gajeravidyabhavanguj
COWIN રસીકરણ
Updated: Mar 24, 2022
વિશ્વ વ્યાપી કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેટલાય કુટુંબ છિન્ન-ભિન્ન થઈ ગયા. કેટલાય લોકોએ પોતાના સગા-સંબંધી ગુમાવ્યા અને કાંઈ કેટલાય લોકો અનાથ બન્યા. અલબત્ત, આપણા ભારત દેશમાં, આપણી સરકારની સમય સૂચકતાને લીધે અન્ય દેશોની સરખામણીમાં, જો વસ્તીના આંખની ધ્યાનમાં લઈએ તો પ્રમાણમાં ઓછી જાનહાનિ થઇ એમ કહી શકાય. આપણા સરકાર ની ગાઈડલાઈન મુજબ ભારતના દરેક કર્મચારીને ક્રમાનુસાર વેક્સીન આપવામાં આવી જેના કારણે સેકન્ડ વેવ માં જે ભયંકર જાનહાની થવાની હતી તેને પ્રમાણમાં રોકી શક્યા.
વેક્સીનેશન ના કાર્યક્રમ અનુસાર હવે શાળામાં ૧૨ વર્ષથી ૧૪ વર્ષ સુધીના બાળકોને વેક્સિન નો ડોઝ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અમારી શાળા ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે આજ રોજ 12 થી 14 વર્ષ સુધીના ૨૪૭ જેટલા વિદ્યાર્થીઓએ વેક્સિન નો લાભ લીધો.
વિદ્યાર્થીઓના વેક્સીનેશન દરમિયાન વિદ્યાર્થીઓના વાલી શ્રી પણ હાજર રહ્યા હતા. દરેક વાલીશ્રી એ શાળાને ખુબ સારો સાથ સહકાર આપી આખો કાર્યક્રમ સરળતાથી કાર્યક્રમ પાર પાડ્યો હતો.