top of page
  • Writer's picturegajeravidyabhavanguj

75th Independence Day


દર વર્ષે સમગ્રદેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબજ ભવ્યતા અને ઉત્સાહથી કરવામાં આવે છે. શ્રીમતી એસ.એસ.ગજેરા વિદ્યાભવન દ્વારા પણ સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2021 ની ઉજવણી સરકાર દ્વારા Covid-19 અંગે આપવામાં આવેલ માર્ગદર્શક, સૂચનાઓના પાલન હેઠળ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરવામાં આવેલ હતી.

માનનીય ટ્રસ્ટીશ્રી દ્વારા શાળા ખાતે ધ્વજારોહણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ રાષ્ટ્રીયગાન ગવાયું હતું. માનનીય ટ્રસ્ટી તથા મુખ્ય મહેમાનો દ્વારા ઉદબોધન કરવામાં આવેલ હતું. આ વિશેષ દિવસ પર દર વર્ષની જેમ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષકોએ પણ ભાગ લીધેલ હતો. જેનો મુખ્ય હેતુ સ્વતંત્રતા સેનાનીઓના વિરતાપૂર્ણ કરેલ કાર્યો તેમના દેશપ્રેમ, યુવાપેઢીમાં દેશભક્તિની ભાવના જગાડવામાં તથા તેઓ પણ આવી સેવા કરવા પ્રેરિત થાય તે માટેનો હતો. જેને ડિજિટલ મીડિયા દ્વારા બતાવાયુ હતું.તેમજ ટ્રસ્ટ દ્વારા વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત દેશ નો ઈતિહાસ ઘણો સંઘર્ષયુક્ત છે. આઝાદી મળ્યા બાદ પણ દેશવાસીઓના દિલમાં આજે પણ શહીદો માટે પ્રેમ આદર સમ્માન ઓછું થાયુ નથી. જો આ સ્વતંત્રતા ટકાવી રાખવી હોય તો પોતે જ સૈનિક બનવું પડશે. લોકોની સુરક્ષા કરવી પડશે. તો ચાલો મિત્રો આપણે સાચી સ્વતંત્રતા, સમાનતા, સહકારની ભાવનાને જીવંત બનાવીએ.

સમગ્ર કાર્યક્રમમાં કોવિડ-19 ની મહામારી સંબંધિત સમયાંતરે આપવામાં આવેલ માર્ગદર્શનને અનુસરીને આ રાષ્ટ્રીય પર્વને અનુરૂપ ગરિમાપૂર્ણ યોગ્ય રીતે સરકારશ્રીની વખતો-વખત ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવેલ હતું.

“સ્વતંત્રતા હમારા જન્મસિદ્ધ અધિકાર હૈ.”-લોકમાન્ય તિલક.

1,363 views1 comment

Recent Posts

See All
bottom of page