gajeravidyabhavanguj
A Healthy Food For a Wealthy Mood
Updated: Jan 17
ધોરણ ૧ થી ૭ માં તા:-૦૭/૦૧/૨૦૨૩ થી તા:- ૧૩/૦૧/૨૦૨૩ સુધી બાળકો માટે હેલ્ધી ફૂડ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ અલગ અલગ પૌષ્ટિક વાનગીઓ લઈને આવ્યા હતા. જેથી કરીને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જળવાય રહે.
તા:-૧૧/0૧/૨૦૨૩ ને બુધવારે ધોરણ -૧ અને ૨ નાં વિધાર્થીઓ માટે ફ્રૂટ અને સલાડ ડીશ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ફ્રૂટ અને સલાડથી અલગ અલગ પ્રકારની ડીશ ડેકોરેટ કરી હતી.
તા -૧૩/૦૧/૨૦૨૩ ને શુક્રવારનાં રોજ ધોરણ: 3 થી ૭ નાં વિધાર્થીઓ માટે વિન્ટર હેલ્ધી ફૂડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીધેલ વિધાર્થીઓએ પોતે શિયાળાને અનુરૂપ પોષણયુક્ત ખજૂરપાક, ફ્રૂટસલાડ, કાચી સેન્ડવીચ, કઠોળની ભેળ, બીટનું જયૂસ, જેવી વિવિધ વાનગી બનાવી અને ખૂબ જ સરસ તેમની ડિશને ડેકોરેટ પણ કરી હતી. અભ્યાસિક પ્રવૃતિઓનાં ભાગ રૂપે શાળા દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓનું પણ જ્ઞાન તેઓ મેળવી શકે એ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા નિર્ણાયકશ્રી દ્વારા બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધાના માધ્યમથી બાળકો દરેક વાનગી આપણાં શરીર માટે કેટલી ઉપયોગી અને સ્વાસ્થયપ્રદ છે, તેનું મહત્વ સમજી શક્યા હતા.
હેલ્ધી ફૂડ્સનું રેઈન્બો ખાવું ,જેવી કે ......
“ઇટ ધ મેઘધનુષ્ય” એ એક વાક્ય છે. જેનો ઉપયોગ ઘણા પોષણશાસ્ત્રીઓ લોકોને તેમના આહારમાં વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાની યાદ અપાવવા માટે કરે છે.રંગીન ખોરાકમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ, ફાઇબર અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે તંદુરસ્ત વૃદ્ધિને ટેકો આપે છે અને સ્થૂળતા, દાંતના પોલાણ, આયર્નની ઉણપ જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, પીળા અને નારંગી ફળો અને શાકભાજીમાં વિટામીન C અને A વિપુલ પ્રમાણમાં હોય છે, જે કોષોને થતા નુકસાનને અટકાવે છે, તંદુરસ્ત સાંધાઓ અને દૃષ્ટિને ટેકો આપે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. લીલા ફળો અને શાકભાજી, જેમ કે સ્પિનચ, શતાવરી અને એવોકાડો, વિટામીન K, B, અને Eમાં વધુ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને તંદુરસ્ત હાડકાંને ટેકો આપે છે. જાંબુમાં વિટામીન C અને Kનું પ્રમાણ વધુ હોય છે, જે યાદશક્તિમાં મદદ કરે છે અને સ્વસ્થ હૃદયને ટેકો આપે છે.
People who love to eat are always the best People…