top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Club Activity



"બાળકમાં રહેલી ક્ષમતા જ તેનું ભવિષ્ય નિખારે છે."

દરેક બાળક એક કલાકાર છે. એક બીજાથી અલગ છે. બધા જ બાળકો ભણવામાં હોશિયાર હોય એવું નથી હોતું. દરેક બાળકમાં અલગ-અલગ હુન્નર અને ક્વોલીટી હોય છે. બસ જરૂર છે તો તેને સમયસર ઓળખવાની અને પછી તેને તે જગ્યાએ પહોંચાડવાની. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતા ને અનન્યતા. જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની પ્રક્રિયા સહજ બનતી જાય છે.

બાળકને તેની જાત સાથેની ઓળખાણ શિક્ષક કરાવે છે. શાળામાં બાળકોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપી તેઓમાં રહેલી ક્ષમતાઓને યોગ્ય રીતે મંચસ્થ કરી બાળપ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે. તે માટે અમારી શાળામાં વિવિધ ક્લબ એકટીવીટી કરાવવામાં આવે છે, જેમ કે,


ડ્રામા ક્લબ:- નાટક એટલે નટ દ્વારા રજુ થતી કળા. નાટક દ્વારા બાળકની કલ્પના શક્તિનો વિકાસ થાય છે. બાળકના શબ્દભંડોળમાં વધારો થાય છે.

સ્પોર્ટ્સ:- રમત બાળકના નવા જ્ઞાન, કુશળતા, દ્રષ્ટિકોણ, ધ્યાન, યાદશક્તિ, સર્જનાત્મક ક્ષમતાઓના વિકાસમાં ફાળો આપે છે.

ભાષા:- ભાષા એ સંસ્કારો અને સંસ્કૃતિની છે અને ભાષા દ્વારા બાળક પોતાના હાવભાવ સારી રીતે પ્રગટ કરી શકે છે.

સંગીત:- બાળકોના મગજ પર સંગીતની અદ્દભુત અસર થાય છે.

ડાન્સ:- ડાન્સ દ્વારા બાળક પોતાના હાવભાવ પ્રગટ કરતાં શીખે છે ડાન્સ એ બાળકોમાં ઊર્જાપ્રકાશીત કરે છે એ બાલભવનનું હૃદય કહેવાય છે.

આર્ટ અને ક્રાફ્ટ:- બાળકોના હાથના સ્નાયુઓ કેળવાય છે અને બાળકની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે.

ગણિત અને વિજ્ઞાન:- આ ક્લબ દ્વારા બાળકનો સર્વાગી વિકાસ થાય છે.


247 views0 comments
bottom of page