gajeravidyabhavanguj
CHILDREN’S DAY

આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.14/11/22 સોમવાર નાં રોજ શાળામાં વિશ્વ બાળ દિવસ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિતે દર વર્ષે 14 નવેમ્બરનાં દિવસે સમગ્ર ભારતમાં બાળદિવસ મનાવવામાં આવે છે. તે નિમિતે આજરોજ શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમા ધોરણ 8,9 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિશિષ્ટ પ્રતિભાશાળી બાળકોના વિડિયો બતાવી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયાઅને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આશિષભાઈ સાવલિયાએ આ દિવસ વિષે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આશિષભાઈ સાવલિયા તેમજ કેયુરભાઈ માલવિયાએ કર્યું હતું.