gajeravidyabhavanguj
Club Activity
Updated: Jun 27, 2021
જીવનમાં પ્રવૃત્તિ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે જો જીવનમાં ભણવાની સાથે પ્રવૃત્તિ ન હોય તો મનુષ્ય પ્રાણ વગરના શરીર જેવું લાગે છે બાળક માં ઘણું ખરું કૌશલ્ય હોય છે પરંતુ એ કૌશલ્યને કેળવવા માટે તેમજ બહાર લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હોવી ખૂબ જ જરૂરી છે આ આશયથી ગજેરા વિદ્યાભવન માં શિક્ષણની સાથે આ વર્ષે વિવિધ ક્લબો નું ઓનલાઈન આયોજન કરવામાં આવેલ છે તેમાં દરેક વિદ્યાર્થીઓ પોતાની રુચિ પ્રમાણેના ક્લબ માં ભાગ લઇ તેમની અંદરની શક્તિને બહાર લાવી શક્યા છે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે વિવિધ ક્લબો ફાળવવામાં આવી છે.

જેમ કે,
1)પબ્લિક સ્પીકિંગ ક્લબમાં બાળકની વાચાળતા ને બહાર લાવે છે તેમજ તેમનામાં રહેલી મૌલિકતા પણ ઉજાગર થાય છે.
2)ડાન્સ ક્લબમાં બાળક પોતાના શરીરના અવયવોને યોગ્ય વળાંક આપી ગીત સાથે સરસ રીતે અભિનય સાથે ડાન્સ કરી શકે છે.
3) સ્પોર્ટ્સમાં વિદ્યાર્થીઓ જીવન માં રમત ગમત ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરવાની ક્ષમતા કેળવી શકે છે. 4)બિઝનેસ ક્લબમાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં કુશળતાપૂર્વક બિઝનેસ કઈ રીતે કરી શકાય તેમજ કયા બિઝનેસથી આર્થિક સદ્ધરતા વધુ પ્રાપ્ત થાય તે માટેની પૂરી કુશળતા પ્રાપ્ત કરી શકે છે.
5)મ્યુઝિક ક્લબ થી વિદ્યાર્થીઓ તાલ અને લયના તાદાત્મ્ય સાથે સારી રીતે ગાઈ શકે છે.
6)ક્રાફ્ટ ક્લબમાં વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય તેના નમૂનાઓ બનાવી પોતાની જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ પણ બનાવી શકે છે.
7) આર્ટ ક્લબમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ચિત્રો બનાવી તેમાં યોગ્ય કલર સારી રીતે પુરવા ઉપરાંત અનેક પ્રકારના અલગ-અલગ પેઇન્ટિંગ ના પ્રકારો જેવા કે ગ્લાસ પેઇન્ટિંગ, એમ્બોઝ પેઇન્ટિંગ વગેરેનું જ્ઞાન મેળવી શક્યા છે.
8)મેથ્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ ગણિત વિષય સરળતાથી કઈ રીતે શીખી શકાય તેનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે તેમ જ વૈદિક ગણિત પણ સાથે-સાથે શીખી રહ્યા છે.
9)સાયન્સ ક્લબમાં પણ અનેક વૈજ્ઞાનિકો તેમજ તેમની સિદ્ધિઓ તદુપરાંત વિષયાનુરૂપ વિવિધ મોડેલો બનાવતા શીખ્યા છે.
10)ટેકનોલોજી ક્લબમાં આધુનિક સંશાધનો નું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે.
11) ઇકો કલબમાં જીવનમાં પર્યાવરણ ના અભિગમોની જરૂર તેમજ પર્યાવરણને પ્રદૂષિત થતા કઈ રીતે અટકાવી શકાય તેના વિશેની માહિતી પ્રદાન કરી શકાય છે.
12)લેંગ્વેજ ક્લબમાં સ્વર તેમજ વ્યંજનોના વળાંકોથી લઈ મહાન કવિઓ લેખકો તેમજ અન્ય સાહિત્યકારો તેમજ તેમની કૃતિઓ થી વિદ્યાર્થીઓ માહિતગાર થાય છે.
13)ડ્રામા ક્લબમાં વિદ્યાર્થીઓ બારરસ જેવા કે શૃંગાર, હાસ્ય, શોક જેવા વિવિધ રસોનું જ્ઞાન મેળવી અભિનય ક્ષમતાની કેળવણી પ્રાપ્ત કરી શકે છે.
14)ઇવેન્ટ મેનેજમેન્ટ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ વિવિધ પ્રસંગોને સારી રીતે મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય તેનું જ્ઞાન મેળવતા થયા છે.

ઉપરોક્ત ક્લબોમાં દરેક વિદ્યાર્થીઓ ઓનલાઇન પણ ખૂબ જ સારી રીતે પોતાની રુચિ પ્રમાણે તેમની પસંદગી કરી અને સુષુપ્ત શક્તિને બહાર ઉજાગર કરવા પ્રયત્નશીલ છે. તેમજ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યરત છે અને પોતાના વ્યક્તિત્વને સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન ગજેરા વિદ્યાભવન કરી રહી છે. જેનાથી વિદ્યાર્થીઓને આ જ્ઞાનથી જીવનના દરેક ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે.