top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“Celebrate safe Diwali to keep environment clean and green.”

દિવાળી રોશનીનો તહેવાર છે. જે બધા માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે, આ દિવાઓ માત્ર પર્યાવરણને જ પ્રકાશિત નથી કરતા પરંતુ ગરીબી અને અજ્ઞાનતાના અંધકારને પણ દૂર કરે છે.



દિવાળીમાં સૌ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ આ ફટાકડામાં કોપર અને કેલ્શિયમ જેવા ઝેરી સંયોજનો હોય છે. જે હવામાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે. અને તેના લીધે અસ્થમા અને શ્વાસ સંબંધી ઘણા રોગો થાય છે.

તેથી આપણે સૌએ આ સમસ્યાને જાણી, સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણ બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. અગાઉ પાણી-મુક્ત હોળી, અને ઇકો-ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી ઉજવવામાં આપણે સફળ થયા છીએ તો આ વર્ષે Green Diwali શા માટે નહીં!

તો આવો, આપણે સૌ ઇકો-ફ્રેન્ડલી દિવાળી ની ઉજવણી કરીએ. સુશોભન માટે સ્થાનિક રીતે બનાવેલા માટીના દિવાઓનો ઉપયોગ કરીએ. ફટાકડા સળગાવવાનું ટાળી જીવન અને આરોગ્યને જોખમમાં મૂકતા રોગોથી બચીએ. ફટાકડાના ઉપયોગ થી થતા અવાજનું પ્રદુષણ અટકાવીએ, કેમિકલ આધારિત રંગોળીના રંગોનો ઉપયોગ અટકાવી, ચોખાનો લોટ, હળદર, કુમકુમ, પાંખડી.પાંદડા જેવા કુદરતી પદાર્થોનો મહત્તમ ઉપયોગ કરીએ. દિવાળી ફટાકડા સાથે નહીં, પરંતુ પરિવારના સભ્યો અને મિત્રો સાથે પ્રેમપૂર્વક ઉજવીએ.




“This Diwali let us be more conscious and responsible for our choice and be proactive about implementing them. It is necessary to be mindful, choose eco-friendly things, and celebrate more ethically and responsibly”

“Let’s celebrate Eco-friendly Diwali not pollution friendly.”

1,651 views0 comments
bottom of page