top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E - Learning Blog



ચાલો વિદ્યાર્થીઓના સાચા પથદર્શક બનીએ




· વૈચારિક શક્તિનો સ્ત્રોત :-

એક શિક્ષક તરીકે બાળકોમાં આત્મવિશ્વાસનું વાતાવરણ જો પેદા કરવામાં આવે તો શિક્ષણમાં માહોલ બદલી શકાય. સાચા અર્થમાં બાળકોને વિચારતા કરતાં શીખવવાનું છે.

“children must be taught

How To Think,

not

What To Think.”

શિક્ષક કે બાળકોની કલ્પનાશક્તિ એ તલવાર કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે.

· શ્રધ્ધા અને આત્મવિશ્વાસના સ્થાપક :-

શિક્ષણ એ બાળકના જીવનનો રથ છે. બાળકોમાં શ્રધ્ધાનું વાતાવરણ પેદા કરવાનું કામ શિક્ષકે કરવાનું છે. શિક્ષકે ઊર્જા બનવાનું છે.

Education is the passport of the future.

· નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ :-

વિદ્યાર્થીઓમાં રહેલ કચરાને પારખીને તેને દૂર કરવાના પ્રયત્નો પણ શિક્ષકે જ કરવાના છે, શાંત સમુદ્ર ક્યારેય સારા ખલાસીઓ પેદા કરી શકતા નથી. કારણકે તેમાં સાહસવૃત્તિનો વિકાસ થતો નથી.

“Smooth sea do not make skillful sailors.”

બાળકોમાં જુદા જુદા કૌશલ્યો અને મૂલ્યોનો વિકાસ કરતાં પહેલાં શિક્ષકમિત્રો પોતાના વિષયોની વિષયવસ્તુમાં કૌશલ્યોનો વિકાસ કરવો પડે તો જ શિક્ષણમાં નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ થઇ શકે.

· પ્રેરણા સ્ત્રોતોની ભૂમિકા :-

શિક્ષકની રહેણીકરણી, પહેરવેશ, વાણી, વિચાર અને વ્યવહારમાં સાદગીનો સાગર લહેરાય છે. શાંત અને સૌમ્ય પ્રતિભા ધરાવતા શિક્ષક બાળક માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે. શિક્ષકે Good Motivator બનવાનું છે.

· જીવન ઘડતરનો સ્ત્રોત :-

મારો જન્મ ભલે મારા માતા-પિતાને આભારી છે, પરંતુ મારું સમગ્ર જીવન તો મારા ગુરૂજીને આભારી છે. કારણકે, શિક્ષક એ તો બાળકોના જીવન ઘડતરનો શિલ્પી છે. શિક્ષકે બાળકના જીવન ઘડતરમાં પ્રેમભર્યા જાદુઈ શબ્દોનો વધુ ઉપયોગ કરવાનો છે.

“ચિંતા કરનારો માણસ રડે છે,

જયારે ચિંતન કરનારો શિક્ષક

બીજાના જીવન ઘડે છે.”

· તાજગીસભર મુખમુદ્રા :-

શિક્ષક હંમેશા તાજગીસભર મુખમુદ્રા, ક્યાંય નિરાશા કે હતાશાનું નામોનિશાન નહિ દેખાય તેવો હોવો જોઈએ. શિક્ષક પોતાના વર્ગના બાળકોને શિક્ષણકાર્ય દરમિયાન પ્રફુલ્લિત રાખી શકે. તે માટે શિક્ષકે, Everyday Evergreen બનવાનું છે. શિક્ષકે પોતાની સ્માઈલ માઈલોના માઈલ સુધી ફેલાવવાની છે, જેથી વર્ગખંડનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહે.

ટૂંકમાં આવનારા દિવસોમાં શૈક્ષણિક જગત ટેક્નોલોજીને પ્રાધાન્ય આપનારૂ હશે, તેથી આધુનિક શિક્ષક ટેક્નોલોજીનો જ્ઞાતા હોવો જોઈએ.






56 views0 comments
bottom of page