gajeravidyabhavanguj
Diwali Celebration
" મનુષ્ય જ્યારે મનુષ્યને
ઉમંગથી મળે છે
તે પળ જ દિવાળી"
તારીખ 30/10/2021 શનિવાર ના રોજ ધોરણ ૧ થી ૫ માં ઓનલાઈન અને ધોરણ ૬ અને ૭ માં ઓફલાઈન દિવાળી સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. જેમાં દરેક ધોરણના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .જેમાં વિદ્યાર્થીઓએ દિવડા નુ ચિત્ર દોરી તેમાં સરસ રંગપૂરણી કરી હતી બાળકોને કાર્ટૂન મૂવી 'રામાયણ' બતાવવામાં આવી હતી.
બાળકો માટે ઓનલાઇન ક્લાસમાં "ડબ્બા પાર્ટી" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પોતાની જાતે જ ભેળ બનાવી હતી બાળકોના મનોરંજન માટે ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ઓનલાઇન ક્લાસમાં બિસ્કીટ ચાટ બનાવી હતી . દિવાળીની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓને શાળામાં ડાન્સ ગરબા અને મુવી બતાવી એન્જોય કરાવવામાં આવ્યું હતું. દરેક પ્રવૃત્તિમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
ગજેરા વિદ્યાભવન માં આ ઉજવણીના ભાગરૂપે શાળાના શિક્ષકો માટે 'ગેટ ટુ ગેધર' રાખવામાં આવ્યું હતું .જેમાં અલગ-અલગ ગેમ્સ, સોલો સોંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું. શિક્ષકોએ પણ પૂરો સહકાર આપ્યો હતો. ગજેરા શાળા પરિવાર વતી સર્વ ને દિવાળીની શુભેચ્છા.
दीपावली का यह प्यारा त्यौहार,
जीवन में लाए आपकी खुशियां अपार
लक्ष्मी जी विराजे आपके द्वार,
शुभकामनाएं हमारी करें स्वीकार |
"दीपावली की हार्दिक शुभकामनाएं"