gajeravidyabhavanguj
E-Learning Blog


હકારાત્મક વલણ

માનવીએ એક વાત સ્મરણના પટ ઉપર શિલાલેખની જેમ નોંધી રાખવા જેવી છે : “ સિધ્ધિઓના કોઈ શોર્ટકટ નથી હોતા.” સાવ નકારાત્મક માનસિકતા સાથે ક્યારેય સફળતા સુધી જઈ શકાતું નથી. હંમેશા શુધ્ધ નિયત અને શુધ્ધ પરસેવાનું જ ગૌરવ થતું હોય છે. કોઈને મહેનત વગર મહાનતા મળતી નથી. માટે જ કોઈકે લખ્યું છે કે :
“સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે,
નજર કો બદલો નઝરે બદલ જાયેંગી,
ક્સ્તીયા બદલને કી જરૂરત નહી, દોસ્તો,
દિશા કો બદલો કિનારે બદલ જાયેંગે....”
ડેલ કાર્નેગીએ કહ્યું છે : “નકારાત્મક વાતની શરૂઆત પણ હકારાત્મક રીતે થવી જોઈએ.” ‘ન’ કાર રસ્તો ખોલી આપે છે. ‘ન’ કાર આત્મવિશ્વાસનો ભાગાકાર કરે છે. જયારે ‘હ’ કાર આત્મવિશ્વાસનો ગુણાકાર કરે છે. સફળ માણસ અને સુખી માણસ પોતાના જીવનની ઉણપો અને નિષ્ફળતાઓને નજર સામે રાખે છે. જેની પાસે બાઈક છે એ કાર ધરાવનાર સાથે પોતાની સરખામણી કરીને દુ:ખી થશે, પણ જેની પાસે સાઇકલ છે તેને જોઇને સુખી થશે? સવાલ દ્રષ્ટિનો છે. બેસી રહેવાને બદલે નવી ટેકનોલોજીની સાથે અધ્યાપન કાર્યને જોડવું એ જરૂરિયાત જ નહિ પણ ફરજિયાત બનાવો.
આપણો અભિગમ જ કોઈ પણ વસ્તુને સુંદર કે કદરૂપું બનાવે છે. હકારાત્મક સૂચનો હંમેશા ધારદાર અસર કરે છે. કોઈ પણ સફળ માણસનો મંત્ર હોય છે કે “મારાથી આ કામ થઇ જ શકે.” મન, મગજ અને કાંડાની વચ્ચેની એકાત્મકતા એટલે હકારાત્મક અભિગમ. ઉપદેશની અપેક્ષા કરતાં ક્યાંય અધિક આપણે બધા અનુકરણ કરીને જ બધું જ શીખીએ છીએ.