top of page
  • Writer's picturegajeravidyabhavanguj

14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ

વિશ્વભરમાં ‘ફાધર ઓફ બ્લડ ગ્રૂપ્સ’ તરીકે જાણીતા બનેલ ડો.કાર્લ લેન્ડસ્ટેઈનરની યાદમાં વિશ્વ રક્તદાતા દિવસ ઊજવવામાં આવે છે. ડો.કાર્લ લેન્ડસ્ટેઈનનો જન્મ 14 જૂન 1868 ના રોજ વિએના ખાતે થયો હતો.તેમણે 1901 માં લોહીના જૂદા જૂદા ગૃપની શોધ કરી.આપણા શરીરમાં લોહીની કમી નિવારી અને મનુષ્યની જાન બચાવવાની સરળ પધ્ધતિની તેમણે શોધ કરી તેથી તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 14 જૂન, વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં ઘણા લોકો બીમાર પડે અથવા અકસ્માત થાય ત્યારે તે વ્યક્તિને બચાવવા લોહીની જરૂર પડે છે પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં રક્તદાન માટે લોકોમાં ઘણી ગેરસમજ હોવાથી રક્તદાન ઓછું થતાં લોહી મળતું નથી. ખરેખર રક્તદાન કરવાથી ઘણા ફાયદા થાય છે.

- રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે.

- નવા રક્તકણોનું નિર્માણ થાય છે તેનાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

- નિયમિત રક્તદાન કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે.

- રક્તદાન કરવાથી કેન્સર જેવી બીમારીની શક્યતામાં ઘટાડો થાય છે.આપણા રક્તદાનથી બીજાનું જીવન બચે છે.

ભારત અને રક્તદાન

- આપણા દેશમાં દર વર્ષે 5 કરોડ બ્લડ યુનિટ્સની જરૂર પડે છે.

- દર બે સેકન્ડે કોઈ પણ વ્યક્તિને લોહીની જરૂર પડે છે.

- દરરોજ લગભગ 38000 થી વધુ રક્તદાનની જરૂર પડે છે.

કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની વયથી રક્તદાન કરી શકે છે અને 60 વર્ષ સુધી રક્તદાન કરી શકાય છે.જો આપણે નિયમિત રક્તદાન 90 દિવસના અંતરે કરીએ તો એક અંદાજ પ્રમાણે 500 વ્યક્તિના જીવ બચાવી શકીએ છીએ તો આપણે નિયમિત રક્તદાન કરીએ તેવી આપ સૌને પ્રાર્થના.

ગજેરા વિદ્યાભવનમાં નિયમિત રક્તદાન શિબિરો યોજવામાં આવે છે અને તેમાં વાલી તથા અન્ય ગજેરા પરિવાર સાથે જોડાયેલ કર્મચારી ગણનો સારો સહયોગ રહેલ છે. તે ગૌરવની વાત છે.આ સમયે ગજેરા પરિવાર વતી હું રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું.

24 views0 comments

Recent Posts

See All
bottom of page