top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-NEWSLETTER - AUGUST-2022-23

Updated: Sep 13, 2022




MESSAGE FROM TRUSTEE

વાણી ઉપર સંયમ રાખો

“બાની એસી બોલીયે, જો મનુઆ શીતલ હોય,

ઔરનકું શીતલ કરે, આપ ભી શીતલ હોય.”

જે માણસ આ જીવનમાં વિજયી થવાની ઇચ્છા રાખે છે તેને માટે એ ઘણું જ જરૂરનું છે કે તેણે પોતાની વાણી પર સંપૂર્ણ કાબૂ રાખતાં શીખવું જોઈએ. આપણા શબ્દો જ આપણને મારે કે જીવાડે છે. “પડે ચઢે જીભ વડે જ પ્રાણી’’ આ સૂત્રમાં પૂર્ણ સત્ય રહેલું છે. “જેવો બોલ તેવો તોલ."

કદાચ તમો પ્રમાણિકતાપૂર્વક ન બોલતા હો, તો પણ તે શબ્દોની કિંમત હોય તે પ્રમાણે અંકાય છે. દાખલા તરીકે જો આપણે વારંવાર એમ બોલતા હોઈએ કે “ઘણી જ કફોડી સ્થિતિ છે; દેવામાંથી બચવા આટલું જ પરાણે કરી શકું છું.” યાદ રાખજો કે આ શબ્દો સાંભળનારના મન પર અસર કર્યાં વગર રહેતા નથી. તેઓ તરત જ આપણને નાણાંની સખત તંગીમાં રહેવાનું ધારી આપણી તરફ તેવી જ રીતે વર્તશે. ટૂંકાણમાં આપણે જ એક એવા વિચાર-પ્રવાહને વહેરાવીએ છીએ, કે જેથી આપણે આપણી સ્થિતિથી આગળ વધી શકીએ નહિ.

હજારો માણસો આવી જ ભૂલ કરે છે. ને આ ભૂલ ગંભીર છે. મનમાં, એકાંતમાં વિજયની ઇચ્છા રાખવી ને બીજી જ પળે “કપડાં, ઘી તથા ખોરાક માટે ઘણો બારીક સમય આવેલો છે.” એમ પાડોશીને જણાવવું એ શું યોગ્ય છે ? જેમ જેમ વધુ આવી ટેવ પાડશો તેમ તેમ વધુ ને વધુ ખરાબ સંજોગો થવાના. કારણ કે નહિ ઈચ્છવાનું વાતાવરણ તમે તમારી આજુબાજુ સખત રીતે જમાવતા જાવ છો.

આ મનુષ્ય સ્વભાવ સહજ છે. પણ આપણે તો ઉન્નતિએ પહોંચવા સારૂ આપણી જીભ કાબૂમાં રાખવી જ જોઈએ. હું ગરીબ છું, હું નબળો છું, રોગી છું, એમ વારંવાર ભરડ્યા કરતાં બહેતર છે કે તદ્દન શાંત ને મૂંગા રહેવું.

ઉધમ ધંધાની ગણતરીઓ છાની જ રાખો.જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય અગર તેની શરૂઆત ન થાય ત્યાં સુધી મૌન રાખવું એ જ ઉચિત છે.આપણા વિચારો બીજાને કહેવાથી બીજા વિચારોની અથડામણ થાય છે.ને બીજાની શંકા અને બીકની તમારા મનના અસલ વિચારો અને યોજનાઓ બરબાદ થવાને સંભવ છે.

કામ ધંધા કેવા છે, એમ કોઈ પૂછે તો “સારા, ધીકતા છે એમ કહેશો.” તમારે લાંબુલચ બોલવું જ નહી.કારણ કે, તમે જો એમ કહેશો કે ધંધા બહુ મંદા છે તો સામાવાળા એમ વિચાર કરશે કે તમારા ધંધામાં નફો નથી, ને આવા વિચારથી ધંધામાં નુક્શાનની ભાવના આરોપી નુકશાનમાં જ તમને ઉતારશે.પણ જો તમે કહેશો કે ધંધો સારો ચાલે છે તો તે એમ કહેશે કે ગમે તેમ પણ તમે ઠીક આગળ વધી રહ્યા છો અને તેના આવા વિચારો તમને સહાય કરશે.આવા દરેક વિચારની અસર હિસાબમાં લેવી જોઈએ ને જયારે આ પ્રમાણે સેંકડો ને હજારો વિચાર કરશે, તો પછી તમને ઈચ્છાઓ સંપૂર્ણ થયેલી જણાશે.

“મધુર વાણી જ જપ છે અને મધુર વાણી જ તપ છે.”

_____________________________________________________________


MESSAGE FROM PRINCIPAL

જીવનમાં વાંચનનું મહત્વ

વાંચન જીવનનેસાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસુંછે. વાંચન કોઈકનામાટે નવરાશનો સમય પસાર કરવા માટેનીપ્રવૃત્તિ તો કોઈકનામાટે જીવનનો સૌથી મોટો આદર્શશિક્ષક. વાંચનએ જીવનનેઅર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે. વાંચનએવ્યક્તિને જીવન જીવતાશીખવાડે છે. સારુંવાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખનેજીવનમાં લાવવાનો રસ્તો બતાવેછે.

પુસ્તકો ઘણાં બધાં પ્રકારના હોય છે પણ દરેક પુસ્તકમાં ખજાનો છુપાયેલો છે, જે જીવનભરતમને મદદરૂપ થાય છે. મનુષ્યના જીવનમાં જેમ સોનું,ચાંદી,હીરા, જવેરાત બધું ખુબ મહત્વનું ગણાય છે પણ, પુસ્તકોમાં રહેલું જ્ઞાનઆ બધા ખજાનાથી પણ વધારે કિંમતીછે! જીવનને જો સાર્થકબનાવવું હોય તો પુસ્તકવાંચવું એ સૌથી મહત્વનું અને પહેલું પગલુંછે.


વાંચનનું મહત્વ વ્યક્તિને ત્યારેજ સમજાય જ્યારે વ્યક્તિ પુસ્તકવાંચવાનું શરૂ કરે! વાંચનકરવા ખાતર વાંચનનહીં પણ ખરા અર્થમાં પુસ્તકનું અધ્યયનકરે અને પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થનેસમજીને જીવનમાં ઉતારે ત્યારેજ પુસ્તકનું વાંચનસફળ થયું કહેવાય!

વાંચનએટલે માત્ર વાંચવું નહીં પણ પુસ્તકના દરેક શબ્દોનું અધ્યયનકરીને એનો અર્થ પામવો! વાંચનના ઘણાં બધાં ફાયદાઓજોવા મળે છે. ‘વાંચનથી વિચારોને મોકળાશમળે છે. જેનાલીધે લેખનમાં વિચારોની વિવિધતા જોવા મળે છે. વિચારોની વિભિન્નતા અને વિવિધતા લેખનની ગુણવત્તા સુધરે છે.’ જીવનમાં યોગ્ય નિર્ણયલેવા માટે યોગ્યવિચાર કરવા જરૂરીછે. અને યોગ્યવિચાર એ વિચારોની મોકળાશ એ વાંચનથી જ કરી શકાય છે.

અંગ્રેજીમાં કહેવાયું છે કે, ‘reading is the basic tool in the living of the good life’ જેનો અર્થ થાય છે કે, વાંચનએસારું જીવન જીવવામાટેનું પાયાનું સાધન છે. પુસ્તકોનું વાંચન એટલે અભ્યાસક્રમમાં આવતા પુસ્તકોનું અધ્યયન અને પઠન નહિ પણ પુસ્તકભંડોળમાંથી પુસ્તકોનું વાંચન!

Garrison Keillor નામનાવ્યક્તિએ પુસ્તકમાટે ખૂબ સરસ વાક્યકહ્યું છે, ‘A book is a gift you can open again and again’ પુસ્તકએ એવી ભેટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો! પુસ્તકો આપણને ઘણી બધી કળાઓ શીખવીશકે છે. પુસ્તકોનાં વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેકઆવે છે. વિનય અને વિવેકજીવનને સરળ અને સુંદરબનાવે છે. વિચારોમાં વિનય અને વિવેકઆવતા વ્યક્તિની કલ્પનાશક્તિ વધે છે. વાણીમાં વિનય અને વિવેકઆવતા તમારું વ્યક્તિત્વ ખીલે છે અને વર્તનમાં વિનય અને વિવેકઆવતા જીવનને નવી દિશા મળે છે.

વાંચનવ્યક્તિને અવનવીકળાઓ શીખવામાં મદદ કરે છે. વાંચનથી વ્યક્તિની લેખનકળા સુધરે છે. વાંચનથી મળતી વિચારોની મોકળાશવ્યક્તિની કલ્પનાશક્તિને વિકસાવે છે

લેખનની ગુણવત્તા આવનાર પેઢી માટે અમૂલ્યએવો ખજાનો છે. વાંચનથી યાદશક્તિ વધે છે અને વાંચનકરવાથી મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. કોઈ પણ કાર્યકરવા માટે એકાગ્રતા જરૂરી છે જે વાંચનથી મેળવી શકાય છે. માટે દરેક વ્યકિતએ વાંચન નું મહત્વસમજી જીવનમાં સારા પુસ્તકોના વાંચનની વૃત્તિકેળવવી જોઇએ.

વાંચનથી વ્યક્તિનું શબ્દભંડોળ વિકસે છે. વાંચનથી જ્ઞાનમાં વધારોથાય છે. જ્ઞાનએ વેચાતું મળતુંનથી! જ્ઞાનને પામવુંપડે છે, મેળવવુપડે છે. પુસ્તકએક મૂર્તિ સમાન છે એની આરાધનાઅને ભક્તિ થકી આપણે જ્ઞાનરૂપી આશીર્વાદ પામી શકીએ છીએ.

જોબાળકનેનાનપણથી જ વાંચવાની આદત શીખવાડવામાં આવે તો બાળકનું કૌશલ્ય ખુબ વિકસેછે. જેમકે પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓના ઉદાહરણ દ્વારાસામાજિક નીતિઓશીખવવામાં આવી છે. બાળકનેસરળ શબ્દો અને રમુજીપાત્ર દ્વારાબાળકને જીવનનોઅગત્યનો પાઠ શીખવીશકાય છે. બાળક જો નાનપણથી જ પુસ્તક વાંચશેતો એ બાળકનાજ્ઞાનમાં વધારોથશે તદઉપરાંત બાળકનાવિચારો તેની ઉંમરનાસામાન્ય બાળક કરતાંવધારે મૌલિકજોવા મળશે.

વ્યક્તિ જીવનમાં જેટલુંવધુ જ્ઞાન મેળવશેએટલી જીવનમાં સફળતાપ્રાપ્ત કરશે. વાંચનથકી વ્યક્તિના વર્તનમાં નિખાલસતા, દયા,સદભાવના,ભાઈચારો,વિનમ્રતા વગેરે આપોઆપઆવી જાય છે.

વાંચન કરનારવાંચક જ્યારેપુસ્તકોનું મહત્વજાણી લે છે ત્યારેતેના માટે વાંચનઅને પુસ્તકની વ્યાખ્યા બદલાય જાય છે. જ્યાંસુધી વ્યક્તિ વાંચનના કરે ત્યાંસુધી એ વ્યક્તિ માટે પુસ્તકનો અર્થ બે પૂઠા વચ્ચેછાપેલા અક્ષરોજ છે.પણ જેમ જેમ વ્યક્તિ પુસ્તકોને વાંચવાની આદત કેળવી લે તેમ તેમ એ વ્યક્તિ માટે પુસ્તકનો અર્થ જ્ઞાનનો ભંડાર થઈ જાય છે.


ભાવિષા સોલંકી
આચાર્યા શ્રી,
ગજેરા વિદ્યાભવન -કતારગામ

_____________________________________________________________


શિક્ષક કર્મ એટલે ઋષિકર્મ


કોઈપણ કર્મ કરવા માટે બળ, તાજગી અને સ્ફૂર્તિ ની જરૂર પડે છે. કુદરતની વ્યવસ્થા પણ એવી છે કે આનંદ મેળવવા ભાગ્યે જ પ્રયાસ કરવો પડે, કુદરતના સાનિધ્ય કે સહવાસમાં વધુમાં વધુ રહેવાથી આ આનંદ મળે છે, પ્રભાતે ઉગતા સૂરજદાદાની પધરામણી પંખીઓનો કલરવ કિલ્લોલ કરતાં બાળકોની મસ્તી મોરલા નું નૃત્ય કોયલનો ટહુકો વાદળોની ગર્જના ખુલ્લું આકાશ આકાશમાં રાત્રે ટમટમતા તારા ચંદામામા ની સંતાકૂકડી ફૂલોની મહેક રિમઝીમ રીમઝીમ વરસતા વરસાદની ભીનાશ પવનનું શું સ્વાદ આ બધું જોવા કે સાંભળવાનું સમય આપણી પાસે છે

કોઈપણ પ્રવૃત્તિ કરવાથી જો આપણને આનંદ ના મળે જ્ઞાન કે માહિતી ન મળે શાંતિ કે સ્ફૂર્તિ ન મળે તો તે પ્રવૃત્તિ શા કામની શિક્ષણ કાર્યમાં પણ આ વાત મહત્વની છે શિક્ષણ કાર્ય કરવાથી શિક્ષકને આનંદ મળે નવું જાણવા મળે સ્ફૂર્તિ મળે ત્યારે જ શિક્ષણકાર્ય સંપન્ન થયું કહેવાય શિક્ષક એટલી જ રીટાયર્ડ થાય પરંતુ ટાયર્ડ થતો નથી.

મારે શિક્ષક જ બનવું હતું અને હું શિક્ષક બન્યો આ ભાવના જ શિક્ષકના કર્મને ઋષિકર્મ બનાવે છે. એક વખત એક પત્રકારે પ્રખર ગણિતશાસ્ત્રી ડોક્ટર પી.સી વૈદ્ય સાહેબને વેદક સવાલ પૂછ્યો. માની લો કે ઈશ્વર આપના પર પ્રસન્ન થાય અને કોઈ વરદાન માંગવાનું કહે તો આપ શું માંગો? વૈદ્ય સાહેબ તરત જ સહજતાથી બોલ્યા આવતા જન્મમાં પણ હું શિક્ષક તરીકે જ જન્મ લવ અરે જન્મો જનમ હું શિક્ષક જ બની રહું આવો ઉમદા ભાવ જ શિક્ષકને ગુરુતા બક્ષે છે

એક શિક્ષક જ્યારે વર્ગખંડમાં ભણાવે છે ત્યારે તેની સામે 30 ચેતના કેન્દ્રો બેઠેલા હોય છે. શિક્ષકના ભાવ સ્વભાવ અને પ્રભાવની અસર તેના માનસપટ પર જરૂર થાય છે. શિક્ષક જ્યારે શાળાને પરિવાર માને છે, સહકારમી મિત્રો અને બાળકોને પરિવારના સભ્યો માને છે, ત્યારે જ તેનામાં પરિવાર ભાવના જાકે છે, અને બધાની સાથે હળી- મળી, ભળી અને ઓગળી જાય છે. શિક્ષક પાસે સમસ્યા ન હોય સમસ્યાનું સમાધાન પણ ન હોય પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હોય છે.

વારંવાર પરિશ્રમ કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે શત્રુ મિત્ર બની જાય છે ક્યારેક ઝેર અમૃત થઈ જાય છે.

આર્કિટેક જેવો નકશો બનાવે તે પ્રમાણે મકાન તૈયાર થાય એન્જિનિયર જેવી ડિઝાઇન બનાવે તે પ્રમાણે મશીન ની રચના થાય કલાકાર જેવી ડિઝાઇન દોરે તે પ્રમાણે એડવર્ટાઇઝિંગ થાય બસ! આમ જ શિક્ષક જેવું અધ્યાપન કાર્ય કરે તેવા ભાવિ સમાજનું નિર્માણ થાય છે, શિક્ષક પાસે શક્તિ છે ક્ષમતા છે સમજણ છે અને શ્રેષ્ઠતા છે. બસ જરૂર છે માત્ર આપની અંદર રહેલા ઋષિને જગાડીને ઋષિક કાર્ય કરતા રહીને ઋષિની ગરિમાની પુનઃ પ્રસ્થાપિત કરવાનું અને રાષ્ટ્રને તંદુરસ્ત નાગરિકોની ભેટ આપવાનું.

ઉપચાર્યા શ્રી :-મનીષા ગુજરાથી

_____________________________________________________________

COVER STORY

સંતાન

એક ભાઈ ઓફિસના કામમાં ગળાડૂબ રહેતા હતા, વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ ભાઈ કોઈ કારણસર વહેલા ઘરે આવી ગયા, એમના ૯-૧૦ વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘરે આવેલા જોઈને થોડું આશ્ચર્ય પણ થયું. પુત્રએ પોતાના પિતાને પૂછ્યું “પપ્પા, તમે આટલું બધું કામ કરો છો તમારી કંપની તમને શું પગાર આપે છે?” પેલા ભાઈએ જવાબ આપ્યો કે બેટા, મને કલાક પર પગાર મળે છે. હું એક કલાક કામ કરૂ એટલે મને ૫૦૦ રૂપિયા મળે. પુત્રએ પોતાના પિતાને કહ્યું, “પપ્પા મને 300 રૂપિયા આપોને, મારે જોઈએ છે” રૂપિયા આપવાના બદલે પોતાના બાળકના ગાલ પર તમાચો માર્યો .બાળક રડતાં-રડતાં જતો રહ્યો. થોડા સમય પછી આ ભાઈ ને વિચાર આવ્યો કે મારા દીકરાએ કોઈ દિવસ પાંચ પૈસા પણ નથી માંગ્યા અને આજે આટલી મોટી રકમ કેમ માંગી હશે?

એ પુત્ર પાસે ગયા એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પાકીટમાંથી 300 રૂપિયા કાઢીને તેના હાથમાં મુક્યા. પછી પૂછયું “બેટા મને એતો કહે કે તારે આ 300 રૂપિયા ને શું કરવા છે?” છોકરો ઊભો થયો પોતાની ગલ્લાપેટી ખોલીને તેમાંથી બધું પરચુરણનો ખોબો ભરીને તેમાં પિતાએ આપેલા 300 રૂપિયા ઉમેર્યા.ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો

, “પપ્પા , મારી ગલ્લાપેટીમાં 200 રૂપિયા ભેગા કર્યા હતા. અને તમે 300 રૂપિયા આપ્યા એટલે આ 500 રૂપિયા થયા હમણાં તમે એમ કહેતા હતા કે તમે એક કલાક કામ કરો છો એટલે તમને કંપની 500 રૂપિયા આપે. પપ્પા તમારા એક કલાકનાં 500 રૂપિયા હું તમને આપું છું. તમે મને તમારો એક કલાક મારી સાથે બેસવાની વાતો કરો.”


સારાંશ:-

સંતાનને માત્ર સુવિધાઓ જ નહી, સમય અને પ્રેમની પણ જરૂર હોય છે. રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો પણ વિચાર કરીએ કે રૂપિયા કમાવા જતા ક્યાંક કંઈક એવું ના ગુમાવી બેસીએ કે જેથી કમાયેલા રૂપિયા ખર્ચવા છતાં પણ પેલું ગુમાવેલું પાછું ન મળે.....!!


શિક્ષક શ્રી:- શીતલબેન પંચોલી

__________________________________________________________________________

CLUB ACTIVITY (DANCE CLUB)

નુત્ય એ એક એવું માધ્યમ છે, જેના દ્વારા લોકો પોતાની લાગણીઓને પરાપર્વથી અભિવ્યક્ત કરતા હોય છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ભારત જેવા સાંસ્કૃતિક વિરાસત ધરાવતા દેશમાં લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય જેવી મજબૂત પરંપરા વર્ષોથી વિકાસ પામતી આવી છે. આમ, વિવિધ કલાઓમાં નૃત્યકલા આપણા દેશનું કલાનું એક અભિન્ન અંગ કહી શકાય. આ વિચારધારા ને અનુરૂપ ગજેરા વિદ્યાભવનમાં પણ વિદ્યાર્થીઓમાં પ્રાથમિક કક્ષાથી જ ડાન્સ(નૃત્ય) ની પ્રવૃત્તિ અભ્યાસની સાથે સાથે કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે આ પ્રવૃત્તિ દ્વારા એક પ્રકારનું અનોખો આનંદ તથા હળવી કસરત મેળવે છે. જેના દ્વારા તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે

“Dance is the only art of which

We ourselves are the stuff of

Which it is made”

નૃત્ય એક આનંદ છે, નૃત્ય ઉત્કટ છે, તે દરેક વ્યક્તિ કરી શકે છે. અને આપણા કંટાળાજનક જીવનમાં આનંદરૂપી ઉર્મિઓ ઉમેરી કરી શકે છે.

“Dancing stimulates the mind,

Body & soul.

_______________________________________

CLASSROOM ACTIVITY


ACTIVITY MAY BE VERY EFFECTIVE IN LERANING PROCESS


જો બાળકો એક્ટિવિટી દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તો એ શીખવામાં સરળ પડે છે. ઉપરાંત શિક્ષણ રસપ્રદ બને જ છ અને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે છે. પરિણામે વર્ગખંડનું વાતાવરણ જીવંત બને છે. દરેક વિદ્યાર્થી તેમાં ભાગ લે છે. વર્ગખંડનું વાતાવરણ સકારાત્મક બને છે, જે વિદ્યાર્થીઓ ક્રિયાશીલ અને ચેતનવંત બને છે. તે શાળાની બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું પસંદ કરે છે. તે હેતુથી અલગ -અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

_________________________________________


HEALTH CHECKUP & VACCINATION

તંદુરસ્ત બાળક દેશનું ભવિષ્ય


આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં ઉચ્ચ શિક્ષણ અપાય છે. સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ થાય છે. અને શિક્ષણ પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થીઓની તંદુરસ્તી પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.

સરકાર દ્વારા પણ બાળકોની તંદુરસ્તી જળવાઇ રહે તથા જે જીવલેણ રોગ છે. તેનો બાળક શિકાર ન બને તે હેતુથી શાળાના માધ્યમ દ્વારા TD ની રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. TD શું છે? તેના વિશે થોડીક માહિતી

T= ટીટનેસ

D= ડીપ્થેરીયા



“ટીટનેસટ અને ડીપ્થેરીયા (TD) જીવલેણ છે, બીમારી થી ડરો, રસીથી નહિ”

એક રસીમાં બે બીમારીઓ થી સામે લડવાનો દમ, ટીટનેસટ અને ડીપ્થેરીયાથી સુરક્ષા અને સારું સ્વાસ્થ્ય

રહે હરદમ. વર્તમાન સમયમાં દીપડાએ મોટી ઉંમરના બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે તેની રસીદ બચવાનો એકમાત્ર ઉપાય છે દસ વર્ષના શિશુઓ અને ઐશ્વર્ય અને સ્વસ્થ રહેવા માટે તેની રસી અચૂક આપવી જોઈએ તે સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે જે અંતર્ગત ધોરણ ત્રણ થી ધોરણ-૫ ના બાળકોને તેની રસી મૂકવામાં આવી હતી તેની રસીદ માં કુલ ૪૬૮ કિશોર અને કિશોરી અને મૂકવામાં આવી હતી

રસીકરણ કેમ્પનો શાળા તથા સરકારી તબીબો દ્વારા સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

એક તરફ નબળું સ્વાસ્થ્ય લોકોના જીવનને પીડાદાયક બનાવી શકે છે , બીજી તરફ સારું સ્વાસ્થ્ય તેમના જીવનને ખુશીઓથી ભરી શકે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોથી રક્ષણ મળે છે. ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૧ થી ૭ માં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અનુલક્ષીને હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોની વજન, ઉંચાઈ તેમજ આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સારું સ્વાસ્થ્ય કઈ રીતે બનાવવું તેની સમજ આપવામાં આવી હતી. જેમકે પૌષ્ટિક ખોરાક લેવો, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, અને વોકિંગ કરવું, નિયમિત કસરત કરવી, સ્વચ્છતા જાળવણી

“સારું સ્વાસ્થ્ય આપણા માટે સૌથી મોટી ભેટ જ છે ,આ ભેટની સામે બધી જ વસ્તુઓ ખૂબ જ નાની છે”

________________________________________

RAKSHABANDHAN CELEBRATION


ગજેરા વિદ્યાભવન-કતારગામ ખાતે ધોરણ ૫ થી ૭માં પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે જોવા જેવું દ્દશ્ય સર્જાયું. હતું અરે! રક્ષાબંધનના દિવસને યાદગાર બનાવવા ધોરણ ૫થી ૭ના વિદ્યાર્થીઓ માટે પણ રાખી મેકિંગ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓએ તેમની ઉચ્ચ કલાનું પ્રદર્શન કરતાં ઉત્તમ થી અતિ ઉત્તમ રાખડીઓ બનાવી હતી. આમ ત્યાં ઉપસ્થિત દરેક નિત-નવી રાખડીઓ જોવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો આમ ખરેખર ત્યાં ઉપસ્થિત દરેકે આ કાર્યક્રમનો નજારો કદાચ પોતાની આંખમાં એક મીઠી યાદ બનાવીને કેદ કરી લીધો હશે!

_________________________________________

15 AUGUST (INDEPENDENCE DAY)





15મી ઓગસ્ટએ આપણા દેશ માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. આપણે આ દિવસને સ્વાતંત્ર્યદિન તરીકે પણ ઉજવીએ છીએ, આજનો દિવસ ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે. 15 મી ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણે કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજનો દિવસ તે બધા શહીદોને યાદ કરવાનો દિવસ છે. આપણે ક્યારેય આ દેવું થી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ જે જરૂરી છે કે આપણે તેમના દ્વારા સંચાલિત આ સ્વતંત્રતા જાળવીશું

તો આવા શહીદ ક્રાંતિવીરોની યાદમાં આજે શ્રીમતી.એસ.એચ.ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૩ અને ૪ માં બાળકો ૭૫ આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે ક્રાંતિકારીઓની સ્પીચ તથા ધોરણ ૧ અને ૨ માં રાષ્ટ્રીય પ્રતીકો ની સમજુતી ખૂબ જ સારી રીતે આપી.

_____________________________________________________________

JANMASTMI MAHOTSAV

નંદ ઘેર આનંદ ભયો

જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી

જય કનૈયા લાલ કી



જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ મહિનાના કૃષ્ણપક્ષની આઠમના દિવસે આવે છે. વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રીકૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ સંદર્ભે ગજેરા વિદ્યાભવનમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ધોરણ ૧ થી ૩ ના બાળકો દ્વારા કૃષ્ણ જન્મ નું નાટક કરવામાં આવ્યું. તેમજ નાના ભૂલકાઓના રાસે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કૃષ્ણભગવાનની આરતી કરવામાં આવી. તેમજ ભજન ગાવા માં આવ્યા. જેથી શ્રોતાગણ ભાવવિભોર બન્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાનનું પારણું શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઝૂલાવવામાં આવ્યું હતું.

ધોરણ ૫ થી ૭ ના બાળકો દ્વારા લેઝીમ ડાન્સ અને મટકી ફોડનો કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન કરવામાં આવ્યો હતો. હર્ષો ઉલ્લાસ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.

_________________________________________

NATIONAL SPORTS DAY



ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટને ધ્યાનચંદ નાં જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ નવયુવાનોને ખેલ પ્રત્યે જાગૃત કરવાનો અને ભારત દેશનું નામ રમતગમત ક્ષેત્રે આગળ લાવવાનો છે. તેથી બાળકોના માનસિક વિકાસ સાથે શારિરીક વિકાસ થાય એવા હેતુથી ગજેરા વિદ્યાભવનમાં 29 ઓગસ્ટના દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકો માટે બાસ્કેટબોલ તેમજ વોલીબોલની સ્પર્ધાનું આયોજન કરી ઉત્સાહપૂર્વક આ દિવસની ઉજવણી કરેલ હતી.

_________________________________________


STUDENT CORNER

સમયનો સદુપયોગ

કુદરતે બધાને અમૂલ્ય સમય આપ્યો છે. પ્રકૃતિમાં બધા કાર્યો સમયસર થાય છે. સૂર્યોદય તથા સૂર્યાસ્ત તેમના નિયમિત સમયે થાય છે. પૃથ્વી તેની ધરી પર ૨૪ કલાકમાં એક આંટો પૂરો કરે છે. સૂર્યની ચારેય તરફ પ્રદક્ષિણા કરતા તેને 365.25 દિવસ લાગે છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ વગેરે ઋતુઓ તેમના સમય પ્રમાણે આવે છે. આપણે દર વર્ષે પોતાનો જન્મદિવસ ઉજવીએ છીએ. આપણી ઉંમરમાં એક વર્ષનો વધારો થાય છે.

જો આપણે આપણા જીવનમાં સફળતા મેળવવા ઈચ્છતા હોઈએ તો આપણે દિનચર્યા નક્કી કરીને તે પ્રમાણે પોતાના બધા કાર્યો પૂરા કરવા જોઈએ. જે વિદ્યાર્થીઓ સમયપત્રક બનાવીને અભ્યાસ કરે છે તેઓ પરીક્ષામાં વધારે ગુણ મેળવે છે. સમયનું મૂલ્ય સમજી ને દરેક કામ સમયસર કરવાને જ સમય સંયમ કહે છે. સમય સારો કે ખરાબ હોતો નથી તે તો નિરંતર આગળ વધતો જ રહે છે. તેથી આપણે તેનું મૂલ્ય સમજીને તેનો બની શકે તેટલો વધારે સદુપયોગ કરી લેવો જોઈએ.





વિદ્યાર્થી

બરવાળીયા ધ્રુવ કેતનભાઈ

5-F

_________________________________________

“રોબોટ રામ “

રોબોટ એવો લાવો ,પપ્પા

કરવા ઘરના કામ

આખો દિવસ કામ કરીને


કરશે નહી આરામ

બુટ ચમકશે કેવા પપ્પા

એ જો પોલીશ કરશે.

ગાડીની ચાવી પણ તમને

ઓફીસ જતા ધરશે.

તમે કહો તે પાડી દેશું.

આપને તેનું નામ, રોબોટ એવો.......

મમ્મીને ઓફીશથી આવી.

નહી કરવાનું કાંઈ

અમે ખેલ્સું મમ્મી સાથેબંને બેન ને ભાઈ

મમ્મીને સમજાવો, પપ્પા

હા કહી દે એ આમ, રોબોટ એવો........

લેશન પણ હું આપીશ એને કરવા રાતે રાતે

હુંય પછી દિવસે રમવાનો.

જો જો ને નિરાંતે

દોસ્તો સાથે મારી ગપ્પાં

ફરીશ આમથી આમ.રોબોટ એવો.......

સમાચાર એ દાદાજીનેરોજે વાંચી દેશે.

દાદીમાને રોજ સવારે

કથા વાર્તા કહેશે.

દાદા કહેશે ઘરમાં આવ્યા.

આતો રોબોટ રામ,રોબોટ એવો........








વિદ્યાર્થીની

વઘાસીયા ઈવા સુધીરભાઈ

3-A

_________________________________________

EDUCATOR'S CORNER

ઇન્ટરનેટથી શિક્ષણ : આજની જરૂરિયાત


આજના વિશ્વમાં online શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક છે. આપણે પણ તેને અપનાવવું પડશે. બાળકની રુચિ મુજબ, અનુકૂળતા મુજબ અને ઉત્તમ શિક્ષણ ઈંટરનેટથી આપી શકાય તેમ છે. સરકાર કે સમાજ અથવા પછી વ્યક્તિગત જે રીતે શક્ય હોય તે રીતે ઇન્ટરનેટથી શિક્ષણનો ફેલાવો કરવાનો સમય છે. અપાર સાહિત્ય અને નવીન ટેક્નોલોજીથી શિક્ષણ માત્ર ઇન્ટરનેટથી જ શક્ય છે. રાત્રે બે વાગ્યે કોઈ પ્રકરણ મુજબનું નિષ્ણાતનું લેકચર માત્ર ઇન્ટરનેટથી જ પીરસી શકાય. વહેલી પરોઢે બાળક અભ્યાસ કરવા બેસે અને તેને કોઈ પ્રશ્ન થાય તો ઇન્ટરનેટથી જ જવાબ શોધી શકાય. કોઈ સંસ્થા કે સરકાર ગમે ત્યાં અને ગમે તે વિષય ના શીખવી શકે પણ ઇન્ટરનેટ શીખવી શકે. વિદ્યાર્થીઓને દરિયામાથી મોતી શોધતા કરવા હોય તો નવી ટેકનૉલોજિ સાથે તેમણે જોડવા પડે. જ્ઞાન સાગરમાથી તેમની જરૂરનું શોધતા તેમને શીખવીશું તો બાકીની કમીઓ તે જાતે પૂરી લેશે.

ઇન્ટરનેટ ભારત જેવા વિશાળ દેશના શિક્ષણ માટે તો આશીર્વાદ બની શકે તેમ છે. વધુ શાળા મહાશાળાઓ ખોલવા કરતાં વધુ લોકોને નિષ્ણાતો સાથે ઈંટરનેટથી જોડવા સરળ છે. નિષ્ણાતો એક વખત લેકચર આપે તે અનેક વિદ્યાર્થી પોતાના સમયે અને સ્થળે જોઈ કે શીખી શકે તેમ કરવું સરળ છે. શહેરી અને ગ્રામીણ ભારતનો ભેદ મિટાવવો ઇન્ટરનેટથી આસન છે. પ્રશ્નોત્તર, online ટેસ્ટ વગેરે બાળકને જાતે તૈયારી કરતાં કરે છે. સરકાર તો UPSCની online પરિક્ષાની તૈયારી કરી રહી છે, પણ ભણતર ઓનલાઇન બને તે દિશામાં આપણે ધીમા છીએ.

સાચો અને સકારાત્મક બદલાવ લાવવા તો જાગૃત નાગરિકો અને સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ એ કમર કસવી પડશે. નવીન ટેકનૉલોજિ અને બદલાતા વિશ્વ સાથે કદમ મિલાવવા સમગ્ર સમાજે એક થવું પડશે.

શિક્ષકશ્રી -ગામીત લીનાબેન

_________________________________________

જીવવાની કળા

હકારાત્મક વલણ એ જીવન હસતુ રમતું રાખવા માટેનું એક અગત્યનું પાસું છે. તેના થકી કોઇપણ વ્યક્તિ ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનતો હોય છે. જીવન એક રમત સમાન છે, જે આ રમતમાં ભાગ નથી લેતું તે રમતને નિહાળતા દર્શક સમાન છે, જે આ રમતથી કંટાળી જઈને પોતાની વિકેટ ગુમાવી દે છે તે આ રમતથી છેવટે હારી જાય છે. પણ જે આ રમતમાં રમતું રહે છે અને સંઘર્ષ કરતું રહે છે તે જ આખરે આ રમતને જીતવાની કાબેલીયત ધરાવે છે.

કોઈપણ નિષ્ફળતાનો વિચાર કર્યા વગર પોતાના પંથમાં આગળ વધતા રહો, એક સારો અંત તમારી રાહ જોઈ રહ્યો છે. પોતાના વિચારો પર થોડો કાબૂ રાખો, કોઈ પણ વાતને હંમેશા હકારાત્મક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો, તમારો અભિગમ હકારાત્મક રાખો. કોઈ એવી વિકટ પરિસ્થિતિ જે તમારા જીવન દરમિયાન આવી તે વર્તમાન સમયમાં તમને ખૂબ મોટો આંચકો આપશે, પણ જો તમે એ પરિસ્થિતિનું ધીરજ પૂર્વક પસાર કરી લો અથવા તે પરિસ્થિતિ દરમિયાન ટકી રહો પછી એક સુંદર ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યો હોય તો સતત પોતાના કામમાં વ્યસ્ત રહો અને જીવનનો સાચો આનંદ છે તે માનતા રહો

શિક્ષકશ્રી- જોરાવિયા પ્રિયંકા

_________________________________________

PERENT'S CORNER

દેશભક્તિના વિકાસમાં પરિવારની ભૂમિકા


વ્યક્તિનો સ્વભાવ અને તેનામાં ગુણોનો વિકાસ કરવાનો સૌથી પ્રથમ અને મહત્વનું માધ્યમ પરિવાર છે. પારિવારિક વાતાવરણ અને મૂલ્યોનું વ્યક્તિ પર અત્યાધિક પ્રભાવ પડે છે. માટે કોઈપણ વ્યક્તિમાં દેશભક્તિના સંસ્કાર સિંચવા માટે પરિવારે નીચેના જેવા કાર્યો કરવા જોઈએ.

૧) પરિવાર વ્યવસ્થાને મજબુત બનાવવી:-

કોઈપણ વ્યક્તિ માં દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે જરૂરી છે કે તે પોતાના સ્વનો વિચાર ન કરતા પરિવારિક હિતનો વિચાર કરતા શીખે. વ્યક્તિગત હિત નો ત્યાગ કરીને વ્યક્તિ જ્યારે બધાના હિતનો વિચાર કરે છે ત્યારે તેનો સંવેદનાત્મક અને ભાવાત્મક વિકાસ થાય છે. કહેવાનો અર્થ એ છે કે દેશભક્તિની ભાવનાને વિકસિત કરવા માટે પરિવાર વ્યવસ્થાને મજબુત બનાવવાની જરૂર છે.પરિવાર વ્યવસ્થાને મજબુત કરવા માટેના મુખ્ય તત્વો છે- પ્રેમ, ત્યાગ, સમર્પણ, કર્તવ્યભાવના વગેરે

૨) ભારતીય ધર્મગ્રંથો અને ધર્મ સિદ્ધાંતોની સમજ:-

વર્તમાન પેઢીને ભારતીય પ્રાચીન ધર્મગ્રંથો, ધર્મસિદ્ધાંતોની સમજ હોતી નથી. ભારતીય ધર્મગ્રંથો અને સિદ્ધાંતોમાં ભારતીય જીવનદર્શનને અનુરૂપ જીવન પદ્ધતિ/જીવનશૈલીનું વિસ્તૃત અને ઉંડાણપૂર્વકની સમજ આપવામાં આવી છે. યુવાનો દ્વારા સમજ કેળવવાથી તેમને પોતાના દેશની સંસ્કૃતિ પ્રત્યે ગર્વ થશે અને આપણા પ્રાચીન ઋષિમુનિઓ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત થશે. જેને કારણે તેમનામાં દેશની ભાવના બળવત્તર બને છે.

રાષ્ટ્ર ભાવના જગાડવા માટે બાળકોને પ્રતિદિન માતૃભૂમિ વિશે વાર્તા કહેવી, દેશભક્તિના ગીતો અને કાવ્ય શીખવવા, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી, માતૃભાષામાં અભ્યાસ, લઘુતાગ્રંથિથી મુક્તિ બાળકોને એન.સી.સી, સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ માટે પરિવારમાંથી પ્રોત્સાહન મળે.



વાલીશ્રી :-રાબડીયા નિલેશભાઈ

વિદ્યાર્થી: રાબડીયા માહિર નિલેશભાઈ

ધોરણ:-5 H

_________________________________________

નીડરતા

આપણા બાળકોમાં નિડરતા હોવી ખૂબ જરૂરી છે. જો આપણે બાળકને ડરાવતાં રહેશું તો તે એક આઝાદ પંછીની જેમ ક્યારેય આઝાદી નહીં પામી શકે. તેને પોતાના પર આત્મવિશ્વાસ હોવો પણ જરૂરી છે એ પણ જરૂરી છે.

આપણું બાળક આપણું ગૌરવ છે, તો તે પોતાની રીતે પણ જીવનને આગળ લઈ જવાનું હકદાર છે. જો બાળક નિડરતાથી અભ્યાસ કરશે તો તે જરૂર આગળ જઈ શકશે. એ હજુ નાનું છોડ છે. તો તેને અત્યારે તડકો છાયો, ગરમી, ઠંડી જેવી દરેક મોસમને સહન કરવાની આવડત હોવી જરૂરી છે.

“એકવાર અભ્યાસરૂપી ભય પ્રવેશી જશે તો પરીક્ષારૂપી સરહદ પર આપ વિશ્વાસપૂર્વક લડાઈ લડી શકશે નહીં” હું એવું પણ કહેવા માંગું છું કે બાળકને બે-ત્રણ દિવસે એક તાસ રમત-ગમતનો પણ રાખવો જોઈએ. તો બધા જ સહમત હોય તો બાળકમાંથી ડરને કાઢી તેને નીડર બનાવવો જરૂરી છે.

બસ એજ વિશ્વાસપૂર્વક નીડરતા નાં રથ પર બેસીને પરિણામરૂપી સફળતાથી આગળ વધશે.





વાલીશ્રી :-બલર ચેતના .આર

વિદ્યાર્થી: બાલર આર્ય

ધોરણ:3 A

_________________________________________

BOOKWORM’S DIARY




469 views0 comments
bottom of page