gajeravidyabhavanguj
36 માં નેશનલ ગેમ્સનું આયોજન
આજરોજ ગજેરા વિદ્યાભવન ખાતે 36 માં નેશનલ ગેમ્સ – 2022 નું આયોજન બે દિવસ માટે કરેલ છે આ કાર્યક્રમનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આજે જયારે પુરા ગુજરાત રાજ્યમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે અને આગામી 29 તારીખથી પુરા ગુજરાતમાં નેશનલ ગેમ્સનું મોટાપાયા પર આયોજન થવાનું છે ત્યારે તમામ બાળકો નેશનલ ગેમ્સનું મહત્વ સમજે અને જૂની તથા નવી જુદી જુદી રમતો જાણે અને રમે તે માટેનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન પદે જિલ્લા રજીસ્ટારશ્રી સહકારી મંડળીના હોદ્દેદાર ધ્રુવીન પટેલ, ફાયર સ્ટેશનથી અશોક સાલુકે અને કતારગામ વિસ્તારનાં કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવેલ બે કૃતિઓ રાસ અને ગરબાનું પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને શપથવિધિ પણ કરવી હતી અને જુદી જુદી રમતો જેવી કે રોલબોલ, ચેસ, લખોટી, રાજમંત્રી, બાસ્કેટબોલ, કબડ્ડી, વોલીબોલ, કેરમ, ટેક્વેન્ડો, વીષઅમૃત, સ્નેક લેડર જેવી વિવિધ રમતો રમાડી બાળકોમાં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતતા વિકસાવવાનાં પ્રયત્નો કર્યા હતાં. આ રમતો બાળકો બે દિવસ સુધી રમશે અને નેશનલ ગેમ્સનો પ્રચાર કરશે. આમ, ખૂબ જ ઉત્સાહપૂર્વક રમતો રમીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.