top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Learning Blog


વિદ્યાર્થી જીવન




સૃષ્ટિમાં અનંત જીવો વસેલા છે. જેમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યની જિંદગીમાં વિદ્યાર્થી અવસ્થા એ ઉત્તમમાં ઉત્તમ અવસ્થા છે. વિદ્યાર્થી જીવનએ જીવનનો સુવર્ણકાળ છે.

વિદ્યા એ મહાન શક્તિ છે. એટલે જ શ્લોકમાં લખવામાં આવ્યું છે. ‘વિદ્યા એ માણસનું ઉત્તમ આભૂષણ અને ગુપ્ત ધન છે.’ સંસારમાં વૈભવ, કીર્તિ અને જાતનું સુખ આપનારા સાચામાં સાચો ગુરુ વિદ્યા છે. વિદ્યા વગરનો માણસ પશુ સમાન છે. વિદ્યા ધન જેટલું કિંમતી છે તે બાબત એક શ્લોકમાં જણાવે છે કે ધનની ચોરી કરતો ચોર વિદ્યાની ચોરી કરી શકતો નથી, તેમાં ભાઈઓ ભાગ પડાવી શકતા નથી, તે ભાર પણ કરતું નથી અને તેને વાપરવાથી બમણું થાય છે. એવું વિદ્યારૂપી ધન બધાં ધનમાં શ્રેષ્ઠ છે. શક્તિ પ્રાપ્ત કરવાના સમયને અનુરૂપ જીવન તે વિદ્યાર્થીજીવન, તે જ્ઞાન અને શક્તિ છે. શક્તિના પ્રભાવે પ્રત્યેક મનુષ્ય આલોક અને પરલોકના સુખ મેળવી શકે છે.

દુનિયામાં અનેક મહાપુરુષો થઇ ગયા છે, તેમની મહત્તાનું કારણ તપાસીએ તો તેમનું વિદ્યાર્થીજીવન ઉજ્જવલ હતું. અર્જુને દ્રોણાચાર્ય પાસેથી જ વિદ્યાર્થી અવસ્થામાં તાલીમ લીધી હતી. એવી રીતે દરેક મહાપુરુષે દુનિયામાં પોતાના નામ અને કામનાઓ ઉજ્જવલ કરેલ છે. વિદ્યાર્થીઓ જે જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં ઉતારે તે જ સાચી કેળવણીનું જ્ઞાન કહેવાય. હાલના વિદ્યાર્થીઓ એ વીસ વરસ પછીનું હિન્દુસ્તાન છે. હાલ તેમના પુરૂષાર્થ ઉપર જ તેમનું ભાવિ ઘડાશે. એમની પ્રાપ્ત કરેલી શક્તિઓથી દેશ દિવ્યતા પ્રાપ્ત કરશે. એમના સત્યના આચરણથી દેશ નેક બનશે. માટે દરેક વિદ્યાર્થીએ પોતાનો આવો અમુલ્ય અવસર વ્યર્થ જવા દેવો નહિ. તેમણે પોતાના વિદ્યાર્થી જીવનનો સંપૂર્ણ સદુપયોગ કરી શક્તિઓ પ્રાપ્ત કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ.




91 views0 comments
bottom of page