top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Craft Activity

“Craft is the vehicle for expressing your vision. Craft is the visible edge of art.”

Craft માં વિદ્યાર્થીઓ જે કલા અને હસ્તકલાની પ્રવૃતિઓ કરે છે. જે તેમને સિધ્ધિની અનુભૂતિ આપે છે અને તેમને તેમના કાર્યમાં ગર્વની અનુભૂતિ કરાવે છે. જેનાથી આત્મ વિશ્વાસ વધે છે. બાળકો નવી વસ્તુઓ અજમાવી શકે છે અને તેમની “સ્વ-નિયમન કૌશલ્ય” ની વૃતિ વિકસાવે છે. જેમકે વિદ્યાર્થીઓ જયારે paint અથવા gum સૂકાય તેની રાહ જોતા હોય ત્યારે એનાથી વિદ્યાર્થીઓની ધીરજ વિકસાવવામાં મદદ મળે છે.

Craft થી વિદ્યાર્થીઓનો સર્જનાત્મક વિકાસ જ નહિ, પરંતુ તેના મુખ્ય કૌશલ્યોને પણ આગળ વધારવા અને સુધારવામાં મદદ મળે છે. જે હકીકતમાં શૈક્ષણિક સિધ્ધિઓ વધારવા તરફ પણ જાય છે.

વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધે છે. બાળક જે ઈચ્છે તે બનાવવાની તક સર્જનાત્મકતાને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે.

જે અંતર્ગત બાળકોને વર્ગમાં Craft Activity “Paper Puppy” બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેમાં ધો – 5 ના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડાયા અને ખૂબ જ ઉત્કૃષ્ટ Craft Work કર્યું.

“Creativity is Inventing, Experimenting, Growing, Talking Risks And Having fun.”

236 views0 comments

Recent Posts

See All
bottom of page