gajeravidyabhavanguj
E-Learning Blog


મને મળી નિષ્ફળતા અને તેથી થયો સફળ હું કઈક જિંદગીમાં

જિંદગીમાં પરિશ્રમ વિના કયારેય કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકતો નથી. પરિશ્રમ વિના પ્રારબ્ધ પણ પાંગળું છે. કયારેક વ્યક્તિને વારંવાર મળેલી હતાશાને કારણે પરિશ્રમ કરવાનું છોડી દે છે. તેનાં પરિણામ સ્વરૂપે કયારેય આગળ વધી શકતો નથી. આમ, દરેક વ્યક્તિએ જીવનમાં સતત મહેનત કરવી જોઈએ. નિષ્ફળતા એ વ્યકિતને પ્રગતિ કરવાનું પ્રથમ સોપાન સ્વરૂપ હોય છે. તેની સાથે જ સમય.
સમય એ ઉચ્ચ શિખર પર પહોંચવાની સીડી છે. જીવનનો મહેલ એ સમયની એક-એક પળ જેવી ઈંટથી બને છે. પ્રકૃતિએ કોઈને અમીર કે ગરીબ નથી બનાવ્યાં. સૌને સરખો જ સમય આપ્યો છે. તો સમયને વેડફવો જોઈએ નહિ.

તેથી જ મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ લાઇવ હોય કે ઓનલાઈન પરંતુ શાળા પરિવાર તરફથી જે શિક્ષણ આપવામાં આવે છે તેને રસથી ઊંડાણપૂર્વક સમજીને આપણા જીવનમાં ઉતારીએ.
જીવનની દરેક ઘડી કે દરેક પળ એ આપણા ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓ સાથે આવે છે. શું ખબર આપણે જે પળને વ્યર્થ કરી રહ્યાં છીએ એ જ પળ આપણી સફળતાની પળ હોય.