gajeravidyabhavanguj
ડોક્ટરનું ઋણ અદા કરવાનો દિવસ - ડોક્ટર્સ ડે

ડોક્ટર એ માત્ર ટાઈટલ કે વ્યવસાય નથી પણ જીવન જીવવાની એક પધ્ધતિ છે.
ડોક્ટર એટલે એક સાથીદાર. જે જન્મ અને મૃત્યુ સમયે તો ખરાં જ પણ જીવનની બધી મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી સામે હોય.

ડોક્ટર એટલે એકમિત્ર કે જેની સામે વ્યક્તિ મન મોકળું કરી વાત કરી શકે. એક મલમ કે દરેક ઘાવને શાતા આપે, એક વિશ્વાસ એક ભરોસો જેના ટેકે મરણાસન પડેલો વ્યક્તિ દોડતો થઈ જાય.
હિન્દુ ધર્મમાં ધનવંતરિને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જેમનો ઉદ્ભવ સમુદ્ર મંથન માંથી થયો હતો તેઓ આરોગ્યના દેવ છે અને તેથી જ આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ યુગમાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.
મનુષ્યના સંવેદનાનો કોઈ સાચો મિત્ર હોય તો તે તેનો તબીબ છે. ગરીબ કે તવંગર બંનેનો એ નિકટનો મિત્ર છે એને મત બધા જ દર્દીઓ વ્હાલા છે. ડોકટરનો ધર્મ માત્ર માનવ સેવાનો જ છે. ડોક્ટર એ સમાજનું અલંકાર છે. દર્દી નું હાસ્ય એના મતે સુખનો દરિયો છે અને દર્દીના આંસુ લુછવા એ હર હંમેશ તત્પર રહે છે. પ્રસવમાં શિશુનો સફળ જન્મ એ એના આનંદનું આહલાદક પાસું છે. ડોક્ટર વિધાતાની સામે હંમેશા ઝઝૂમતા રહે છે. કોઈવાર નાસીપાસ થઈ જાય તો તે પહેલા એના જ્ઞાન તેમજ સારવારનું પૃથક્કરણ કરતો રહે છે અને કટોકટી જેવી પરિસ્થિતિ માટે સજ્જ થાય છે.

તબીબી ક્ષેત્રે સર્વોચ્ચ કાર્ય કરનાર ડૉ.બિધાન ચંદ્ર રોય જેમને ભારતના સર્વોચ્ચ નાગરિક તરીકે ‘ભારતરત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે આઝાદ ભારતનો દરેક નાગરિક સ્વતંત્ર બને અને સાથે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને તેવું સ્વપ્ન જોયું હતું. ડૉ.બિધાન ચંદ્ર રોય ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દરવર્ષે ૧ જુલાઈ ના રોજ ‘ડોક્ટર્સ ડે’ તરીકે ઉજવાય છે.
“એક ડોક્ટર હી હોતા હૈ જો હમે ઉમ્મીદ દે સકતા હૈ જબ હમ કષ્ટ મે હો તબ.”

ડોકટરના આ અમુલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે અમારા બાલભવનમાં ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ ડોકટરના કાર્યની સમજુતી નાટયકૃતિ દ્વારા આપી હતી તેની સાથે જ ડોક્ટર દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોની સમજુતી આપવામાં આવી હતી. તેમજ શિક્ષકો માટે પ્રાથમિક સારવારની સમજુતી મળી રહે એ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.