gajeravidyabhavanguj
૨૧ મી સદીનાં વિદ્યાર્થીની નિર્ણાયક કુશળતા અંગેની જરૂરિયાતો.


૨૧ મી સદીનાં વિદ્યાર્થીની નિર્ણાયક કુશળતા અંગેની જરૂરિયાતો

૨૧ મી સદીના પ્રત્યેક વિદ્યાર્થીઓને આપણા વિશ્વમાં ટકી રહેવા અને સફળ થવા માટે આ નિર્ણાયક કુશળતા જરૂરી છે. આટલી ઝડપથી બદલાતુ અને વિકસિત થતુ વિશ્વને પહોચી વળવા કેટલાંક ધોરણો દેશભરના નિષ્ણાતો અને શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતાં. આ ધોરણોને આધારે વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી શકશે તે ધોરણો આ પ્રમાણે છે. :-
1. સમસ્યા ઉકેલ (Problem Solving):-
વિદ્યાર્થીઓને વાસ્તવિક સમયમાં જટિલ સમસ્યાઓ હલ કરવાની ક્ષમતાની જરૂર હોય છે. કારણ કે ભવિષ્યમાં, જટિલ સમસ્યાઓ કે જેની અત્યારે આપણે કલ્પના પણ કરી શકતા નથી. તે દરેક જગ્યાએ હશે. જેમ જેમ સમાજ આગળ વધે છે. તેમ તેની સમસ્યાઓ પણ જટિલ બનતી જાય છે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ માટેની વ્યૂહરચના ઘડવાની વિદ્યાર્થીઓની ક્ષમતા પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરીશું તેટલો તે વિદ્યાર્થી સફળ થશે “સોલ્યુશન ફલુન્સી” એટલે કે કાળજીપૂર્વક ડીઝાઈન કરેલા ઉકેલોનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયમાં અસરકારક રીતે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવું
સમસ્યા ઉકેલમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે કાર્ય કરી શકશે, જોખમ ઉપાડતા શીખશે, ભુલ કરવામાં ડર નહિ લાગે અને Trial & Error પદ્ધતિથી વધુ કાર્યક્ષમ અને આર્થિક ઉકેલો બનવવા માટે તેમની પ્રક્રિયા ટેવમાં પરિણમશે.એવા કામદારો કે જે સમસ્યાઓના નિરાકરણ તરફ સક્રીયાતાથી વિચારવા અસમર્થ છે, તેઓને રોજગાર શોધવામાં મુશ્કેલી પડશે.
2. સર્જનાત્મકતા (Creativity):-
વિદ્યાર્થીઓને અસરકારક ઉકેલો વિકસાવવા માટે ડિજિટલ અને નોનડિજિટલ બંને વાતાવરણમાં સર્જનાત્મક રીતે વિચારવાની અને કાર્ય કરવાની ક્ષમતાની જરૂર છે કારક કે ડિજિટલ વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનાં ઉપયોગથી સતત ઉતેજના અને ન્યુરલ ડેવલોપમેન્ટમાં હોય છે. સમસ્યા નિરાકરણ એ વિદ્યાર્થીઓમાં કુદરતી રીતે આવે છે પરંતુ તેને શિક્ષણમાં યોગ્ય જોડાણ સાથે ગહનરૂપે આગળ વધારી શકાય છે. કોઈપણ વિદ્યાર્થીને તેઓ શું બનાવવું પસંદ કરે છે તે વિશે પૂછો તો અસંખ્ય જવાબો પ્રાપ્ત થશે કારણ કે તે પોતાની જાતે અને તેમની વિશિષ્ટતાને વ્યક્ત કરવાના માર્ગો શોધી રહયો છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા કે મિત્રો સાથેની પ્રવૃતિઓથી ત્વરિત પ્રતિક્રિયા આપે છે. સર્જનાત્મકતા એ એક મહત્વપૂર્ણ આઉટલેટ છે જે વિદ્યાર્થીઓને તેઓ કોણ છે અને તેઓ શું કરી શકે છે તે જોવા માટે અને તેઓ શું કરી શકે છે તેનો ખ્યાલ મેળવવા માટે પ્રેરણા આપે છે જેથી વિદ્યાર્થીઓ સફળ બની શકે.
3. વિશ્લેષણાત્મક વિચારસરણી (Analytic Thinking):-
વિદ્યાર્થીઓને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની ક્ષમતાની જરૂર હોય છે. જેમાં સૂચના આધારિત સરખામણી, વિરોધાભાસ, મૂલ્યાંકન, સંયોજન તથા અરજી કરવાની નિપુણતા સામેલ છે કારણ કે વિશ્લેષણાત્મક વિચારસરણીનો અર્થ બ્લૂમનું ડિજિટલ વર્ગીકરણ અથવા ઉચ્ચક્રમની વિચારસરણી કુશળતા(HOTS) પર આધાર રાખે છે. જે કાર્યમાં રૈખીય વિચારસરણી અને નિયમિત સમજશક્તિના કાર્યની જરૂર હોય છે. તે કાર્ય કરવામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું જોઈએ. કારણ કે વર્ગખંડ પછીના જીવનમાં તેમની સફળતા માટે તે નિર્ણાયક છે. વિશ્લેષણાત્મક વિચારસરણીનો અભિગમ અમૂલ્ય છે. કારણ કે વિદ્યાર્થીઓને સામાજિક, ગાણિતિક અને સામાજિક સમસ્યાઓનો વ્યવહારિક રીતે ઉકેલ આપે છે. ટીકાત્મક અને વિશ્લેષણાત્મક વિચારસરણીની કુશળતા શાળાકીય જીવન બાદના સમયની સફળતા માટે ખૂબ જ ઉપયોગી છે.
4. સહયોગ (Collaboration):-

વિદ્યાર્થીઓ પાસે શારીરિક અને વર્ચ્યુઅલ સ્પેસ સાથે જોડાણ કરીને કાર્ય કરવાની ક્ષમતા હોવી જોઈએ. કારણ કે ડિજિટલ યુગનાં વિદ્યાર્થીઓ સ્વભાવ પ્રમાણે સામાજિક છે. તેઓ ટેકનોલોજીકલ વાતાવરણમાં એકબીજા સાથે માહિતીની આપ-લે, પોસ્ટ, અપડેટ, શેર, ચેટ અને સતત સહ નિર્માણની પ્રવૃત્તિ કરે છે. જે શાળામાં શક્ય નથી. અન્ય લોકો સાથે જોડાણ અને સહયોગ ફક્ત તેમના શિક્ષણ માટે જ નહી, માનસિક અને ભાવાત્મક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શિક્ષણશાસ્ત્રીઓએ સહયોગ ફ્લુન્સીને સમજાવવામાં નિયમિત કાર્ય કરવું જોઈએ. આજે ઈન્ટરનેટનો યુગ છે અને વિશ્વ જયારે નાનું બનતું જાય છે ત્યારે આ વૈશ્વિકરણને કારણે દરરોજ એકબીજાની સાથે મળે છે અને કાર્ય કરે છે આ પરિસ્થિતિઓમાં સહયોગ અને વાતચીત કરવાની ક્ષમતા આવશ્યક છે. ટૂંકમાં વધુ સારા સહયોગથી વધુ સારા વિદ્યાર્થીઓ અને વધુ સારા નાગરિકો બને છે.
5.વાતચિત (Communication) :-
વિદ્યાર્થીઓએ ફક્ત લખાણ અથવા ભાષણથી જ નહી પરંતુ બહુવિધ મલ્ટીમીડિયા સ્વરૂપોમાં વાતચીત કરવામાં સમર્થ હોવા જોઈએ. કારણ કે સંદેશાવ્યવહાર એ એક વ્યાપક શબ્દ છે જેમાં વિદ્યાર્થીઓ મલ્ટીપ્રેસિવ સ્તરની ક્રિયાપ્રતિક્રિયા અને શેરીંગનો ઉપયોગ કરીને વાતચિત કરવાનું વધારે પસંદ કરે છે માટે વિદ્યાર્થીઓ તેનો અસરકારક રીતે ઉપયોગ કરતો હોવો જોઈએ. વિદ્યાર્થીઓએ એ યાદ રાખવું જોઈએ કે અસરકારક પ્રત્યાયન એ જીવનમાં બનાવેલ દરેક સંબંધ અને જોડાણમાં વ્યક્તિ તરીકે કોણ છે તેને શ્રેષ્ઠતા રજૂ કરે છે. સામે-સામે વાતચિત કરવી, બ્લોગિંગ, ટેકિસ્ટગ કરવું અથવા વિઝ્યુઅલ પ્રોડક્ટ બનાવવી, તેમના મૂલ્યો અને માન્યતાઓ તેઓ અન્ય લોકો સાથે કેટલી સારી રીતે વાતચીત કરે છે તેનાં દ્વારા નિર્ધારિત છે.
6. નીતિશાસ્ત્ર, ક્રિયા અને જવાબદારી:-
આમાં અનુકૂલનક્ષમતા, નાણાંકીય જવાબદારી, વ્યક્તિગત જવાબદારી, પર્યાવરણીય જાગૃતિ, સહાનુભૂતિ, સહિષ્ણુતા અને વૈશ્વિક જાગૃતિ સામેલ છે. કારણ કે આ જવાબદારી વૈશ્વિક ડિજિટલ નાગરિક વ્યક્તિગત, વૈશ્વિક અને જવાબદારીઓથી વધુ સારી દુનિયાનું નિર્માણ કરી શકાય છે. આ એક સ્વસ્વાર્થ, સહાયક અને સંભાવ આપનાર વ્યક્તિ છે જે અન્ય સંસ્કૃતિઓ અને માન્યતા પ્રણાલીનો આદર કરે છે અને ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાથી શ્રેષ્ઠ રહે છે. બાળકોને વૈશ્વિક જાગૃતિ અને ઈન્ટરનેટ સલામતી વિષે શીખવવું એ શિક્ષણની મુખ્ય ધારાની પ્રથા બની ગઈ છે. Wabisabi learning આ પ્રથાઓને તેમની પોતાની શિક્ષણ વ્યૂહરચનામાં સામેલ કરવા માટે વિશ્વભરના શિક્ષકોને સહાય માટે સંસાધનો બનાવવાનું ચાલું રાખે છે.
આમ, ઉપરોક્ત તમામ મુદ્દાઓ ઉપરથી એટલું સ્પષ્ટ કરી શકાય છે કે 21મી સદીનાં વિદ્યાર્થીઓની નિર્ણાયક કુશળતા માટે આટલી વસ્તુ હોવી જરૂરી છે જો આ પ્રમાણેની યોગ્યતા વિદ્યાર્થીઓમાં હોય તો એક સારા નાગરિક સમાજ કે દેશનું નિર્માણ કરી શકાય છે.