gajeravidyabhavanguj
૧૪ સપ્ટેમ્બર (રાષ્ટ્રીય હિન્દી દિવસ)
Updated: Oct 4, 2021

૧૪ સપ્ટેમ્બર એટલે હિન્દી ભાષા દિવસ, ભારતમાં દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૪૯ ના દિવસે હિન્દી ભાષા ને ભારતની રાષ્ટ્રીય ભાષા બનાવવામાં આવી પરંતુ ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ ના દિવસે હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. ભારતીય બંધારણના ભાગ ૧૭ નાં અધ્યાયની કલમ ૩૪૩(૧) માં હિન્દી ભાષાને સત્તાવાર રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવે છે.
૧૦ જાન્યુઆરીનો દીવસ વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વમાં હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત ૨૦૦૬ માં વડાપ્રધાન ડૉ.મનમોહનસિહ દ્વારા કરવામાં આવી હતી. જેનો હેતુ વિશ્વમાં હિન્દીભાષાનો વ્યાપ વધારવાનો હતો. આ દિવસથી વિશ્વમાં પણ ૧૦ જાન્યુઆરીના દિવસને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે.
દુનિયાનો ભાષાનો ઈતિહાસ લખનાર એથનોલોગના જણાવ્યા મુજબ ચીની ભાષા પછી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. હિન્દી ભાષા બોલવામાં અને સમજવામાં સરળ હોવાથી ભારતના મોટાભાગના રાજ્યોમાં હિન્દીભાષા ઉપયોગ વધવા લાગ્યો છે.
· હિન્દી ભાષા વિશે..
· હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ પૃથ્વીરાજ રાસો
· હિન્દી ભાષામાં પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા છે.
· હિન્દી ભાષાની પ્રથમ આદિ કવિયત્રી મીરાંબાઈ ત્યારબાદ કબીર, રહીમ વગેરે
· જાણીતી કવિ અમીર ખુશરોએ સૌ પ્રથમ હિન્દીમાં કવિતા લખી હતી.
· ભારતમાં ૧૮ કરોડ લોકો ની માતૃભાષા હિન્દી છે
· હિન્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય નું નિર્માણ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું
શ્રી મતિ શાંતાબેન હરિભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવનમાં આચાર્યશ્રી ના માર્ગદર્શન નીચે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધો 9 થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેથી બાળકમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવી શકાય. ધો ૧૦ માં પણ ગજેરા વિધાભવનમાં ગૌણ વિષય તરીકે હિન્દીને મહત્વ આપવામાં આવે છે અને બાળકો હિન્દી વિષય સાથે અભ્યાસ કરી શકે.