gajeravidyabhavanguj
Do the best you can....
“Trust yourself that you can do it and get it.”
જીવનમાં સ્પર્ધાઓનું ઘણું મહત્વ છે. પછી એ વિદ્યાર્થી જીવન હોય, કોલેજજીવન હોય,કે સમાજ જીવન હોય. દરેક ક્ષેત્રે સ્પર્ધાઓ હોવી જરૂરી છે સ્પર્ધાના લીધે જ વ્યક્તિના ઘડતરમાં પ્રગતિ કરવાનું, આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે. સ્પર્ધાને કારણે જ દરેક વ્યક્તિ પોતાના કાર્યકાળમાં પ્રગતિ સાધી શકે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવું હોય તો દરેક ક્ષેત્રમાં સ્પર્ધા ખૂબ જ જરૂરી છે તે પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય, રમત ગમત ક્ષેત્ર હોય, કે પોતાની કલાને બિરદાવવાનું સોપાન હોય. વિદ્યાર્થીઓમાં પ્રેરણા પૂરી પાડવી હોય, તેમની શ્રેષ્ઠતામાં વધારો કરવો હોય, સ્પર્ધા તો જરૂરી છે પણ સાથે સાથે સ્પર્ધામાં વિજેતા થયેલા લોકોને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે.
“ વિજેતાઓ કંઈ કાર્ય અલગ નથી કરતા;
પરંતુ અલગ રીતે કરતા હોય છે”
આમ, વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવાનો અનેરો પ્રયાસ ગજેરા શાળા પરિવારમાં કરવામાં આવે છે.
તમામ બાળકોને શૈક્ષણિક સત્ર 2022-23 ના અંતમાં ઇનામવિતરણ નું આયોજન કરવામાં આવ્યુ.હતું.તેમાં ધોરણ ૧ થી 7 માં ૪૫૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય તથા આશ્વાસન ઇનામ આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમજ બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આમ, આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ, તેમની ફરજો કર્તવ્ય અને વિવિધ પ્રકારના ગુણોનું સિંચન અનોખી સ્પર્ધાઓના આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું. અને શાળા પરિવાર સભ્યો જરૂરી માર્ગદર્શન અને ઉત્સાહિત કરવામાં પણ સદંતર પ્રયત્નશીલ રહ્યા હતા.
“We achieve more when we chanse
the dream instead of the competition”.