gajeravidyabhavanguj
Creative Assessment
"બાળક એક માટી છે છે, શિક્ષક એના ઘડવૈયા છે.”

માનવીના જીવનમાં શિક્ષણનું ખુબ મહત્વ રહેલું છે. બાળકોનો સર્વાગી વિકાસ થાય એ જ તેનો મુખ્ય હેતુ છે. શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે. અણઘડ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે.

શિક્ષણ કાર્ય દરમ્યાન બાળકનું હૃદય જ્યાં સુધી શિક્ષણ કાર્યમાં પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્યમાં કાયમી સફળતા સર્જી શકાય નહીં. બાળકની અભ્યાસ પ્રત્યેની રુચી એ શૈક્ષણિક સફળતાના પાયામાં છે. બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગૃત થાય એ હેતુથી અમારા બાલભવનમાં "ભાર વગરના ભણતર" પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ હાલની વિપરીત પરીસ્થિતિમાં જયારે બાળક શાળાએ આવી શકતું નથી ત્યારે ઓનલાઈન શિક્ષણ દ્વારા બાળકને શિક્ષણ આપવામાં આવે છે.

મૂલ્યાંકન દ્વારા બાળકમાં રહેલા જ્ઞાનાત્મક અને ગુણાત્મક પાસાઓની માહિતી મળે છે. બાળકના સ્તરનો ખ્યાલ મેળવી શકાય છે જ્યાં અટક્યો હોય ત્યાંથી તેને આગળ લઈ જવામાં મૂલ્યાંકન શિક્ષણ માટે દીવા-દાંડી નું કામ કરે છે. જેમાં બાળકોને દરેક વિષયમાં ક્રિએટિવ એક્ટિવિટી દ્વારા અસેસ્મેન્ટ કરાવવામાં આવ્યું હતું જેના થકી બાળકોમાં રહેલા જ્ઞાનાત્મક અને ગુણાત્મક પાસાઓની માહિતી મળી રહે છે તેમજ બાળકમાં રહેલી ક્ષતિઓને દૂર કરી બાળકોનો સર્વાગી વિકાસ સાધી શકાય છે. એ માટે અમારા શિક્ષકોએ વિષયવાર પ્રોપ્સ, કટઆઉટ, મોન્ટેસરીના સાધનો, ટીચિંગએડ, પ્રત્યક્ષ વસ્તુઓ બતાવી બાળકોનું અસેસ્મેન્ટ કર્યુ હતું.