ ના સ્થાને પેપરબેગનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.



શાળામાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ થતા નુકસાન પ્રત્યે જાગૃત થાય અને પેપરબેગનો ઉપયોગ કરતા થાય તે માટે ગજેરા વિદ્યાભવન માં ક્રાફ્ટ ક્લબમાં પેપરબેગ બનાવવામાં આવી. હતી જેમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક અવનવી પેપર બેગ બનાવી હતી

“GO GREEN,PLASTIC IS OBSCENE!





May Guru’s blessing

Always shower on you

Wish you a very

HAPPY GURU PURNIMA

ગુરુ’ શબ્દનો અર્થ ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે દૂર કરનાર ગુરુ એટલે અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે, તો ગુરુ આપણને જ્ઞાન આપે છે. જીવનના લપસણા પ્રવાહો વચ્ચે પણજે સ્થિર રહે તે ‘ગુરુ’.



ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ ને પ્રાધાન્ય આપી વિદ્યાર્થીઓમાં ગુરુની શ્રેષ્ઠતાનું નિર્માણ કરવા ગજેરા વિદ્યાભવન માં તારીખ 13/7/2022ને બુધવારના રોજ ધોરણ-૧ અને ધોરણ-૨ માં શ્લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના-નાના ભૂલકાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક શ્લોકપઠન કર્યું હતું. તેમજ ધોરણ૩ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. આ નાટકમાં પ્રાચીનયુગ અને આધુનિકયુગમાં ગુરૂનુ મહત્વ શું છે? વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ નું કેવું સન્માન કરવામાં આવે છે. તથા રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે રીતે રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ પૂર્વક ભાગ લઇ નાટકને જીવંત બનાવ્યું હતું.



આજના યુગમાં દરેક બાળક એ ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય છે. આજનો દરેક બાળક ખાસ હોય છે. ઈશ્વરે તેમને અદ્ભુત આવડત બક્ષી છે, અને આવડતના લીધે જ બાળકો હંમેશા બધાના પ્રિય હોય છે.

ખરેખર! આજનો આ કાર્યક્રમ જોઈ ને એટલું તો સમજાયું હતું કે વાર્તા એ સદીઓથી ચાલતી આવતી પરંપરા છે, ખરેખર તો વાર્તાએ ભારતીય સંસ્કૃતિની નો છુપો ખજાનો છે, અને એટલે પહેલાના સમયમાં દાદા-દાદી કે નાના-નાની દ્વારા બાળકોને સુતા પહેલા વાર્તા કહેવામાં આવતી હશે. તેથી જ કોઈકે યોગ્ય કહ્યું છે કે.....


બસ આ જ સુંદર વિચાર સાથે ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ધોરણ -૧ અને ધોરણ-૨ માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે સુંદર મજાની બાળ-વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓ એ તેમની મીઠી મધુરી ભાષામાં પ્રકૃતિને અનુરૂપ વાર્તા મુજબ સુંદર વેશભૂષા સાથે પોતાની વાર્તાની અતિસુંદર રજૂઆત કરી બધાના દિલ જીતી લીધા હતા. ખરેખર આ સમયનો ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ ખૂબ જ આનંદ માણ્યો હતો.



સમગ્ર દેશમાં દર વર્ષે ૨૬મી જુલાઇએ કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. 1999માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધના વિજય દિવસને કારગીલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.


કારગીલ વિજય દિવસ નિમિત્તે ૨૬મી જુલાઈ ૨૦૨૨ના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રામા તેમજ ડાન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કારગિલ યુદ્ધ, ઇન્ડિયન એરફોર્સ પાઈલટ- ગુંજન સક્સેના સંઘર્ષ અને વીરતાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત દેશના સાચા હીરો વિક્રમ બત્રા જેવા વીરોને આજના દિવસે યાદ કરવામાં આવ્યા હતા. આ ડ્રામા-ડાન્સમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.




આપણા જીવનમાં ઘણી વસ્તુઓ નું મહત્વ છે. જેમાંથી એક આપણું પર્યાવરણ છે, જળ, જંગલ, જમીન જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જીવન ટકી રહેશે. તેથી પ્રકૃતિ પ્રત્યેની જાગરૂકતા હેતુથી દર વર્ષે આપણા દેશમાં 28 જુલાઇએ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ મનાવવામાં આવે છે

પ્રકૃતિ એટલે આપણું જીવન. અને પ્રકૃતિમાં વરસાદએ તેનું અભિન્ન અંગ છે. જો વરસાદ ન વરસે તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ન શકે, અને વરસાદ હોય તોજ સજીવ સૃષ્ટિ ટકી શકે છે. એટલે જ પ્રકૃતિનો પાયો વરસાદને જ ગણી શકાય. પહેલાના સમયમાં લોકો ઢૂંઢિયા બાપજીને લઈને નીકળતા અને વરસાદના ગીતો ગાઈને વર્ષાને ના આમંત્રણ આપતા હતા, તે રીવાજ પણ જળવાઈ રહે.


અને બાળકો પ્રકૃતિ એટલે કે વર્ષા નું મહત્વ સમજે તે માટે અમારી શાળાના ધોરણ-૧ અને ૨ નાં અંદાજે ૨૦ વિદ્યાર્થીઓએ બાળવાર્તા સ્પર્ધા માં ભાગ લીધો હતો, તેમજ ધોરણ ૩ થી 5 નાં આશરે ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ માં ‘વર્ષાગીત’ સ્પર્ધામાં અને ધોરણ-૬ અને ૭ નાં ૨૫ જેટલા બાળકોએ ‘લોકગીત’ રજુ કરી સૌના મન મોહી લીધા હતા.



લોકસાહિત્યમાં જેટલું મહત્વ શબ્દને અપાયું છે, તેટલું જ ક્યારેક તો શબ્દ થી પણ વધારે મહત્વ સંગીતને અપાયું છે. સ્વર સાથે નો શબ્દ તે જ લોક વાંગ્મ્ય , ઉચ્ચારતો લયબદ્ધ શબ્દ એ જ લોકસાહિત્ય. જેમાં શબ્દ, સૂર અને તાલમળે એટલે ભાવ ઉત્પન્ન થાય. લોક જીવનના દરેક ક્ષેત્રમાં માનવીએસંગીતનો સહારો લીધો છે. લોકસંસ્કૃતિને ,લોક જીવનને સુમધુર કરનાર તત્વો હોય તો તે છે લોકસંગીત. લોકસંગીત નો ઉદ્ભવ જ માનવ સંવેદનાઓના ઉદ્ભવ સાથે થયો છે. જ્યારે આદિમાનવ એ પોતાના હૃદયના ભાવોને વ્યક્ત કરવા સુર નો સહારો લીધો ત્યારે સ્વયંભૂ સ્વર,લય તાલ અને શબ્દાવલીનુંસહજ રીતે જ અવતરણ થયું અને તેમાંથી પ્રગટથયુ લોકસંગીત.

ઉપરોક્ત પરિસ્થિતી વધુન કણસે તેમજ વિદ્યાર્થીઓ ‘લોકગીત’ ને સમજે એ ઉદેશ્યથી ગજેરા વિદ્યાભવનમાં (ગુજરાતી માધ્યમમાં) ધોરણ ૬ અને ૭ના વિદ્યાર્થીઓ માટે ‘લોકગીત’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. તેમાં ઘણા ખરા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.





સારી વ્યવસ્થાપન જળવાય તે માટે પ્રતિનિધિ મંડળ હોવું જરૂરી છે. પ્રતિનિધિનું મહત્વ આપણા સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. એક સફળ પ્રતિનિધિ રાષ્ટ્રનું પણ સંચાલન વ્યવસ્થિત કરી શકે છે. તેનો પાયો બાળપણથી જ નાખવો રહ્યો

શાળા દ્વારા આપવામાં આવેલ આ જવાબદારી નો મુખ્ય હેતુ બાળકોમાં વિવિધ કૌશલ્ય અને કળાનો વિકાસ કરવાનો છે. આ જવાબદારી દ્વારા બાળકોમાં નેતૃત્વ, સંચાલન અને સંકલન, શિસ્તબદ્ધતા વગેરે કળાનો સંચાર થાય અને શાળાના અભ્યાસ પછી પણ આ કળા તેમના જીવનમાં ઉપયોગી નીવડે તે હેતુ થી વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી હતી. આ સમારોહમાં માટે બાળકોને પૂરું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સમારોહમાં વાલીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.


શાળા દ્વારા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને પોલીસ હેડ ક્વાર્ટર એ.સી.પી,શ્રી એમ.કે રાણા સાહેબ ,દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડનાં આઈ.પી શ્રી સી.કે.ચૌધરી સાહેબ, .આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ ડૉ.પ્રતિભા વોરા, રાઠોડ સાહેબ તેમજ શાળાનાટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા, જયેશભાઈ પટેલ, ગુલાબમેમ તેમજ અન્ય વિભાગના આચાર્યશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક પ્રતિનિધીએ પોતાને સોપવામાં આવેલ હોદ્દાનો કાર્યભાર નિષ્ઠાપૂર્વક નિભાવી સમગ્ર વર્ષ દરમ્યાન શાળાની કામગીરીની જવાબદારી તટસ્થતાપૂર્વક નિભાવી સંકલન કરવાના શપથ લીધા હતા.



શિક્ષક નું મહત્વ


શિક્ષકોની ભૂમિકા જ્ઞાન આપવાનું છે. અને વિદ્યાર્થીઓ નું કાર્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. શિક્ષણ શિક્ષક કેન્દ્રિત છે. જ્યારે વિદ્યાર્થી સ્વયં જ્ઞાન નું સર્જન કરે છે. કરે છે. જ્ઞાન પ્રદાતા નીચેના કાર્ય કરે છે.

વિદ્યાર્થીઓને ભણતર સક્રિય કરવા

  • શિક્ષણને વિદ્યાર્થીઓના રોજિંદા અનુભવો સાથે જોડવા માટે.

  • વિદ્યાર્થી-શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આંતર સંબંધ સુધારવા.

  • વિદ્યાર્થીઓને જ્ઞાન સર્જકોમાં પરિવર્તિત કરવા

  • વિવિધ શીખવાની પરિસ્થિતિઓ પ્રદાન કરવી

  • બધા બાળકો શીખવાની પ્રક્રિયામાં સામેલ છે તેની ખાતરી કરવી.

  • વિદ્યાર્થીઓને ભાગ લેવા અને અન્ય લોકો પાસેથી શીખવા અને ચર્ચા કરવા પ્રોત્સાહિત કરવા

શિક્ષકોએ વિદ્યાર્થીઓના પ્રશ્નો સમજાવવા જોઈએ અને ઘટનાઓનું અવલોકન કરવામાં મદદરૂપ ભૂમિકા ભજવવી જોઈએ. બાળકોમાં આંતરદ્રષ્ટિ વિકસાવવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે


__________________________________________________________________________________



શિક્ષણનું મહત્વ

  • એક વિદ્યાર્થી તરીકે શિક્ષણનું મહત્વ.

  • શિક્ષણ થી અમને અવનવું જાણવા મળે છે.

  • શિક્ષણથી હું ઊંડાણ પૂર્વક તર્ક કરી શકું છું.

  • શિક્ષણ મેળવવાથી જ અમે માતા-પિતા, તેમજ શિક્ષકો પ્રત્યે આદર આપતા શીખ્યા છીએ.

  • શિક્ષણ ને કારણે જે વિદ્યાર્થીઓમાં સમય પાલન જેવી શિસ્તના ગુણોનો વોકાશ થયો છે.

  • શિક્ષણને લીધે જ બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.

આથી શિક્ષણનું મહત્વ જીવનમાં હોવું ખુબજ જરૂરી છે.

જય હિન્દ



શિસ્ત એટલે નિયમ અનુસારના વિવિધપૂર્વકના વાણી અને વર્તન. પ્રકૃતિના તમામ તત્વોમાં શિસ્તના દર્શન થાય છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને નક્ષત્રો તેમની શિસ્ત માં રહે છે. પ્રકૃતિનો સમગ્ર વ્યવહાર શિસ્તબદ્ધ રીતે ચાલ્યા કરે છે.આપણા રોજિંદા વ્યવહારમાં પણ શિસ્ત અનિવાર્ય છે. તેમાં પણ શાળા-કોલેજો, કચેરીઓ, લશ્કર, પુસ્તકાલયો, રેલવે સ્ટેશનો વગેરે ક્ષેત્રોમાં શિસ્તનું ઘણું મહત્વ છે શિસ્ત વિના શાળા ચાલી ન શકે,શિસ્ત વિના લશ્કર નભી ન શકે.શિસ્ત ન હોય તો દેશની સલામતી જોખમમાં મુકાઈ જાય. જે દેશની પ્રજા શિસ્તબદ્ધ છે, તે પ્રજાએ ખૂબ ખૂબ જ પ્રગતિ કરી છે. શિસ્ત વિનાનું જીવન સુકાન વિનાની નાવ જેવું છે. જ્યાં શિસ્તનો અભાવ હોય ત્યાં અનેક સમસ્યાઓ સર્જાય છે. શાળાઓમાં હાજરી અને અભ્યાસની બાબતમાં વિદ્યાર્થીઓ અનિયમિત રહે, ઘોંઘાટ કે ધમાલ કરે એવા બનાવો તેમની ગેર શિસ્તને કારણે જ બને છે. જ્યાં સ્વયંશિસ્ત જળવાતી ન હોય, ત્યાં ફરજિયાત શિસ્ત લાદવી પડે છે.

શિસ્તને સવ્યવહાર, વિવેક અને વિનય સાથે ગાઢ સંબંધ છે. આથી આપણે શિસ્તબદ્ધ આચરણ કરીને આપણી શાળા, સમાજ અને દેશનું ગૌરવ વધારીએ.

__________________________________________________________________________________


“શિક્ષણ નું વાવેતર કરતુ ખેતર એટલે શાળા”



“Dear students open your ear this year”

અભ્યાસએ વ્યક્તિના જીવનનું પાયાનું ચણતર છે. શિક્ષણ ઉપર જ સંસ્કારિતા ની ઈમારત ઉભી થાય છે. શિક્ષણ ની સાચવેલ ક્ષણ- ક્ષણ આવનારી પળ-પળને સાચવનારી હશે. શિક્ષણ જ આવનારા વર્ષોમાં બાળકને સ્થિરતા બક્ષવાનું કામ કરશે. “success is a decision not a gift

શિક્ષકને જન્મકાળ થી જોએ તો “જન્મ અને મરણ “ વચ્ચેનો શીક્ષન્કાલ દરમ્યાન તેમને સતત કાર્યશીલ રહેવું પડે, કારણકે વર્તમાન સમયના શિક્ષણમાં આવેલ આમોલ પરિવર્તન કે જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણવિદો આવનારા દિવસોમાં સ્મરણ કરતા રહે. શિક્ષકની

1.DEAR ( આભ્યાસને વહાલ કરો)

Dear means --> Dear +Ear + દીકરાઓ પ્રેમ થી સાંભળો..“success is a decision not a gift

વ્હાલાં બાળકો આપ માતા-પિતા ના શિક્ષકોના પ્રિય છો આવતીકાલના ભારતનું ભવિષ્ય છો તેથી આપ તો અમારા DEAR કહેવાય.

“ The road to success is always under contortion”

2.Near (બંને કને સાંભળો)

Near means --> Near +Ear નજીકના છો માટે સાંભળો.

આપના અભ્યાસના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સિદ્ધ કરી શકાય તેવો લક્ષ્યાંક રસ્તો નક્કી કરો. સમયાંતરે આપે શિક્ષક ના લક્ષ્યાંકનેસિદ્ધ કરવા કરેલા પ્રયત્નોનું માપન કરતા જાવ, તમે પ્રગતિના પંથે છો કે કેમ નક્કી કરતા જાવ .

જો કચાશ દેખાય તો નિદાનાત્મક ઉપચાર શોધી અમલમાં મુકો. સફળતાનો દ્વાર આપોઆપ ખુલી જશે.

“The journey of thousand mils begging with a single step”

“સારું કાર્ય કરવાનું પ્રથમ સોપાન જ તમારા માટે કાયમી રસ્તો બની જશે”

3. Fear (ભય ને દુર રાખો)

Fear means --> free + Ear

“એકવાર અભ્યાસ રૂપી ભય પ્રવેશી જશે તો પરીક્ષારૂપી સરહદ પર આપ વિશ્વાસ પૂર્વક લડાઈ લડી શકશો નહિ”

4. Tear (આંસુ ન વહેવા દો)

Tear means --->Teacher +ear ( શિક્ષકનું કહેલું સાંભળો)

“If eyes are windows of the soul, then tears are heavens rain”

આપના શિક્ષકો, વાલીઓ, મિત્રો વારંવાર સલાહ સૂચનો આપતા હશે. પરંતુ આપ વ્યથિત ન થાઓ, આપના ભલા માટે જ આપને ટોકતા હશે, જે આપને આવતીકાલના ભવિષ્ય ઘડતર માટે ખુબજ ઉપયોગી અને સાર્થક સાબિત થશે.

5. Clear (અભ્યાસ પ્રત્યે એકમત થાઓ)

Clear mean---->clear+ ear (શિક્ષક દ્વારા સંકલ્પના સ્પષ્ટ કરો)

“When your values are clear to you making decisions becomes easier”

શ્રેષ્ઠ વિદ્યાર્થી તેને જ કહી શકાય કે જે પાઠ્યક્રમનાં દરેક

મુદ્રાની સંકલ્પના સ્પષ્ટ હશે તો જ તે વિશ્વાસ પૂર્વક પરીક્ષા રૂપી રથ પર બેસીને પરિણામ રૂપી સફળતાનો હાર પહેરશે.



જીવનમાં પાલન કરવા જેવા નિયમો


  • ભૂતકાળને ભૂલી જાવ જેથી એ વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી ના નાખે.

  • બીજા લોકો તમારા વિશે શું વિચાર છે એની સાથે કોઈ મતલબ ન રાખો, તમારું મન કહે તે કરો.

  • સમય બધા દુઃખોની દવા છે. તેથી દુઃખમાં દુઃખી નથી થાવ. તમારો સારો સમય આવે તેની રાહ જુઓ

  • અન્ય જીવન સાથે કે કોઈ વ્યક્તિ સાથે તમારી સરખામણી ન કરો, એ યોગ્ય નથી કારણ કે તમે એ વ્યક્તિ વિશે વધુ જાણતા નથી

  • તમારી ખુશીને તમારા સિવાય કોઈ બદલી શકતું નથી

__________________________________________________________________________________

તમારા સંતાન આપો અમૂલ્ય ભેટ – ”સમય”



આજના યુગમાં માણસનું જીવન એટલું બ દોડધામ વાળું બની ગયું છે. કે માણસ જીવવા માટે પૈસા કમાય છે, કે પૈસા કમાવવા માટે જીવે છે તે કહેવું મુશ્કેલ બની જાય છે. આજે માતા-પિતા પોતાનાં સંતાન કરતાં કામ ને વધુ મહત્વ આપે છે.

માતા-પિતા પોતાનાં સંતાનો સારી શાળામાં ભણાવેએ, ટ્યુશન રખાવી દઈએ, જરૂરી ચીજવસ્તુઓ તેમજ મનોરંજનના સાધનો અપાવીએ એટલે આપણે ફરજ પૂરી એવું માને છે.

પરંતુ ! બાળક કંઇક જુદું જ ઇચ્છતું હોય છે. બાળકને જોઈએ છે માતા-પિતાનો પ્રેમ અને સમય.

“સંતાન સાથે રહેવાનો સમય ચુકી ગયા પછી,

તેમનું બાળપણ યાદ કરીને શું કરશો?”

ગયેલો સમય પાછો નહીં,

આવે લાખો કમાઈને શું કરશો?

પછી તમને ઘરડા ઘર માં મૂકી આવે,

તો પછી પછ્તાઈ શું કરશો?


માતા પિતાએ દરરોજ બાળક સાથે થોડો સમય વિતાવવો જોઈએ. રાત્રે પિતાજી જ્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યારે બાળકોને તેની આખા દિવસની વાતો કરવા આતુર હોય છે. જો બીજું કોઈ કાર્ય સિવાય બાળકની વાતમાં રસ લઈ તેને જે વાત કરી ન હોય તે શિવાય ના પ્રશ્નો પૂછી શકાય.

આજે તમારા શિક્ષકે તમને કઈ વાર્તા કહી હતી, તમને કયા-કયા ગીતો ગવડાવ્યા?, તમે કઈ-કઈ રમતો રમ્યા? એવી રીતે વાતચીત કરતી વખતે વિદ્યાર્થીઓ ઘણી અન્ય બાબતો વિસ્તારથી કહેશે. આનાથી બાળકોના ઉત્સાહમાં વધારો થાય છે. તેમજ તેની સાથે લાગણીના સંબંધો બંધાય છે. આ ઉપરાંત સમય મળે તેની સાથે રમત રમવી જોઈએ. તેને અઠવાડિયે એકાદ વખત બહાર ફરવા લઈ જવું જોઈએ. બાળકોને અતિપ્રિય વાર્તા નિયમિત રીતે માતા-પિતાએ સુતા પહેલા બાળકને અવશ્ય કહેવી જોઈએ, વાર્તાથી બાળકોમાં સંસ્કાર અને સભ્યતાનું સિંચન થશે, શબ્દ ભંડોળ વધે પંચતંત્ર, વીર બાળકો, કાંતિકારીઓ વગેરેની વાર્તાઓ દ્વારા સંતાનો નું જીવન ઘડતર કરી શકાય છે.

તમે બાળકોને જો કોઈ અમૂલ્ય ભેટ આપતા હોય તો તે- “સમય”

બાળકોને કેળવવ એક કળા છે. જેમાં જેટલો સમય ગાળશો એટલાં જ સારા ફળ મળશે







721 views0 comments

Recent Posts

See All
bottom of page