top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER -FEBRUARY-2023

Updated: Mar 15MESSAGE FROM TRUSTEE

પ્રિય વાલી મિત્રો,

આપ સૌ કુશળ હશો.

ગજેરા ટ્રસ્ટે સફળતાપૂર્વક તેના ૩૦ વર્ષ પૂરા કર્યા છે અને શિક્ષણને આગળ વધારવાની અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી કેડીએ લઈ જવાની આ નોંધપાત્ર સિદ્ધિ પર ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગજેરા પરિવાર અને ગજેરા શાળા પરિવારના તમામ સભ્યોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.

ગજેરા ટ્રસ્ટની સ્થાપના “ગજેરા પરિવાર” દ્વારા કરવામાં આવી હતી, જેઓ દાયકાઓ પહેલા પોતાની જાતને જોઈને સમાજના નાનામાં નાના વ્યક્તિના બાળકને શિક્ષણ આપે તેવી સંસ્થાની સ્થાપના કરે છે. પરિવારનું માનવું હતું કે એક શિક્ષિત બાળક માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં પોતાની સહભાગિતા આપે છે. આ ઉદ્દેશ્ય અને ધ્યેય સાથે આ સંસ્થાએ ૩૦ વર્ષ પહેલાં વધુ સમય લીધો હતો. પરિવારના તમામ સભ્યોએ આ સંસ્થાના વિકાસ માટે સમય અને નાણાંનું યોગદાન આપીને આ કલમને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે ત્રણ દાયકાની નિઃસ્વાર્થ સેવા પછી ગજેરા પરિવારે અને પરિવારના સભ્યોના સક્ષમ માર્ગદર્શન દ્વારા ખાતરી કરી છે કે ગજેરા ટ્રસ્ટ સુરત શહેરનું નોંધપાત્ર ટ્રસ્ટ છે. આથી જ ગજેરા ટ્રસ્ટ હેઠળની તમામ શાળાઓ અને કોલેજોના વિકાસ અને સફળતા માટે ટ્રસ્ટીઓ અને શાળા પરિવારના તમામ સભ્યોનું સમર્પણ જવાબદાર છે.

આ વાત તો થઈ સંસ્થાની સ્થાપના અને તેનાં વિકાસની, પરંતુ મારે હવે જે વાત કરવી છે તે મારા વિદ્યાર્થીઓ માટે કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આવનારા મહિનાઓથી શાળાની પરીક્ષાઓનો પ્રારંભ થશે. દેશ-દુનિયામાં વિવિધ પડકારો અને પરિવર્તનો પછી આખરે આપણે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પડાવ પાસે પહોંચી ગયા છો એ આપણાં સૌ માટે ખુશીની વાત છે. તને તમારી પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતે કરી જ લીધી હશે. હવે તમને જરૂર છે એક આત્મવિશ્વાસની, હુંફની , સધિયારાની , પેપર કેવું નીકળશે ? હું સારી રીતે લખી શકીશ કે કેમ ? પેપર ચેક કરનાર બરાબર ચેક નહિ કરે તો ? પરિણામ નીચું આવશે તો ? આવા અનેક નકારાત્મક વિચારો પણ તમને આવતા જ હશે , ખરું ને ? પણ થોડીવાર એ બધું જ બાજુએ મૂકીને આગળની વાત પર ધ્યાન આપશો. દરેક વ્યક્તિ અનન્ય છે અને કોઈની પણ સરખામણી અન્ય કોઈ સાથે થઇ જ નહિ.મિત્રો ,તમારી જિંદગી ,તમારું ભવિષ્ય અને તમારી ખુશી જ અમારા સહુ કોઈ માટે ખૂબ જ મહત્વની છે. કેટલું વાંચ્યું એના કરતાં કેટલું સમજાયું અને યાદ રહ્યું એ વધારે મહત્વનું છે, એકાગ્રતા, પ્રાણાયામ, માનસિક સ્વસ્થતા વાંચેલું યાદ રાખવામાં ખૂબ જ મદદ કરે છે, પરીક્ષાનો સમય નજીક છે ત્યારે હવે વાંચન ઓછું અને ચિંતન , મનન વધારે કરો, લેખન અને ગણનનો મહાવરો કરતા રહો, સમયાંતરે પૌષ્ટિક અને હળવો આહાર, નિયમિત પૂરતી ઊંઘ અને હળવો વ્યાયામ / વોકિંગ કરો, જવાબવહીમાં ઉત્તરો માગ્યા મુજબ જ લખો, જે વિભાગ સારો આવડતો હોય તે પહેલાં લખો, પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડમાં સમયસર પહોંચી જવાથી બિનજરૂરી તણાવ ટાળી શકાય. ઊંડા શ્વાસ લેવા અને ‘can , I will ‘ અભિગમ રાખવો અને જવાબવહી પર લખવાની વિગતો કાળજીપૂર્વક લખવી. પ્રશ્નપત્ર વાંચવા માટે વિશેષ સમય ફાળવવામાં આવે છે. તેનો સદુપયોગ કરવો. કોઈ એક – બે પ્રશ્નો અઘરા કે ન આવડતા હોય એટલા માત્રથી હતાશ ન થવું અને જે આવડતું હોય તે વિભાગ અને પ્રશ્નોથી લખવાની શરૂઆત કરવી . બે – પાંચ માર્કના અઘરા પ્રશ્નોને લીધે બાકીના ૯૫ ગુણનું ભૂલી જઈએ એ કેમ ચાલે ? પરીક્ષાના ગુણ મહત્વના છે , પણ જીવનના ગુણ જેવા કે સત્ય , પ્રમાણિકતા વગેરે ખૂબ જ મહત્વના છે. પરીક્ષા ખંડમાં CCTV કેમેરા તો હોય જ છે , પણ પરમ પિતાના કેમેરામાંથી કોઈ છટકી શકતું નથી માટે કોઇપણ પ્રકારે ગેરરીતિ કરવાનો વિચાર સુદ્ધાં કરશો નહિ.

આમ, અંતે આપ સૌને એટલું જ કહીશ કે તમારી આ કસોટીમાં અમે સૌ તમારી સાથે છીએ. આપની સફળતામાં જ અમારી સિદ્ધિ હોય છે. આથી પરીક્ષા આપી રહેલા મારાં તમામ વિદ્યાર્થીઓને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સફળતાના શિખરો સર કરો તેવી શુભકામનાઓ. _________________________________________________________________________

MESSAGE FROM PRINCIPALભવિષ્યમાં બાળક સાથે રહેવું હોય તો આજે બાળક સાથે રહો


આપણે પરદેશના રંગે રંગાઇ જવાની મથામણ અને હરીફાઇ કરીએ છીએ. ઘણાં લોકોએ પરદેશ જઇને જોયું હશે કે અહીં બેસીને સાંભળ્યું હશે કે, ત્યાં દીકરો પુખ્તવયનો થાય એટલે માબાપથી જુદું રહેવાનું વલણ અપનાવે છે, ખૂબજ ઓછા કુટુંબ પરદેશમાં છે કે, જ્યાં દીકરો પુખ્તવયનો થયા પછી તેના માબાપ સાથે રહેતો હોય, અરે ઘણાં છોકરાછોકરી એવાં છે કે, જે પોતાના મા કે બાપના લગ્નમાં હાજર હોય છે. એમાં પણ ક્યારેક તો એકથી વધુ વખત લગ્નમાં હાજર રહેતા હોય છે. આ વાતથી આપને કદાચ નવાઇ લાગશે, પણ આ વાત સત્યથી પૂરેપૂરી ભરેલી છે, જેમાં સહેજ પણ અતિશ્યોક્તિ પણ નથી. પરદેશમાં સાથે રહેતા પતિપત્નીને કોઇ કારણસર સાથે રહેવાનું અનુકૂળ ન લાગે તો તેઓ સરળતાથી નિ:સંકોચ પણે એકબીજાથી જુદા પડી જાય છે. જો કોઇ બાળક હોય તો તેને મળવા માટે અઠવાડિયાના નક્કી કરેલા દિવસે બંને સ્ત્રીપુરુષ ભેગા પણ થાય ચે. જેમાં તેમને કોઇ રંજ હોતો નથી. આમ બનવા પાછળના કારણો કદાચ અનેક હશે, પણ મુખ્ય કારણ છે કે, માનવીય અને નૈતિક મૂલ્યોનું ધોવાણ. આપણો દેશ અને આપણે સૌ ટકી રહ્યા છીએ તે આપણા સૌમાં ભારોભાર ભરેલા માનવીય અને નૈતિક મૂલ્યોને કારણે. આપણે સૌ પડોશી ધર્મ સૌ પહેલાં નિભાવીએ છીએ, જ્યારે પરદેશમાં તો પડોશમાં કોણ રહે છે તેની દરકાર પણ કોઇ કરતું નથી. તેઓ સામાજિક કરતાં વ્યક્તિગત બાબતોને વદારે પરાધાન્ય આપે છે. પોતે કેવી રીતે ખુશ રહેવું તે જાણે છે અને તેવું કરે છે. જેની સાથે જેટલો સમય ફાવે તેટલો સમય દોસ્તી કરવાની, ન ફાવે તે દિવસથી છૂટા. આપણે ત્યાં તો પડોશી સાથે જો સંબંધોમાં સામાન્ય કડવાશ ઊભી થાય તો પણ રાત્રે ઊંઘ આવતી નથી.

આપણે બાળકોને નાપણમાં સત્યવાદી હરીશચંદ્ન કે નચિકેત કે લવકુશ જેવી વાર્તાઓ સંભળાવીએ છીએ, જ્યારે પરદેશમાં આવા કોઇ પાત્રો થયા જ નથી, જેથી નાનપણમાં નૈતિકતાના પાઠ શીખવવા માટેનું વિષયવસ્તુ જ તેમની પાસે નથી. આજના કળિયુગમાં પણ હજારો લોકો આપણે ત્યામ એવાં છે કે જે દિવસમાં અનેક વાર ભગવાનના સોગંધ ખાય છે, અંતે તેની વાતને સાચી માનવામાં આવે છે. જે ભગવાન પરની શ્રદ્ધ સૂચવે છે. જેમાં આપણામાં રહેલા ધાર્મિકમૂલ્યો ડોકાઇ આવે છે. આપણે જે શાંતિથી, સુખરૂપે, પૂર્ણ સામાજિક બનીને જીવીએ છીએ તેનું કારણ આપણામાં પડેલા આપણા ભારતીય મૂલ્યોને કારણે. પણ દુ:ખ સાથે અને પોતાને વાસ્તવવાદી તેમજ આધુનિક માનતા લોકોને ચેતવવા કહેવું પડશે કે, આજે દિનપ્રતિ દીન આપણા વારસા સમાન મૂલ્યો સંસ્કાર આપણે ભૂલતા જઇએ છીએ. ભૂલીએ છીએ એટલું જ નહીં, પણ આપણા બાળકોને પણ આપણે તે મૂલ્યો આપતા નથી કે તે મૂલ્યોથી આપણે બાળકોને દૂર જ રાખીએ છીએ.આજે વૃદ્ધાશ્રમની સંખ્યામાં તતો વધારો કે વિભક્ત કુટુંબની સંખ્યામાં થતો વધારો કે કુમળી વયે શરાબ કે સિગારેટનું કરવામાં આવતું સેવન કે બળાત્કારના વધતા કિસ્સાઓ વગેરે જેવી અનેક બાબતો આપણા ધોવાતા મૂલ્યોને પ્રદર્શિત કરે છે.

સમાજમાં ધોવાતા મૂલ્યોના એક કરતાં વધુ કારણ હશે, પણ એક મુખ્ય કારણ એ છે કે, આજના મા- બાપ બંને પોતાના વ્યક્તિત્વમાં એટલા તો ખોવાઇ ગયા છે કે જેને કારને તેમની પરજ કે ભૂમિકાને તેઓ ભૂલી ગયા છે. ઉપરાંત દુનિયા નાની બની ગઇ છે, ટીવીના પડદે કેદ થઇ ગઇ છે ત્યારે પોતાનું ખોટું કે ખરાબ માનીને બીજામાંથી પ્રેરણા લેવાનું તત્ત્વ વધી ગયું છે, દરેક મા-બાપ જાણે કે લઘુતાથી પિડાતોહોય તેમ લાગે છે. જેથી અન્યનું અનુકરણ કરવામાંથી જ ઊંચો આવતો નથી. આ અનુકરણ પોતે તો અપનાવે જ ચે, પણ સાથે પોતાના બાળક પર પણ ઠોકી બેસાડે છે. બેટા આમ ન કરાય, તેમ ન કરાય, પેલો છોકરો કેવું સરસ કરે છે, તું પણ એવું કર વગેરે વગેરે. અરે, ભાઇ આમ ન કરાય તે શીખવો છો તો સાથે એ પણ શીખવો કે શું કરાય. આ કરાય કે ન કરાયમાં જ આપણા મૂલ્યોને આપણે જાણે કે ઇરાદાપૂર્વક ખોઇ રહ્યાં છીએ. હકીકતમાં દરેક મા-બાપે વિચારવા જેવું છે કે, આપને ભવિષ્યમામ વૃદ્ધાશ્રમમાં રહેવું છે કે બાળકો સાથે રહેવું છે. જો તમને એકલા જ રહેવું ગમતું હોય, પરદેશની જેમ બાળકોથી અલગ રહેવું ગમતું હોય તો અત્યારે આપણો સમાજ જે તરફ જઇ રહ્યો છે તેમાં ભળી જાવ. પણ જો તમે એમ ઇચ્છતા હોવ કે, મારે મારી વૃદ્ધાવસ્થા મારા બાળકો અને તેમના બાળકો સાથે જ ગાળવી છે. તો મહેરબાની કરીને આપને આપણા વિચારો અને વર્તનમાં પરિવર્તન કરવું પડશે. બાળકોમાં મૂલ્યો ખીલે અને ઉમેરાય તે માટે સતત જાગૃત રહેવું પડશે. તેને સામાજિક બનાવવાના તમામ પ્રયત્નો કરવા પડશે. જો તમે સામાજિક હશો તો જ તમારું બાળક સામાજિક બનશે. તમે અત્યારે સ્વતંત્રતા ઇચ્છતા હશો અને બાળકને અલગ રાખીને જીવતા હશો તો તે બાળક પણ મોટું થયાં પછી તમે સિંચેલા સંસ્કાર પ્રમાણે તે પણ અલગ રહેવાનું જ છે. પછી તમે બાળકનો દોષ ન કાઢશો. બાળકામં જો કોઇ દોષ પેસવા ન દેવો હોય તો તમે પણ આજે નિષ્કલંકિત બનો. તમારું બોલેલું બાળક નહીં માને, પણ તમારું કરેલું અવશ્ય પણે અપનાવશે તેને ધ્યાનમાં રાખીને શું કરવું કે ન કરવું તે વિચારો. તમે એટલું વિચારો કે, તમે છેલ્લે તમારા બાળક સાથે ક્યારે બેઠા હતા, તેને ખુશ કરવા તમે તમારી જાતનો અને પ્રવૃત્તિનો કેટલો ભોગ આપ્યો ? તમે તેને કેટલો સાંભળ્યો ? વગેરે. જો આ નહીં કરેલું હોય તો તે બાળક જ્યારે મોટો થશે ત્યારે તે તમારું શા માટે સાંભળે, તમારી સાથે શા માટે બેસે ? તમને ખુશ કરવા પોતાની જાત કે પ્રવૃત્તિનો શા માટે ભોગ આપે. શરૂઆત તમે કરેલી છે, તમારું જોઇને જ તે શીખ્યો છે, બાવળ વાવીને કેરીની અપક્ષા રાખશો તો ક્યારેય સંતોષાવાની નથી. માટે આંબા વાવવાનું આજથી જ શરૂ કરી દઇએ, જેથી ભવિષ્યમાં કેરી ખાવા મળે.

__________________________________________________________________________

ટકા નહીં ટેલેન્ટ જોઈએ

ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે. પરંતુ આ વધારાથી ડરવા જેવું નથી. પરીક્ષાના પ્રશ્નપત્રોના પરીરૂપ ખૂબ જ સરળ બનાવવામાં આવ્યા છે, લખવાનું ઓછું થયું છે, પાસ થવા માટેના નિયમો ઘણી હળવાશ થાય તેવા બનાવાયા છે. ઘણી બધી સમયમાં પણ બાંધછોડ કરવામાં આવેલી છે. બે પેપરો વચ્ચે પુનરાવર્તન થઈ શકે, તે માટે રજા નું પણ આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી રૂ જેવો હળવો ફૂલ થઈ પરીક્ષા આપે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. કેન્દ્રો પર સ્વાગત અને શુભેચ્છાઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ બધું જ માત્ર અને માત્ર વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને વિચારવામાં આવે છે.આ બાબત ખૂબ જ અભિનંદન ને પાત્ર છે, સરાહનીય છે.

પરીક્ષા પૂર્ણ થયેલી વિદ્યાર્થી-વાલી પરિણામની રાહ જોતા હોય છે. ત્યારે અનેક પ્રકારના વિચારોમાં ગળા ડૂબ થાય છે. સ્વપ્નો પૂરા કરવાની મથામણ કરે છે અને કરવી જોઈએ પરિણામ વિદ્યાર્થીની ક્ષમતા પ્રમાણેનું જ હોય છે. પરંતુ તકલીફ ત્યાં ઉભી થાય છે કે સ્વપ્ન જ્યોતિ વખતે આ ક્ષમતા તેમજ તેના રસની બાબતને નજર અંદાજ કરવામાં આવે છે. પરીક્ષા આપી છે પરિણામ તો આવવાનું જ પરિણામ જે આવે તેને વધાવો સ્વીકારો તેટલું જ નહીં સહર્ષ સ્વીકારો ઈશ્વરે આપેલી આ મહામૂલી જિંદગીને આ એકમાત્ર પરિણામ આધારિત ન બનાવો. સારું પરિણામ આવે તોય અને વિપરીત પરિણામ આવે તોય સ્વીકારો અને જિંદગીમાં આવનારી બીજી અઢળક તકો સામે તાકીને જુઓ જિંદગીને આનંદિત બનાવવાની ઘણી તરકીબો છે અજમાવો તો ખરા નાહકની ચિંતા છોડી સ્વસ્થતા પ્રાપ્ત કરો.

પોતાના પર ભરોસો રાખો રસ્તાઓ આપોઆપ મળી જશે “ઉડાન કે લિયે સિર્ફ પંખો સે કામ નહીં ચલતા હોસલા ભી ચાહિયે” આ હોસલો આપણે જિંદગીને સાત સમંદર પાર કરાવી શકવાની તાકાત ધરાવે છે. જરૂર છે માત્ર આ તાકાતને ઓળખવાની અને યોગ્ય દિશામાં વાળવાની.

ડિગ્રીધારી સફળ જ થાય તેવી કોઈ ગેરંટી નથી. જિંદગીની જંગ જીતવાની છે,જિંદગીનો આનંદ માણવાનો છે, આ ઉપરના બધાય ઉદાહરણો પરથી હવે આપણને સ્પષ્ટ સમજાય જાય તેવું ચિત્ર નજર સમક્ષ ખડું થવું જોઈએ ઓછા ટકા આવે નિષ્ફળ થવાય તો સહેજ પણ નિરાશ થયા વગર આપણી જિંદગીની હરેક પડે ખુશ રહીએ પરીક્ષાઓ તો અનેક આવશે પરીક્ષા આવે એટલે પરિણામ પણ આવે પરિણામ બીજાની સાથે ન સરખાવો પોતાની સાથે સરખાવો આપણી જાતમાં પડેલી આવડતો બહાર લાવો મગજ ઉપર ખરાબ વિચારને સવાર ન થવા દો.

મિત્રો, પરિણામ પછી આપણા કાનને સાંભળવા ન ગમે તેવા કિસ્સાઓ ન બને તે માટે આપણે સૌ પૂરક બનીએ બાળકમાં રહેલી શક્તિઓને બહાર લાવીએ અને સાચો માનવ બનવા બનાવવાની દિશામાં આગળ વધીએ બાળકને પ્રેમ હું આપીને અભય કે નિર્ભય બનાવીએ.

ઉપાચાર્યા શ્રી,

મનીષા એ.ગુજરાથી

__________________________________________________________________________

COVER STORY

કર્મનું ફળ

વસંતપુરમાં મિનેશ નામનો એક છોકરો રહેતો હતો. તેનું ઘર ગામની વચ્ચે હતું. તેના પિતાજી ખેતી કરતા હતાં. મિનેશની એક મોટી બહેન હતી. તેનું નામ હતું રાધા. રાધા તેર વર્ષની અને મિનેશ નવ વર્ષનો હતો. બંને સ્કૂલમાં ભણતાં હતાં. સ્કૂલ ગામથી ઘણે દૂર હતી.

એક દિવસની વાત છે. બંને રમતાં-રમતાં સ્કૂલેથી ઘરે જતાં હતાં. ચાલતાં-ચાલતાં રસ્તામાં એક લીમડા પાસે ઊંડા ખાડામાંથી અવાજ આવતો હતો. વાવ.....વા...વ... મિનેશ અવાજ સાંભળીને ફરી ચાલવા ગયો. રાધાએ એને કહ્યું, મિનુ આપણે એ ગલુડિયાને બચાવવું જોઈએ. બંને ખાડા પાસે ગયા તો એક નાનું ગલુડિયું ખાડામાં પડી ગયું હતું. તે બહાર નીકળવા કૂદકા મારતું હતું. એની માતાને બોલાવવા વાવ...વા...વ કરતું હતું. મિનેશે તેને પકડીને બહાર કાઢયું. ગલુડિયું દોડીને ઝાડીમાં ચાલ્યું ગયું. રાધા અને મિનેશ ઘરે જવા માટે ચાલવા લાગ્યા.

બીજા દિવસે સ્કૂલે જતાં-જતાં આ જગ્યાએ રાધા અને મિનેશ ત્યાં રોકાયા. તેમને ત્યાં ગલુડિયું જોવા ન મળ્યું. સાંજે આવતી વખતે પણ ગલુડિયાને શોધ્યું પણ ન મળ્યું. થોડાં દિવસમાં રાધા અને મિનેશ આ વાતને ભૂલી ગયા. એક વર્ષ પછી એક દિવસ રાધા અને મિનેશ શાળાએથી પાછા આવતાં હતા. આજે એમને સ્કોલરશીપના પૈસા મળ્યા હતા. અચાનક રાધાને લાગ્યું કે કોઈક તેમનો પીછો કરી રહ્યું છે. પાછળ ફરીને જોયું તો ગામનો મવાલી પ્રિતમ. તેણે મિનેશને ધક્કો માર્યો અને રાધાને કહ્યું મારે તારી પાસેથી ખજાનો લૂંટવાનો છે. મિનેશે બચાવો .....બચાવો ... બૂમ પાડી. એવામાં ઝાડીમાંથી કૂતરો કૂદયો અને પ્રિતમને પાડી નાખ્યો. ભસતાં ભસતાં પોતાના દાંડ વડે પ્રિતમને બચકાં ભરવા લાગ્યો. પ્રિતમ ગભરાયો અને ત્યાંથી ભાગ્યો.

રાધાએ મિનેશને ઉભો કર્યો અને નવાઈથી કૂતરા સામે જોયું, અને કહ્યું આ કૂતરાને ખરા સમયે ભગવાને મદદ માટે મોકલ્યો. ત્યાર પછી મિનેશને કહ્યું તારા સારા કર્મોએ જ એને મોકલ્યો છે. તું ભૂલી ગયો ? તે પેલા ગલુડિયાને બચાવ્યું હતું ? એ હવે મોટો કૂતરો બની ગયો છે.સાચી વાત આટલા દિવસો પછી પણ તે મને ઓળખી ગયો.

કહેવાય છે ને કે કરેલા કર્મનું ફળ એળે જતું નથી. મિત્રો, આપણને પણ યોગ્ય સમયે આપણાં કર્મનું ફળ મળતું જ રહે છે.

શિક્ષકશ્રી :- ગામીત લીનાબેન

__________________________________________________________________________

CLASS ACTIVIY

‘દરેક વિદ્યાર્થીઓ જીવનમાં

સફળ થવા માટે તેની

અંદર રહેલી પ્રતિભાને

ઓળખવી પડે અને……’

શિક્ષકને સમજવા હોય તો તેના શિક્ષણકાળ દરમિયાન ‘TLM’ નો ઉપયોગ કરવો જરૂરી છે. જે આજનો શિક્ષક કરે છે. આજના વર્ગનો વિદ્યાર્થી ‘Audio’ કરતા ‘Video’ દ્વારા વિશેષ સમજે છે, આનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીના જીવનમાં પુસ્તક ઉપરાંત ચિત્રો તેમજ પ્રવૃત્તિઓનું વિશેષ મહત્વ છે.


ઉપરની બાબતને ધ્યાનમાં લઇ ધોરણ -૬ ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગમાં અંગ્રેજી વિષયમાં, કોઈપણ વસ્તુને ધ્યાનમાં લઈને ‘can’ શબ્દ વડે પ્રશ્નો કેવી રીતે બનાવવા તેમજ તેના ‘yes’ અને ‘no’ વડે જવાબ કેવી રીતે આપવા તેની વિશેષ માહિતી વસ્તુઓ સાથે પ્રવૃત્તિ કરીને આપી હતી. જેમાં વર્ગમાં રહેલા દરેક વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લઈને પ્રવૃત્તિને તેમજ મુદ્દાને વધારે રસપ્રદ બનાવી દીધો હતો.

પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈચારિક અને ભૌતિક શક્તિઓમાં વધારો કરી શકાય છે. પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વલણમાં પણ સુધારો કરી શકાય છે. પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવી શકાય છે. વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિઓનું પણ તેઓના જીવનમાં આગવું સ્થાન છે.

__________________________________________________________________________

SPORTS DAY


રમત અને સ્પોર્ટ્સ શારીરિક ગતિવિધિ છે. જે પ્રતિયોગી સ્વભાવ નાં કૌશલ્ય નાં વિકાસ માં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમૂહ એક બીજા સાથે મનોરંજન કે ઈનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિ સ્પર્ધા કરે છે.મહિલાઓ અને પુરુષો બંને માટે રમત ગતિવિધિ ઓ ને પ્રોત્સાહન આપવાની જરૂર છે.કારણ કે આ એક વ્યક્તિની શારીરિક ,માનસિક સ્વાસ્થ્ય,નાણાકીય સ્થિતિ ને પ્રોત્સાહિત કરે છે.આ નાગરિકોના ચરિત્ર અને સ્વાસ્થ્ય નાં નિર્માણ દ્વારા રાષ્ટ્રની મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.રમત મનુષ્ય નાં કાર્ય કરવાની રીત માં ગતિ અને સક્રિયતા લાવે છે.

ગજેરા વિદ્યાભવનમાં સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ધો. ૧ અને ધો.૨ માં વિધ્ન દોડ, બલુન જમ્પ, પેપર શું વોક, ફ્લાઈંગ બલુન વગેરે... રમત નું આયોજન કરવામાં આવ્યું હતું. અને ધો. ૩ થી ધો.૭ માં વિધ્ન દોડ, મેડીસીન થ્રો બોલ, ૫૦ મી. દોડ,૧૦૦ મી. દોડ,૨૦૦મી. દોડ, ૪૦૦ મી. દોડ, રીલે રેસ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક ,રીંગ પાસિંગ બલુન, રસ્સા ખેંચ વગેરે.. રમત નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ સ્પોર્ટ્સ મેદાન માં ધોરણ : ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા મશાલ, પરેડ, ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

__________________________________________________________________________

માતૃ સંમેલન

માતા દુનિયાની નિ:સ્વાર્થ વ્યક્તિ છે. જે હંમેશા તેના બાળકને પ્રેમ કરે છે, દરેક બાળક માટે તેની માતા તેના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે.

માતા બાળકનો પેહલો આધાર છે. જયારે પિતા બાળકના સંપૂર્ણ જીવનનો આધાર છે.માતા-પિતા બાળકને નૈતિક રીતે ટેકો આપે છે.અને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવા માટે પણ તૈયાર કરે છે.


માતા-પિતા બાળકના સાંવેગિક વિકાસથી સચેત થાય તે માટે તારીખ ૧૪/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં “માતૃ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં શાળાના પ્રિન્સિપલ શ્રી ભાવિષાબેન સોલંકી અને શાળાના કો-ઓર્ડીનેટર શ્રી જયેશભાઈ પટેલ દ્વારા સુંદર વક્તવ્ય કરવામાં આવ્યું હતું.

__________________________________________________________________________

માતૃભાષા દિન


બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડયું જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો , કલુઘેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

માતૃભાષા દિન નિમિત્તે ગજેરા વિદ્યાભવન કતારગામ પ્રાથમિક વિભાગમાં ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓએ અલગ અલગ રાજ્યમાં બોલાતી ભાષામાં પોતાનો પરિચય આપ્યો હતો.. તેમજ જુદા જુદા રાજ્યો વિશેની માહિતી, જે તે રાજ્યનો પહેરવેશ અને ખોરાક વિશે પણ સરસ માહિતી આપી હતી.

__________________________________________________________________________

સાયન્સ ડે


વિદ્યાર્થીઓને પ્રાથમિક લેવલથી કોઈ વસ્તુ માર્ગદર્શન સાથે આપવામાં આવે તો તે દરેક કાર્ય કુશળતાપૂર્વક કરી શકે તે માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. અને તે કાર્ય આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં કરવામાં આવે છે. આપણી શાળાના બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી માહિતગાર થાય તથા તેમનામાં સર્જનાત્મકતાનો હેતુ કેળવાય તે માટે ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે પોતાની રસ, રુચિ અને આવડત પ્રમાણે સાયન્સના બેઝ પર વિવિધ પ્રકારના મોડેલો જેવા કે લાઈ-ફાઈ, સોલાર સિસ્ટમ, ડોર એલર્ટ, લીફ્ટ, વોટર સાઈકલિંગ, રોબોટ વગેરે બનાવીને લાવ્યા હતા.


જે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તથા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જ્ઞાનમાં વધારો થાય તથા વિવિધ માહિતીથી માહિતગાર થાય તે માટે સાયન્સ ક્વીઝ પણ રાખવામાં આવી હતી જેમાં ધોરણ 6-7 નાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી કરી હતી. આમ, ગજેરા શાળા પરિવાર પણ વિદ્યાર્થીઓના વિકાસ, ઘડતર, અને અભ્યાસની સાથે સાથે તેમનામાં વિવિધ ક્ષમતાઓ કેળવાય તે માટે અનંત જ્ઞાનરૂપી સ્ત્રોત સહઅભ્યાસ પ્રવૃત્તિઓના માધ્યમ દ્વારા બાળકો સુધી પહોંચાડવા માટે અનેરો પ્રયાસ કરતી રહી છે.

_________________________________________________________________________

STUDENT'S CORNER

દત્તાત્રેયની ગુણ ગ્રાહક દ્રષ્ટિ

મહાત્મા કપિલનાં બહેન હતા: અનસુયા તેમને એક પુત્ર હતો. તેમનું નામ હતું દત્તાત્રેય. આ દત્તાત્રેયનું મન બાળપણથી ભગવાનમાં લાગેલું, તેથી તે દરિયા કિનારે, પહાડો, જંગલોમાં વિચરે..... અને પ્રભુનું નામ જપે.

એકવાર તેને એક અજગરને રસ્તા વચ્ચે જોયો, અજગર ક્યારેય ખોરાક મેળવવા માટે મહેનત કરતો નથી જે મળે તેનાથી સંતોષ માની લે છે. તેનું આવું વર્તન જોઈને દત્તાત્રેયે વિચાર્યું, પ્રારબ્ધ પ્રમાણે જે મળે તેનાથી ચલાવી લેવું.

આકાશમાં ચંદ્ર ને જોઈને દત્તાત્રેયે વિચાર્યું, ચંદ્રની કળા વધે અને ઘટે છે. પરંતુ ચંદ્રમાં ક્યારેય કોઈ ફેર પડતો નથી. તેમ જીવનમાં ગમે તેટલું સુખ - દુ:ખ આવે તો તેમાં ચંદ્રની જેમ સ્થિર રહેવું, આમ દત્તાત્રેય દરેકની પાસેથી કંઈક ને કંઈક શીખતો, ગુણ ગ્રહણ કરતો, મોટા મોટા સંત મહાત્માઓ પાસેથી જ્ઞાન અને ભક્તિની વાતો સાંભળતો અને આદર્શ અને પ્રેરણાદાય જીવન જીવતો.

દત્તાત્રેય એ ૨૪ ગુરુ કરેલા, તેમણે પોતાના ગુરુઓપાસેથી શું શું જ્ઞાન મેળવ્યું હતું એ જાણીએ

  • પૃથ્વી- ધરતીમાતા, પ્રાણીઓ, મનુષ્ય વગેરેના અત્યાચારોને સહન કરે છે છતાં ગુસ્સે થતા નથી.

  • આકાશ- આકાશ જેમ બધે વ્યાપેલું છે. છતા સૌથી નિર્લેપ છે. તેમ મનુષ્યએ જગતથી નિર્દોષ થઇ ભગવાનમાં જોડાવું

  • જળ- જળની જેમ આપણે પણ પવિત્રઅને નિર્મળ થવું.

  • સૂર્ય- સૂર્ય જેમ સમુદ્રમાંથી જળનું બાષ્પીભવન કરી વરસાદ વરસાવે છે, છતાં તેને અભિમાન નથી.

  • અગ્નિ- અગ્નિની જેમ પોતાના ગુણોના પ્રતાપથી તેજસ્વી બનવું.

  • નાનું બાળક-બાળક જેવા નિર્દોષ અને ચિંતા મુક્ત થવું

બોધ:- આપણે દરેક પાસેથી કંઈક ને કંઈક સારા ગુણો પ્રાપ્ત કરવા જોઈએ.

વિદ્યાર્થી:- મોગરીયા દર્શન

ધો/વર્ગ :-5-A

__________________________________________________________________________

નાના માણસની મોટી ભેટ

  • વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.....

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઈ દૂધપાકની ડોલ હાથમાં લઈને ગટર પાસે ઊભા હતા. અને એક ચમચા વડે ડોલમાંથી દૂધપાક લઈને થોડો થોડો ગટરમાં નાખતા હતા. ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું. એટલે એ પેલા ભાઈ પાસે પહોંચી ગયા. કેસર ઈલાયચી વાળા સુકામેવાથી ભરપૂર મસ્ત મજાના દૂધપાકને ગંદી ગટરમાં નાખતા જોઈને એમને આશ્ચર્ય થયું. દુધ પાકને ગટરમાં નાખી રહેલા પેલા ભાઈને પૂછ્યું “તમે કેમ દૂધપાક ગટરમાં નાખી દો છો.? પેલા ભાઈએ બાળકો કાઢતા કહ્યું અરે ભાઈ શું કરું આજે મારા દાદાના શ્રાદ્ધ નિમિત્તે કેટલી મહેનતથી આ સરસ મજાના દૂધપાક બનાવ્યો હતો પણ તેમાં આ બે માખો પડી છે અને મરી ગઈ છે એટલે એને ચશ્મા થી બહાર કાઢીને ગટરમાં ફેકવા માટે આવ્યો છું પણ માક બહાર નીકળવાનું નામ જ નથી લેતી વાત સાંભળતા જ રસ્તે થી પસાર થતા હતા તે ભાઈ હસી પડ્યા અને કહ્યું ભાઈ આમ જ જો આ મરેલી માખવાને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દૂધપાકને આખી ડોલ ખાલી થઈ જશે તો પણ માખો બહાર નહીં નીકળે એક જ કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો દૂધપાકની ડોલ નીચે મૂકી અને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઈના હાથમાં આપ્યા ચશ્માના કાચ પર બે મરેલી માખો ચોંટી હતી કપડું લઈને ચશ્મા બરાબર સાફ કરી અને પછી પાછા આપીને કહ્યું હવે આ ચશ્મા પહેરો પેલા ભાઈએ ચશ્મા પહેરીને ડોલમાં જોયું તો દૂધપાક ચોખ્ખો હતો એમાંથી મળેલી માખો જતી રહી અને

બોધપાઠ:- આપણા વિચારો રુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મક કૃપી નાખો અને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથે આપણા સંબંધને જે સરસ મજાના દુધવા જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ વિચારોના ચશ્મા ને પણ સરસ સાફ કરતા રહેવા.
વિદ્યાર્થી:- પટેલ ભવ્યા

ધો/વર્ગ :-1-D

__________________________________________________________________________

EDUCATOR'S CORNER

શિક્ષકે તો Duty બજાવતાં બજાવતાં તેનામાં રહેલ આંતરિક Beauty ને વધારવાનું કામ કરવાનું છે.

શિક્ષકે તો વર્ગખંડના બાળકોમાં રહેલ શક્તિઓની ઓળખ કરીને વર્ગખંડમાં નાના મોટા સંશોધનો કરી પોતાની અને બાળકોમાં રહેલ આંતરિક શક્તિને બહાર લાવવાનું કામ કરવાનું છે. શિક્ષક જે વિદ્યાર્થી સાથે આદાન પ્રદાન કરવા માગતો હોય તો તે વિદ્યાર્થી સકારાત્મક વણણ ધરાવતો હોવો જોઈએ. જો સંશોધનો દરમિયાન નિષ્ફળતા મળે તો બેધડક આવા ક્રિયાત્મક સંશોધનોને પડતા મૂકી નવા સંશોધનો તરફ વળવું જોઈએ “ નિષ્ફળતા જ સફળતા માટેનો માર્ગ મોકળો કરી આપનાર Mile Stone છે ” આવનારા નવા પડકારોનો સ્વીકાર કરવોએ વર્તમાન સમયમાં તાતી જરૂર છે.શિક્ષક પાસે માત્ર દ્રષ્ટિ જ નહિ, દીર્ધદ્રષ્ટિ હોવી જ જોઈએ.શિક્ષક માટે તો Eye ની નજર Sky તરફ જ હોવી જોઈએ.

શિક્ષણ – જ્ઞાન અનંત છે. જેનો કદાપિ અંત નથી તેવું અનંતજ્ઞાન અનંતતાના દર્શન કરાવનાર હોવું જોઈએ. જે ઉર્ધ્વગામી છે, આશાવાદી છે, વૃદ્ધિ કરાવનાર છે, વિકાસ તરફ પ્રયાણ કરાવનાર પ્રગતિનું પ્રથમ પગથિયું છે.

શિક્ષકશ્રી :- વઘાસીયા કાનનબેન

__________________________________________________________________________


શિક્ષણના મૂળ કડવા હોય પણ તેના ફળ મીઠા

શિક્ષણ એ આપણું ઉજ્જવળ ભવિષ્ય છે શિક્ષણ સારા અને યોગ્ય ભવિષ્યને આકાર આપવા અને વ્યવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં અને કુટુંબ અને સમાજમાં માન અને આદર મેળવવા માટે મદદ કરે છે. આપણે કહી શકે છીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક ભાગ છે. આપણા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ એ અગત્યનું સાધન છે. સારું શિક્ષણ જીવનમાં ઘણા હેતુઓ પુરા પાડે છે. શિક્ષણ લોકોના મનને ઉચ્ચ સ્તરે વિકસાવવાનું કામ કરે છે. આધુનિક તકનીકી, વિશ્વમાં મુખ્ય શિક્ષણનો સમય બધામાં સક્રિય ભૂમિકા ભજવે છે.

યોગ્ય શિક્ષણ આપણને જીવનમાં લક્ષ્ય બનાવીને સફળતા તરફ લઈ જાય છે. દરેક વ્યક્તિને સારી અને ટેકનિકલ નોકરી મેળવવા માટે ઉચ્ચ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે. શિક્ષણ દ્વારા ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.

“શિક્ષણ વિનાનું જીવન પાંગળું બની જાય છે.” આજના યુગમાં શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિ ઉચ્ચ શિખરે પહોંચે છે. નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. સરકાર પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરીને શિક્ષણનું મહત્વ સમજાવે છે. શિક્ષણ એ આપણું ભવિષ્ય છે, શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે.

શિક્ષણ… સમૃદ્ધિમાં એક આભૂષણ છે. વિપત્તિમાં એક સર્વોત્તમ આશરા જેવું છે.

શિક્ષકશ્રી:-તૃપ્તિબેન પરમાર

__________________________________________________________________________

PARENT'S CORNER

વિદ્યાર્થીકાળ દરમિયાન સમયનું મહત્વ

સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિ, સ્થળ અને પરિસ્થિતિ બદલાતા દરેક વસ્તુની કીમત બદલાતી હોય છે. આજે જે વસ્તુ કિંમતી હોય તે કદાચ ભવિષ્યમાં એનું મુલ્ય શૂન્ય પણ થઇ જાય. આપણા માટે જે વસ્તુ નકામી હોય તે કદાચ બીજા માટે સૌથી ઉપયોગી પણ હોય શકે છે. પરંતુ સમય એક એવી બાબત છે જેનું મુલ્ય વ્યક્તિ, સ્થળ અને પરિસ્થિતિ બદલવા છતાં સૌથી વધુ હોય છે. સમય માટે તો કહેવાય છે કે સમય સોના કરતા પણ મુલ્યવાન છે. અરે સમય અમુલ્ય છે એમ કહો તો પણ કઈ જ ખોટું નથી. સમય કિંમતી હોવા ઉપરાંત મહત્વનો પણ એટલો જ હોય છે કારણકે સમય અવિરત ચાલતો જ રહે છે. તમે કે હું એને રોકી શકતા નથી. એક વખત જે સમય વીતી ગયો તે ક્યારેય પાછો આવતો જ નથી.

એક વિદ્યાર્થી તરીકે તમારે સમયનું મહત્વ સમજવું ખુબ જ આવશ્યક છે.જો તમે સમયનું સાચું મહત્વ અને ઉપયોગીતા સમજતા હશો તો જ તમે સમયનો સદુપયોગ કરી શકશો. સમયની સાચી કિંમત તમે પણ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે જેમકે તમે દોડની સ્પર્ધામાં માત્ર 4-5 સેકંડ માટે હારી ગયા હોવ કે ટીમમાં પસંદગી ના થઇ હોય , પરીક્ષામાં જો 5 મિનીટ વધારે મળી હોત તો તમને સંપૂર્ણ આવડતો જવાબ છૂટી ના ગયો હોત વગેરે વગેરે...

અત્યારે તમે એવી ઉમરમાં છો જયારે તમારા માટે સમય ખુબ જ કિંમતી હોવો જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. દેશના વડાપ્રધાન હોય કે મોટા બીઝનેસમેન હોય કે એક સામાન્ય માણસ હોય કે એક ભિખારી હોય, દરેક પાસે સમય સરખો જ છે પણ જે વ્યક્તિ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે એ સફળતાના શિખરો સર કરી શકે છે. તમારે વિદ્યાર્થીકાળથી સમયના સંદર્ભમાં ત્રણ વાત સમજવી જોઈએ.

૧.સમયનો સદુપયોગ કેમ કરવાથી થાય ? જયારે શાળામાં શિક્ષકો દ્રારા તમને ભણાવવામાં આવી રહ્યું હોય અને તમે ધ્યાનથી ભણી રહ્યા હોવ એ સમયનો સદુપયોગ છે.

૨.સમયનો દુરુપયોગ શું કરીએ તો ઘટે ? જયારે શાળામાંથી કોઈ ગૃહ કાર્ય ના હોય અને તમે આખો દિવસ મોબાઇલમાં વિડીયો જોવામાં કે ગેમ રમવામાં સમય વિતાવી દ્યો તે સમયનો દુરુપયોગ છે.

૩. સમયની બચત કરી બચેલા સમયમાં શું રચનાત્મક કરી શકાય? જયારે તમે તમારું ૩ કલાક નું ગૃહકાર્ય ૨ કલાકમાં પૂરું કરી બાકીનો કલાક લાયબ્રેરી માં કે પેઈન્ટીગ કરવામાં વિતાવો છો તો તે બચેલા સમયનો રચનાત્મક ઉપયોગ કહી શકાય.

જો તમે અત્યારથી જ ઉપરોક્ત બાબતોને યોગ્ય રીતે સમજી અને અમલ કરી શકો તો તમે જીવનમાં તમને સફળ થતા કોઈ રોકી શકશે નહિ. તમે અત્યારથી જ સમયની બચત અને સદઉપયોગને એક ટેવ તરીકે વિકસાવો કારણકે આ ટેવ તમારી સફળતાનો પાયો બની શકે છે. તમે એક કામ કરો.આજે સાંજે એક કલાકનો સમય કાઢો. તમે એક કાગળ અને પેન લઇ લો. તમે સવારમાં ઉઠ્યા ત્યારથી સાંજ સુધીમાં જે કઈ પણ કર્યું તે કાગળ પર લખો અને પછી તમે જાતેજ મૂલ્યાંકન કરો કે આમાં તમે ક્યાં સમયનો સદુપયોગ કર્યો અને ક્યાં દુરુપયોગ કર્યો ? તમે ક્યાં સમય બચાવી શકતા હતા ? કઈ પ્રવૃત્તિ તમારા માટે સૌથી ફાયદાકારક હતી અને કઈ નુકશાનકર્તા ? માત્ર એક અઠવાડિયું આ રીતે રોજનીશી લખો. તમને વાસ્તવિકતાના દર્શન થઇ જશે.અને તમે જાતેજ તમારા જીવનમાં આમૂલ પરીવર્તન લાવી શકશો. તમે એક વખત સમય ને સાચવતા શીખી જાઓ, સમય તમને આજીવન સાચવશે. તમે બધુ કામ નિયમિતતા અને સમયબદ્ધતા મુજબ કરવા લાગો. અને તમે જોશો કે તમારા માતપિતા અને શિક્ષકોનો તમારા તરફનો દ્રષ્ટિકોણ બદલાય જશે. તમે સમય બચાવવાની અને યોગ્ય રીતે વાપરવાની શરૂઆત કરશો એટ્લે તમે જોશો કે તમને દરેક કામ માટે પૂરતો સમય મળવાની શરૂઆત થઈ જશે. અંતે ચાલો સાથે મળી પંક્તિઓની સાર્થકતા સમજીએ..

समय हो होता है बलवान, चलते रहना इसका काम,

समय रहते जो जाने इसे, वही बन जाये भाग्यवान I

चाहे जो परिस्थिति आए, या आलस तुम्हे बहकाए,

लेना समजदारी से काम, समय से करना सारे काम I

हर वास्तु पैसे से मिल जाये , समय ही जो ना ले पाए,

एक वर हाथ से जो निकले, फिर लौट कभी ना आयेI

વાલીશ્રી :- રાજેશ આર કળસરિયા

__________________________________________________________________________

એજ્યુકેશન

Ø ટેકનોલોજી વિશે જેટલું વિદ્યાર્થીને જાણવું જરૂરી છે તેટલું જ તેના વ્યવસ્થિત ઉપયોગ માટે સંસ્કૃતિ અને આપણા ભારતના શાસ્ત્રો( વેદો/ ભગવદ્ગીતા/ રામાયણ)ને જાણવું અને વ્યવસ્થિત સમજવું જરૂરી છે.

Ø જો વિદ્યાર્થીના ભણતરને સંસ્કૃતિ થી અલગ રાખવામાં આવશે તો તે ભવિષ્યમાં કઈ દિશામાં તે ભણતરનો ઉપયોગ કરશે તેના વિશે ચોક્કસતા રહેશે નહીં

Ø ભણતર સાથે બાળકમાં (વિદ્યાર્થીને) ભારત દેશના મહત્વ અને દેશભક્તિ વિશે સમજણ આપવી પણ જરૂરી છે.

Ø જો તમામ યુવાધનને સારા વિદ્યાર્થીઓ ભારત દેશ સિવાય અન્ય પશ્ચિમી દેશોમાં સ્થાયી થવા લાગશે તો કદાચ તેમને મેળવેલી વિદ્યા અને તેમનું સામર્થ્ય તે દેશોને આગળ લઈ જશે (તે દેશોને કામમાં આવશે.)

Ø ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને ભારતમાં રહેવું કેટલું જરૂરી છે તે સમજવા ડોક્ટર એ.પી.જે અબ્દુલ કલામ સાહેબને એક દ્રષ્ટાંત સ્વરૂપે લઈ શકાય.

Ø ટેલેન્ટનો પહેલો ઉપયોગ દેશને મદદરૂપ થવા કરવો એ નૈતિક ફરજ નો ભાગ છે તે સમજાવવું જરૂરી છે.


Ø વિદ્યાર્થીને સમજણયુક્ત અને ગમ્મતયુક્ત (પ્રેક્ટીકલ ઉપયોગ) સાથે ભણતર આપવું જરૂરી છે.

Ø વિદ્યાર્થીને અભ્યાસ (શિક્ષણ) ગોખવા કરતા સમજણપૂર્વક યાદ રાખવા પહેલેથી ટેવ પાડવી જરૂરી છે. જે બાળકમાં વિચાર શક્તિ વિકસાવે છે.

Ø બાળકના ઘડતરમાં જેટલી માતા-પિતાની યોગ્ય સલાહ, સૂચન, સંસ્કાર ની જરૂર પડે તેટલીજ જરૂરિયાત શિક્ષણની પણ પડે છે.

Ø શાળાનું કે શિક્ષણ સંસ્થાનું વાતાવરણ એ મુજબનું હોવું જોઈએ કે જેથી બાળકનું યોગ્ય ઘડતર થાય સાથે બાળક યોગ્ય અનુશાસનમાં રહે.

Ø વધારે પડતા ભણતરના વજન (બોજ) ને લીધે કે અન્ય અનુશાસનના સિવાયના વાતાવરણ ને લીધે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે વળે છે. જેમકે ડ્રગ્સ, તંબાકુ, કેફીદ્રવ્યોના સેવન તરફ વળે છે. માટે વિદ્યાર્થીઓને આવા ગેરમાર્ગે જતાં શક્ય તેટલા અટકાવા જોઈએ.

Ø શિક્ષણ સંસ્થાએ ભવિષ્ય માટે વિદ્યાર્થીને તૈયાર કરવાના છે તો સાથેજ આપણી ઐતિહાસિક અને જૂની સંસ્કૃતિ સાથે જોડાયેલા પણ રાખવાના છે જે બાળકોને નૈતિકતા અને સાચા માર્ગ રાખવા જરૂરી છે.
વાલિશ્રી:- પંકજ આર. શંકર

__________________________________________________________________________

BOOKWORM'S DIARY


_________________________________________________________________________

CONTECT US....


488 views0 comments
bottom of page