top of page
  • Writer's picturegajeravidyabhavanguj

E-Learning Blog



શિક્ષકની ભૂમિકા


ખરેખર વિદ્યાર્થી તે અજ્ઞાનરૂપી કાચી માટીનો ઘડો છે. શિક્ષકરૂપી કુંભાર તે ઘડાને સંસ્કાર તેમજ જ્ઞાનનું સિંચન કરી પાકો તેમજ મજબૂત બનાવે છે. જેથી તે વિદ્યાર્થી દરેક બાબતોમાં સક્ષમ બની શકે તેમજ એક સુંદર નાગરીક બની દેશને પણ ગર્વાકિંત કરી શકે.

વિદ્યાર્થીએ આવતીકાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્ય ઘડવાનું કાર્ય શિક્ષક કરે છે. સમયની સાથે-સાથે શિક્ષણક્ષેત્રે ઘણાં બદલાવ આવતા જાય છે. આ બદલાવ માટે સમાજની જરૂરિયાત અને પડકારોને પહોંચી વળવા માટે સમયાંતરે શિક્ષણની પધ્ધતિ બદલાય છે. શિક્ષક જગતે જીવનનું દર્શન વર્ગખંડની ચાર દિવાલો બહાર કરવાનું છે. જ્ઞાન બતાવવાનું છે. દરેક શિક્ષકો આધુનિક ટેકનોલોજીથી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. અલગ-અલગ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભર ખૂબ જ સારો સાથ સહકાર આપે છે.


આ અમૂલ્ય જિંદગી ઈશ્વર તરફથી મળેલ અણમોલ ભેટ છે અને તેથી વિશેષ જે જ્ઞાન દ્વારા આપણી જિંદગી સુખદાયી અને વૈભવી બની શકે તે જ્ઞાન આપનાર ઈશ્વરનો હદયપૂર્વક આભાર માનીએ અને ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેનો સમુચિત ઉપયોગ કરી આપણું જીવન વધુ અર્થપુર્ણ બનાવીએ.

60 views0 comments
bottom of page