gajeravidyabhavanguj
Children's Parliament
Updated: Jan 3, 2022
“બાળકોની, બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ.”
ભારતીય બંધારણમાં હકોનું રક્ષણ કરવું અને ફરજનું પાલન કરવું એક આદર્શ નાગરિકની પ્રાથમિક ફરજ છે. પ્રાથમિક શિક્ષણનું મૂળભૂત ધ્યેય બાળકના સર્વાંગી વિકાસ દ્વારા ઉત્તમ નાગરિકનું ઘડતર કરવું તે છે. ગજેરા વિદ્યાભવન પ્રાથમિક શાળામાં બાળસંસદનું આયોજન કરી આ હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. બાળસંસદની રચના લોકશાહી પ્રક્રિયાથી કરવામાં આવે છે. બાળસાંસદ આપણી લોકશાહી શાસન પદ્ધતિની નાની પ્રતિકૃતિ રૂપ છે. બાળસંસદ દ્વારા બાળકો પોતાના અભ્યાસકાળ દરમ્યાન જ લોકશાહી મુલ્યોને સમજે અને આત્મસાત કરે છે. નેતૃત્વના ગુણોનો સાહજિક વિકાસ અને સમસ્યાઓનું વિશ્લેષણ કરી ઉચિત નિર્ણય લેવાની ક્ષમતા કેળવાય છે. સ્વયંશિસ્ત અને વિકાસ શક્ય બને છે. આમ બાળસંસદ સાચા અર્થમાં શિક્ષણને પોષક અને પુરક પ્રવૃત્તિ છે.
સંસદમાં પ્રશ્નોત્તરીનો સમય ખૂબ જ મહત્વનો છે. પ્રશ્ન પૂછવા એ સંસદ સભ્યોનો જન્મજાત અધિકાર છે. પ્રશ્નકાળના માધ્યમથી સરકારની ક્ષતિ ધ્યાનમાં આવે છે. તેને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમ જવાબ આપવા વાળા મંત્રીઓ હાજર જવાબીની સાથે વ્યંગ-કટાક્ષથી પરિપૂર્ણ હતા.
આપણી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ યોજાઇ હતી. બાળ સંસદનો વિષય કોરોના કોવિડ-19 હતો. જેમાં વિરોધ પક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના દરેક ખાતાના મંત્રીએ સવિસ્તાર સંતોષકારક જવાબ આપ્યા હતા જેમાં ‘વેક્સીન ઇન્ડિયા’ બિલ પાસ કરાયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી અધ્યક્ષની કામગીરી મંત્રીઓની કામગીરી, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શાસકપક્ષ વિરોધપક્ષ વગેરેની કામગીરીથી શાળાના બાળકો અવગત થયા હતા. આ બાળ સંસદનો મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરી વિકસે, લોકશાહીના મૂલ્યો સમજે બાળકોની આવડતને બહાર લાવવાનો હતો. આ તમામ મુદ્દાને નાવિન્ય પૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
યુનિસેફ દ્વારા સહિયારા પ્રયાસથી ખરા અર્થમાં બાળ સંસદના હેતુઓ સાકાર કર્યા હતા.