gajeravidyabhavanguj
E-Learning Blog


મારા બાળકને ભણવું ગમતું નથી.

આજે દરેક parents ની એક જ ફરિયાદ હોય છે કે “મારું બાળક ભણવા જ નથી બેસતું.”
આ પરિસ્થિતિ માટે કેટલાક અંશે આપણે જવાબદાર છીએ. બાળક ને રમતા રમતા કેવી રીતે શીખવી શકાય તેવી પધ્ધતિઓ વિશે જાણીને તેનો ઉપયોગ કરીએ. બાળકને “ચાલ ભણવા બેસવાનું છે “ તેવા શબ્દોનો પ્રયોગ ન કરતા “ચાલ આપણે રમત રમીએ “. જેથી બાળક તમારી સાથે જોડાશે. રમત કરતા કરતા અભ્યાસ થઇ શકે છે,તે જાણીને તેને અભ્યાસ પ્રત્યેનો અણગમો દૂર થશે સાથે સાથે તેનું તમારી સાથેનું જોડાણ (અટેચમેન્ટ) પણ વધશે.
Parents જયારે બહાર જાય ત્યારે અભ્યાસ અને બહારના જ્ઞાનને જોડે જેમ કે, રંગ, શાકભાજી, ફળ, સંખ્યા, વાંચન ...... જેથી બાળકની જીજ્ઞાશાવૃત્તિ સંતોષી શકાય તેમજ તેને પ્રત્યક્ષ જ્ઞાન મળે. આવી પધ્ધતિથી બાળક ખૂબજ ઝડપથી અને લાંબા સમય સુધી વસ્તુ યાદ રાખી શકશે.
જયારે બાળકને વાંચવાનો કંટાળો આવતો હોય ત્યારે તેને અભ્યાસના પુસ્તકો સિવાયના ચિત્રોવાળા પુસ્તકો આપવા જેથી તેનું શબ્દભંડોળ વધશે. શરૂઆતમાં વાલીશ્રી વાંચે પછી બાળકોને વાંચવા પ્રેરે જેથી બાળકનું વાંચન કૌશલ્ય કેળવાશે, એકાગ્રતા કેળવાશે.
નાના બાળકોને જુનિયર કે.જી. થી ધોરણ-૫ સુધી ટ્યુશન ન મોકલતા તમે જ તેના મિત્ર બની તેના જીવનનું ઘડતર કરો, તમે અભ્યાસની સાથે આપણી સંસ્કૃતિ વિશેની માહિતી આપો,નૈતિક મૂલ્યોનું ઘડતર કરો.
ટ્યુશન ના સમયને બદલે ડ્રોઈંગ, સંગીત, ડાન્સ, કરાટે જેવી અધર એક્ટીવીટી કરાવો જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય.
જો તમે આટલા પ્રયત્નો ખંત, લગન અને લાગણીથી કરશો તો તમારે ક્યારેય ફરિયાદ કરવી પડશે નહિ કે “મારા બાળકને ભણવું ગમતું નથી.”