gajeravidyabhavanguj
Cloud Computing Competition

આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.02/12/22શુક્રવારનાં રોજ Cloud Computing અંગેની PPT Competition રાખેલ હતી. શાળાનાં બાળકો દ્વારા પ્રેઝન્ટેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની કમ્પ્યુટર લેબમાં ધોરણ 8 થી 1૦ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબેન તળાવીયા અને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિષેની માહિતી એકતાબેને આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકતાબેને કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે શ્રી ધર્મેશભાઈ અને આરતીબેનએ સંબોધન કરેલ હતું. નિર્ણાયક તરીકે જૈસવાલ લક્ષ્મીબેનએ ફરજ નિભાવી હતી.