gajeravidyabhavanguj
5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ…

ભારતમાં શિક્ષકદિનની ઉજવણી દરવર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવે છે. આ દિવસે ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નો જન્મ દિવસ છે. તેઓ બાળપણથી જ શિક્ષણ પ્રત્યે વધુ સજાગ હતા અને શિક્ષણ પ્રત્યે અતિ પ્રેમ હતો. તેથી તેમની યાદમાં આપણા દેશમાં ‘શિક્ષક દિવસ’ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારતમાં 1962 થી 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. છેલ્લા 59 વર્ષથી ભારતમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે એટલે કે 1996 ના રોજ “ટીચિંગ ઇન ફ્રિડમ” નામની એક સંધી પર હસ્તાક્ષર થયા હતા. જેમાં શિક્ષકના અધિકારો, જવાબદારી અને શિખવા-શિખવવાનો માહોલ વાતાવરણ ઊભો કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
5 ઓક્ટોબર 1997 ના રોજ આયોજિત આ સંમેલનમાં યુનેસ્કોએ ઉચ્ચત્તર શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોની સ્થિતિને લઈને તારણ કર્યું કે માણસને સંસ્કાર આપીને સારો નાગરિક બનાવવામાં શિક્ષણનો મોટો ફાળો છે તેથી યુનેસ્કો ધ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આપણા દેશમાં પણ શિક્ષક પ્રત્યેનું ઋણ અદા કરવા માટે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ગજેરા વિદ્યાભવનમાં પણ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ સમયે શિક્ષકોને પોતાની જવાબદારી અને તેના કાર્યની અસરો સમાજ પર કેવી થાય છે તે બાબતે સજાગ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.