gajeravidyabhavanguj
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

૫ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ પર્યાવરણ પ્રેમી જોવા મળે છે. જે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના અભ્યાસ દ્વારા ખ્યાલ આવે છે. પરંતુ આધુનિક સમયમાં લોકોમાં પ્રકૃતિના તત્વો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તે માટે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે
પર્યાવરણ એટલે પૃથ્વીની ચારેબાજૂ વીંટળાઈને આવેલા આવરણને પર્યાવરણ કહે છે. જેમાં પ્રકૃતિના તમામ તત્વોનો સમાવેશ થાય છે. જેમકે પશુ,પક્ષી, જીવ, જંતુ, વૃક્ષો વગેરે તો ચાલો પર્યાવરણ દિવસની ઉજવણી સાથે તેનું મહત્વ દર્શાવતી માહિતી જાણીએ.
આપણા દેશમાં પ્રાચીન સમયમાં પણ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત હતા જે આપણને બીજી સદીમાં સમ્રાટ અશોકના શાસનકાળમાંથી ખ્યાલ આવે છે. સમ્રાટ અશોકે પ્રકૃતિના તત્વોની જાળવણી માટે અને તેનું મહત્વ દર્શાવવા માટે પોતાના રાજ્યમાં વન્યજીવોના શિકાર પર પ્રતિબંધ મુક્યો હતો. જે ઉપરાંત રસ્તાઓની બન્ને બાજુમાં વૃક્ષોનો ઉછેર કર્યાનું માલુમ પડે છે. અશોકે પોતાના સમયમાં શિલાલેખોમાં પણ પર્યાવરણ બચાવવાની વાતનો ઉલ્લેખ કરેલ જોવા મળે છે.
ઈ.સ.૧૯૭૨ માં ૫ જૂને સ્ટોકહોમમાં સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિએ પર્યાવરણની જાળવણી માટે એક પરિષદ ભરી અને પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું બહાર પાડયું. તેથી ૫ મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે.
આપણા દેશમાં પણ ૫ મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં પણ પર્યાવરણ વિષયક ચિત્રસ્પર્ધા, વકૃત્વસ્પર્ધા, નાટકસ્પર્ધા જેવા કાર્યક્રમો કરીને બાળકોને પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ગજેરા વિદ્યાભવનમાં પણ ૫ મી જૂનના દિવસે ચિત્રસ્પર્ધા,વકૃત્વસ્પર્ધા જેવા કાર્યક્રમો ધ્વારા બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.