top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“૨૮ જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ”

Updated: Jul 29, 2022

આપણા જીવનમાં ઘણી વસ્તુઓ નું મહત્વ છે. જેમાંથી એક આપણું પર્યાવરણ છે, જળ, જંગલ, જમીન જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જીવન ટકી રહેશે. તેથી પ્રકૃતિ પ્રત્યેની જાગરૂકતા હેતુથી દર વર્ષે આપણા દેશમાં 28 જુલાઇએ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ મનાવવામાં આવે છે


વધતા જતાં શહેરીકરણને કારણે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે, જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્યજીવોને પણ નુકશાન થઇ રહ્યું છે. જંગલો કાપીને આપણે પ્રાણીઓના નિવાસસ્થાન છીનવી રહ્યાં છીએ, પ્રકૃતિને ઉત્સાહભેર નુકસાન કરી રહ્યા છે.



“પૃથ્વી દરેક માણસની જરૂરિયાતો

સંતોષવા માટે પુરતી છે, પરંતુ

દરેક માણસના લોભને નહીં”


જેથી ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ નો હેતુ પ્રકૃતિના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો છે. પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. જેમ કે ‘ગ્લોબલ વોર્મિંગ’ , મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવુ, વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિનું અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે.

“આ સર્વેનું કારણ ફક્ત એજ છે, આપણે પૃથ્વીને એક મોટી કચરાપેટી બનાવી દીધી છે.” “પર્યાવરણ અમને તેના માટે તેના સંરક્ષણ માટે નહીં, પણ અમારી આવનારી પેઢીઓ માટે કહે છે,”

તેથી કુદરતનું સંવર્ધન કરવા માટે કાયમી વિવિધ ઉપાયો કરતા રહેવું જોઇએ ,જેમકે




· જંગલો કાપવા જોઈએ નહિ , અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઇએ પાણીનો બગાડ અટકાવવો જોઈએ.

· પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ.

· જળપ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીનપ્રદૂષણ, ધ્વનિપ્રદૂષણ ને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.

· વીજળી, પેટ્રોલ-ડીઝલ બચાવવું જોઈએ, કુદરત સાથે સકારાત્મક સંબંધ ધરાવતી ટેકનીકસ તથા એસેસરીઝનો ઉપયોગ કરવો જોઇએ, જેમકે ખેતરમાં ફર્ટિલાઇઝર ની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રકૃતિ પર્યાવરણ અને ઊર્જાનું સંરક્ષણના ઉપયોગ વિશે લોકોને જાગૃત કરો.




“આવો મળીને આપણી આવનાર

પેઢીને એક સ્વચ્છ અને સુંદર

દુનિયા આપવામાં યોગદાન આપીએ,

જેમ બને તેમ વધુ વૃક્ષો વાવીએ,

અને એક નવું કાલ બનાવીએ.......!


પ્રકૃતિ એટલે આપણું જીવન. અને પ્રકૃતિમાં વરસાદએ તેનું અભિન્ન અંગ છે. જો વરસાદ ન વરસે તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ન શકે, અને વરસાદ હોય તોજ સજીવ સૃષ્ટિ ટકી શકે છે. એટલે જ પ્રકૃતિનો પાયો વરસાદને જ ગણી શકાય. પહેલાના સમયમાં લોકો ઢૂંઢિયા બાપજીને લઈને નીકળતા અને વરસાદના ગીતો ગાઈને વર્ષાને ના આમંત્રણ આપતા હતા, તે રીવાજ પણ જળવાઈ રહે અને બાળકો પ્રકૃતિ એટલે કે વર્ષા નું મહત્વ સમજે તે માટે અમારી શાળાના ધોરણ-૧ અને ૨ નાં અંદાજે ૨૦ વિદ્યાર્થીઓએ બાળવાર્તા સ્પર્ધા માં ભાગ લીધો હતો, તેમજ ધોરણ ૩ થી 5 નાં આશરે ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ માં ‘વર્ષાગીત’ સ્પર્ધામાં અને ધોરણ-૬ અને ૭ નાં ૨૫ જેટલા બાળકોએ ‘લોકગીત’ રજુ કરી સૌના મન મોહી લીધા હતા,



જે બદલ ગજેરા શાળા પરિવારે સ્પર્ધકો તેમજ વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવે છે.

377 views0 comments
bottom of page