gajeravidyabhavanguj
16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ
કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમાં તારીખ-16/9/22 ને શુક્રવારના રોજ વર્લ્ડ ઓઝોન ડેની ઉજવણી શાળામાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીના માર્ગદર્શન તેમજ શાળાના સુપરવાઈઝર શ્રી ધારાબેન તળાવીયા, કિશોરભાઈ જસાણીની દેખરેખ નીચે શાળાના વિશાળ કોમ્પુટરલેબમાં ઓઝોન ડે નિમિતે ધોરણ 11 ના વિધાર્થીનીઓએ P.P.T. પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. વિજ્ઞાન શિક્ષકશ્રી રસેષ વરીયા, ગૌરવ લુખીએ વર્લ્ડ ઓઝોન ડે નું મહત્વ સમજાવ્યું હતું. તેના ફાયદા અને નુકસાનની વાત કરી હતી. પહેલો ઓઝોન ડે 16 સપ્ટેમ્બર,1995 ના દિવસે ઉજવાયો હતો. વાતાવરણનો ઓઝોન સ્તર પૃથ્વીને સૂર્યમાંથી નીકળતી હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સુરક્ષિત કરે છે. સૂર્યમાંથી નીકળતા આ કિરણો ત્વચાકોપ સહિતના અનેકરોગોનું કારણ બને છે. કહેવાનો અર્થ એ છે કે, ઓઝોનના સ્તર વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. PPT પ્રેઝેન્ટેશનમાં વિજેતા નામ આ પ્રમાણે છે.
1.ગોરસીયા દિશા ઉર્વીશભાઈ
2. ઘસડીયા નેન્સી ભગીરથભાઈ
૩. ભટ્ટ જેન્સી બકુલભાઈ
