gajeravidyabhavanguj
E -Learning Blog


શિક્ષકનો વિદ્યાર્થી સાથેનો સંબંધ

વર્ગખંડમાં શિક્ષક બે પ્રકારનાં સંબંધોમાં પ્રવેશ કરે છે : (૧) સંપૂર્ણ વર્ગ સાથેનો તેમનો સંબંધ (૨) દરેક વિદ્યાર્થી સાથેનો તેમનો સંબંધ વ્યક્તિગત રીતે આ સંબંધો બાળકો સાથેના ઓનલાઈન શિક્ષણમાં પણ ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે.
“ સંસ્કાર અને જ્ઞાનનું સિંચન,
કરી દેશની પ્રગતિ માટે,
વિદ્યાર્થીને તૈયાર કરનાર એવા
દરેક શિક્ષકોને કોટિ કોટિ વંદન.”
આજની શિક્ષણ દુનિયામાં સફળતા એટલે ભરપૂર ગુણોથી સજાવેલું ગુણપત્રક જ નથી હોતું જયારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ આજીવન હોય છે. માનવીના જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે. માણસની આર્થિક, સામાજિક, માનસિક પરિસ્થિતિ તેનાં શિક્ષણ પર આધાર રાખે છે.
શિક્ષક જગત જીવનનું દર્શન વિદ્યાર્થીને વર્ગખંડમાં કરાવે છે. આ વર્ગખંડ એટલે ફકત ચાર દિવાલોની વચ્ચે આવેલી જગ્યા નહી, પરંતુ ચાર દિવાલોની બહાર વિસ્તરેલું જ્ઞાન. વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને ધ્યાનમાં રાખીને અત્યારની આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શીખવવામાં આવતો અભ્યાસ ઓનલાઈન શીખવવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ રીતે શિક્ષકો પોતાનું જ્ઞાન વહેચે છે. ઓનલાઈન શિક્ષણની અંદર દરેક શિક્ષક દરેકે દરેક વિદ્યાર્થીઓને વ્યક્તિગત જ્ઞાન પણ આપી શકે છે. ઓનલાઈન યોગ થકી બાળકોની સાથે-સાથે વાલીશ્રી પણ એ દિશા તરફ વળ્યા છે.
વિદ્યાર્થી તો ખેડેલા ખેતર જેવા હોય છે. તેમાં આપણે શિક્ષક જે વાવશે તે ઉગી નીકળવાનું છે. એટલે શિક્ષક પોતે શું વાવે છે તેની સભાનતા સાથેની ખાતરી હોવી જરૂરી છે.