gajeravidyabhavanguj
E-NEWSLETTER-JANUARY-2023


--------------------------------------------------------------------------------------------MESSAGE FROM TRUSTEE

પ્રિય વાલી મિત્રો,
આપ સૌ કુશળ હશો.
શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧લી જાન્યુઆરી, ૧૯૯૩ના રોજ સમાજના ત્રણ અભિન્ન ભાગોમાં ઉન્નતિ લાવવાનું મિશન: શિક્ષણ, આરોગ્ય સંભાળ અને માનવ સેવાઓને કેન્દ્રમાં રાખી સ્થાપના કરવામાં આવી હતી. આજે ગજેરા ટ્રસ્ટમાં ૬૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતના જુદાં જુદાં ૯ કેમ્પસમાં સર્વગ્રાહી અને આધુનિક શિક્ષણ પ્રણાલી પ્રમાણે શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં ૧૮ શાળાઓ, 3 કોલેજો અને વાત્સલ્ય ધામ અનાથ બાળકોનું ઘર આ ગજેરા ટ્રસ્ટની અનોખી ઓળખ છે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડ અને સી.બી.એસ.સી. બોર્ડ તેમજ ઇન્ટરનેશનલ બોર્ડની માન્યતા પ્રાપ્ત કર્યા પછી શાળામાં જુદાં જુદાં અભ્યાસક્રમો ચલાવી રહી છે. આજે ગજેરા ટ્રસ્ટે શિક્ષણના ક્ષેત્રમાં એક સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તે સત્ય અને ઉત્કૃષ્ટતાના પડકારરૂપ માર્ગ પર ચાલવાની સળગતી ઈચ્છા ધરાવતા ટ્રસ્ટીઓની સ્પષ્ટ દ્રષ્ટિને કારણે આ સ્વપ્ન સાકાર થયું. અત્યંત અનુભવી અને 'તેમના-ક્ષેત્રના દિગ્ગજ' ફેકલ્ટીના અથાક પ્રયાસોથી આગને સળગતી રાખવામાં આવી છે. અમે અમારી સફળતાથી ખુશ છીએ પણ અમારી સિદ્ધિઓથી નમ્રતા અનુભવીએ છીએ. આપણે જ્ઞાનની ક્ષિતિજોને આગળ ધપાવવી જોઈએ, અને તે માટે આપણી નજર ભૂતકાળમાં શું છે તેના પર ન હોવી જોઈએ, પરંતુ જે પ્રાપ્ત કરવાનું બાકી છે તેના પર હોવું જોઈએ. અમારો પ્રયાસ 'શિક્ષક કેન્દ્રિત' તાલીમને બદલે 'વિદ્યાર્થી કેન્દ્રિત' પર ભાર આપવાનો છે. ગજેરા વિદ્યાભવનમાંથી સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓની પસંદગી ગુજરાત અને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કરવામાં આવે છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ પોતાની શાળાનું નામ રોશન કરે છે. શાળાનો ઉદ્દેશ્ય માત્ર એક શિક્ષિત વ્યક્તિ પેદા કરવાનો નથી, પરંતુ તેમનામાં નૈતિકતા અને મૂલ્યો કેળવવાનો પણ છે જેના દ્વારા તેઓ માનવીય સમુદાય અને સમાજ સાથેમળી નવ્ય અને આધુનિક સમાજની સ્થાપના કરી શકે. તેથી, ગજેરા ટ્રસ્ટ બાલભવનથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના શિક્ષણ અને તાલીમ માટે અનુભવી શૈક્ષણિક સ્ટાફ, અદ્યતન શાળા સંકુલ અને ટેકનોલોજી યુક્ત પ્રવૃત્તિ શિક્ષણની શ્રેષ્ઠ શાળાઓ ચલાવી રહ્યું છે.
ગજેરા ટ્રસ્ટ અને ગજેરા વિદ્યાભવન સમાજના નાનામાં નાના વ્યક્તિની સંભાળ રાખે છે એટલું જ નહીં, તે વિદ્યાર્થીઓને તમામ તાજેતરના અને આધુનિક મેનેજમેન્ટ પ્રોટોકોલથી પરિચિત કરાવવાનો પણ પ્રયાસ કરે છે. સંશોધન માટે અમારી પ્રતિબદ્ધતા મક્કમ છે કારણ કે કોઈપણ શિક્ષણ સંસ્થા સંશોધકોની સમર્પિત ટીમ વિના આગળ વધી શકતી નથી. અમારી પાસે સંપૂર્ણ રીતે કાર્યરત રિસર્ચ સેલ છે જ્યાં માત્ર ફેકલ્ટી જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના આંતરિક સંશોધન પ્રોજેક્ટ્સમાં સામેલ છે. ગજેરા ટ્રસ્ટે ગુજરાત અને ભારતભરમાં વિવિધ સસ્થાઓ દ્વારા સન્માન પ્રાપ્ત કર્યું છે અમારા માટે ગર્વ છે. ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓ પોતાના ક્ષેત્રમાં હંમેશા ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આપવા માટે પ્રયત્નશીલ છે, જે માત્ર પોતાની સાથે સ્પર્ધા કરે છે. વિદ્યાર્થીઓ, જેઓ અમારા સ્વપ્નને શેર કરે છે અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવવા ઈચ્છે છે, તેઓને અહીં શ્રેષ્ઠ વર્ગ શિક્ષણ અને તાલીમ વાતાવરણની ખાતરી સાથે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળામાં જોડાવા આમંત્રણ આપવામાં આવે છે.
--------------------------------------------------------------------------------------------MESSAGE FROM PRINCIPAL

બાળકને વસ્તુથી નહીં, વ્હાલથી જીતો
દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય તો તે પ્રગતિની નિશાની નથી, પણ માનવ મૂલ્યોની અધોગતિની નિશાની છે. આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. જેની નોંધ સમાજમાં દરેક માધ્યમો લઇ રહ્યાં છે. સમાચારપત્રો હોય કે ટેલીવિઝન પર વડિલોની દુર્દશા વિશે વાંચવા-સાંભળવા અને જોવા મળે છે. જેની પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. આમછતાં એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે, આ વડિલોએ એવા તે કેવાં સંસ્કાર પોતાના બાળકોને આપ્યાં કે જેથી કરીને તેમના બાળકો તેમને જ સ્વીકારવા તૈયાર નથી. હા... ક્યાંક એવું પણ બની બેઠું હશે કે વડિલોને અન્યાયનો ભોગ બનવું પડયું હશે. આમછતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આજના આ બીઝીયુગમાં વાલી ખૂબ જ બીઝી બની ગયો છે. આ બાબતને તે ખૂબ જ ઇઝી લે છે. પણ તેના પરિણામો એટલાં ઇઝી નહી હોય. વાલીને પોતાના બાળકોના ઉછેર માટે કે કાળજી લેવા માટે પૂરતો સમય નથી. આવા પરિવારોની સંખ્યાં વધતી જાય છે. આવા પરિવારોને ગરીબ પરિવાર ગણવામાં કોઇને વાંધો ન હોઇ શકે. એક પરિવાર આર્થિક કારણોસર ગરીબ ગણાય છે, તો બીજો પરિવાર સંસ્કાર-મૂલ્યોમાં ગરીબ છે. વાત તો ગરિબાઇની જ છે ને! આવી ગરીબાઇને કારણે ઘોડિયાઘર અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ ઘોડિયાઘરમાં ખરેખર ઘર જેવું વાતાવરણ હોય છે? વૃદ્ધાશ્રમમાં આશ્રમ જેવું વાતાવરણ માણવા મળે છે?
આજના વાલીને પોતાના બાળક માટે પૂરતો સમય છે? વાલી ઓફિસ, મિત્રો, સામાજિક કારણો પાછળ એટલો સમય ફાળવે છે કે તેને પોતાના બાળક સાથે બેસીને વાત કરવાનો સમય પણ રહેતો નથી. મિત્રો પાછળ બે કલાક ફાળવતા વ્યકિતને પોતાના સંતાન પાછળ બે મિનિટ ફાળવવાનો સમય નથી. કેટલાંક કુટુંબમાં તો બાળક તેના પિતાને રવિવારે જ જૂએ છે. પપ્પા રાત્રે દશ વાગે ઘેર આવે ત્યારે બાળક સૂઇ ગયો હોય અને પપ્પા સવારે આરામથી આઠ વાગે ઊઠે ત્યારે બાળક શાળાએ જવા નીકળી ગયું હોય. આ કથની ગ્રામ્ય વિસ્તારમાં નહીં પણ શહેરી વિસ્તારમાં જોવા મળે છે. માટે જ તો વૃદ્ધાશ્રમો બાંધવાની જરૂર ગામડાંમાં નથી પડી, તેની જરૂરિયાત શહેરમાં જ ઊભી થઇ છે. ગામડામાં કોઇ એક કુટુંબની ડોશી એકલી હશે તો પણ પડોશીઓના સહકારથી-હૂંફથી શાંતિમય ભગવાનનું નામ દેતાં દેતાં જીવન પૂર્ણ કરે છે. શહેરમાં કેટલાંક કુટુંબ તો પડોશીના નામ કે અટકથી પણ અજાણ હોય છે.ખૂબ જ બીઝી રહેતાં મમ્મી-પપ્પા પોતાના બાળકના સારા ઉછેર માટે ઘોડિયાઘરની વ્યવસ્થા કરે છે અથવા તો ઘેર જ આયા ને રોકી લે છે. આમ કરવામાં પોતાની બાળક પ્રત્યેની ફરજ પૂરી થઇ ગઇ હોય તેમ માને છે. અહીં બાળક ઉંમરમાં મોટું થાય છે પણ તેનું દિલ નાનું થતું જાય છે. એવાં ઘણાં બાળકો હશે કે જે તેની મમ્મી કરતાં આયાને વધારે પસંદ કરતાં હશે! આયા સાથે જ સૂઇ જાય કે આયા ખવડાવે તો જ ખાય! બાળક માટે ભૌતિક સુખ સગવડતા આપવી તે ખરાબ બાબત નથી. પણ ભૌતિક સુખ સગવડતાના ભાર નીચે અન્ય બાબતો દબાઇ જાય છે તેની સામે વિરોધ છે. બાળક પાછળ પૈસાના રોકાણની સાથે સાથે પ્રેમનું પણ રોકાણ કરવું પડશે. બાળકને કદાપિ પૈસાથી નહીં જીતી શકાય, બાળકને જીતવા માટે પ્રેમની જરૂર પડશે. ઘણાં વાલી બજારમાં જાય ત્યારે બાળક માટે વિવિધ પ્રકારના રમકડાં કે અન્ય વસ્તુઓ લાવશે. પણ એ જ વાલી બાળકને સાથે રાખીને બજારમાં જવાનો સમય નહીં ફાળવી શકે. અહીં વાલીના મતે વસ્તુ લાવ્યા એટલે બાળક પ્રત્યેની પોતાની ફરજ સારી રીતે નિભાવાય છે. વાલી એમ માને છે કે બાળકને વસ્તુ આપી એટલે તે ખુશ થઇ જશે. ખરેખર તો આવા વાલી બાળકના માનસને જાણતાં જ નથી. બાળકને પૂછશો કે તારે શું લેવું છે? તો કદાચ બેચાર વસ્તુના નામ જણાવી દેશે. આ વસ્તુઓ બાળક બે ચાર દિવસ રમીને ફેંકી પણ દેશે. તેનો વસ્તુઓ પાછળનો આનંદ બેચાર દિવસથી વધુ ટકતો નથી. જો બાળકને કાયમી આનંદમાં રાખવો હોય તો તેને વસ્તું નહીં, પણ વ્હાલ આપો. આનંદિત બાળકનો જ શારીરિક, માનસિક, સાંસ્કારિક વિકાસ થશે. આ વિકાસ જ વૃદ્ધાશ્રમોને રોકશે. આજે સૌ વાલી વાવે છે લીમડાં અને અપેક્ષા રાખે છે કેરી અને દ્રાક્ષની. તો તે અપેક્ષા ક્યાંથી પૂરી થાય? આજે કેટલા વાલી બાળક પાસે બેસીને તેને પ્રેમથી ધમકાવ્યા વગર ભણાવે છે, બજારમાં જાય ત્યારે તેના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપે છે? આજે કેટલા વાલી પોતાના બાળકની સાથે બેસીને વ્હાલ કરે છે? અરે! આજના પપ્પા કે ડેડીને તો અન્યની હાજરીમાં પોતાનું બાળક તેડતાં પણ શરમ આવે છે અને મમ્મી તો બિચારી થાકી જાય છે. તેનામાં પોતાના બાળકને તેડવાની તાકાત જ નથી! જે વાલી આજે પોતાના બાળકને તેટડવામાં શરમ અનુભવે છે કે સમય નથી ફાળવી શકતાં તેમના બાળકો મોટા થયા પછી આવા વાલીને ઘરમાં ન રાખવામાં ક્યાંથી શરમ અનુભવે. તેમને પણ પોતાના વડિલો પાછળ સમય આપવાનો સમય નથી હોતો. જો તમે આજે તમારા બાળક પાછળ સમય નહીં આપો તો તેઓ પણ ભષ્યિમાં તમારી પાછળ સમય નથી આપવાના જ. તમને વ્હાલ કરવાનો સમય નથી, તો તેઓ ને પણ હૂંફ આપવાનો સમય નહીં જ હોય. માટે જ સૌ મા-બાપે સમજી લેવાની જરૂર છે કે વસ્તુ આપવાથી જ અસ્તુ સમજવાની જરૂર નથી. તેની પાસે બેસીને પ્રેમથી વાતચિત કરો. આજે એવા કેટલાં મા-બાપ હશે કે જે પોતાના બાળકને વાર્તા સંભળાવે છે, ગીતો ગવડાવે છે, ઉખાણા પૂછે છે, પરીની વાતો કરીને કલ્પનાના ઘોડા પર બેસાડીને સવારી કરાવે છે? આજનો બાપ પરીક્ષાનું પરિણામ પૂછે છે, પણ પરિણામ વધારવા માટે તે જાતે કેટલો સમય બાળક સાથે બેસે છે? ટયુશન રખાવાથી વાલી તરીકેની ફરજ પૂરી થાય છે? સારા મિત્રોની અપેક્ષા રાખે છે, પણ બાળકના મિત્રો સાથે બેસીને સારી બે વાતો કરતો નથી. બાળકના તન અને મન બંનેનો તંદુરસ્ત વિકાસ કરવો એ દરેક માબાપની પ્રાયોરિટી હોવી જોઇએ. નહીં તો આજે બાળકના ભોગે પૈસા કમાતા વાલીને ભવિષ્યમાં એ જ પૈસા ખર્ચવા છતાં બાળકનો ભેટો નહીં જ થાય. આજે બાળકોની અપેક્ષા સંતોષશો તો જ તેઓ ભવિષ્યમાં તમારી અપેક્ષા સંતોષશે. સંયુક્ત કુટુંબમાં ન રહેતાં મા-બાપોએ ખાસ ચેતી જવાની જરૂર છે. બાળકને વસ્તુથી નહીં જીતી શકો, વ્હાલથી જીતવાનો પ્રયત્ન કરો.
--------------------------------------------------------------------------------------------COVER STORY
વૃદ્ધ સ્ત્રી

મકરપૂરા ની એક પ્રખ્યાત દુકાનમાં લસ્સી નો ઓડૅર આપીને , અમે બધા મિત્રો આરામથી બેઠા હતા અને એકબીજાની ખેંચી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા ત્યારે લગભગ 75-80 વર્ષની ઘરડી મહિલા પૈસા માંગતા મારી સામે હાથ ફેલાઈને ઉભા થઇ ગયા.
તેમની કમર વાંકી હતી,ભૂખ તેમના ચેહરા ની કરચલીયોમાં તરતી હતી . આંખો અંદરથી ડૂબી ગઈ હતી પણ તેજસ્વી હતી. તેમને જોઈને, અચાનક મારા મન માં શું આવ્યું. મારા ખિસ્સામાં પૈસા લેવા માટે નાખેલો હાથ બહાર ખેંચી ને પૂછી લીધું “દાદી તમે લસ્સી પીશો?”
મારી આ વાત થી દાદી ને આશ્ચર્ય ના થયું પરંતુ મારા મિત્રો આશ્ચર્યચકીત થઈ ગયા . કારણ કે જો મેં તેમને પૈસા આપ્યા હોત તો મેં માત્ર 5 કે 10 રૂપિયા આપ્યા હોત પરંતુ લસ્સી 30 રૂપિયા ની એક છે. તેથી લસ્સી પીને હું ગરીબ થવાની અને તે વૃદ્ધ દાદી દ્વારા મને છેતરવાની શક્યતા ઘણી વધારે હતી. દાદીએ અચકાતા સંમતિ આપી અને તેમને તેમના પાસે જમા કરેલા 6-7 રૂપિયા હતા તે તેમના ધ્રુજતા હાથ સાથે,મારા સામે ધર્યા . મને કંઈ સમજાયું નહીં તેથી મેં તેમને પૂછ્યું –“આ શેના માટે છે?” ” આને ભેગા કરી ને મારી લસ્સીના પૈસા આપો બાબુજી!”
ભાવુક તો હું તેમને જોઈને જ થઈ ગયો હતો …રહી ગયેલી કસર તેમની એ વાત ને પુરી કરી દીધી
અચાનક મારી આંખો ઝબકી ગઈ અને ભરાયેલા ગળા સાથે મેં દુકાનદારને લસ્સી આપવાનું કહ્યું … તેણે તેના પૈસા પાછા મુઠ્ઠીમાં પકડી લીધા અને નજીકની જમીન પર બેસી ગઈ. હવે મને મારી લાચારીનો અહેસાસ થયો કારણ કે ત્યાં હાજર દુકાનદાર, મારા મિત્રો અને બીજા ઘણા ગ્રાહકોના કારણે હું તેમને ખુરશી પર બેસવાનું ન કહી શક્યો. મને ડર હતો કે કોઈ ટોકે ના … કોઈ તેની બાજુમાં બેઠેલી ભીખ માંગતી વૃદ્ધ મહિલા સામે વાંધો ઉઠાવે… પણ હું જે ખુરશી પર બેઠો હતો તે મને કરડી રહી હતી … કપ માં લસ્સી ભરીને અને અમારા બધા મિત્રો અને વૃદ્ધ દાદીના હાથમાં આવતાજ , મેં મારો કપ પકડ્યો અને દાદીની બાજુમાં જમીન પર બેસી ગયો કારણ કે હું આમ કરવા માટે મુક્ત હતો… કોઈને માટે તે વાંધો ન હતો.
હા! મારા મિત્રોએ એક ક્ષણ મારી સામે જોયું… પણ તે કંઇ બોલે તે પહેલા જ દુકાન માલિક આગળ વધ્યો અને તેને દાદીને ઉંચકીને ખુરશી પર બેસાડી અને મારા સામે હસીને હાથ જોડીને કહ્યું- “ઉપર બેસો, સાહેબ! મારી પાસે અહીં ઘણા ગ્રાહકો છે, પરંતુ તમારા જેવા લોકો ભાગ્યે જ આવે છે. “હવે દરેકના હાથમાં લસ્સીનો કપ હતો અને હોઠ પર હળવું સ્મિત હતું, ત્યાં માત્ર એક દાદી હતી જેની આંખોમાં સંતોષના આંસુ હતા, તેના હોઠ પર ક્રીમના થોડા ટુકડા હતા અને તેના હૃદયમાં સેંકડો પ્રાર્થનાઓ હતી. ખબર નથી કે જ્યારે પણ આપણે ભૂખ્યા ગરીબોને 10-20 રૂપિયા આપવા પડે કે તેના પર ખર્ચ કરવો પડે, ત્યારે તે આપણને ઘણું વધારે લાગે છે. પણ વિચારો કે તે થોડા રૂપિયા કોઈના મનને સંતોષ કરતા વધારે મૂલ્યવાન છે?
જ્યારે પણ તમને તક મળે ત્યારે આવા દયાળુ અને કરુણામય કરતા રહો પછી ભલે કોઈ તમને ટેકો આપે કે ન આપે!

શિક્ષકશ્રી : દોંગા ભાવનાબેન
--------------------------------------------------------------------------------------------CLASS ACTIVITY
ગજેરા વિદ્યાભવન સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તથા બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શ્રેષ્ઠ અભ્યાસલક્ષી જ્ઞાન આપે છે. તો આજે આપણે આ સંદર્ભે ધોરણ-૩માં વિદ્યાર્થીઓની તંદુરસ્તી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષામાં “બધા સ્વાદનું મહત્વ” સમજે તે હેતુથી ગજેરા વિદ્યાભવનમાં આ પ્રવૃત્તિ કરાવવામાં આવી છે.
ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-૩ ના વિદ્યાર્થીઓએ ‘બધા સ્વાદનું મહત્વ’ [ગળ્યો, ખારો, તીખો ખાટ્ટો, તુરો, કડવો] વિશે પ્રવૃત્તિ કરી તેની સમજૂતી આપી હતી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર સહભાગી થયા હતા. જેના દ્વારા બાળકો પોતાના આહારમાં દરેક સ્વાદ પ્રમાણસર અને પદ્ધતિસર કેવી રીતે લેવાય.... તેની સમજ મેળવી. કેવા પ્રકારના આહારથી આપણા શરીરને ફાયદો થાય છે, તે વિશે માહિતી મેળવી હતી.
--------------------------------------------------------------------------------------------CLUB ACTIVITY( CHESS)
ચેસને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે ૬૦૦થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત “ચતુરંગા” નામે જાણીતી હતી.
સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ “લશ્કર” કરેલ છે. અત્રે ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી.
શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા. કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.
ગજેરા વિદ્યાભવનમાં ક્લબ એક્ટીવીટી દરમ્યાન ચેસ પણ શીખવવામાં આવે છે.જેથી બાળકોની માનસિક શક્તિ ખીલે. અને બાળકો વ્યૂહરચના સમજે.
--------------------------------------------------------------------------------------------COOKING WORKSHOP (FOR MOTHERS)
આરોગ્ય એ સંપત્તિ છે! તે એક જૂની કહેવત છે. આપણા સ્વાસ્થ્ય માટે અનાજ, કઠોળ,શાકભાજી, દૂધ,, ફળો નું મહત્વ ઘણા સંશોધનો દ્વારા સાબિત થયું છે. પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થો – જેમાં મર્યાદિત ખાંડ, સંતૃપ્ત ચરબી અથવા મીઠું ઉમેરવામાં આવતું નથી – તેને પોષક તત્ત્વો ગાઢ ગણવામાં આવે છે.
આ બાબતો ને ધ્યાનમાં રાખીને આપણી શાળા ગજેરા વિદ્યાભવન માં આજ રોજ cooking વર્કશોપનું આયોજન કયુઁ હતું. તેમાં ધોરણ 1 થી 7 ના રસ ધરાવતા વિદ્યાર્થીઓની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમની ઉપસ્થિતિમાં Shree Cooking Academy ના Chef ધાર્મી મેડમ અને તેમની ટીમે પીના કોલાડા ( વેલકમ ડ્રિન્ક ), મન્ચાઉં સુપ , હરા- ભરા કબાબ તેમજ કર્ડ સેન્ડવિચ જેવી વાનગીઓ તરફ બાળકોનું ખૂબ જ આકર્ષણ હોય છે. તેમાં વિવિધતા કઈ રીતે લાવવી તથા દૂધ જે સંપૂર્ણ આહાર છે તે બાળકો સુધી વેલકમ ડ્રિન્ક ના માધ્યમ દ્વારા કઈ રીતે પહોંચાડવું તેની સુંદર સમજ આપી હતી.
બાળકોના નાસ્તામાં વિવિધતા લાવવા માટે હરાભરા કબાબ અને સેન્ડવિચ બાળકોને ભાવતી હોય છે પરંતુ કર્ડ સેન્ડવીચ જે હેલ્ધી પણ છે અને બાળકોને ભાવે તેવી છે. આમ સેન્ડવીચમાં એક નવું વેરીએશન એમને ઉમેરીને પ્રસ્તુત કર્યું હતું. જે ખૂબ જ સરસ હતું. આમ આવી વેજીટેબલ વાનગીઓના પ્રેક્ટીકલ ઉદાહરણ આપી, વિદ્યાર્થીઓને પ્રાથમિકતાથી જ કેટલીક કેન્સર જેવી ભયાનક બીમારીઓથી બચાવી શકાય છે તેના વિશે મમ્મીઓને અદભુત માહિતી આપી હતી.
--------------------------------------------------------------------------------------------COOKING COMPETITION
ધોરણ ૧ થી ૭ માં તા:-૦૭/૦૧/૨૦૨૩ થી તા:- ૧૩/૦૧/૨૦૨૩ સુધી બાળકો માટે હેલ્ધી ફૂડ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ અલગ અલગ પૌષ્ટિક વાનગીઓ લઈને આવ્યા હતા. જેથી કરીને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જળવાય રહે.
તા:-૧૧/0૧/૨૦૨૩ ને બુધવારે ધોરણ -૧ અને ૨ નાં વિધાર્થીઓ માટે ફ્રૂટ અને સલાડ ડીશ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ફ્રૂટ અને સલાડથી અલગ અલગ પ્રકારની ડીશ ડેકોરેટ કરી હતી.
તા -૧૩/૦૧/૨૦૨૩ ને શુક્રવારનાં રોજ ધોરણ: 3 થી ૭ નાં વિધાર્થીઓ માટે વિન્ટર હેલ્ધી ફૂડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીધેલ વિધાર્થીઓએ પોતે શિયાળાને અનુરૂપ પોષણયુક્ત ખજૂરપાક, ફ્રૂટસલાડ, કાચી સેન્ડવીચ, કઠોળની ભેળ, બીટનું જયૂસ, જેવી વિવિધ વાનગી બનાવી અને ખૂબ જ સરસ તેમની ડિશને ડેકોરેટ પણ કરી હતી. અભ્યાસિક પ્રવૃતિઓનાં ભાગ રૂપે શાળા દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓનું પણ જ્ઞાન તેઓ મેળવી શકે એ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા નિર્ણાયકશ્રી દ્વારા બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધાના માધ્યમથી બાળકો દરેક વાનગી આપણાં શરીર માટે કેટલી ઉપયોગી અને સ્વાસ્થયપ્રદ છે, તેનું મહત્વ સમજી શક્યા હતા.
--------------------------------------------------------------------------------------------
DENTAL CHECK-UP
શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે. જો મોમાં જ રોગનું ઘર હોય તો આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે? દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરવી, તેના કરતાં તેની પહેલેથી જેવી રીતે વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ, કે જેથી રોગ શરૂ જ ન થાય.
આ હેતુથી “ગજેરા વિદ્યાભવનમાં કથીરીયા ડેન્ટલ કેર”ના માધ્યમથી ધોરણ ૧ થી ૭ ના બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે દાંતનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. બાળકોને દાંતની સફાઈ કેવી રીતે કરવી તેની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
--------------------------------------------------------------------------------------------
ELOCUTION COMPETITION
વકૃત્વ એ અસરકારક જાહેરમાં બોલવાની કળા છે, જે સ્વામી વિવેકાનંદમાં જોવા મળતી હતી. ખાસ કરીને સ્પષ્ટ વિશિષ્ટ અને સામાજિક રીતે સ્વીકાર્ય શબ્દોના ઉચ્ચારણ માટે બોલવાની કળા એટલે વકૃત્વ. વકૃત્વ સામાન્ય રીતે સફળ વક્તા કેમ થવાય એ માટેની સાધના માંગી લેતી કળા તરીકે પણ ઓળખાય છે વકૃત્વ એક પ્રકારનો પ્રચાર છે અને ફક્ત પ્રચારક છે.
બાળકોમાં છુપાયેલી કળાને બહાર કાઢવા તેમજ બાળક સ્વયંશિસ્ત શીખે તે અંતર્ગત ગજેરા વિદ્યાભવન કતારગામ પ્રાથમિક વિભાગમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકમાં છુપાયેલી કળા બહાર આવે બાળકનો જે વિષય છે, તેના વિશે ઊંડાણ તેમજ રસ પૂર્વક શીખે તેમજ બાળકો આચાર્ય, ઉપાચાર્ય શિક્ષકો ,તેમજ અન્ય તેઓના સહ અભ્યાસી વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની વાત મૂકી શકે.
--------------------------------------------------------------------------------------------TRAFIC SAFTY WEEK (SEMINAR)
ટ્રાફિક અવેરનેસ માટે અને ટ્રાફિક નિયમોની માહિતી આપવા માટે આપણી શાળા દ્વારા આમંત્રિત ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એ. સી. ગોહીલ સાહેબે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સચોટ માહિતી આપી.જેવી કે વાહન રોંગ સાઈડમાં ચલાવવું નહીં. હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું. સીલ બેલ્ટ પહેરવું. લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવું નહિ.કોઈપણ પ્રકારના નશા કાર્ય વિના ડ્રાઈવિંગ કરવું .
બધી માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના વાલીશ્રીઓને પણ આ નિયમોને પાલન કરવાની સમજ આપશે, આથી ટ્રાફિક નિયમન પ્રત્યે સજાગ રહીને આપણો ફાળો આપી શકીશું.
આમ ગજેરા શાળા પરિવાર તરફથી ટ્રાફિક નિયમનના અધિકારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને પ્રાથમિકતાથી જ ટ્રાફિક નિયમન અંગે સજાક બને તેવા પ્રયાસ કરીને તેમને જાગૃત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
--------------------------------------------------------------------------------------------WILDLIFE EDUCATION (SEMINAR)
કતારગામ ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓને WILDLIFE EDUCATION & CHARITABLE TRUST દ્વારા સાપોની અલગ અલગ જાતિઓ વિશે ઝેરી, બિન ઝેરી, અર્ધ ઝેરી સાપો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
સાપો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત વિદ્યાર્થીઓને સાપોને કઈ રીતે ઓળખી શકાય. તે વિશેની યોગ્ય સમજ આપી તે ઉપરાંત જો સાપ કરડે તો તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તેની ડેમોસ્ટ્રેશન દ્વારા સમજુતી આપી.
--------------------------------------------------------------------------------------------DEBATE COMPETITION
ડિબેટ એટલે એક પ્રકારની ચર્ચા પણ આ ચર્ચામાં થોડો વાદવિવાદ હોય . ડિબેટ દ્વારા જ ખરેખર તો જ્ઞાન ઉપાર્જિત થઈ શકે છે.સમસ્યાનો નિર્ણય લાવવા માટે પણ જો કોઈ વસ્તુ બેસ્ટ હોય તો તે છે ડિબેટ. ડિબેટ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસનો વધારો થાય છે અવનવી જાણકારી પ્રાપ્ત થાય છે. ડિબેટ સ્પર્ધા વિદ્યાર્થીઓને થોડા સમયમાં સચોટ રીતે પોતાની વાત કેવી રીતે રજૂ કરવી તેનો પણ ખ્યાલ આપે છે. તેમ જ ડિબેટ દ્વારા વિદ્યાર્થીઓની શ્રાવણ શક્તિ નો પણ વિકાસ થાય છે.
સુનિતા મેકર્સ દ્વારા ઇન્ટર સ્કુલ ડિબેટ સ્પર્ધા નું આયોજન દર મહિને કરવામાં આવે છે આ સ્પર્ધા ની અંદર દર વખતે અલગ અલગ વિદ્યાર્થીઓે સાંકળી લેવામા આવે છે જેથી દરેક વિદ્યાર્થીઓને પોતાનામા રહેલી સુશુપ્ત શક્તિ વિકસાવવાનો મોકો મળી શકે.
--------------------------------------------------------------------------------------------
PATRIOTIC SONG COMPETITION
74 માં ગણતંત્ર દિવસ પર ગજેરા શાળા આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ગણતંત્ર દિવસ આપણા દેશનો એક રાષ્ટ્રીય પર્વ છે. આ પર્વ દરેક ભારતવાસી માટે સન્માન અને ગૌરવ નો પર્વ છે.
ગજેરા વિદ્યાભવનના કોન્ફરન્સ હોલમાં ધોરણ પ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિ ગીત રજૂ કરી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. અને દરેકના દિલમાં દેશભક્તિની જ્યોત જલાવવામાં સફળ રહ્યા હતા.તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
--------------------------------------------------------------------------------------------
26 JANUARY( REPUBLIC DAY)
“ગજેરા વિદ્યાભવન”માં આ દિવસે તમામ ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, આચાર્ય અને ઉપાચાર્ય, તથા ટ્રસ્ટીશ્રીની હાજરીમાં ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે. તથા ટ્રસ્ટીશ્રી અને માનવંતા મહેમાનોના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવે છે. શોર્યગીતો નો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.
રક્ત દાન એ મહાદાન છે, રક્તદાનની સૌથી મોટી સમાજ સેવા છે.આ વિચારોને પ્રાધાન્ય આપીને આપણી શાળા ગજેરા વિદ્યાભવનના ના આંગણે પ્રજાસત્તાક દિનના સોનેરી ઉત્સવની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ રક્તદાનમાં શાળા ટ્રસ્ટી શ્રી, આચાર્યશ્રી, સુપરવાઇઝર તથા શાળાના માનવંતા વાલીશ્રીઓએ પણ આ રક્તદાન કેમ્પમાં પોતાની હાજરી આપીને પોતાનું લોહી આપીને આ ભગીરથ સેવામાં સહકાર આપ્યો હતો. આ શિબિર દરમિયાન ૧૯૫ યુનિટ લોહી એકઠું કરવામાં આવ્યું હતું આ રક્ત નો ઉપયોગ જરૂરિયાત મંદો ને પહોંચાડવામાં આવે છે. આમ આપણા સૌના લોહીથી કોઈ વ્યક્તિની જિંદગી બચી શકે છે.
આપણે સૌ સાથે મળીને આજના આ સોનેરી પર્વના દિવસે એક પ્રતિજ્ઞા લઈએ આપણાથી શક્ય હોય તો રક્તદાન કરીએ, અને કોઈની જિંદગી બચાવીએ.
--------------------------------------------------------------------------STUDENT'S CORNER
આજનું શિક્ષણ - વિદ્યાર્થી
“હંમેશા સમય સાથે આગળ વધતા રહો.
નહીં તો તમને પણ લોખ ની જેમ કાટ લાગશે”
પ્રાચીનયુગથી આ સુધી સમાજમાં શિક્ષણ અને શિક્ષકનું મહત્વ ખૂબ જ રહ્યું છે. શિક્ષક એ એક શિક્ષિત, સમાજ, શિક્ષિત દેશનું અને દેશના નાગરિકોનું ઘડતર કરે છે.
આમ, જોવા જઈએ તો ભૂગોળ,ખગોળ, કલાકારીગરી, હુન્નરકળાઓ, શાસ્ત્રો-પુરાણો, તાંત્રિક, વૈધકીય કે પછી કોઈ પણ વિદ્યા એ માનવીને મહાન બનાવે છે.
આજની શિક્ષણ પ્રણાલી જોવા જઈએ તો મુખ્યત્વે ‘મેકોલે’ એ આપેલી અને પ્રચારમાં આવેલી અંગ્રેજી શિક્ષણ પ્રથાનો સમાવેશ થાય છે. જોકે એની સાથે જ જૂની ભારતીય પરંપરા પ્રમાણેના કેટલાક ગુરુકુળો, પાઠ્યશાળાઓ, ઇસ્લામ ધર્મની પરંપરા મુજબ જૂની મધરેસાઓ અને ગાંધીજીની વિચારધારા પ્રમાણે બુનિયાદી શિક્ષણ પદ્ધતિ હજુ ખૂબ જ ઓછી જોવા મળે છે. આજના સમયમાં તો લગભગ ‘મેકોલે’ શરૂ કરેલી શિક્ષણ પ્રથામાં જ આજનો વિદ્યાર્થી (નાગરિક) ઘડાય છે.

આજની શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ શિક્ષણને બોજ માને છે. જ્યારે તેની સામે તેના નક્કી કરેલા અભ્યાસક્રમની અવગણના કરે ત્યારે તેની પાસેથી એક શિક્ષક શું અપેક્ષા રાખી શકે? આ એક આજના શિક્ષણ અને પદ્ધતિમાં મૂંઝવાતો એક મોટો પ્રશ્ન છે. આજના વિદ્યાર્થીનો એકમાત્ર ધ્યેય એ છે કે જરૂરી પ્રશ્નો યાદ રાખવા અને પરીક્ષા પાસ કરવા પૂરતો મર્યાદિત બની રહ્યો છે.
પ્રાચીન વિદ્યાર્થીઓની જેમ આજના વિદ્યાર્થીઓ તેજસ્વી અને બળવાન નથી. તેમની આંધળી આંખો નિસ્તેજ ચહેરો, ખીલેલા ગાલ અને ઢાળવાળી કમર બસ આજના નબળા શરીરનો વિદ્યાર્થી તે શારીરિક શ્રમને મૂર્ખ માને છે. અને બસ વિટામિનની ગોળીઓ જ તેમના જીવનનો આધાર બની ગઈ છે.
આજના વિદ્યાર્થી માટે નમ્રતા, સંયમ, કર્તવ્યપાલન, નિષ્ઠા અને શિસ્તના આદર્શ જૂના થઈ ગયા છે. તેથી તેની પાસે એકલવ્ય અને અર્જુનની ભક્તિનો અભાવ જોવા મળે છે. તેમના માં રામ ને લક્ષ્મણની આજ્ઞાપાલન અને અર્જુનની એકાગ્રતા નો અભાવ જોવા મળે છે. તેમના માટે શિક્ષકો પ્રત્યે તિરસ્કાર ભર્યું વર્તન કરવું એક સ્વાભાવિક બની ગયું છે તે તેના દરેક વ્યવહારમાં આઝાદ અને મુક્ત થઈ ગયો છે. તે આજના છીછરા સાહિત્યમાં વધારે રસ અને પ્રેમ દાખવતો થઈ ગયો છે.
પરંતુ આનો અર્થ એ નથી કે આજનો વિદ્યાર્થી દરેક રીતે પછાત અને નબળો છે. આજનો વિદ્યાર્થી અપારશક્તિથી ભરેલો છે. આજે એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે, જેઓ દેશ કે વિદેશમાં જઈ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. તેમને વિજ્ઞાન, રમતગમત, દવા વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. પણ તેમની માત્રા દાળમાં મીઠાની બરાબર છે.
આ માત્રાને યોગ્ય કરી અને તેની જાતને વધારે ને વધારે મજબૂત બનાવવાની છે.
બસ આ જ એક અપેક્ષા એ આજના દરેક શિક્ષકો, સમાજ અને એક વિશ્વ તેમની પાસે ચાહ રાખે છે. અને તે સાકાર કરવાનું છે
“આરંભ જેનો કઠિન હોય અંત તેનો મધુર હોય.”
“પ્રતિભા એટલે એક ટકો પ્રેરણા અને 99% પુરુષાર્થ.”

વિદ્યાર્થી:- પ્રજાપતિ પ્રુહન પીયુષકુમાર
ધોરણ/વર્ગ:-4-F
--------------------------------------------------------------------------
વિદ્યાર્થીના ભણતર ની દિવાલ એટલે શિક્ષક
શિક્ષક એક વ્યક્તિ છે,જે વિદ્યાર્થીઓને કાંટાવાળા માર્ગ પર હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનું કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા જ વિદ્યાર્થીઓ સમાન હોય છે. અને તે બધાનું કલ્યાણ ઈચ્છે છે. જે શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટું અને સારા-ખરાબ ની ઓળખ કરાવવા માટે, બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિ વિકસિત કરે છે.
તે પ્રેરણાના ફુવારાથી બાળરૂપી મનને સિંચીને તેના પાયા મજબૂત કરે છે. તેનાં સર્વાંગી વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકીય જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને તેના સંસ્કારો શિક્ષાના માધ્યમથી અને એ ગુરુ શિષ્ય ના સાચાં ચરિત્રનું ઘડતર કરી શકે છે. એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી તેથી કહેવાય છે કે.
ગુરુપૂર્ણિમા:ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:
ઘણા ઋષિમુનિઓ પોતાના ગુરુઓની અને તપસ્યા અને શિક્ષા મેળવીને જીવન સાર્થક બનાવ્યું.
એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાનાં માનસગુરુ બનાવીને તેની મૂર્તિને પોતાની સામે મૂકીને ધનુરવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક વિષય માટે પ્રેરણાદાયક છે.
ભગવાન શ્રીકૃષ્ણ શિક્ષણ મેળવ્યા માટે બાળપણમાં પોતાનું ઘર છોડીને શિક્ષણ મેળવી પોતાનાં જીવનને સાર્થક બનાવ્યું અને તેઓ વિદ્યા જેવું અમુલ્ય ધન મેળવવા માટે એક સારા ગુરુની શોધ કરતા આવ્યા છે, કારણકે એક સારા શિક્ષકજ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના ગુરુને જીવનના દરેક ક્ષણે યાદ કરે છે. તેમની વિશેષતાઓને પોતાનામાં વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયત્ન કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણામાં જ્ઞાન આવવું મુશ્કેલ છે. આ શિક્ષા આપણા જીવનની અંદર માનવ જીવનમાં સદવિચારોનો જન્મ આપે છે.
પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જાય છે. શિક્ષાથી ઇચ્છ માનવ જીવનનું કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનાં માનવીને સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે.

વિદ્યાર્થીની:- વાવડિયા ગ્રેસી
ધોરણ/વર્ગ:- 6 -A
--------------------------------------------------------------------------EDUCATOR'S CORNER
“આપણી ભારતીય સંસ્કૃતિ-સભ્યતા ધર્મ મહાન છે”
સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન. પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ, જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. માનવીની જીવનની વિકાસગાથા ગાતું અને સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક ચિત્ર એટલે સંસ્કૃતિ.
સમાજને એક જ તાંતણે બાંધી રાખતી સંસ્કૃતિ જ છે. ભારતીય સંસ્કૃતિમાં કલા-કૌશલ્ય, ઉદ્યોગો, વિજ્ઞાન અને ખેતી એ ભારતને વારસામાં મળેલ છે.
ભારત દેશ એ વિશ્વનો એક એવો દેશ છે કે જ્યાં અલગતામાં એકતા જોવા મળે છે. ધર્મ, જાતિ, ભાષા, રીત-રીવાજ, રહેણીકરણી, ખાણીપીણી અને પહેરવેશ આ બધું જ અલગ- અલગ હોવા છતાં લોકો એકબીજાને અપનાવીને એક સાથે રહે છે. આ જ મૂળ ભારતીય સંસ્કૃતિ છે.
ભારત સંતશૂરાની ભૂમિ છે. ધર્મની સાથે-સાથે કર્મમાં માનનારો દેશ છે, અહીંયા અહિંસાના પૂજારી ભગવાનશ્રી મહાવીરે જન્મ લીધો છે. તો ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવાનું. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહીને મહાભારત જેવા યુદ્ધ પણ લડાવ્યા છે.
ભારત દેશ સનાતન ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ અને સિંધી ધર્મોના જનક કહેવાય છે. સ્વામી વિવેકાનંદ થી લઈને મહાત્મા ગાંધી જેવી મહાન વિભૂતિઓ હોય કે પછી જલારામબાપાથી લઈને પ્રમુખસ્વામી જેવા મહાન સંત હોય જેને ભારતમાં જન્મથી લઈને વિશ્વના ઇતિહાસના પાનાઓમાં નામ નોંધાવ્યા છે.

શિક્ષકશ્રી : ગેલાણી હંસા
--------------------------------------------------------------------------
વૃક્ષોની ઉપયોગીતા
પરમેશ્વરને પ્યારી છે સ્વચ્છતા
તો માણસને રાખવી સદા સુઘડતા
રાખો સદા ધ્યાન પર્યાવરણનું
તેનાથી બનશે પ્રકૃતિ મહાન
આજના આધુનિક યુગમાં માણસે ખૂબ જ પ્રગતિ કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી માણસે સફળતાના અનેક સોપાનો સર કર્યા પણ આજનો માનવ આપણી પ્રકૃતિ આપણા પર્યાવરણને ભૂલી ગયો. જે પ્રકૃતિ, જે પર્યાવરણ જ માણસને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે, એને જ આજના સફળ માણસે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે.
If anyone ask me
Who is your best?
I always reply him
Tree is my Best Friend
વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો? ધરતી શબ જેવી લાગે! માનવ જીવનને માટે વૃક્ષો હવા અને પાણી જેટલાજ મહત્વના છે. વૃક્ષો તો આપણા મિત્રો છે, સ્વજનો છે, વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષો આપણને કેરી, દાડમ, સફરજન, જાંબુ, નારંગી જેવા અનેક ફળો આપે છે. તે આપણને ઘર અને ઘરનું રાચરચીલું બનાવવા માટેનું લાકડું આપે છે. વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. વૃક્ષોના પાનામાંથી પડીયા, પતરાળા તેમજ બીડી બનાવવામાં આવે છે. આપણને મધ, ગુંદર, રબર વગેરે ઉપયોગી વસ્તુઓ વૃક્ષમાંથી જ મળે છે.

વૃક્ષો ધરતીની શોભા છે. તેમના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો આપણી ધરતીને રળિયામણી બનાવે છે. વૃક્ષો વગરની ધરતી રણ જેવી ભેંકાર જ લાગે છે. વૃક્ષોની ઘટાઓમાં પંખીઓ કિલોલ કરે છે. તેમની શીતળ છાયાંમાં પશુ, વટેમાર્ગુંઓ અને ખેડૂતો બપોરે વિશ્રામ કરે છે. બાળકો વૃક્ષો નીચે ઠંડકમાં રમે છે. વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે. વૃક્ષોના લીલાં પાંદડા હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન બહાર કાઢી હવાને શુદ્ધ કરે છે.
વૃક્ષો આપણા મિત્રો જ નહીં, સંત પણ છે. તે મૌન રહીને પણ આપણને ઉપદેશ આપે છે. વૃક્ષ તેના ઉપર પથ્થર ફેંકનાર ને પણ ફળ આપે છે. “આપણું ખરાબ કરનારો પણ આપણે ભલું કરવું જોઈએ” તેઓ ઉપદેશ વૃક્ષો પાસેથી મળે છે.
પ્રગટે એવી કોઈ જ્વાળા કે બળે
અંદરનો રાવણ, તો સારું!
માણસને માણસ બની રહેવાના
મળતા રહે કારણ, તો સારું!

શિક્ષકશ્રી : વાઢેર વર્ષાબેન
--------------------------------------------------------------------------PERANT'S CORNER
વાલીશ્રીનો શિક્ષણ માટેનો અભિગમ
બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો, મેનેજમેન્ટ, તેમજ વાલીના સહિયારા પ્રયત્નો ફળીભૂત થાય છે. સંશોધનો દ્વારા સતત દર્શાવ્યું છે કે બાળકોના શિક્ષણમાં માતા-પિતાની સંડોવણી વિદ્યાર્થીઓની સિધ્ધીઓમાં સકારાત્મકતા લાવે છે. વિદ્યાર્થીના માનસપટ ઉપર બે વ્યક્તિની સૌથી મોટી અસર રહે છે. એક છે માતા-પિતા અને બીજા છે શિક્ષક. શિક્ષક દ્વારા કહેવાયેલ વેણ વિદ્યાર્થી માટે બ્રહ્મવાકય સાબિત થાય છે. શિક્ષકશ્રીના સતત વાલીશ્રી સાથેના સંપર્કથી વિદ્યાર્થીમાં થયેલ પરિવર્તન વિશે માહિતગાર કરે છે.
નવી આવી રહેલ એજયુકેશન પોલીસીમાં શિક્ષકની સાથે સાથે વાલીશ્રીઓ પણ અપડેટ થવું જ રહયું. ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થી તેના ફાયદા જાણી તેનો ઉપયોગ શિક્ષણ મેળવવા પ્રેરિત થાય તેમજ ઉચ્ચ ગુણવતાવાળા પરિણામો સાથે વાસ્તવિક દુનિયામાં જીવવાની કળા શીખી શકે એ માટે વિદ્યાર્થીને પ્રેરિત કરવા જ રહયા.
ગજેરા વિદ્યાભવન બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે.એ માટે નો મને ગર્વ છે.

વાલીશ્રી
પટેલ સરસ્વતીબેન ડી.
--------------------------------------------------------------------------
Women Empowerment
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।

According to Manusmruti's 3rd chapter, Our Indian culture also gives women the utmost respect many of our gods are The Goddess of Wealth female and worshipped. "Laxmi", the goddess of power and strength is "Durga" and the Goddess of suisdom is "Saraswati" Women play an important role in society & entire family depends on her. The comen play the role of mother, wife sister, homemaker, cook, teacher, friend, philosopher and guide on all respect The true women empowerment fulfill in recent era by enhancing come parameters like. Can gender equality, domestic non violence, economically independence, women's education & her role in decision only be making? We have to create equal opportunity for both the gender Girl child should be equally treated and get the for education that leads to increase the literacy Ratio the growth and development of any society, family are nation is based on women's education And economically independency will produce the true sense of empowerment. The real fact of our society is that every male has to accept the role and presence of their female family member, otherwise the above all discussion will remain on paper only. Though there are certain NGO’s works for this but the upliftment of women. has to the accepted and included in every aspect Women empowerment is the need of the hour because it's high time we value and credit women for their contribution and help them grow. The gender defined roles are so narrow-minded and do not comply with modern times where women are actually doing equally and better than men we can referred women empowerment as equality. of freedom from discrimination.

વાલીશ્રી
LT. ડૉ. પ્રતિભા એન.પીપલિયા
--------------------------------------------------------------------------
BOOKWORM'S DIARY

--------------------------------------------------------------------------CONTECT US.....
