top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Newsletter - January-2023

Updated: Feb 8





Message From Trustee


પ્રિય વાલી મિત્રો,

આપ સૌ કુશળ હશો.

શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧લી જાન્યુઆરી, ૧૯૯૩ના રોજ સમાજના ત્રણ અભિન્ન ભાગોમાં ઉન્નતિ લાવવાનું મિશન: શિક્ષણ, આરોગ્ય સંભાળ અને માનવ સેવાઓને કેન્દ્રમાં રાખી સ્થાપના કરવામાં આવી હતી. આજે ગજેરા ટ્રસ્ટમાં ૬૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતના જુદાં જુદાં ૯ કેમ્પસમાં સર્વગ્રાહી અને આધુનિક શિક્ષણ પ્રણાલી પ્રમાણે શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં ૧૮ શાળાઓ, 3 કોલેજો અને વાત્સલ્ય ધામ અનાથ બાળકોનું ઘર આ ગજેરા ટ્રસ્ટની અનોખી ઓળખ છે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડ અને સી.બી.એસ.સી. બોર્ડ તેમજ ઇન્ટરનેશનલ બોર્ડની માન્યતા પ્રાપ્ત કર્યા પછી શાળામાં જુદાં જુદાં અભ્યાસક્રમો ચલાવી રહી છે. આજે ગજેરા ટ્રસ્ટે શિક્ષણના ક્ષેત્રમાં એક સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તે સત્ય અને ઉત્કૃષ્ટતાના પડકારરૂપ માર્ગ પર ચાલવાની સળગતી ઈચ્છા ધરાવતા ટ્રસ્ટીઓની સ્પષ્ટ દ્રષ્ટિને કારણે આ સ્વપ્ન સાકાર થયું. અત્યંત અનુભવી અને 'તેમના-ક્ષેત્રના દિગ્ગજ' ફેકલ્ટીના અથાક પ્રયાસોથી આગને સળગતી રાખવામાં આવી છે. અમે અમારી સફળતાથી ખુશ છીએ પણ અમારી સિદ્ધિઓથી નમ્રતા અનુભવીએ છીએ. આપણે જ્ઞાનની ક્ષિતિજોને આગળ ધપાવવી જોઈએ, અને તે માટે આપણી નજર ભૂતકાળમાં શું છે તેના પર ન હોવી જોઈએ, પરંતુ જે પ્રાપ્ત કરવાનું બાકી છે તેના પર હોવું જોઈએ. અમારો પ્રયાસ 'શિક્ષક કેન્દ્રિત' તાલીમને બદલે 'વિદ્યાર્થી કેન્દ્રિત' પર ભાર આપવાનો છે. ગજેરા વિદ્યાભવનમાંથી સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓની પસંદગી ગુજરાત અને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કરવામાં આવે છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ પોતાની શાળાનું નામ રોશન કરે છે. શાળાનો ઉદ્દેશ્ય માત્ર એક શિક્ષિત વ્યક્તિ પેદા કરવાનો નથી, પરંતુ તેમનામાં નૈતિકતા અને મૂલ્યો કેળવવાનો પણ છે જેના દ્વારા તેઓ માનવીય સમુદાય અને સમાજ સાથેમળી નવ્ય અને આધુનિક સમાજની સ્થાપના કરી શકે. તેથી, ગજેરા ટ્રસ્ટ બાલભવનથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના શિક્ષણ અને તાલીમ માટે અનુભવી શૈક્ષણિક સ્ટાફ, અદ્યતન શાળા સંકુલ અને ટેકનોલોજી યુક્ત પ્રવૃત્તિ શિક્ષણની શ્રેષ્ઠ શાળાઓ ચલાવી રહ્યું છે. ગજેરા ટ્રસ્ટ અને ગજેરા વિદ્યાભવન સમાજના નાનામાં નાના વ્યક્તિની સંભાળ રાખે છે એટલું જ નહીં, તે વિદ્યાર્થીઓને તમામ તાજેતરના અને આધુનિક મેનેજમેન્ટ પ્રોટોકોલથી પરિચિત કરાવવાનો પણ પ્રયાસ કરે છે. સંશોધન માટે અમારી પ્રતિબદ્ધતા મક્કમ છે કારણ કે કોઈપણ શિક્ષણ સંસ્થા સંશોધકોની સમર્પિત ટીમ વિના આગળ વધી શકતી નથી. અમારી પાસે સંપૂર્ણ રીતે કાર્યરત રિસર્ચ સેલ છે જ્યાં માત્ર ફેકલ્ટી જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના આંતરિક સંશોધન પ્રોજેક્ટ્સમાં સામેલ છે. ગજેરા ટ્રસ્ટે ગુજરાત અને ભારતભરમાં વિવિધ સસ્થાઓ દ્વારા સન્માન પ્રાપ્ત કર્યું છે અમારા માટે ગર્વ છે. ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓ પોતાના ક્ષેત્રમાં હંમેશા ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આપવા માટે પ્રયત્નશીલ છે, જે માત્ર પોતાની સાથે સ્પર્ધા કરે છે. વિદ્યાર્થીઓ, જેઓ અમારા સ્વપ્નને શેર કરે છે અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવવા ઈચ્છે છે, તેઓને અહીં શ્રેષ્ઠ વર્ગ શિક્ષણ અને તાલીમ વાતાવરણની ખાતરી સાથે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળામાં જોડાવા આમંત્રણ આપવામાં આવે છે.

Mr.Chunibhai Gajera

Managing Trustee

Gajera Trust

__________________________________________________________________________________


Message From Principal

બાળ કેળવણી સાથે ભાવ કેળવણી

કેળવણી એ આ જીવન ચાલતી પ્રકિયા છે. આપણા શાસ્ત્રો પ્રમાણે તો બાળકેળવણી જન્મ પહેલાથી જ શરૂ થાય છે. બાળકેળવણીના પાયામાં પ્રથમ તો માતા-પિતા અને પછી શિક્ષકો રહેલા છે. બાળકેળવણીમાં માતા-પિતાએ ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે.

આધુનિક માતા પિતાનો એવો આગ્રહ હોય છે કે બાળક નર્સરી માંથી જ અંગ્રેજી બોલતા શીખે પણ હજુ તે માતૃભાષા સરખી રીતે બોલી શકતું ન હોય ત્યારે અંગ્રેજી ભાષા ગોખવી તેને કેટલી મુશ્કેલી પડે? એના નાનકડા મગજ ઉપર ભારે બોજો આવી જતો હોય છે. પણ માતા પિતાને તેનો ખ્યાલ આવતો નથી. સામાન્ય રીતે આપણે આપણા બાળક માટેની બધી જ વ્યવસ્થાઓ તે ભવિષ્યમાં આર્થિક રીતે સાધન સંપન્ન થઈ શકે તે અર્થમાં જ વધારે કરતા હોઈએ છીએ.

મધ્યમ વર્ગથી લઈને આપણે જેમને રોજબરોજ જોતા હોઈએ તેવા વોચમેન, શાકભાજીની લારી વાળા, રિક્ષાવાળા, આવા આપણા સમાજના ઘણા બધા લોકો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકવા માંગે છે. સૌના મનમાં એવું જ બેસી ગયું છે કે તરક્કી તો અંગ્રેજી માધ્યમમાં જ થાય છે.

બાળકને પણ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ હોય છે. તે પોતાની અંતઃ પ્રેરણાથી સ્વભાવિક રીતે જ કાર્ય કરતું હોય છે. ભારતની પ્રકૃતિ વિરુદ્ધ બનાવવાની ફરજ પાડવાથી તેની ચેતના નો વિકાસ રૂંધાઈ જાય છે.

બાળકનું આત્મગૌરવ વધારવાના અલગ અલગ માધ્યમોમાં એક માધ્યમ તેની માતૃભાષા છે. માતૃભાષા એ ભાવની ભાષા છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે માતાના પોતાના વિચારો, લાગણીના આવેગો, દિવસ દરમિયાન થતા વ્યવહારો, ચિંતા-મનન, આચરણ વગેરે તેની મૂળ સ્વભાવિક ભાષામાં થતું હોય છે. તેની અદ્રશ્ય અસર ગર્ભમાં રહેલા બાળક પર થતી હોય છે. જે જન્મ લેતા અને સમજતો થતાં બધું જ શીખવાનું તેની સ્વભાવિક ભાષામાં કરવા મથતો હોય છે. જે તેને માટે એકંદરે સરળ હોય છે. શું આપણી આસપાસ એવા ઉદાહરણો ઓછા છે કે જેઓ ગુજરાતી માધ્યમમાં ભણીને જીવનને કેટલું સરળ અને સાર્થક રીતે જીવી શક્યા છે? માતૃભાષામાં ભણવાથી ભાવ ઘડતર મજબૂત થાય છે. પોતાની લાગણીઓને અને અહેસાસને સ્વભાવિક રીતે જ સમજી શકે છે. જે બાળકને પોતાની સમજ વધારવામાં મદદરૂપ થાય છે.

માતા-પિતાની સમજ અને માતૃભાષા બાળકના ભાવવિશ્વની જનેતા છે. તે તેના મનની કલ્પનાઓ અને વિસ્મયને આશ્ચર્યચકિત થઈ જોવાની સાથે તેના જિજ્ઞાસુ સ્વભાવને ઉત્તેજન આપે છે. માતૃભાષા થકી ભાવ કેળવણીને કારણે બાળક સ્વને માણસો સાથેના સંબંધોમાં અને વસ્તુઓ સાથેના સંબંધોમાં જોડી શકે છે. જે બાળકને આત્માગૌરવ અને આત્મવિશ્વાસથી સભર એવી વ્યક્તિ બનાવમાં તેને મદદરૂપ થાય છે.

Mrs. Sunita Hirpara

Principal

Gajera Vidyabhavan, Katargam

__________________________________________________________________________________

Cover Story

ગાંધીજી અને સત્ય નો સિદ્ધાંત

મને હરખભેર સ્કૂલેથી ઘરે આવીને તેના દાદા ને જણાવ્યું કે દાદાજી, આજે તો અમને ગાંધીજી વિશે ટીચરે ઘણી વાતો કરી. કાલે ગાંધી જયંતી છે ને? તો આજે અમને ટીચરે ગાંધીજી વિશે અવનવી કેટલી વાતો કરી અને અમને એમ પણ જણાવ્યું કે તમારા દાદા ગાંધીજી વિશે ઘણી વાતો જાણતા હશે. જો તમે એમને પૂછશો તો એ ચોક્કસ તમને જણાવશે. દાદાએ કહ્યું, હા કેમ નહીં, હું તો ચોક્કસ તમને જણાવીશ બેટા. પણ એ પહેલા જા તું જમી લે અને સ્કૂલ યુનિફોર્મ બદલીને આવ.

મન સ્કૂલમાં ટીચરે જણાવેલી વાતોથી એટલો ઉત્સાહિત હતો કે એને આજે ગાંધીજી વિશે બધી જ વાતો સાંભળી લેવી હતી. એટલે જ એ જલ્દી દાદા પાસે આવી ગયો. દાદાએ કહ્યું બેટા તને ગાંધીજી વિશે જણાવ્યું છે એ મને પહેલા જણાવ. મને કહ્યું મને ટીચરે ગાંધીજીએ કે કેટલો સંઘર્ષ કરીને અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢ્યા છે એ વિશે તેમના સંઘર્ષમાં કોણે સાથ આપ્યો એ તમામ વાતો જાણવી છે.

દાદાએ કહ્યું બરાબર, મતલબ કે મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજી બન્યા એ વાત વિશે તો તે જાણી લીધું છે પણ આ ગાંધીજી જ્યારે માત્ર મોહન હતા ત્યારે એ કહેવા હતા એ વિશે તને હું જણાવું. દાદાજીએ કહેવાની શરૂઆત કરી તેમણે કહ્યું એક દિવસ ગાંધીજી એમના મિત્રો સાથે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નાટક જોવા ગયા હતા તેમાં એ રાજા હરિશ્ચંદ્ર ના પાત્ર થી ખુબ પ્રભાવિત થયા તેમણે નાટકમાં જોયું કે રાજા કોઈ પણ સમસ્યા આવે તો પણ સત્ય બોલવાનું છોડતા નહીં ગાંધીજીને પણ આ વાત સ્પર્શી ગઈ. એમણે તે જ દિવસથી નક્કી કર્યું કે પોતે જીવન હંમેશા સત્ય જ બોલશે. બીજા દિવસે તેમણે એમના મિત્રોને બધી વાત જણાવી. મિત્રોએ કહ્યું, મોહન, સત્ય બોલતા ઠપકો પડશે એટલે આપોઆપ તો આ બધું ભૂલી જશે, પણ મોહન મક્કમ હતા એમણે કહ્યું કાંઈ પણ થાય હવે હું માત્ર સત્ય જ બોલીશ હું ખોટું બોલીશ પણ નહીં અને કરીશ પણ નહીં.

આ ત્રણ લીધા બાદ એક વાર સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન માં મોહનના ક્લાસના તમામ બાળકોને અંગ્રેજી નો સ્પેલિંગ લખવાનો હતો. આખા ક્લાસ નો સ્પેલિંગ સાચો હતો પણ મોહનનો નહોતો. સારો કરીને બીજે જોઈ લેવા કહ્યું પણ ગાંધીજીએ એમ ન કર્યું ઇન્ફેક્શન વાળા ગયા પછી શિક્ષકે ઠપકો આપતા કહ્યું કે આવું કેમ કર્યું? મોહન એ કહ્યું મારે ખોટું નહોતું કરવું મને જે આવડ્યું હતું એ જ લખ્યું હતું એ સાચું હોય કે ખોટું એ દિવસે શિક્ષકે ગર્વથી ગાંધીજની પીઠ થપથપાવી.

દાદા ની વાત સાંભળી તવન સુપ્રભાવિત થયો એણે કહ્યું સાચે દાદાજી ગાંધીજી જીવનમાં સાચું જ બોલતા હતા? હા બેટા પવન કહે તો એમને સમસ્યા નહોતી થતી? દાદાજી કહે સમસ્યા તો થાય પણ એ સમયસર ટૂંક સમય પૂરતી જ હોય ખોટું બોલીને લાંબા ગાળે આપણને નુકસાન થાય. તેના કરતાં સાચું બોલીને થોડો સમય પીડાવ વેઠવી વધારે યોગ્ય છે. દાદાજએ કહ્યું: છોટુ ગાંધીજીથી આટલો પ્રભાવિત થયો હોય તો તારે ચોક્કસ ગાંધીજીના સત્ય બોલવાના સિદ્ધાંતોને અનુસરવો જોઈએ. તવન કહે: દાદા તમારી વાત તો સાચી છે આજથી હું પણ એવો પ્રયત્ન કરીશ કે ગાંધીજીની માફક જીવનમાં બને એટલું સાચું જ બોલીશ. ભલે પછી મારે થોડા સમય માટે સમસ્યા વીઠવી પડે. દાદાજી ખુશ થઈને કહ્યું શાબાશ યે હુઈ ના પટતે કી બાત.

સમગ્ર સૃષ્ટિમાં સત્ય જ શ્રેષ્ઠ અને સનાતન છે.

__________________________________________________________________________________

Classroom News
Morning Assembly

શાળામાં સૌથી મહત્વનું જો કોઈ સેશન હોય તો તે છે 'પ્રાર્થના સંમેલન' એટલે કે મોર્નિગ એસેમ્બલી. સ્થિરતા, એકાગ્રતા, લયબદ્ધતા, શિસ્ત વગેરે તમામ ગુણો શાળાની શાળાની મોર્નિંગ એસેમ્બલીમાં જોવા મળે છે. જેમાં સૌ પ્રથમ સભાનું બાળકોને હળવી કસરત, શ્લોક, પ્રાર્થના, ધૂન ગવડાવી ત્યારબાદ લાફ્ટર યોગા કરાવવામાં આવ્યા હતા.

__________________________________________________________________________________

નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત

New Year Celebration

નવા વર્ષના નવા સંકલ્પો સાથે અમારા બાલભવનમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શિક્ષકોએ વેલકમ ડાન્સ કરી બાળકોનું સ્વાગત કર્યુ અને એસેમ્બલી દ્વારા નવા વર્ષની સમજ આપી. બાળકો એ પણ ડાન્સ કરી ઉત્સાહથી નવા વર્ષની શરૂઆત કરી.

__________________________________________________________________________________

Assessment (December & January)

બાલભવન એ વિદ્યાઅભ્યાસની પ્રથમ કેડી છે. જેમાં બાળકોનો સર્વાગી વિકાસ મુખ્ય હેતુ છે. જેમાં બાળકોનું મહિના પ્રમાણે મૂલ્યાંકન કરવું પણ ખુબ જ જરૂરી છે. જેથી બાળકના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમારા બાલભવનમાં બાળકોનું માસવાર અસેસ્મેન્ટ લેવામાં આવે છે. જેમાં જુદા-જુદા વિષયોને લગતાં પ્રશ્નોનું પુનરાવર્તન રમતો દ્વારા કરાવવામાં આવ્યું.

__________________________________________________________________________________

Learner's Corner

રમત દ્વારા કેળવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય


"જો હાર શું છે, તેની ખબર નહી હોય તો,

સફળતા કોને કહેવાય તેની ક્યારેય ખબર નહી પડે !"

રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે વિકસતા બાળકો માટે તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે અને તેમને સચેત બનાવે છે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે.

કોઈપણ કાર્યમાં દીપ નું પ્રાગટ્ય શુભ મનાય છે. કાર્યની સફળતા અને રમતની સિદ્ધિ માટે અગ્નિ પ્રાગટ્ય જરૂરી છે અને તેથી જ અમારા બાલભવનમાં બાળકો માટે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગના પ્રતિનિધિએ પ્રાગટ્ય મશાલ લઈ માર્ચ પાસ કરી સ્પોર્ટ ડેનો શુભારંભ કર્યો અને બાળકોએ મોટીવેશન ડાન્સ દ્વારા બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ વર્ગ પ્રમાણે બાળકોને જુદી-જુદી રમતો રમાડવામાં આવી હતી સાથે જ વાલીશ્રી માટે અને શિક્ષકો માટે પણ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. બધા જ બાળકો, વાલીશ્રીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી સ્પોર્ટ્સ ડે માં ભાગ લીધો હતો.

__________________________________________________________________________________

હેમંતનું પરોઢ

"થરથર ધ્રુજાવતી ઠંડી વાય, સ્વેટર, શાલને તાપણી થાય,

ઘઉં-જુવારનો પોંક ખવાય, પતંગ તણા પેચ કપાય"

માનવીના આનંદ માટે ભગવાને પ્રકૃતિના સૌંદર્યનો વૈભવ સૃષ્ટિમાં પાથરી દઈને જાણે કમાલ કરી નાખી છે. નદી, પર્વત, જંગલ અને દરિયા જેવા સ્થળોની રમણીયતાની જેમ કુદરતે વિવિધ ઋતુ અને દિવસ-રાતના કાલખંડની શોભા મનુષ્ય જાતિ માટે ખુલ્લી મૂકી છે.

બાળકોને શિયાળાની ઋતુનું મહત્વ સમજાય તો એ હેતુથી અમારા બાલભવનમાં "વિન્ટર કાર્નિવલ" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને કાશ્મીરની પ્રતિકૃતિ બનાવી તેની મુલાકાત કરાવી ત્યાંના જનજીવનની સમજ આપવામાં આવી તેમજ સ્વેટર માર્કેટ અને શિયાળાની ઋતુમાં આવતા ફળ, શાકભાજી, શિયાળામાં ખવાતા પાક, ખોરાક અને શિયાળામાં વપરાતા કોસ્મેટિક તેમજ ઔષધીઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ બાળકોને ક્રાફ્ટ એક્ટિવિટી દ્વારા સ્નોમેન હેગિંગ બનાવતા શીખવાડીયુ તેમજ બાળકોના મનોરંજન માટે કેન્ડીલેન્ડ તેમજ આઈસફીઝિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.

__________________________________________________________________________________

આકાશમાં પતંગોનો મહોત્સવ એટલે ઉત્તરાયણ

"તનમાં મસ્તી મનમાં ઉમંગ,

ચાલો બધા એક સંઘ, ઉડાવીએ પતંગ....”

દરેક તહેવારનું એક આગવું મહત્વ છે. દરેક તહેવાર પોતાનામાં અનેક રહસ્ય છુપાવીને આવે છે. જેમ કે જ્ઞાન, વિજ્ઞાન, કુદરત, સ્વાસ્થ અને આયુર્વેદિકથી જોડાયેલી દરેક બાબત.

"સૂર્યનું મકર રાશિ તરફ થતું પ્રયાણ એટલે મકરસંક્રાંતિ"

તહેવારની નિર્દોષતા જળવાય અને બાળકો સાવધાની પૂર્વક તહેરવાની મજા માણી શકે તે માટે અમારા બાલભવનમાં ઉતરાયણ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક્ટિવિટીના ભાગરૂપે બાળકો એ બલૂન ડેકોરેશન કર્યુ અને પતંગના ચિત્રમાં રંગ પૂર્યો ઉત્તરાયણમાં બાળકોએ શું કાળજી લેવી તેની સમજ શિક્ષકો દ્વારા નાટયકૃતિ દ્વારા આપવામાં આવી. જુદા જુદા રાજ્યોમાં થતી ઉજવણીઓની પ્રત્યક્ષ ઝાંખી કરાવી તેની સાથે જ બાળકોએ ખૂબ સુંદર ડાન્સ કર્યો અને પોતાના મિત્ર સાથે લાડુ અને ચીકી ખાવાની ખૂબ મજા માણી.

__________________________________________________________________________________

અલબેલી વસંત એટલે સૃષ્ટિનો શણગાર

"આ કાળડાળ જાણે કે રસ્તા વસંતના,

ફૂલો એ બીજું કૈ નથી પગલા વસંતના"

આપણો ભારત દેશ ઋતુઓની બાબતમાં સમૃદ્ધ છે. કુદરતે ભારતને રમ્ય ઋતુઓની વિવિધતા બક્ષી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ જેવી છ ઋતુઓ વર્ષભર વાતાવરણને નવીનતાથી ભરે છે. દરેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય છે. દલપતરામે તો વસંત ને ઋતુરાજ કહે છે.

અમારા બાલભવનમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને પીળા રંગનું મહત્વ સમજાવવા માટે કાંટા ચમચીથી છાપકામ, હળદરથી સ્વસ્તિક, વીણા અને કમળમાં રંગપૂરણી કરાવી. અમારા નાના નાના બાળકોએ ભારતનાટ્યમ દ્વારા સરસ્વતી વંદના કરી. માતા સરસ્વતી સાહિત્ય, સંગીત અને કલાનું સર્જન કરનારી છે. તેથી સંગીતના વાદ્ય (સાધનો) અને પુસ્તકો નું પૂજન કર્યુ. "હે માં સરસ્વતી મારી કલમની તુ સત્ય માટે ચલાવ, મારા શબ્દોને મારું આચરણ બનાવ, મારી કલમ એ સ્વાર્થ થી ઘણી દૂર રહે અને નિ:સ્વાર્થ ભાવે લખતી રહે".

__________________________________________________________________________________

ઉત્સવ તીન રંગો કા- પ્રજાસત્તાક દિવસ


"ઉત્સવ તીન રંગો કા આજ સજ્જા હૈ,

આજ ઉન સભી કો નમન કરના હૈ,

જિસને ઈસ ભારત દેશ કો બનાયા હૈ"

ભારત એક સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોક તંત્રાત્મક ગણ રાજ્ય છે. આપણા સંવિધાન આપણને વિવિધ મૂળભૂત હકો અપાવ્યા છે. જેને બંધારણીય માન્યતા હોવાથી તે સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે. જે શહીદોના પ્રતાપે આ દેશ આઝાદ થયા તેમના બલિદાન અને ભારતની ગૌરવ ગાથા થી બાળકો પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ૨૬મી જાન્યુઆરી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ક્રાફ્ટ એક્ટિવિટી દ્વારા બાળક ને કોલાઝ વર્ક, ભીંડા નું છાપકામ, રંગપુરણી દ્વારા બાળકને રાષ્ટ્રીય ધ્વજ ના ત્રણ રંગની ઓળખ કરવવામાં આવી. જુ.કેજી. અને સિ.કેજી. બાળકો માટે પ્રતિજ્ઞા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ધ્વજારોહનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

__________________________________________________________________________________

બાળકોની કલ્પનાની રંગીન દુનિયા

પ્રાચીનકાળથી માનવી કલાક્ષેત્ર સાથે જોડાયેલો છે. ચિત્રકલા આનંદલક્ષી અભિવ્યક્તિ છે. કુદરતના સર્જનો અને આસપાસના અવલોકનો તેમજ હૃદયની ઉર્મીઓને રજુ કરવાનું અસરકારક માધ્યમ એટલે ચિત્રકળા. નાનપણથી જ બાળક જે નિહાળે છે, તેને પોતાની નજરથી રજુ કરતું હોય છે અને ચિત્ર દ્વારા તેને કાગળ પર ઉતારે છે. બાળકના હાથના સ્નાયુઓ કેળવાય તેમજ બાળકોને રંગોની ઓળખ થાય એ માટે અમારી શાળામાં 'રંગપૂરણી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ચિત્રમાં ખુબ જ સુંદર રંગપૂરણી કરી હતી.

__________________________________________________________________________________

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા સ્પર્ધા

આપણો ભારત દેશ ધર્મ નિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ. એ ભારતનું બંધારણ છે. દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. પ્રજાસતાક દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકો માટે રાષ્પ્ર્ટી પ્રતિજ્ઞા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.

__________________________________________________________________________________


ઈન્દ્રિય શિક્ષણ

ઈશ્વરે આપણને બુદ્ધિરૂપી ઘરમાં પ્રવેશવા માટે ઈન્દ્રિય રૂપી દ્વારો આપ્યા છે એટલે જેટલા પ્રમાણમાં આપણી ઈન્દ્રિયો તીવ્ર અને સજાગ એટલું આપણું જ્ઞાન સંપાદન સંપૂર્ણ. તેથી જ બાળકોની ઈન્દ્રિયો ખીલે એ હેતુથી ઈન્દ્રિયશિક્ષણના પાઠ આપવામાં આવે છે. જેમાં સુગંધ-દુર્ગધ, સજીવ-નિર્જીવ, ઠંડી હવા-ગરમ હવા, શ્વાસ-ઉચ્છવાસ જેવા પાઠોની સમજ આપવામાં આવી હતી.

__________________________________________________________________________________


જીવન વ્યવહાર

જીવન વ્યવહાર દ્વારા બાળકમાં સ્વતંત્રતા અને સ્વાવલંબનનો ગુણ કેળવાય છે. બાળક પોતાનું કાર્ય જાતે કરતા શીખે છે અને માતાશ્રીને ઘરના રોજીંદા કાર્યમાં મદદરૂપ પણ થાય છે. તેથી જ અમારા બાલભવનમાં બાળકને જીવનલક્ષી પાઠ જીવનવ્યવહાર દ્વારા આપવામાં આવે છે.

જેમાં બાળકને દળવું, ફુગ્ગામાં હવા ભરવી, કપડાં સુકવી ક્લિપ લગાવવી જેવા પાઠોની સમજ આપવામાં આવી હતી.

__________________________________________________________________________________


પ્રકૃતિ કે સંગ - નેચર

પ્રકૃતિ વગર મનુષ્ય તથા પ્રાણીઓનું અસ્તિત્વ અશક્ય છે. પ્રકૃતિ વગર માણસ જીવી શકતો નથી. પ્રકૃતિના સાનિધ્યમાં માનવીનું મન પુલકિત થઈ જાય છે. કુદરતી સંરચના ને જોવી, જાણવી અને માણવી. દરેક બાળકને ખુબ જ ગમે છે. બાળક પ્રકૃતિને વધારે નજીક થી જોઈ શકે અને માણી શકે તે માટે નેચરના પાઠ આપવામાં આવે છે. જેમાં બાળકોને માટીમાં ફૂલ અને માટીનું છાપકામ, હવાની ઉપયોગીતા અને તેની ઓળખ વિવિધ પ્રયોગો દ્વારા આપવામાં આવી હતી.

__________________________________________________________________________________


Club Activity

__________________________________________________________________________________

Educator's Corner

વાયરો વાયો વસંતનો....

રવિ ઉગ્યો ઉગમણે આભમાં,

વાયરો મીઠો વાયો વસંતનો...

આકાશે ખીલતા સોનેરી રંગ,

શૃંગાર છલકે ઉરના ઉમંગનો...

વડલા ડાળે બાંધી હિંચકો,

ઊર છલકાય સંગીતના સૂરમાં...

ગીત ગાયા ખુલ્લા આકાશનો,

જામી મહેફિલ કવિતાના સંગમાં..

કેસુડો ટહુક્યો ફાગણના રાગમાં,

મરક મરક થાય મંજરીઓ કુંજમાં...

સહિયર ગહેકે વગડાની ગોદમાં,

ખુશ્બુ, મહેંકી ડુંગરાની ઢાળમાં....

વાયરો મીઠો વાયો વસંતનો.

Mrs. Kajal Jadav

Educator (Jr.Kg.)

__________________________________________________________________________________

Sports Day For Educator

દરેકના જીવનમાં રમતગમતનું મહત્વ અમૂલ્ય છે અને તેનાથી ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ છે. રમત એ બાળકોના વધતા શરીરની જરૂરિયાત છે.

તેથી જ શિક્ષકો માટે પણ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી સ્પોર્ટ્સ ડે માં ભાગ લીધો હતો.

__________________________________________________________________________________

Parent's Corner

ભારત એટલે વિશ્વની સૌથી મોટી લોકશાહી

બંધારણ રચવાનો વિચાર કોનો?

સ્વતંત્રતા મળ્યા પછી બધા જ નાગરિકોએ જેનું પાલન કરીને રહેવાનું થાય તેવું, દેશનું આગવું એવું એક લેખિત બંધારણ હોવું જોઈએ એવો વિચાર ૧૯૩૪માં મહેન્દ્રનાથ (એમ.એન.) રોયે રજૂ કર્યો હતો. ૧૯૩૫માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં તેની રીતે સ્વીકાર કર્યો.

બંધારણના પ્રાથમિક લક્ષણમાં ૨૦૦૦ સુધારા:

બંધારણ તૈયાર કરવા બંધારણ સમિતિની રચના થઈ અને નિષ્ણાતોએ બેસીને જગતના વિવિધ બંધારણનો અભ્યાસ કરી ભારતનું બંધારણ લખ્યું હતું. પછીથી તેમના ૨૦૦૦ સુધારા કરીને ફાઈનલ લખાણ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં સૌથી મોટો સુધારો અંગ્રેજોએ ૧૯૩૫માં બનાવેલા ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ રદ કરવાનો હતો.

કેટલા દિવસમાં બંધારણ તૈયાર થયું?

બંધારણ ફાઇનલ કરતા બે વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. એમાં 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. બંધારણની રચના: બંધારણસભાએ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ લખીને તૈયાર કરી લીધું હતું તેનો અમલ 26 જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસથી આરંભ થયો હતો.

વિશ્વનું સૌથી મોટું બંધારણ:-

ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. તેના 22 ભાગ છે, ૧૨ પુરવણી છે, ૧૧૮ સુધારા છે, ૩૯૫ કલમો ૧,૪૬,૩૬૫ શબ્દોમાં લખાયેલી છે. (આજે બંધારણમાં ૨૫ ભાગ અને ૧૨ પુરવણી સાથે ૪૭૦ કલમો છે.)


વિશ્વનું એક માત્ર હસ્તલિખિત બંધારણ :

વિશ્વના સૌથી મોટા દેશના સૌથી મોટા બંધારણના બધા પાનાની બધી જ વિગતો હસ્તલિખિત છે. પ્રેમબિહારી નારાયણ રાયઝાદાએ ધીરજપૂર્વક આખું બંધારણ પોતાના હસ્તાક્ષરમાં લખ્યું છે. તે પણ ત્રણ કોપીમાં!

બધાં પાનાંનો ડિઝાઇન વડે શણગાર :

શાંતિનિકેતનના કલાકારો, નંદલાલ બોઝ અને બ્યોહાર રામમનોહર સિંહાની આગેવાનીમાં સંખ્યાબંધ કલાકારોએ હસ્તલિખિત બંધારણના બધા જ પાનાના લખાણ ફરતે ડીઝાઈનો શણગાર કર્યો હતો.

બંધારણની સૌથી મહત્વની વાત :

ભારત દેશ આઝાદ થયો નહોતો ત્યાં સુધી બ્રિટિશશાસિત બીજા બધા દેશો અને યુરોપના દેશોની જેમ દેશની મહિલાઓને મત આપવાનો અધિકાર ન હતો. બંધારણમાં પહેલી જ વખત મહિલાઓને સમાન દરજ્જો આપતા મત આપવાનો અધિકાર લખાયો.

બંધારણની મૂળ કોપી ક્યાં? :

હસતો લિખિત અને કલાકારોએ શણગારેલી બંધારણની મૂળ ત્રણેય કોપી કાળા લેધરના કવરમાં મઢીને તેની ઉપર સોનેરી ડિઝાઇનનો કરીને સંસદની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુ ભરેલી કાચની પેટીઓમાં સલામત રીતે મૂકી દેવાઈ છે.

બંધારણ મુજબ આપણો દેશ કેવો છે? :

બંધારણ મુજબ ભારત દેશ સંસદીય પદ્ધતિથી રચાયેલી સરકાર દ્વારા શાસિત સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકો દ્વારા સત્તાશીલ લોકશાહી ગણતંત્ર છે. દેશનું સ્વરૂપ સંયુક્ત રાજ્યો નું છે. જેમાં રાજ્યોને ચોક્કસ પ્રકારની સ્વાયત્તતા પણ આપવામાં આવી છે.

બંધારણનો અમલ કરવાનું મૂળતંત્ર :

બંધારણ સંધીય રાષ્ટ્રની જાળવણી માટે સંસદ અને રાજ્યોની સત્તાયતતા માટે વિધાનસભાની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્યોની વિધાનસભાઓ માટે નાગરિકો વિધાન સભ્યોની ચૂંટણી કરે છે. ચૂંટાયેલા વિધાન સભ્યો માં બહુમતી મેળવનાર પક્ષના વિધાન સભ્ય પોતાના નેતાની વરણી કરે છે. તે રાજ્યના મુખ્ય પ્રધાન બને છે. મુખ્યપ્રધાન પોતાનું પ્રધાનમંડળ બનાવે છે. તે રાજ્ય સરકાર બને છે. તે રાજ્યનું શાસન ચલાવે છે. દેશની સંસદ માટે આખા દેશમાં નાગરિકો સંસદ સભ્યોની ચૂંટણી કરે છે. ચૂંટાયેલા સંસદ સભ્યો માં બહુમતી મેળવનાર પક્ષના સભ્યો પોતાના નેતાની વરણી કરે છે. તે વડાપ્રધાન બને છે વડાપ્રધાન પોતાનું પ્રધાનમંડળ બનાવે છે જે કેન્દ્ર સરકાર બને છે તે દેશનું શાસન ચલાવે છે. બધા રાજ્યના મુખ્ય પ્રધાનને સંસદને આધીન રહીને બંધારણમાં અપાયેલી મર્યાદિત સ્વાયતતા મુજબ રાજ્યમાં પોતાની અનુકૂળતા પ્રમાણે રાજ્ય અને નાગરિકોના હિતના કાર્યો કરવાના હોય છે. તે સિવાયની બાબતોમાં કેન્દ્ર સરકારને આધિન રહેવાનું હોય છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની સ્વાયતતાની જાળવણી કરીને રાષ્ટ્રીય હિત અને વિકાસ, સંરક્ષણ તથા આંતરરાષ્ટ્રીય બાબતોના નિર્ણયો લેવાના હોય છે.

તુષાર બુચા

(મોક્ષ બુચાના પપ્પા)

સિ.કેજી.-B

__________________________________________________________________________________

Sports Day For Paretns

તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે. રમતને ભારતીય સંસ્કૃતિ અને એકતા નું પ્રતીક પણ કહેવામાં આવે છે.

જેથી વાલીશ્રી માટે BALANCE THE BALL, ADVENTURE, RUNNING THE RACE જેવી રમત રાખવામાં આવી હતી. જેમાં ઘણાં બધા વાલીશ્રીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

__________________________________________________________________________________


વાલી મીટીંગ

માતા-પિતા અને શિક્ષકના સહિયારા સકારાત્મક પ્રયાસ થકી જ સંભવ બને છે. બાળકના પ્રથમ શિક્ષક મતા-પિતા પોતે જ છે. બાળકોના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષકો વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે. તેથી અમારી શાળામાં માસવાર વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી વિશે વાલીશ્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.




267 views0 comments
bottom of page