top of page
  • Writer's picturegajeravidyabhavanguj

૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ


૨૧ જુન “વિશ્વ યોગ દિન” ની ઉજવણી શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન, માં આવેલાં કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી, જેમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનાં તમામ શિક્ષકો ધ્વારા ઓનલાઈન યોગા કર્યા હતા. જેમાં ઓનલાઈન 1700 વિદ્યાર્થીઓ જોડાયેલાં હતા.

“કરો યોગ રહો નિરોગી” - સુત્રને સાર્થક કરવા સર્વે શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ આજનાં દિવસની હર્ષાઉલ્લાસ સહભાગી થઈ જુદા-જુદા આસનો કરી તેનાં ફાયદાઓની સમજણ મેળવી હતી તથા આ કાર્યક્રમને આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી અને P.T. શિક્ષકો ધ્વારા સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આ દિવસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. “યોગ ભગાવે રોગ”આ સ્લોગન દ્વારા યોગનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે તે દર્શાવે છે, તો ‘યોગ’ છે શું?

યોગ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ ‘જોડાણ’થાય છે. એટલે કે શરીરનું મન સાથે જોડાણ અથવા ‘તન’નું ‘મન’સાથે જોડાણ.યોગ એક શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક પ્રણાલી છે. જે પ્રાચીન ભારતની પ્રચલિત પ્રણાલી છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનીઓ દ્વારા યોગ પ્રણાલી શરુ કરવામાં આવી હતી. જે આજે આધુનિક યુગમાં સમગ્ર વિશ્વમાં જૂદા જૂદા સ્વરૂપે જોવા મળે છે.અને તેનું મહત્વ દિનપ્રતિદિન વધતું જોવા મળે છે.

વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાં સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિમાં યોગ પ્રણાલી શરુ થઇ હશે. હિંદુ, બૌદ્ધ, જૈન, ધર્મમાં આ પ્રણાલીને ‘ધ્યાન’ સાથે જોડવામાં આવેલ છે.ભૌગોલિક રીતે જોઈએ તો, ૨૧ જૂનનો દિવસ ઉતર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. તેથી તેનું મહત્વ અન્ય દિવસો કરતા વધારે છે.

ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ’સંયુક્ત રાષ્ટ્રો’ની સભામાં ૨૧ જૂન૨૦૧૫ ના દિવસે સમગ્ર વિશ્વને “વિશ્વ યોગ દિવસ ‘ મનાવવા માટે આહવાનકરેલ ત્યારથી સમગ્ર વિશ્વમાં ૨૧ જૂન ના દિવસને “વિશ્વ યોગ દિવસ’તરીકે ઉજવવામાં આવે છે.

ગજેરા વિદ્યાભવનમાં ૨૦૧૫ માં સૌ પ્રથમ આચાર્યશ્રી જયેશભાઈ પટેલના માર્ગદર્શક તળે યોગ દિવસની ઉજવણી શરુ કરેલ હતી જે પ્રણાલી આજ દિવસ સુધી શરુ છે.

યોગનું મહત્વ:

Ø યોગ કરવાથી મનને શાંતિ મળે છે.

Ø યોગ કરનાર વિદ્યાર્થીની યાદશક્તિમાં વધારો થાય છે.

Ø તનાવમાંથી મુક્તિ મળે છે.

Ø સારું સ્વાસ્થ્ય અને શરીર સુદઢ અને મજબુત બને છે.

Ø સહન શક્તિ વધે છે.

Ø ઈર્ષા, ક્રોધ, મોહ, લાલચ, જેવા દુરગુણોમાંથી મુક્તિ મળે છે.

Ø વ્યક્તિ નીડર અને નિર્ભીક બની જાય છે.

Ø કેટલીક અસાધ્ય બીમારી દુર થઈ છે.



247 views0 comments

Recent Posts

See All
bottom of page