gajeravidyabhavanguj
36 મો નેશનલ ગેમ્સ-2022 સેલિબ્રેશન કાર્નિવલ પરેડમાં ગજેરા વિદ્યાભવનને તૃતીય ક્રમ

સુરતનાં આંગણે આ વર્ષે 36 મો નેશનલ ગેમ્સ-2022 નું આયોજન ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ ગેમ્સ રમી રહેલાં વિદ્યાર્થીઓનો લાભ સુરતની તમામ શાળાનાં વિદ્યાર્થીઓને મળ્યો હતો આ નેશનલ ગેમ્સનું ઓપનીંગ ખૂબ જ ભવ્ય રેલી ધ્વારા થયું હતું. જેમાં સુરત શહેરની 36 જેટલી શાળાઓ રેલી માટે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ધ્વારા પસંદગી કરવામાં આવી હતી. આ રેલીમાં વિવિધ રમતોની થીમ પર તૈયારી કરી પર્ફોમન્સ આપવાનું હતું. જેમાં ગજેરા વિદ્યાભવનનાં બાળકોએ રોલ બોલ સ્કેટીંગ પર પર્ફોમન્સ આપ્યું હતું જે ખૂબ જ અદભૂત રહ્યું હતું. આ પરેડમાં અસરકારક રીતે કૃતિ રજૂ કરવા બદલ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી એ ગજેરા વિદ્યાભવનનાં સ્પોર્ટ્સ કોચ અજય સોલંકી અને આચાર્યશ્રી ડૉ.ભાવેશ ઘેલાણીને સર્ટીફિકેટ આપીને સન્માનીત કર્યા હતાં સાથે સાથે 36 શાળાઓમાંથી ગજેરા વિદ્યાભવનને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે બદલ ટ્રોફી અને 3000 રૂપિયાનો પુરસ્કાર પણ મળ્યો હતો આ સિધ્ધિ બદલ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી એ તથા શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ ખૂબખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં.