top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER-DECEMBER-2022---------------------------------------------------------------------------------------------------------------------------

MESSAGE FROM TRUSTEE


પ્રિય વાલી મિત્રો,

આપ સૌ કુશળ હશો.

આજે આપણે નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપ સૌને શરૂ થતાં નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ. આવનારું નવું વર્ષ મારા સર્વ વિદ્યાર્થીઓ માટે નવી આશાઓ અને નવી ઉડાનો ભરનારું બની રહેશે. આજે નવા વર્ષના પ્રારંભે મારે તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને કહેવું છે કે, આજનો સમય સ્પર્ધાનો છે અને આ સ્પર્ધામાં ટકી રહેવા માટે પ્રગતિ કરવી પડશે. હું આપને કહીશ કે આ પ્રગતિએ સ્વપ્ન નથી, પરંતુ એક દૂરની વાસ્તવિકતા છે. આ વિચાર સાથે જ ગજેરા ટ્રસ્ટની સફર શરૂ થઈ હતી. હું મારા શિક્ષકોને કર્મચારીઓની ટીમ સાથે આજના સમયમાં શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાને આગળ લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. આમ કરવા માટે ગજેરા ટ્રસ્ટ પાસે સુવિધાઓથી સજ્જ વર્ગખંડો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ છે.

આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એ એક સંપત્તિ છે અને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર તેમના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રદાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૌશલ્યલક્ષી શિક્ષણ પૂરું પાડવું અને અમારા વિદ્યાર્થીઓને શરૂઆતથી સફળતાના માર્ગ ઉપર ઉચ્ચતમ સ્થાને લઈ જવાનું લક્ષ્ય છે. મારી હૃદયની ઇચ્છાઓ છે કે ગજેરા ટ્રસ્ટના વિદ્યાર્થીઓ વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે ઊંડા મૂળ ધરાવતા મૂલ્યો ધરાવે. ટેકનોલોજીને વિવિધ પ્રક્રિયાઓની પ્રગતિ સાથે મેળ ખાતું શિક્ષણ પ્રાપ્ત કરે. આ ઉપરાંત અમારા વિદ્યાર્થીઓને અમે યોગ્ય સિદ્ધાંતો, નૈતિકતા અને નૈતિકતા તરફ માર્ગદર્શન આપીએ છીએ. અમે સર્જનાત્મક અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરતું તણાવ મુક્ત શિક્ષણ વાતાવરણ પ્રદાન કરીએ છીએ. ગજેરા ટ્રસ્ટમાં અમે એક જ રાષ્ટ્રની સીમાઓ પાર કરવા અને વૈશ્વિક શ્રેષ્ઠતા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

અંતે હું માનું છું કે શિક્ષણ એ અન્ય લોકોના જીવનને સુધારવા અને સમૃદ્ધ બનાવવા માટે તેમજ માનવ સમુદાય અને વિશ્વને તમે જે શોધ્યું છે તેના કરતાં વધુ સારી રીતે છોડવા માટે છે. ફરીથી આપ સૌને નવા વર્ષની મંગલ શુભકામનાઓ...

---------------------------------------------------------------------------------------------------------------------------

MESSAGE FROM PRINCIPAL

માતા-પિતા બાળક પર વિશ્વાસ રાખે

બાળકનો ઉછેર વધુ કાળજી માંગી લે છે. સંતાન સમજદાર, હોશિયાર કે વિવેકી નીવડે એ પ્રેમપૂર્વક સીંચેલી માવજતનું પરિણામ હોય છે. જેને આપણે સર્વાંગી વિકાસ કહીએ છીએ એ બાળકની સફળ જિંદગી માટેનો રસ્તો છે. બોજ નહિ અને એ સમજ કેળવવાની જરૂર માતા-પિતાની હોય છે. બાળકને માટે શાળા-શિક્ષણ અઘરું થતું જાય છે એનું કારણ એ પણ છે કે સારાં માતા-પિતાના થવાના પ્રયાસમાં ક્યારેક બાળક પર માતા-પિતા વધુ બોજ દેતાં હોય છે. સંસ્કારના નામ પર બાળકને ગમતી ન ગમતી બધી પ્રવૃત્તિ જયારે પરાણે કરવી પડે ત્યારે ગમતી પ્રવૃત્તિઓ પણ ન ગમતી થઈ જાય છે. સમય સાથે પેઢીઓ બદલાય છે. એમની વિચારસરણી બદલાય છે. માતા-પિતાએ સમજવાની જરૂર હોય છે. એ માટે સમયની સાથે ઉછેરની પરિભાષા બદલવી પડે તો બદલવી જોઈએ. બાળઉછેરના કક્કા બારાખડીમાં આજે 'ક્ષ' ક્ષમતાનો ‘ક્ષ’.


માતા-પિતાને મન પોતાનું બાળક સૌથી હોશિયાર અને ચપળ જ હોય છે. પોતાના દરેક સપના માતા-પિતા બાળકમાં રોકે છે. એ સપનાં પૂરાં કરવાના પોતાના તરફથી માતા-પિતા બધા પ્રયત્ન કરે છે. બાળક ભણીગણીને ડોક્ટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટ બને અને સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે એવી દરેક માતા-પિતાની ઈચ્છા હોય જ. અમને તો કોઈનો સપોર્ટ નહોતો. માતા-પિતા પાસે એટલા રૂપિયા પણ નહોતા. એટલે અમે જે સંઘર્ષ કર્યા એ તમારે નહીં કરવો પડે એટલે ખુબ મહેનત કરીને ખુબ ભણો. આવું બોલનાર માતા-પિતા જાણેઅજાણે એવું સમજી બેઠાં હોય છે કે સગવડ અને રૂપિયા મળે છતાં બાળક ડોક્ટર એન્જિનિયર ન બને તો બાળકની મહેનત જ ઓછી પડી. પણ ત્યારે સાથે સાથે એ પણ વિચારવું પડે કે બાળકમાં એવી મહેનત કરવાની કે પુરતી મહેનત કર્યા પછી પણ સમજવાની, યાદ રાખવાની ક્ષમતા છે ખરી? ફક્ત સ્કુલ કે ટયુશન ફી ભરવાથી જ જો બાળક ભણી જતું હોય તો તો બધા જ ડોક્ટર બની ન ગયા હોત, પરંતુ કોઈપણ વિષયમાં અભ્યાસ કરવા માટે એ વિષયમાં રસ, સમજ ઉપરાંત એને આત્મસાત કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. જેમ તરતનું જન્મેલું બાળક ખુદ માની ભાષા ન સમજી શકે એમ બધાં બાળકો બધા વિષયમાં શરૂઆતથી જ એકસરખાં હોશિયાર હોતાં નથી. બીજું દરેક બાળકને ગમતાં વિષયો એકસરખાં હોય એવું પણ હોતું નથી. કોઈને સાહિત્ય ગમે તો કોઈને ગણિત, કોઈ પ્રયોગ કરવામાં ચપળ હોય તો કોઈ રમવામાં, સફળતા એને કહેવાય જ્યારે બાળક ગમતા વિષયમાં ક્ષમતા કેળવી નિપુણ બને. પણ બાળક પર દબાણ કરીને એને પરાણે મહેનત કરાવવામાં આવે તો એવી કંઈ એની ગ્રહણશક્તિ ક્ષમતા વધી જતા નથી. ઊલટું બાળક બધાં માંથી પોતાનો રસ ગુમાવી દે એવું પણ બને અને ડીપ્રેશનમાં પણ આવી શકે એટલે બાળક માટે સપના ચોક્કસ જોવા પણ એ સપનાઓનો બોજ વહન કરવાની બાળકમાં ક્ષમતા છે કે નહીં એ પણ જોવું જોઈએ.

ઘણી વખત પરિસ્થિતિ ઉંધી પણ હોય છે. બાળકની ક્ષમતાને માતા-પિતા ઓછી આંકે છે, અને તારાથી નહીં થાય, તું રહેવા દે, તો ભણવામાં ધ્યાન આપ બીજું કરવામાં ભણવાનું રહી જશે. એવું કહીને બાળકની ક્ષમતાને રૂંધી છે. જ્યારે બાળક રસથી કોઈ કામ કરે ત્યારે એને પ્રોત્સાહિત કરવાથી એની ક્ષમતા વધે છે. અને મુક્ત વાતાવરણમાં બાળક ખૂબ સરસ પ્રગતિ કરી શકે છે. તેથી સામેથી કોઈ કામ કરવા તૈયારી બતાવે તો બાળકને એ કરવા દેવું.

જ્યારે બાળકને કોઈ કામ કરવાનો અદમ્ય ઉત્સાહ હોય પણ એ કામ કરવા બાળક અસમર્થ હોય, બાળકની ઓછી ક્ષમતા વિશે માતા-પિતા જાણતા હોય ત્યારે માતા-પિતાએ ખાસ બાળકના પક્ષમાં રહી તેને સાથ આપવો જોઈએ.બાળકમાં વિશ્વાસ રાખવાથી ચમત્કાર થઈ શકે છે. બાળક આપણા ધાર્યા કરતા ઘણું સારું કરી શકે છે.અને છેલ્લે દરેક બાળકમાં ઈશ્વરે કોઈ કામ કરવાની શક્તિ અને ક્ષમતા મૂકી જ હોય છે. માતા-પિતા એમાં વિશ્વાસ રાખી પ્રોત્સાહન આપે અને જેમાં બાળકની શક્તિ ન હોય એ કરવા માટે પહેલાં ક્ષમતા કેળવવાનો સમય આપે પછી સાથ તો બાળક સફળ થશે.

---------------------------------------------------------------------------------------------------------------------------

COVER STORY

Taj Mahal

તાજમહેલ વિશ્વની સૌથી પ્રખ્યાત ઐતિહાસિક ઇમારતો માની એક છે. મોગલ શાસક શારજહાં તેની સૌથી પ્રિય બેગમ મુમતાઝ મહેલના મૃત્યુ પછી ૧૬૩૨માં તેમની યાદમાં બાંધકામનું કામ શરૂ કર્યું.

તાજમહેલ મમતાઝ મહેલ ની એક વિશાળ સમાધી છે. તેથી તેને “મમતાઝનો મકબરો” પણ કહેવામાં આવે છે. મોગલ બાદશાહ શારજહાં તેમના પ્રેમને હંમેશ માટે અમર રાખવા તાજમહેલ બનાવ્યો હતો.

ઈ.સ.૧૬૩૦ માં બેગમ મમતાઝનું અવસાન થતા ઇ.સ. ૧૬૩૧માં તાજમહેલ બનાવવાની એટલે કે બાંધકામની શરૂઆત થઈ હતી. એ લગભગ ૨૨ વર્ષ સુધી ચાલી.ઈ.સ ૧૬૫૩માં તાજમહેલ નું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.

તાજમહેલનો સફેદ ઘુમ્મટ આરસ પહાણથી જડેલો છે. મહાન રવીન્દ્રનાથ ટાગોર તાજમહેલ નો ઉલ્લેખ “આરસનું સ્વપ્ન” તરીકે કરે છે. તાજમહેલના બાંધકામમાં 20,000 કારીગરોને કામે લેવામાં આવ્યા હતા. અને તેનું નિરીક્ષણ અમુક સ્થપતિઓએ સામૂહિક રીતે કર્યું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરી આ સ્થપતિ સમૂહના વડા હતા. તાજમહેલ વિશ્વની અજાયબીઓ માની એક માનવામાં આવે છે. તાજમહેલ ભારતની વાસ્તુકલા નો ઉત્કૃત ઉદાહરણ છે.

તાજમહેલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં સ્થિત છે. યમુના નદીના જમણા તટ પર સંગેમરમરના ચબૂતરા પર ઉભું છે. આગ્રા કિલ્લાથી ઉત્તર તરફ બે માઈલ ચાલ્યા પછી તાજમહેલ સ્થિત છે. એની બહાર એક વિશાળ દ્વાર બનેલો છે. લાલ પથ્થરો પર કુરાનની આયાતો લખી છે. અહીં એક સંગ્રહાલય પણ છે. એમાં મોગલ સમ્રાટોના ચિત્ર તેમજ અસ્ત્ર-શસ્ત્ર રાખ્યા છે. મુખ્ય ભવનની આગળ બંને તરફ વૃક્ષ લાગ્યા છે. ઠેર-ઠેર પાણીના ફુવારા બનેલા છે. એક નાના તળાવમાં લાલ અને આસમાની કમળ ખૂબ જ સોહામણા લાગે છે. યાત્રીઓના મનને રીતસર મોહી લે છે. એમાં રંગબેરંગી માછલીઓ રમતી રહે છે. સરોવરની ચારે તરફની સંગેમરમર મી બેંચ બનેલી છે, જેના ઉપર બેસીને દર્શક તાજમહેલ ની શોભા ને નિહાળે છે.

તાજમહેલ સફેદ આરસ નો બનેલો છે. તેના ચાર ખૂણામાં ચાર મિનાર છે. સંગે મરમરથી બનેલી ચાર ઉંચી મિનારો એની ચાર પ્રહરીની જેમ ઉભી છે. ઉપરનું દ્રશ્ય જોવા માટે મિનારોમાં અંદરથી સીડીઓ બનેલી છે. જેમાંથી થઈને ઉપર જઈ શકાય છે. આ અદભુત વસ્તુ બનાવવા માટે શાહજહાં બગદાદ અને તુર્કીથી કારીગરો લાવ્યા હતા. મુમતાઝ મહેલની આ સમાધિ બાંધવામાં લગભગ 20 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. જે આજે લગભગ ૮૨૭ મિલિયન ડોલર અને ૫૨.૮૫ અબજ રૂપિયા છે.હકીકતમાં તાજમહેલ માનવની કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ભારતની વિદ્યા તેમજ કલાનું સાક્ષાત પ્રતીક છે. આ આપણા દેશની સ્થાપત્ય કલા ના વિકાસ નું સચોટ પ્રમાણ છે.

વર્તમાનમાં આગ્રા શહેરના વિકાસને કારણે અમૂલ્ય ધરોહર પણ વિપરીત પ્રભાવ પડી રહ્યો છે. અહીંયા ના કારખાનાઓ માંથી નીકળતા ધુમાડા તેમજ અન્ય પ્રકારના ગેસોથી તાજમહેલ પ્રભાવિત થઈ રહ્યો છે. જો આ પ્રદૂષણને ના રોકવામાં આવ્યું તો થોડા સમય પછી તાજમહેલની ચમક આજ જેવી નહીં રહી જાય, તેથી સરકારનું પરમ કર્તવ્ય છે કે આ ઐતિહાસિક ભવનની પૂર્ણ રક્ષા કરે. એને પ્રદૂષણથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવે, જેથી ઐતિહાસિક પ્રતિક તાજમહેલ ની શોભા પોતાના મૂળ રૂપમાં જળવાઈ રહે.
શિક્ષકશ્રી

કાછડીયા મનિષાબેન

---------------------------------------------------------------------------------------------------------------------------

CLASS ACTIVITY

સ્વચ્છતાનો અર્થ:-

સ્વચ્છતા એટલે સફાઇ. જો આપણે સ્વચ્છતાને સરળ ભાષામાં સમજીએ તો શરીર, મન અને આપણી આસપાસની દરેક વસ્તુને સ્વચ્છ રાખવી એટલે સ્વચ્છતા. ગાંધીજીએ સ્વચ્છતા માટે ખૂબ જ સુંદર વાક્ય કહ્યું હતું કે “સ્વચ્છતા એ સેવા છે. જો તમે તમારા દેશની સેવા કરવા માંગો છો, તો તમારા દેશને સ્વચ્છ રાખવાનું શરૂ કરો”.

સ્વચ્છતાની જરૂરિયાત:-

જેમ મનુષ્યના જીવનમાં હવા, પાણી, ખોરાક, રહેઠાણ અને પોષાક જરૂરી છે, તેવી જ રીતે સ્વચ્છતા પણ જરૂરી છે. કારણ કે જો તમે તમારી આસપાસ સ્વચ્છતા નહીં રાખો તો મેલેરિયા, કોલેરા, કમળો જેવા ખતરનાક અને જીવલેણ રોગોનો જન્મ થશે. જેના કારણે માત્ર તમે જ નહીં તમારા બાળકો પણ જોખમમાં મુકાશે. પરંતુ જો તમે તમારી આસપાસ સ્વચ્છતા રાખશો તો આવા જીવલેણ રોગો તમારાથી દૂર રહેશે.

---------------------------------------------------------------------------------------------------------------------------

CLUB ACTIVITY (Gymnastics)

જિમ્નેસ્ટિક્સ એ રમતનો એક પ્રકાર છે જેમાં સંતુલન, શક્તિ, લવચીકતા, ચપળતા, સંકલન, સમર્પણ અને સહનશક્તિની આવશ્યકતા ધરાવતી શારીરિક કસરતોનો સમાવેશ થાય છે. જિમ્નેસ્ટિક્સમાં સામેલ હલનચલન હાથ, પગ, ખભા, પીઠ, છાતી અને પેટના સ્નાયુ જૂથોના વિકાસમાં ફાળો આપે છે. જિમ્નેસ્ટિક્સ પ્રાચીન ગ્રીક દ્વારા ઉપયોગમાં લેવાતી કસરતોમાંથી વિકસિત થઈ છે જેમાં ઘોડાને ચઢાવવા અને ઉતારવા માટેની કુશળતા અને સર્કસ પ્રદર્શન કુશળતાનો સમાવેશ થાય છે.સ્પર્ધાત્મક જિમ્નેસ્ટિક્સનું સૌથી સામાન્ય સ્વરૂપ કલાત્મક જિમ્નેસ્ટિક્સ (AG) છે, જેમાં મહિલાઓ માટે (WAG), ઇવેન્ટ ફ્લોર, વૉલ્ટ, અસમાન બાર અને બીમનો સમાવેશ થાય છે; અને પુરુષો માટે (MAG), ઇવેન્ટ ફ્લોર, વૉલ્ટ, રિંગ્સ, પોમેલ હોર્સ, સમાંતર બાર અને આડી પટ્ટી. સમગ્ર વિશ્વમાં જિમ્નેસ્ટિક્સ માટેની સંચાલક મંડળ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક (એફઆઈજી) છે. આઠ રમતો FIG દ્વારા સંચાલિત થાય છે, જેમાં તમામ માટે જિમ્નેસ્ટિક્સ, પુરુષો અને મહિલાઓની કલાત્મક જિમ્નેસ્ટિક્સ, રિધમિક જિમ્નેસ્ટિક્સ, ટ્રેમ્પોલીનિંગ (ડબલ મિની-ટ્રામ્પોલિન સહિત), ટમ્બલિંગ, એક્રોબેટિક, એરોબિક અને પાર્કૌરનો સમાવેશ થાય છે. FIG દ્વારા હાલમાં માન્યતા પ્રાપ્ત ન હોય તેવી શિસ્તમાં વ્હીલ જિમ્નેસ્ટિક્સ, સૌંદર્યલક્ષી જૂથ જિમ્નેસ્ટિક્સ, ટીમજિમ અને મલ્લખંબાનો સમાવેશ થાય છે.

જિમ્નેસ્ટિક્સ-સંબંધિત રમતોમાં ભાગ લેનારાઓમાં નાના બાળકો, મનોરંજન-સ્તરના રમતવીરો અને કૌશલ્યના તમામ સ્તરે સ્પર્ધાત્મક રમતવીરોનો સમાવેશ થાય છે.

---------------------------------------------------------------------------------------------------------------------------

GEETA JAYANTI

ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે. ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણ ના બંધનો માતજી મુક્ત થાય છે.

ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધકર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેનાં બધાં પાપોનો નાશ થશે.જ્યાં ગીતાનો પાઠ થાય છે.અથવા તો ગીતાજી નું પૂજન થાય છે, ત્યાં દેવો, રૂઢિઓ અને પ્રભુનો વાસ થાય છે.


ગીતા જયંતી નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ કતારગામમાં અધ્યાયના સંસ્કૃત શ્લોક અને તેની સમજ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓ પોતાની આગવી છટા થી શ્લોક ગાન કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.

---------------------------------------------------------------------------------------------------------------------------

NEVY DAY

ભારતમાં 4 ડિસેમ્બર ના રોજ ના નેવી ડે ઉજવવામાં આવે છે. ઓપરેશન ટ્રાઈડેન્ટ દરમિયાન ભારતીય નૌકાદળોના પી. એન.એસ ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજો ડૂબી ગયા હતા. જેમાં સેંકડો પાકિસ્તાની નૌકાદળનાં કર્મચારીઓ માર્યા ગયા હતા. આ દિવસે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને પણ યાદ કરવામાં આવે છે. ભારતીય નૌકાદળ એ ભારતીય સશસ્ત્ર દળોની નૌકાદળ શાખા છે. અને તેનું નેતૃત્વ કમાન્ડર-ઇન ચીફ તરીકે ભારતના રાષ્ટ્રપતિ કરે છે. મરાઠા સમ્રાટ શિવાજીને ‘ભારતીય નૌકાદળના પિતા’ તરીકે ગણવામાં આવે છે.

ભારતીય નૌકાદળ દિવસ ૨૦૨૨ ની થીમ 'સ્વર્ણિમ વિજય વર્ષ' છે. જે ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીતના 50 વર્ષ પૂર્ણ કરે છે.ગજેરા વિદ્યાભવનના બાળકો પણ નૌકાદળ તેના સૈનિકો અને તેને કાર્યશૈલી તથા દેશ સેવાની અનોખી શૈલી થી માહિતગાર થાય તે હેતુથી ઇન્ડિયન નેવી ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. બાળકોને તેમના વિશે વિસ્તૃત માહિતી મળી રહે તે માટે PPT પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓ વિવિધતાસભર માહિતી આપી હતી,

---------------------------------------------------------------------------------------------------------------------------

CHILDREN'S PARLIAMENT

સંસદ એટલે દેશના પ્રશ્નોનું નિરાકરણ અને દેશના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવા માટેનું સ્થળ. તેમાં પ્રજા દ્વારા ચૂંટાયેલ સાંસદો ભેગા મળી દેશ ચલાવે છે. સંસદમાં જાતિ, ધર્મને ધ્યાનમાં રાખ્યા વગર નાગરિકો માટે કાયદા ઘડવામાં આવે છે.ગજેરા વિદ્યાભવન કતારગામ પ્રાથમિક વિભાગમાં યોજાનાર ચિલ્ડ્રન પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જુદા જુદા સાંસદોએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી તેના જવાબમાં તે ખાતાના મિનિસ્ટ્રી (મંત્રીઓ) ઉકેલો, યોજનાઓ રજૂ કર્યા હતા.

---------------------------------------------------------------------------------------------------------------------------

MATHS DAY


22 મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતના પ્રધાનમંત્રી મનમોહનસિંહએ ભારતના ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના 125મી વર્ષગાંઠના સમારંભ ના ઉદ્ઘાટનમાં તેમના જન્મદિવસને ગણિત દિવસ તરીકે જાહેર કર્યો.
તે હેતુથી ૨૨ ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે એસ શ્રીમતી એસ.એચ ગજેરા વિદ્યાભવનમાં ધોરણ 1 થી 7 ના ભૂલકાઓને વિવિધ પ્રવૃત્તિ દ્વારા ગણિત વિષયને રસપ્રદ બનાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને જીજ્ઞાસા સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી.

---------------------------------------------------------------------------------------------------------------------------

FARMER'S DAY

23 ડિસેમ્બર એટલે ભારતીય કિસાન દિન આ દિવસને આપણે શા માટે ઉજવીએ છીએ? તો તેના વિશે કેટલીક મહત્વની બાબતો જાણીએ. 23 મી ડિસેમ્બરે ભારતનાપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ ની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. તેમણે ખેડૂતની મૈત્રી પૂર્ણ નીતિઓ લાવવા અને ખેડૂતોના કલ્યાણઅર્થે પ્રયત્નો કર્યા હતા. તેમણે નાના અને સીમાન્ત ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યો હતો તેને 'કિસાન ઘાટ' તરીકે ઓળખવામાં આવે છે ભારત સરકારે વર્ષ 2001 ચૌધરી ચરણસિહં ના સન્માનમાં દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવાનો નિર્ણય લીધો હતો.ગજેરા વિદ્યાભવનના બાળકો પણ ભારતીય કિસાન દિન નિમિત્તે શાળામાં વિવિધ એક્ટિવિટી જેવી આજના યુગમાં ખેડૂતને આશીર્વાદરૂપ બની રહેલા આધુનિક સાધનોની માહિતી તથા ડ્રામા દ્વારા લોકોમાં ખેડૂતો પ્રત્યે આદર અને સન્માનની ભાવના જાગૃત કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. તેની સાથે સાથે બાળકો નાસ્તામાં પણ અનાજ, કઠોળ અને શાકભાજીમાંથી બનેલી વિવિધ વાનગીઓ તથા ફળો પોતાના નાસ્તામાં લાવ્યા હતા. આમ બાળકો ખેડૂતોની જીવનશૈલી અને કાર્યશૈલી વિશે માહિતગાર થાય તથા ખેડૂતો કેટલી મહેનત દ્વારા પાક નું ઉત્પાદન કરે છે તેની સમજ આપવાનો નાનેરો પ્રયાસ ગજેરા વિદ્યાભવનના પરિવારના સભ્યોએ કર્યો હતો.

---------------------------------------------------------------------------------------------------------------------------

CHRISTMAS

ભારતને તહેવારોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે અહીં દરેક તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે નાતાલ એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય લોકપ્રિય તહેવાર છે આખા એ વિશ્વમાં આ તહેવારની ઉજવણી ખૂબ જ ઉમંગ ઉત્સાહથી કરવામાં આવે છે

25 મી ડિસેમ્બરના દિવસને નાતાલ તરીકે ઉજવવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ જન્મદિવસ છે લોકો તેમના ઘરની સાફ-સફાઈ કરે છે અને ઘરોને રોશની થી શણગારે છે નાતાલની ઉજવણી માટે ખાસ કેક અને મીઠાઈઓ બનાવવામાં આવે છે લોકો એકબીજાને કેક ખવડાવી નાતાલની શુભેચ્છા પાઠવે છે ક્રિસમસ ટ્રીની ખરીદી કરી તેની રોશની અને ફુગ્ગાઓથી શણગારવામાં આવે છે દરેક ઘરના દરવાજા પર સ્ટાર જોવા મળે છેનાતાલ બાળકોનો લોકપ્રિય તહેવાર છે સાન્તાક્લોઝ એ બાળકોના ખાસ મિત્ર છે તે બાળકો માટે વિશેષ ભેટ અને ચોકલેટો લાવે છે અને બાળકોને મનોરંજન કરાવે છે

આમ આ તહેવારને અનુલક્ષીને આજરોજ ગજેરા વિદ્યાભવનમાં પણ નાતાલની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી તેમાં ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓને આર્ટ અને ક્રાફ્ટ વર્ક દ્વારા બાળકોની પસંદગીની પ્રવૃત્તિના માધ્યમથી ઉજવણી કરી હતી જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

---------------------------------------------------------------------------------------------------------------------------

PEM

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ફક્ત શિક્ષકો જ નહીં પરંતુ વાલી પણ એટલો જ મહત્વનો ફાળો આપી શકે છે. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પરંતુ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે. અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષક બાળકોની જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે. જે બાળકના શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી છે, જેનાં સર્વાંગી વિકાસની જવાબદારી શિક્ષક અને વાલી બંને પર રહેલી છે.


વાલીશ્રી પોતાના બાળકના અભ્યાસથી અને બાળકોના વિવિધ કૌશલ્યથી માહિતગાર થયા તે હેતુથી તારીખ:૩૧/૧૨/૨૦૨૨ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં વાલી મિટિંગનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીશ્રીઓનો પૂરો સહકાર આપ્યો હતો, તે બદલ શાળા પરિવાર વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે.

---------------------------------------------------------------------------------------------------------------------------

STUDENT'S CORNER

Chichen Itza

ચીચેન-ઇત્ઝા એક વિશાળ પૂર્વ-કોલંબિયન પુરાતાત્વીક સ્થળ છેજે આજના મેક્સિકોના ઉત્તરી મધ્ય યુકતાન દ્વીપકલ્પ માં આવેલ છે.આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયું છે.ચીચેન ઇત્ઝા ઉત્તરી માયા નીચાણ ક્ષેત્રનું મેસો અમેરિકન કાળગણનાના પૂર્વ સંસ્કારી અંત્ય સંસ્કારી કાળ થી લઈ અંત્યસંસ્કારી કાળના પૂર્વભાગ સુધી એક મુખ્ય ક્ષેત્રીય કેંદ્રીય બિંદુ રહ્યું. આ સ્થળ વાસ્તુ કળાની વિપુલતા પ્રદર્શિત કરે છે, જે “મેક્સિકરણ” અને મધ્ય મેક્સિકોમાં જોવા મળતી વાસ્તુ શૈલીઓથી શરુ થઈ ને ઉત્તર મેક્સિકોના નીચાણક્ષેત્રની પ્યુક વાસ્તુ શૈલી સુધી વિસ્તરેલી છે. આ ક્ષેત્રમાં મધ્ય મેક્સિકનશૈલિની હાજરીને એક વખત સીધું સ્થળાંતર કે મધ્ય મેક્સિકો પરના વિજયનું પરિણામ માનવામાં આવતી હતી પણ મોટા ભાગના આધુનિકતારણો આ ક્ષેત્રમાં અ-માયા સંસ્કૃતિના અહીં ના અસ્તિત્વને સાંસ્કૃતિકફેલાવાનું પરિણામ માને છે.

ચીચેન ઈત્ઝાના ખંડેર હવે સમવાયી માલિકીની છે. અને તેના સારસંભાળની જવાબદારી મેક્સિકોના રાષ્ટ્રીય ઐતિહાસીક અને માનવવંશશાસ્ત્ર સંસ્થાનની છે. જો કે આ સ્મારકોની નીચેની ભૂમિ નિજી રીતે બર્બાકાનો કુટુંબની છે.અર્વાચીન યુગની અજાયબી તરીકે પસંદ કરાયેલો મય સંસ્કૃતિનો ચિચેન ઇત્સા નગરનો પીરામીડ આજે પણ મોજુદ છે.ઈ.સ.1200 પછી લુપ્ત બનેલા એ નગરના બીજા ઐતિહાસિક બાંધકામો ના તો ભાંગ્યાતૂટ્યા અવશેષો સિવાય બીજું કશું બચ્યું નથી. પણ એક કિલ્લો 24 મીટર ઉંચો પીરામીડ અકબંધ છે.દરેક સાઈડે તેનો પાયો 60 મીટર

લાંબો છે.આરોહણ માટે ચારેય બાજુએ 91 પગથીયા બનાવવામાં આવ્યા છે.પગથીયાની બંને તરફ ત્રાંસ લેતા પીરામીડને 9 ટેરેસમાંવહેંચી દેવામાં આવ્યો છે.પગાથીયાની કુલ સંખ્યા 364 છે જે વર્ષના દિવસો સૂચવે છે.જયારે 9 ટેરેસ મય સંસ્કૃતિ ના કેલેન્ડર મુજબ વર્ષનાનવ મહિના સૂચવે છે.

પિરામિડની ટોચ પર ધાર્મિક વિધિઓ માટેનું દેવાલય છે,જ્યાં છેલ્લા પૂજાપાઠ 1224 માં કરાયા હતા એ પછી આ નગરનો પતન કાલ શરુ થયો.ઈજીપ્તના વિરાટ પિરામિડની સરખામણીએ ચિચેન ઇત્સા નો પીરામીડબહુ શાનદાર નથી.છતાં પણ બહુ ચર્ચિત મય સંસ્કૃતિ ને લીધે તેને વિશ્વની આધુનિક અજાયબીમાં સ્થાન મળ્યું છે.વિદ્યાર્થી :- તાળા નિત્ય રમણિકલાલ

ધો/વર્ગ:-૩/B


---------------------------------------------------------------------------------------------------------------------------

Petra

પેટ્રા નો ઈતિહાસ અને ઐતિહાસિક સ્થળો:-

પેટ્રા એ જોર્ડનમાં સ્થિત એક ઐતિહાસિક શહેર છે.જે પ્રાચીન સમયમાં બાંધવામાં આવ્યું હતું, જે તેના અડધા બાંધેલા અને અડધા ખડકોમાં કોતરેલા માટે પ્રખ્યાત છે.અહીંના પથ્થરો ના લાલ રંગને કારણે પેટ્રા ને ‘રોઝ સિટી ‘તરીકે પણ ઓળખવામાં આવે છે. પેટ્રા એ નવી સાત અજાયબીઓ માંની એક અજાયબી છે. અને તેની જ સાથે તે જોર્ડનનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે. પેટ્રા જેણે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની તાળી માં સામેલ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પેટ્રાની સ્થાપના ૩૧૨ બીસી માં થઇ હતી .ત્યારબાદ તે રોમન શાસન હેઠળ આવ્યું.

તે મુખ્યત્વે એક પ્રાચીન લોકો દ્વારા વસવાટ કરતી વસાહત હતી જેણે નાબટિયન કહેવાય છે.છઠ્ઠી સદીમાં મુસ્લિમો એ પેટ્રા પર વિજય મેળવ્યો હતો. પેટ્રા નું પ્રથમ વાસ્તવિક ખોદકામ ૧૯૨૯ એડીમાં કરવામાં આવ્યું હતું. અને જુલાઈ ૨૦૦૭ માં પેટ્રા ને વિશ્વની નવી ૭ અજાયબીઓની સુચિમાં સામેલ કરવામાં આવી હતી.

પેટ્રામાં રાતનો સમયગાળો:-

પેટ્રામાં રાત્રી પ્રવાસમાટે વિકલ્પો છે. પરંતુ આમાં માત્ર ટ્રેઝરીમાંથી ચાલવાનો સમાવેશ થાય છે. અહી ૫૦૦ થી વધુ મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. જોર્ડનનું ચલન જોર્ડનિયર દિનાર છે.તમે અહી યુ.એસ. ડોલર પણ ઉપયોગ કરી શકો છો.

પેટ્રામાં મુસાફરી કરવા માટેનો યોગ્ય સમય:-

જો તમે ભારતમાંથી પેટ્રા જવા ઈચ્છો છો, તો આ માટે તમારે ભારતના કોઈપણ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમ્માન ની ફ્લાઈટ લેવી પડશે પછી અમ્માન થી કેબ અથવા બસની મદદથી સીધું જ પેટ્રા પહોંચી શકાય છે. અમ્માન જોર્ડન થી પેટ્રાનું અંતર લગભગ 186 કિલોમીટર છે.

ભારતીયો માટે પેટ્રાની વિઝા નીતિ:-

ભારતીય પ્રવાસી જોર્ડન વિઝા માટે દિલ્હીમાં જોર્ડનની એમ્બેસી, વિદેશમાં કોઈપણ કોન્સ્યુલેટ અથવા ઓનલાઇન અરજી કરી શકાય છે. જોર્ડન ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલ સુવિધા પણ આપે છે. જે તમે ક્વીન આલિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ, અનુમાનથી મેળવી શકો છો જોર્ડન ભારતના પ્રવાસીઓને દિવસના વિઝા આપે છે.

પેટ્રા વિશે ઐતિહાસિક તથ્ય:-

પેટ્રાએ મૃત સમુદ્ર અને લાલ સમુદ્રની વચ્ચે સ્થિત એક પ્રાચીન શહેર છે. પેટ્રાએ જોર્ડન પ્રખ્યાત આકર્ષણમાનો એક છે. પેટ્રાએ હોર પર્વતનાં ઢોળાવ પર આવેલું છે. મૃત સમુદ્રની અકબાની ખાડી ની વચ્ચે પથરાયેલા વિશાળ ખીણ પ્રદેશમાં આવેલી પર્વતમાળાઓને એક ભાગ છે, જે અરબાદ નો પૂર્વ ભાગ છે. આ સ્થળ તેના ખડકોને કોતરીને બનાવેલા સ્થાપત્યો માટે જાણીતું છે.વિદ્યાર્થીની :- ઘોઘારી જીયા હસમુખભાઈ

ધો/વર્ગ:-૭/C

---------------------------------------------------------------------------------------------------------------------------

EDUCATOR'S CORNER

Christ the Redeemer (Brazil)


“Look deep into nature and then you will understand everything better”

પ્રાચીન સમયથી જ માણસ પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. અરે! હજુ આજે પણ માણસનો પ્રકૃતિ સાથેનો પ્રેમ અકબંધ રહ્યો છે. આમ વર્ષોથી માણસે પ્રકૃતિને પ્રાધાન્ય આપ્યું છે. અને પ્રકૃતિએ પણ માણસને પોતાના અદ્દભુત નજારો જોવાની અમૂલ્ય તક આપી છે. આમ, જો કોઈ માણસને પ્રકૃતિની સુંદરતા જોવાનો એટલે કે ફરવાનો મોકો મળે તો એ પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે.

તો, ચાલો આજે આપણે દુનિયાની સાત અજાયબીઓમાંની એક અજાયબીની સફર કરીએ. એટલે કે Cristo Redentor at Brazil વિશે માહિતી આપીશ.

Cristo Redentor એટલે Christ the Redeemer એ બ્રાઝિલનાં શહેર રીઓ-ડી-જાનેરોમાં આવેલી ઈસુ ખ્રિસ્તની એક વિશાળ પ્રતિમા છે જેની ગણના વિશ્વની વિશાળતમ કલાત્મક પ્રતિમા તરીકે થાય છે. આ પ્રતિમાની ઊંચાઈ 39.6 મીટર (130 ફૂટ) છે. જેમાં તેમની 9.5 મીટર (31 ફૂટ) ઊંચી પિઠિકાનો પણ સમાવેશ થાય છે. જ્યારે તેની પહોળાઈ 30 મીટર (98 ફૂટ) છે. તેનું વજન ૬૩૫ ટન( 6,35,000 કિલો ) છે. અને તે શહેરની સરહદ પર આવેલા તિજુકા વન રાષ્ટ્રીય ઉદ્યાનના કોર્કોવાડો પર્વતનાં 700 મીટર (2300 ફૂટ) ઊંચા શિખર પર બિરાજમાન છે.

તે વિશ્વની આ પ્રકારની બહુ જુજ ઊંચામાં ઊંચી પ્રતિમાઓ પૈકીની એક છે.બોલીવિયાનાં શહેર કોચાબામ્બા સ્થિત ક્રિસ્ટો ડે લા કોન્કોડીયાની પ્રતિમા આના કરતાં થોડીક જ ઊંચી છે. 6.24 મીટર (20.5 ફૂટ) ની પિઠીકા સહીત તેની ઊંચાઈ 40.44 મીટર છે, અને પહોળાઈ 34.20 મીટર (112.2 ફૂટ) છે. આમ છતાં ખ્રિસ્તી ધર્મના પ્રતિક રૂપ આ ક્રાઈસ્ટ ધ રિડીમરની પ્રતિમા રીઓ-ડી-જાનેરો અને બ્રાઝિલની ઓળખ સમાન બની ગઈ છે.

આ પ્રતિમા બ્રાઝિલના ખ્રિસ્તી સમાજ માટે અગત્યનું પ્રતિક છે, તે પ્રચલિત કાંકરેટ અને શંખજીરાના પથ્થરની બનેલી છે. આ ઉપરાંત આ પ્રતિમાને કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ ઘણી વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવી છે. જેમકે આ મૂર્તિનો સ્થાપિત તે પોલ લાન્ડોવસ્કી તેમજ એન્જિનિયર છે. હેઈટર ડા સિલ્વા કોસ્ડા તેમજ આલ્બર્ટ કકૌટ. અને આ મૂર્તિનો ચહેરો ગેર્ગે લિઓનિડા દ્વારા બનાવવામાં આવ્યો હતો.

આ મૂર્તિને બનાવવામાં લગભગ વર્ષ ૧૯૨૨ થી ૧૯૩૧ એટલે કે ૯ વર્ષ લાગી ગયા. ત્યારબાદ આ સ્મારકને ૧૨ ઓક્ટોબર ૧૯૩૧એ સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૮માં વીજળીના પ્રચંડ તોફાન દરમિયાન આ પ્રતિમાને થોડું ઘણું નુકસાન થયું હતું. આમ,રીઓ-ડી-જાનેરોની સરકાર દ્વારા આ પ્રતિમાનો જીર્નોદ્વાર કરાયો હતો જે સફળ પણ થયો હતો. આમ, ક્રાઈસ્ટ ધ રિડીમરના આસપાસના પ્લેટફોર્મ સુધી પહોંચવા સીડીઓ, પગદંડી, અને અને એલિવેટર્સની સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત આ પણ એક ફેક્ટ છે કે પક્ષીઓને આ પ્રતિમા પર બેસવા પર રોકવા માટે તેના મસ્તક તેમજ ઉપરી ભાગો પર નાના-નાના ખીલા પણ લગાવવામાં આવ્યા છે.

તો મિત્રો આ હતી ક્રાઈસ્ટ ધ રિડીમર વિશેની મહત્વની માહિતી આમ, ક્રાઈસ્ટ ધ રીડમર જે દુનિયાની સાત અજાયબીઓમાની એક છે. તે વિશે આપણે ઘણું જ માર્ગદર્શન મેળવ્યું.

અરે! મિત્રો તમે પણ ક્યારેક જો આવી કોઈ સુંદર સફર કે જે દુનિયામાં કોઈ પણ સ્થળે કરો તો પ્રકૃતિનો તેમ જ દુનિયાની આ તમામ અજાયબીઓને પણ ભરપૂર આનંદ લેજો.
શિક્ષક શ્રી

પંડયા ચંદ્રિકાબેન

---------------------------------------------------------------------------------------------------------------------------

Colosseum (Rome)


કોલોસીયમ કે રોમન કોલીસીયમ, જેને શરૂઆતમાં ફ્લેવીયન ઍમ્ફીથિએટર કહેવાતું તે ઇટાલીના રોમ શહેરની મધ્યમાં આવેલો ઈંડા આકારની ખૂલી રંગભૂમિ કે ઍમ્ફીથિએટર છે. તે રોમન સમ્રાજ્યમાં બનેલ સૌથી મોટી ઈમારત હતી. તે રોમન વાસ્તુકળા અને ઈજનેરીનો ઉત્તમ નમૂનો ગણાય છે.

રોમન ફોરમના પૂર્વ ભાગની જમીને રોકતી આ ઈમારતનું બાંધકામ સમ્રાટ વૅસ્પેસિઅનના કાળમાં ઈ.સ. ૭૦ અને ૯૨ વચ્ચે ચાલુ થયું અને ટાઈટસના કાળ દરમ્યાન ઈ.સ. ૮૦માં પૂર્ણ થયું. ડોમિશિઅનના કાળ દરમ્યાન (ઈ.સ. ૮૧-૯૬) સુધારા કરવામાં આવ્યાં. તેનું નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ વૅવૅસ્પેસિઅન અને ટાઈટસના કુળ નામ જેન્સ ફ્લૅવિઆ પરથે ફ્લૅવિયસ એવું ઉતરી આવ્યું છે.

૫૦૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા, ધરાવતું કોલોસીયમ ખાસ કરી ગ્લેડીએટર (યુદ્ધબાજીઓ) અને જનપ્રદર્શન માટે થતો. ગ્લેડીએટર સિવાય બનાવટી દરિયાઈ યુદ્ધો, પ્રાણીઓનો યુદ્ધો, ફાંસીની સજા, પ્રસિદ્ધ યુદ્ધોની પુન:પ્રદર્શન કે રોમન પુરાણોની કથાઓના નાટકો આદિ અહીં ભજવાતાં. પૂર્વ મધ્યયુગ સુધી આનો ઉપયોગ મનોરંજન માટે થતો રહ્યો હતો. પાછળથી તે રહેઠાણ, કાર્યશાળા, કારખાના, ધર્મશાળા, કિલ્લો, ખાણ અને ખ્રિસ્તી દહેરા તરીકે સુદ્ધાં વપરાયો હતો. એમ કહેવાય છે કે કોલોસીયમમાં ખેલાતા જીવલેણ ખેલ કે બાજીઓમાં પાંચ લાખ જેટલાં લોકો અને ૧૦ લાખ જેટલાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે.ધરતીકંપ અને પત્થર ચોરોને લીધે આજે ૨૧મી સદીમાં આ એક અર્ધખંડેર અવસ્થામાં જ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે રોમના સામ્રાજ્યવાદ અને ધરતીકંપ વિરોધી બાંધકામમાં તેમની મહારતનું ચિહ્ન બની રહ્યો છે. આજે રોમનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે અને રોમન કેથોલિક ચર્ચ સાથે નજીકથી સંકળાયેલ છે. દર ગુડ ફ્રાઈડેના પોપની આગેવાનીમાં એક સ્ટેશન ઓફ ધ ક્રોસ કે વે ઓફ ધ ક્રોસ નામનું મશાલ સરઘસ કોલોસીયમ સુધી કાઢવામાં આવે છે.

કોલોસીયમ ઈટલી દ્વારા કાઢવામાં આવેલ ૫ સેંટના સિક્કાઓ પર પણ જોઈ શકાય છે.
શિક્ષકશ્રી

દેસાઈ મનીષાબેન

---------------------------------------------------------------------------------------------------------------------------

PARENT'S CORNER

Machu Picchu

માચુપીચુ (Machu Pichu, "જુનું શિખર") એક પૂર્વ-કોલમ્બીયન ઈંકા સામ્રાજ્યનું ક્ષેત્ર છે જે સમુદ્ર સપાટીથી ૨૪૩૦મી ઉંચાઈ પર આવેલૌં છે. આ સ્થળ પેરુમાં આવેલ ઉરુબામાના ખીણ પ્રદેશ જ્યાંથી ઉરુબામા નદી વહે છે તેની ઉપરના શિખરની ધાર પર સ્થિત છે જે કુઝકોથી ૮૦ કિમી વાયવ્યમાં આવેલો છે. આને મોટે ભાગે ઈંકાના ખોવાયેલ શહેર તરીકે ઓળખવામાં આવે છે. માચુપીચુ ઈંકા સામ્રાજ્યનું એક ચિન્હ રૂપ બની ગયું છે.

આ સ્થળ પર લગભગ ઈ.સ. ૧૪૩૦ની આસપાસ ઈંકાઓએ બાંધકામ શરૂ કર્યું પણ તેના ૧૦૦ વર્ષ પછી ઈંકા સામ્રાજ્ય પર સ્પેનીશ વિજય પછી ઈંકનોએ આ સ્થળ છોડી દીધું. જો કે તે સ્થાનીક રીતે જાણીતું હતું, પણ ૧૯૧૧ પહેલાં તે વિશ્વ તેનાથી અજ્ઞાત હતું. હીરમ બીંગહૅમ નામના અમેરીકન ઇતિહાસકાર દ્વારા તેને દ્વારા તેના પર પ્રકાશ પડી આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષીત કર્યું. ત્યારથી, માચુપીચુ એક મહત્ત્વપૂર્ણ પ્રવાસી આકર્ષણ બની ગયું છે.

૧૯૮૧માં માચુપીચુમે પેરુકીય ઐતિહાસિક અભયારણ્ય અને ૧૯૮૩માં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું. સ્પેનીશોએ ઈંકા વિજય ઉપરાંત આ સ્થળને ધ્વસ્ત કર્યું નહતું આથી આ સ્થળને પવિત્ર સ્થળ અને સાંસ્કૃતિક ધરોહર મનાય છે.

માચુપીચુને પરંપરાગત ઈંકાશલિમાં બાંધવામાં આવ્યું હતું, ચકચકીત સૂકી-પાષાણ ભીંત જેની ખાસિયત છે. આ ની મૂળ ઈમારતો છે ઇંતિહુતાના,સૂર્યનું મંદિર, અને ત્રીબારી ખંડ. આ બધા સ્થળો પુરાતત્વીવિદો દ્વારા ઓળખાવાતા માચુપીચુના પવિત્ર જિલ્લામાં આવેલ છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં, પેરુ અને યેલ વિશ્વવિદ્યાલય વચ્ચે એક થયેલ સંધિ અનુસાર હીરમ બીંગહેમ દ્વારા વીસમી સદીમાં લઈ જવાયેલ ઐતિહાસિક અવશેષો પરત કરવાની વાત છે.
વાલીશ્રી

અનુપભાઈ બટુકભાઈ ગાબાણી

---------------------------------------------------------------------------------------------------------------------------

“The Great Wall Of China”

ચીનની વિખ્યાત દિવાલ ચીનની વિખ્યાત દિવાલ પથ્થર અને માટી વડે બનેલ છે. જેનું બાંધકામ અને સમારકામ લગભગ ૫મી સદી થી લઈ અને ૧૬મી સદી સીધી ચાલ્યું હતું.આ દીવાલ ચીન ની ઉત્તરીય સરહદની હુણ લોકોના હુમલાઓથી રક્ષા કરવા માટે બાંધકામમાં આવેલી હતી. એક પ્રસિદ્ધ દિવાલ ચીનના પ્રથમ શહેનશાહ ‘કેન શી હુઆંગ’ દ્વારા ઈ .સ ૨૨૦-૨૦૬ વચ્ચે બાંધવામાં આવી હતી.

જેમાંથી ચાઈનીઝ લોકો ઈસવીસન પૂર્વે 8મી સદી શતાબ્દીના વસંત અને શરદકાળના સમયથી જ દિવાલ બાંધવાની તકનીક જાણતા હતા, રાજ્ય યુદ્ધના સમય દરમિયાન ઈ.સ.પૂ ૫મી શતાબ્દીથી ઈ.સ પૂર્વે ૨૨૧ સુધી કિવ યાન અને ઝાઓ બધા રાજ્યોએ પોતાના રાજ્યોના રક્ષણ માટે વ્યાપક કિલ્લાઓ બાંધ્યા. આ કિલ્લાની દિવાલો નાના શાસ્ત્રો જેવા કે તલવાર અને ભાલાઓ સામે રક્ષણ માટે વ્યાપક રીતે અનુકૂળ હતા. આ દીવાલો મોટેભાગે નજીક નજીકના બે ચણતરો વચ્ચે માટી ભરીને બનાવવામાં આવતી હતી.

ઇસવીસન પૂર્વે ૨૨૧માં ‘કેન શી હુઆંગ’ એ અલગ અલગ રાજ્યો સામે યુદ્ધ લડી અને ચીનનું એકીકરણ કરી કિન વંશ ની સ્થાપના કરી કેન્દ્રીય શાસનની સ્થાપના કરવા અને સામંત શાહીને ફરીથી માથું ઉચકતા રોકવા માટે તેમણે પોતાના સામ્રાજ્યમાં ભૂતપૂર્વ રાજ્યને અલગ પાર્ટી દિવાલોનો નાશ કરવા જણાવ્યું પછી નવી ઉત્તરીય દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેને ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના તરીકે ઓળખવામાં આવે છે.વાલીશ્રી

હર્ષા વાઘાણી

---------------------------------------------------------------------------------------------------------------------------

BOOKWORM'S DIARY


CONTACT US..


644 views0 comments
bottom of page