gajeravidyabhavanguj
Birds- Part of our nature
Activities may be very effective in learning process.
જો બાળકો એક્ટિવિટી દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તો કદાચ એ શીખવામાં સરળ પડે છે અને લાંબા સમય સુધી યાદ પણ રહે છે. ઉપરાંત શિક્ષણ રસપ્રદ તો બને જ.
ટેકનોલોજીના આ યુગમાં કદાચ પ્રકૃતિને માણવા માટે આપણે સમય ફાળવી શકતા નથી. પૃથ્વી પરના તમામ સજીવો એકબીજા ને કોઈ ને કોઈ રીતે ઉપયોગી બને જ છે. So save Earth for next birth. પક્ષીઓ પણ આપણા નેચરનો જ એક ભાગ છે. જે અંતર્ગત ધોરણ-6 ના વિદ્યાર્થીઓએ “Beautiful Birds” ને અનુલક્ષીને જુદા જુદા પક્ષીઓના પિક્ચર્સ અને તેમના વિશેની માહિતી એકઠી કરી હતી. જુદાજુદા પક્ષીઓના ચિત્રો દ્વારા પક્ષીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે તે વિશેની સમજ પણ આપી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે અંગ્રેજી વિષયની આ પ્રવૃત્તિ કરવા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સુક હતા. તમામ માહિતી તેઓ ઇંગ્લિશમાં જ લાવ્યા હતા અને વર્ગમાં રજૂઆત કરી તે પણ ઇંગ્લિશમાં જ. આ એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેજ ફિયર દૂર થયો જ પરંતુ સાથે સાથે તેઓમાં આત્મવિશ્વાસ પણ વધ્યો. મનથી અંધારી લાગતી અંગ્રેજી ભાષા બોલવા માટે, They tried their best.
At last, message for our society, Hunts birds with camera, not guns. Birds make your smile, let them leave for a while.