gajeravidyabhavanguj
E-Learning Blog


E-Learning Blog

શિક્ષણની આદર્શ પદ્ધતિ: એસાઈમેન્ટ
શિક્ષણનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનું છે. આ માટે જુદા જુદા વિષયમાં જુદી જુદી બાબતોને લઈને શિક્ષણકાર્ય કરવામાં આવે છે, વિષય, વિષયવસ્તુ, વિદ્યાર્થીની શક્તિ વગેરે બાબતો ધ્યાને લઈને શિક્ષક શિક્ષણની વિવિધ પ્રયુક્તિ અને પદ્ધતિનો ઉપયોગ કરે છે જો વર્ગખંડમાં શૈક્ષણિક પદ્ધતિઓમાં શિક્ષક કેન્દ્રી અધ્યાપન પદ્ધતિઓ કરતાં વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પદ્ધતિઓને ઉપયોગ વધારે હિતાવહ છે. જેવી કે સ્વાધ્યાય પદ્ધતિ અભિક્રમિક અધ્યયન પદ્ધતિ/પ્રોજેક્ટ પદ્ધતિ કમ્પ્યુટર સહાયિત અધ્યયન પદ્ધતિ અને એસાઈમેન્ટ પદ્ધતિ વગેરે પદ્ધતિઓનો સમાવેશ કરી શકાય, આજે કોઈપણ વ્યક્તિએ વાત સ્વીકારે છે કે વ્યક્તિ અનુભવ દ્વારા અને જાતે મહેનતથી જેટલું શીખશે તેટલું વધુ ફાયદાકારક સાબિત થશે, તેમ કરવાથી લાંબો સમય યાદ રહે છે, શિક્ષણ મેળવાનો-કામ કરવાનો આનંદ આવે છે, વિવિધ કૌશલ્યોનો આપમેળે વિકાસ થાય છે ચિંતનાત્મકતા વિકસે છે, તર્ક આધારિત શિક્ષણ હોવાથી આત્મવિશ્વાસ વધે છે.
કોઈપણ શિક્ષકનું ખરેખર કામ તો માર્ગદર્શક તરીકેનું હોવું જોઈએ. શિક્ષક જે કાંઈ શીખવે છે તે બધુ જ બાળકો શીખે છે તેવું માનવું ભૂલ ભરેલું છે કારણ કે શિક્ષક જે કાંઈ શીખવે છે. તે વિદ્યાર્થીઓના મન-મગજ સુધી ન પણ પહોચતું હોય તો તેના માટે શિક્ષક એક માર્ગદર્શકની ભૂમિકામાં રહીને જો વિદ્યાર્થીઓને શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો વધારે સફળ નીવડશે. બાળકોને જુદી જુદી રીતે મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ દ્રઢીકરણનું કાર્ય તથા નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય કરતાં રહેવું જોઈએ. આમ, કરવાથી વિદ્યાર્થીઓને ભણવાની મજા પણ આવશે અને પોતે જાતે કંઈક કર્યાનો આનંદ પણ અનુભવશે.

શિક્ષકે જે વિષયવસ્તુ શીખવવાનું છે તેને લગતી પાયાની બાબતોથી વિદ્યાર્થીઓને પરિચિત કરી દેવા જોઈએ. ત્યારબાદ જે તે વિષયવસ્તુને લગતા એવા પ્રશ્નો આપવા જોઈએ, એવું કામ સોપવું જોઈએ કે જેમાં વિદ્યાર્થીઓએ કશુંક કરીને, શોધીને, વાંચીને, સમજીને જવાબ લખવાના થાય. આ માટે વિવિધ સ્ત્રોતોથી પરિચિત કરવાનું કામ શિક્ષકનું છે અહી શિક્ષકે માત્ર માર્ગદર્શક બની રહેવાનું છે. આમ કરવાથી ઘણી જગ્યાએથી, ઘણા પુસ્તાકોમાંથી ઈન્ટરનેટ પરથી માહિતી મેળવશે. તેમાંથી વિદ્યાર્થીઓ ઘણીબધી બાબતો આત્મસાત કરશે. આ રીતે મેળવેલું અનુભજન્ય જ્ઞાન એ ખરા અર્થમાં એસાઈમેન્ટ પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં શિક્ષકોએ માત્ર પ્રશ્નો જ કાઢીને આપવાના નથી પરંતુ ચિંતનાત્મક પ્રશ્નો તથા વિદ્યાર્થીઓ મનન કરતાં થાય, જવાબ લીધી રીતે કાંઈથી પણ ન મળે તેવા, વિદ્યાર્થીઓનાં પૂર્વજ્ઞાન તથા અનુભવજન્ય જ્ઞાનને ચકાસે સંશોધન કાર્ય કરી તેમાંથી નિચોડરૂપે જે નીકળે તે બાળક જવાબ તરીકે લખે તેવા એસાઈમેન્ટ આપવા જોઈએ. ઘણી જગ્યાએ “પુસ્તક સાથેની પરીક્ષા” પણ લેવામાં આવે છે જેને પરિણામે બાળકને પુસ્તકમાંથી કંઈ જ સીધે સીધું મળતું નથી તેને તેની માટે ખુબ જ ઉંડાણપૂર્વક મનન કરવું કરવું પડે છે તથા પોતાનાં સમજણથી લખવું પડે છે જેનાંથી વિદ્યાર્થીઓ આ શીખેલી બાબતો ક્યારેય ભૂલશે નહી.
આ રીતે જો બાળકોને શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવે તો ખરેખર સાચા અર્થમાં વિદ્યાર્થી લર્નિંગ કરતો થશે. આ પ્રકારની પદ્ધતિઓ ભારતમાં ખુબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવા છે પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ખરેખર ખુબ જ સારા પરિણામો મળી શકે તેમ છે આ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આપણી શાળા ગજેરા વિદ્યાભવન, કતારગામ દ્વારા પણ અત્યારની આ કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકોને એસાઈમેન્ટ પદ્ધતિ દ્વારા પણ શિક્ષણ આપવાનો એક નવતર પ્રયોગ કર્યો છે જેમાં ખુબ જ સારી રીતે પ્રતિસાદ મળ્યો છે. અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારી રીતે વિવિધ સ્વઅધ્યયન સામગ્રી દ્વારા શીખી રહ્યાં છે. આમ, એસાઈમેન્ટ પદ્ધતિએ આદર્શ રહી છે.
https://www.researchgate.net/publication/322056377_Assignments_as_a_part_of_learning